________________
બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક ઇતિહાસ
૫
જાય છે અને જ્યાંના બજારમાં પહેલાં લક્ષ્મી ઉભરાતી હતી, ત્યાં અત્યારે કાંઇજ પેદા થતું નથી. તેમના પટાવાળાઓને લાકા ઉપર જોર જુલમ કરવાની છૂટ છે. અને જે જમીનદાર અટકાવવા આવે તે તેને પણ ધમકી આપવામાં આવે છે. પૂર્વે ઇન્સાફ કચેરીમાં અપાતા હતા, પણ હવે તો દરેક ગુમાસ્તા ન્યાયાધીશ થયા છે, અને દરેકનુ ઘર કચેરી થઇ પડી છે. તે ખુદ જમીનદારને શિક્ષા સભળાવે છે, અને જમીનદારના પટાવાળાએ સાથે લાખાલી થવાનું અથવા તે કાંઇ ચારી ગયા છે એવું કાંઇ અહાનું બતાવી તેમની પાસેથી પૈસા પણ કઢાવે છે.”
એવેજ હેવાલ ડાકાના કલેક્ટર મહમદઅલીએ કલકત્તાના ગવર્નર ઉપર લખેલા પત્રમાં પણ મળી આવે છે.
( ૧ ) કેટલાક વેપારીઓ ઈંગ્રેજી કારખાનાંવાળાઓ સાથે પેાતાનું હિત જોડી પેાતાના મવા ઉપર ઇંગ્રેજી વાવટા ઉડાડે છે અને પેાતાનેા માલ અંગ્રેજોને માલ છે એવું ડાળ કરી જકાત વગેરેની બાબતમાં ફાયદા કરવાના હેતુથી ઉપાડી જાય છે. ( ૨ ) લકપુર અને ડાકાના ગુમાસ્તા તમાકુ, રૂ, લેટુ વિગેરે પરચુરણ ચીત્તે બજાર ભાવ કરતાં વધારે કિમ્મત આપીને લેાકને ખરીદવાની ફરજ પાડે છે; અને પછી જોરજુલમથી પૈસા વસુલ કરે છે. વળી પટાવાળાઓને માટે ભથ્થાના પૈસા લે છે અને કરાર તેડવા માટે દંડ પણ લે છે. આથી એ રંગ અને બીજી જગાએ કેવળ ઉજ્જડ થઇ ગષ્ઠ છે. ( ૩ ) લકીપુરના ગુમાસ્તાઓએ તાલુકદારના ઇજારાનાં પરગણાં તાહસીલદાર પાસેથી ખુચાવી લીધાં છે અને હવે ભાગ દેતા નથી. કેટલાક લોકોની ઉશ્કેરણીથી તેઓ કઇ ફરિયાદી કરવાનું કારણ હોય ત્યાં દસ્કત આપીને યુરોપીયને અને સિપાહીઓને ગામામાં મેકલે છે અને ત્યાં તે તાફાન કરે છે. જુદી જુદી જગાઓએ તેએ ચાકીએ મૂકે છે, અને ગરીબ
* પુત્ર તા. ૨૬ મે ૧૯૬ર.