Book Title: Atmsiddhi Mahabhashya Part 01
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
સદ્ગુરુને ચરણે સમર્પણ કરી જ્ઞાનયોગની સાથે ઉચ્ચ કોટિનો ભકિતયોગ પણ અભિવ્યકત કર્યો ! છે. હવે પછી જે કાંઈ પણ તેના કર્મ ભોગ બાકી હશે, તે સ્વતઃ સત્કર્મ બની રહેશે. તેથી સદ્દગુરુના ચરણમાં નમસ્કાર, એ પદમાં ત્રિયોગનો સુયોગ ઉદ્ભવ્યો છે. આખો યોગમાર્ગ જે સ્વતઃ પવિત્ર છે. આ જ્ઞાન, ભકિત અને કર્મ તે યોગના અલંકાર છે. ભારતવર્ષના બધા સંપ્રદાયોની બધી સાધના કયાંય ને કયાંય અષ્ટાંગ યોગ સાથે જ સંબંધ ધરાવે છે. “સદ્ગુરુ” શબ્દ પણ અલંકાર ભરેલા યોગથી વિભૂષિત એવા “મહાપુરુષનું દર્શન કરાવે છે. આ દર્શનનો જ્યારે ઉભરો આવે છે ત્યારે સદ્ગુરુને ભગવંત કહી ભગવાન સ્વરૂપે નિહાળી પોતાના નમસ્કારનું નિશાન કેટલું પવિત્ર અને શુધ્ધ છે તે આ સદ્ગુરુ ભગવંત” એવા બે શબ્દોથી સોનાની થાળીમાં રહેલા માણેકની જેમ ઝળકી રહેલ છે. અસ્તુ. વ્યવહારમાં તો બધા ભકતો પોતાના ગુરુને સદ્ગુરુ માની ભકિત કરતા હોય છે, પરંતુ અહીં સગુરુનું વર્ણન ભકિતયોગથી ન કરતા જ્ઞાનયોગથી કર્યું છે. અર્થાત્ ગુરુએ જ્ઞાન આપ્યું છે, સમજ આપી છે. શાશ્વત તત્ત્વનો નિર્ણય કરાવ્યો છે અને એક અપૂર્વ ઉપલબ્ધિ જેને કહી શકાય એવા અમોઘ, અખંડ, અવિનાશી ચૈતન્ય દ્રવ્યનું ભાન કરાવ્યું છે. તેથી તે ગુરુને સદ્ગુરુ કહીને કવિરાજ સ્વયં સદ્ગુરુને નમસ્કાર કરે છે.
સદ્ગુરુ વ્યાપકતા : અહીં એ પ્રશ્ન થાય છે કે વસ્તુતઃ “આત્મસિદ્ધિ' કર્તા કવિરાજ સ્વયમ્ સદ્ગુરુનું સ્થાન શોભાયમાન કરે છે અને પરોક્ષ રૂપે ભકતોના શબ્દો ઉચ્ચારે છે કે સદ્ગુરુએ આ પદ સમજાવ્યું છે. જે કોઈ સમજી શકયા છે તે બધા “ભકતની શ્રેણી” માં આવે છે. અને સદ્ગુરુ પ્રત્યે અહોભાવ વ્યકત કરે છે. બીજો અર્થ એ પણ છે કે પ્રાચીનકાળમાં જે કોઈ તત્ત્વગ્રાહી, મહાન સિધ્ધ પુરુષ સાધના દ્વારા વ્યાખ્યા કરી આ પદ કહી ગયા છે, આવા એક જ સિધ્ધ પુરુષ હોય
એવું નથી, પરંતુ પરંપરામાં ભારતવર્ષમાં અધ્યાત્મ સંસ્કૃતિનું અવલંબન લઈ અને ખાસ કરીને નિગ્રંથ પ્રવચન જેમાં ફકત આત્મલક્ષ શ્રેણી રહેલી છે, તેમાં જે કોઈ આત્મતત્ત્વને પ્રદર્શિત કરનાર મહાપુરુષો થયા છે, તેમાંથી કોઈ પણ એક મહાપુરુષના વચનને અવલંબી તેમનું પ્રવચન સમજી પોતાની સાધનાથી તે પદ સમજી શકયા છે. જેવી રીતે કવિરાજ પોતે જે પોતાની સાધનાથી તે પદને સમજી શકયા છે, તેમ છતાં પણ તેઓ ગુરુને સન્માન આપતા “તે મહાપુરુષે આ પદ સમજાવ્યું છે, એમ ઉચ્ચારી જેણે આ પદ સમજાવ્યું છે તેને સદ્ગુરુ માની પ્રણામ કરે છે.
હવે તેમનાથી જે કોઈ આ પદને સમજશે તેઓ પણ હું સમજ્યો છું, એવો અહંકાર ન કરતાં સદ્ગુરુએ આ પદ સમજાવ્યું છે, તેમ નમ્રભાવને વરીને વ્યવહાર દષ્ટિએ સગુરુને નમસ્કાર કરી, સ્વયમ્ “માન કષાયથી” ભકત પોતાને અલગ રાખે તેવી આ પદમાં સ્પષ્ટ નિર્મળ પ્રેરણા આપી છે.
અંતર ગુરુ – અંતર શિષ્ય : હવે આપણે થોડા આગળ જઈએ. ઉપરમાં જે કાંઈ વિવેચન કર્યું કે “ભકત અને સદ્ગ” એવા બે વ્યકિતની વ્યવહાર કલ્પના સાથે વિવેચના કરી છે, પરંતુ આ વ્યવહારદશાથી ઉપર ઊઠીને અધ્યાત્મમાં પ્રવેશ કરીને અનુપમ એવો અહોભાવ પ્રકાશિત થાય છે. જુઓ ! આત્મા સ્વયમ્ નિરંતર જ્ઞાન પરિણામને ભજનાર, એક ચેતન્ય દ્રવ્ય છે અને કર્મ ચેતના શાંત થતાં જ્ઞાનચેતનાના ઝબકારા થવા લાગે છે. ધીરે ધીરે જ્ઞાનચેતના