________________
છે કે- ‘જેઓ પોતાની જાતે સમજી શકે તેના માટે આચારાંગસૂત્રની રચના નથી કરી. તે જ રીતે સમજાવવા છતાં સમજી ન શકે તેવાઓ માટે પણ આ સૂત્રની રચના નથી, પરંતુ જે જાતે સમજી નથી શક્તા પણ સમજાવવાથી સમજી જાય છે તેવા જીવો માટે આચારાંગસૂત્રની રચના છે. આ રીતે પ્રજ્ઞાપનીયતાગુણવાળા જ શાસ્ત્ર ભણાવવા. માટે યોગ્ય છે.
આપણને કોઈ પણ કંઈ પણ કહી શકે – એવી યોગ્યતા રાખવી તે પ્રજ્ઞાપનીયતા. આજે તો અમારે ત્યાં મને કોઈ કંઈ કહી શકે નહિ એ ભૂષણ મનાય છે. આપણી ભૂલ થાય તો રસ્તે ચાલતો માણસ પણ આપણી ભૂલ બતાવી શકે – એવી યોગ્યતા આપણે કેળવી લેવી છે. આપણી ભૂલ કોઈ બતાવે ત્યારે તમને પારકી પંચાત કરવાની ટેવ કયાંથી પડી ગઇ.' એવું ન બોલાય. હું કરું છું તે બધું બરાબર છે, મારા કાન સાંભળવા માટે ટેવાયેલા નથી.' આવું તો જે નફફટ હોય તે વિચારે અને બોલે. ભૂલ બતાવે ત્યારે મિચ્છામિ દુક્કડમ્ આપે, બહુ ખોટું કર્યું બીજી વાર ધ્યાન રાખીશ એમ કહે તે પાપભીરુતાનાં લક્ષણ છે. જેને હિતશિક્ષા ગમતી નથી તેને પોતાનું હિત જ શિક્ષારૂપ લાગ્યું છે એમ સમજવું. જેને પોતાનું હિત વહાલું હોય અને અહિત જેને શિક્ષારૂપ લાગતું હોય તેને હિતશિક્ષા ગમ્યા વિના ન રહે. ગૃહસ્થપણામાં જેણે માબાપનું માન્યું નથી, ઘરનાનું માન્યું નથી, એવાઓ અહીં સાધુપણામાં એવા જ સંસ્કાર લઈને આવ્યા હોય તો ગુર્નાદિકનું ક્યાંથી માને ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org