________________
ભા
હશે તો પડિલેહણાદિ ક્રિયા કરીશું. જ્યારે જે આજ્ઞા ગુરુભગવા કરે ત્યારે તે આજ્ઞા પાળવામાં આનંદ આવે તો સમજવું કે વચનરાગ પ્રગટ્ય. આ વચનરાગ કદી વિવેક ચૂકવા નથી દેતો અને આ વચનરાગ જ સાચા ગુણાનુરાગને લઈ આવે છે. અનુષ્ઠાનની પ્રીતિ આજ્ઞાની પ્રીતિને હણી નાખે છે અને આજ્ઞાની પ્રીતિ દરેક અનુષ્ઠાનની પ્રીતિને લઈ આવે છે. ભગવાને બતાવેલું અનુષ્ઠાન લોકોત્તર છે એમાં વિવાદ નથી. એ અનુષ્ઠાન પ્રત્યે પ્રેમ જાગે તે ય સારી અવસ્થા છે. પરંતુ અનુષ્ઠાન પ્રત્યે રાગ હોય અને આજ્ઞા પ્રત્યે રાગ નહિ હોય તો વિસ્તાર નહિ થાય. અનુષ્ઠાનની પ્રીતિપ્રીત્યનુષ્ઠાન - બહુ બહુ તો દેવલોકમાં લઈ જશે, જ્યારે મોક્ષમાં જવા માટે તો આજ્ઞાનો રાગ કેળવ્યા વગર નહિ ચાલે.
સ) આપ આજ્ઞા પાળવાની વાત કરો તો અમારા આંખમાં પાણી કેમ આવે છે ?
સ્વચ્છંદીપણું મારવું સહેલું નથી, ઘણું કટકારી છે. અનાદિકાળથી ઇચ્છા મુજબ જીવવાનું જ ગમે છે. હવે એ ઈચ્છા ઉપર સર્વથા કાપ મૂક્વાની વાત આવે એટલે આકરું તો લાગવાનું જ, પણ એક વાત નક્કી છે કે ઇચ્છાના નિરોધ વગર કોઈ પણ ધર્મ આરાધી નહિ શકાય. આજ્ઞા મુજબના સંયમની આરાધના ઇચ્છાનિરોધના આધારે જ શરૂ થાય છે. થોડો પણ ઈચ્છાનિરોધક્ય વિના આજ્ઞાનુસારિતા જીવનમાં નહિ આવે.
સવ આજ્ઞા ન ગમે તેને એક ગુણઠાણું નહિ ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org