________________
દૂષિત ન કરે. કારણ કે તેઓ આ પ્રમાણે પરિભાવન કરે છે કે, ‘પૂર્વના સૂરિભગવન્તો મોક્ષના અભિલાષી હતા, અતિશય ગીતાર્થ હતા, વિધિના પરમરસિક-બહુમાનવાળા-હતા. આથી તેમણે જેનો નિષેધ ન કર્યો હોય તેવી આચરણાનું નિરાકરણ આપણે ન કરાય. તેવું કરવાથી તે પૂર્વસૂરિઓની આશાતનાનું પાપ લાગે.’ આ રીતે સંસારના ભીરુ અને આશાતનાના ભીરુ એવા ગીતાર્થભગવન્તો વિવાદાસ્પદ મુદ્દાનું નિરાકરણ કરે.
અહીં એ યાદ રાખવું કે અહીં જે વાત છે તે શાસ્ત્રમાં જેનો સ્પષ્ટ વિધિ-નિષેધ ન હોય તેની છે. બાકી જે શાસ્ત્રના પાને મળતું હોય તેમાં પ્રામાણ્ય માનતાં અચકાવું નહિ. પછી ભલે ઘણા લોકો તેનાથી વિપરીત કરતા હોય. તે જ રીતે જેનો શાસ્ત્રમાં નિષેધ કરેલો હોય તેવી આચરણા ગમે તેટલાં વરસોથી ચાલી આવતી હોય તોય તે ફગાવી દેવાની. શાસ્ત્ર નિષેધ ન કરતું હોય, વરસોથી ચાલી આવતું હોય અને સંવિગ્નગીતાર્થપુરુષોએ નિરાકરણ ન કર્યું હોય તેનું ખંડન નહિ કરવાનું. પરંતુ ગીતાર્થ ગણાતા ઘણા ભેગા થઈને પણ શાસ્ત્રનિષિદ્ધ આચરણા કરે તો તે ખંડનીયકોટિની જ છે. સ૦ એવી કઈ આચરણાઓ છે ?
ભાદરવા સુદ પાંચમની સંવત્સરી કાલિકસૂરિમહારાજે ભગવાનના વચનથી ભાદરવા સુદ ચોથના દિવસે પ્રવર્તાવી. આવો સ્પષ્ટ શાસ્ત્રપાઠ હોવા છતાં ભાદરવા સુદ પાંચમની સંવત્સરી કરવી એ નિષિદ્ધ આચરણા. આવી આચરણા ગમે તેટલા ‘ગીતાર્થો’ ભેગા
Jain Education International
XXX ૧૩૨
For Private & Personal Use Only
www.jainelibrary.org