________________
શ્રી આચારાંગસૂત્રમાં જણાવ્યું છે કે જેઓ દુઃખ ભોગવવા તૈયાર નથી થતા અને સુખ ભોગવવા તત્પર બને છે તેઓ પાપ કર્યા વિના રહેતા નથી. આથી જ પાપરહિત જીવન જીવવાની પ્રતિજ્ઞા જેઓએ કરી છે તેઓએ સુખ છોડ્યા બાદ દુ:ખ ભોગવવા માટે તૈયાર થવું જ પડશે. જેઓ આગમના વચન પ્રમાણે દુઃખ ભોગવવા તૈયાર થાય છે તેમની ક્રિયા માર્ગાનુસારી છે. જે સાધુભગવન્તો પોતે દુઃખ ભોગવતા હોય તે સાધુભગવન્તો બીજાનાં દુઃખો કઈ રીતે ટાળી આપે ?
સવ બીજાનાં દુઃખો દૂર કરવા એ ઉપકાર નહિ?
પણ એ દુઃખ ક્યું? મોક્ષમાં ન ગયા અને સંસારમાં ભટક્યા કરીએ છીએ એ જ મોટામાં મોટું દુઃખ છે. આ દુઃખ દૂર કરવું એ જ મોટામાં મોટો ઉપકાર છે. સાધુભગવન્ત એ દુઃખ દૂર કરવાનો ઉપાય બતાવે, સંસારમાં આવતાં દુઃખોને ટાળવાનો ઉપાય સાધુ ન બતાવે, દુઃખમય સંસારથી છૂટવાનો ઉપાય સાધુભગવન્ત બતાવે. તમે દુઃખ કોને માનો છો ? સંસાર એ જ દુ:ખ છે કે અશાતાયનો ઉલ્ય, લાભાન્તરાયનો ઉદય અને અપયશનામકર્મનો ઉદય એ દુઃખ છે ? તમે જે દુ:ખો દૂર કરીને ઉપકાર કરવાની આશા સાધુભગવન્ત પાસે રાખો છો, એ દુઃખો દૂર કરવાનો ઉપકાર સાધુભગવત્ત ન કરે. એ દુઃખો તો કેવી રીતે સહન કરવાં એનો ઉપાય બતાવવો એ જ સાધુભગવન્તનો ઉપકાર. પોતે સંસારનાં દુઃખોને સહે અને બીજાને સહેવાનો ઉપાય બતાવે, પોતે દુઃખસ્વરૂપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org