________________
પ્રકરણ ૨ જું.
લેકોના ઘરમાંથી જે હાથમાં આવે તે વેચાવી નાંખે છે; અને પૈસા પિતે ગાંઠે બાંધે છે. આવા તોફાનોથી દેશ પાયમાલ થઈ ગયો છે; લોકો પિતાનાં ગામોમાં અને ઘરમાં રહી શકતાં નથી અને માલ ગુજારી આપી શકતા નથી. (૪) કેટલીક જગોએ મિ. કેવેલીયરે જોરજુલમથી નવા બજાર સ્થાપ્યાં છે અને નવાં કારખાનાં ઉઘાડયાં છે અને પોતાના નામના ખોટા સિપાહીઓ રાખ્યા છે અને તેઓ જેને જોઇએ તેને પકડીને દંડે છે. આવા જુલમગાર કૃત્યોથી ઘણું હાટ, ઘાટ, પરગણું, ઉજજડ થઈ ગયાં છે. ”
ઉદ્યોગ, જ્યારે આખે અંદરના વેપાર દરેક જીલ્લામાં કમ્પનીના કરો અને આડતીયાઓને લીધે આમ અવ્યવસ્થિત થઈ રહ્યું હતો ત્યારે જે રીતેથી તેઓ પાકે માલ વેપાર માટે મેળવતા તે પણ એટલી જ જુલમગાર હતી. મિ. વિલ્યમ બટ નામને એક અંગ્રેજ વેપારી આંખે દેખ્યાના પુરાવાને આધારે લખે છે કે –
“હવે એમ કહી શકાય કે કમ્પનીને આખો અંદરનો વેપાર અને ખાસ કરીને યુરોપને માટે જેમાં નાણાં રોકવામાં આવ્યાં છે, તેને વહીવટ એક સતત જુલમને પ્રસંગ થઈ પડે છે. આની નુકસાનકારક અસર દેશના દરેક વણકર ભોગવે છે, કારણ કે જે માલ નીકળે છે તે બધે એકહથ્થો કરી નાંખવામાં આવ્યો છે. ઇગ્રેજો અને તેમના વાણીયા અને કાળા ગુમાસ્તાઓ કંઈપણ ધેરણ વિના તે માલકે કહાડવો તે અને તેની કિસ્મત નક્કી કરે છે. એક ગુમાસ્તો એક શહેરમાં આવ્યો એટલે એક રહેવાનું મકાન લે છે જેને તે કચેરી એવું નામ આપે છે. ત્યાં પિતાના પટાવાળા અને હલકારાને મોકલી, આવેલા દલાલને અને વણકરોને બોલાવે છે. પછી એમના શેઠ પાસેથી પૈસા આપી આ વણકર પાસે અમુક ભાલ અમુક તારીખે અમુક