________________
છે. જેઓ શક્તિને છુપાવે છે તેઓ શક્યારંભ માયાપૂર્વક કરવાના. કોઈ પણ જાતની માયા ર્યા વગર શક્તિને ફોરવીએ તો શક્યારંભગુણ પામવાની યોગ્યતા આવશે. શક્યના આરંભ માટે શક્તિનું માપ ક્યાં સુધી કાઢી શકાય છે તે જણાવવા માટે અહીં આર્ય મહાગિરિજી અને આર્યસુહસ્તિસૂરિજીનું દૃષ્ટાન્ત આપ્યું છે.
આર્ય મહાગિરિજી અને આર્યસુહસ્તિસૂરિજી, શ્રી સ્થૂલિભદ્ર મહારાજાના શિષ્યો હતા અને દશ પૂર્વોને ધરનારા હતા. સ્થૂલભદ્ર મહારાજા છેલ્લા ચૌદપૂર્વી હતા. સમર્થ જ્ઞાતા ગુરુના શિષ્યો પણ સમર્થ જ્ઞાતા હોય ને ? સ્થૂલભદ્રમહારાજા ચૌદપૂર્વી હોવા છતાં પોતાના શિષ્યોને દશ પૂર્વ જ ભણાવ્યાં, ચાર પૂર્વ ન આપ્યાં. કારણ કે શ્રી ભદ્રબાહુસ્વામીજીએ તેમને નિષેધ કર્યો હતો. આવડે માટે ભણાવવાનું એવો નિયમ અહીં નથી. આવડતું હોય તોપણ ગુરુભગવન્ત કહે તો જ ભણાવવાનું અને ગુરુભગવન્ત કહે એટલું જ ભણાવવાનું. આર્યમહાગિરિજીનું અને આર્યસુહસ્તિસૂરિજીનું વર્ણન કરતા ગ્રંથકાસ્ત્રી ફરમાવે છે કે તેઓ પરસ્પર વિશેષ પ્રીતિને ધરનારા હતા.
સ૦ નિગ્રન્થ થઈને વિચરનારાઓને પરસ્પર વિશેષ પ્રીતિ કેવી રીતે સંભવે ?
નિગ્રંથોને પરસ્પર મોહજન્ય પ્રીતિ ન હોય-એ બરાબર. અહીં પણ મોહજન્ય પ્રીતિ નથી તે જણાવવા માટે જ વિશેષપ્રીતિ હતી, એમ જણાવ્યું. તેઓની પરસ્પરની પ્રીતિ તારકતાના ઘરની હતી,
Jain Education International
૧૭૪
For Private & Personal Use Only
www.jainelibrary.org