________________
પ્રકરણ ૨ જુ.
આદુ, ખાંડ, તંબાકુ, અફીણ વિગેરે ઘણી ચીજોનો વેપાર કરે છે. રૈયતનો અને વેપારીને માલ તેઓ કિંમતના ચોથા ભાગના પૈસા આપી ભારે જુલમે ઉપાડી જાય છે, અને તેવી જ રીતે જોર જુલમથી એક રૂપીયાના માલના પાંચ રૂપીયા રૈયત પાસેથી લે છે. દરેક પરગણામાં મારા અમલદારો પોતાનો અમલ બજાવતા બંધ થયા છે અને આ જુલમથી મારી ફરજ હું બજાવી શકતો નથી, તેથી મને વર્ષે દિવસે લગભગ પચીસ લાખ રૂપિયાનું ઉપજમાં નુકસાન છે. ખુદાની મહેરબાનીથી મેં જે સંધિપત્ર કર્યું છે તેની શરતો મેં તોડી નથી તેમ તેડવા ઇરાદે પણ નથી; ત્યારે અંગ્રેજી કારખાનાઓના વડાઓ મારા રાજ્યકારભારને નિંદાપાત્ર બનાવવામાં અને મને નુકસાન પહોંચાડવામાં શા માટે શામિલ થતા હશે ?”
કમ્પનીના ગુમાસ્તાનાં કુનો વધારે વિગતવાર હેવાલ સાર્જન્ટ બેગના પત્ર ઉપરથી મળી આવે છે.
“એક કોઈ ગૃહસ્થ અહીં પિતાને માટે કંઈ માલ લેવા કે વેચવા કોઈ ગુમાસ્તાને મોકલે છે. તે તરતજ કોઈપણ રૈયતને પિતાનો માલ લેવા કે વેચવા ફરજ પાડવાને પોતાને અધિકાર મળ્યો એમ માની લે છે. અને જે સામો માણસ અશક્તિને લીધે ના પાડે, તો કાં તેને સોટીઓ પડે છે કે કેદખાનાને શરણ થવું પડે છે. એટલું જ નહિ પણ પોતે જે ચીજને વેપાર કરતા હોય તે ચીજનો વેપાર બીજા કોઈને કરવા ન દેવ તે સારૂ બીજું બળ વપરાય છે. અને જે ગામડાંના લોકે તે પ્રમાણે કરે તો તરત પોતાની સત્તાનો અમલ થાય છે. વળી જે માલ તેઓ લે છે તે માટે પણ ઘણામાં ઘણી મહેરબાની કરે તે બીજા જે કિંમત આપે તેના કરતાં ઘણી ડીજ આપવી; અને વખતે તેના પૈસા આપવાની ના પણ કહેવી. જે હું વચમાં પડું તે તરત જ ફરિયાદ થાય. આવા જુલમો હમેશ થાય છે તેથી આ–બાકરગંજ જેવો માહોલ ઉજજડ થઈ ગયું છે. હમેશાં વધારે સલામતી વાળી જગાની ધમાં લેકે ચાલ્યા
* નવાબને પત્ર તા. મે ૧૭૬૨.