Book Title: Ansh Vachnano Sara Dvadashangino 1
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 190
________________ આજ્ઞા પ્રત્યે પ્રેમ નથી એનું હૈયાથી દુઃખ ધરતા હોય તેનો પણ એક્કો રાખશું. આ ભગવાનનું શાસન છે, જેને કંઇક પામવું છે એવાને ભગવાનના શાસનમાં સ્થાન ન મળે એવું ન બને. ગુણહીનને શાસન નભાવે ગુણના અનઈનિ શાસનમાં સ્થાન નથી. શક્તિ ઓછી હોય, જ્ઞાન ઓછું હોય, સંયોગો ન હોય તો આજ્ઞા ન પાળી શકાય એ બને, આજ્ઞા પ્રત્યે જેવો જોઈએ તેવો પ્રેમ ન હોય - એ ય બને પરંતુ આજ્ઞા પ્રત્યેના આદર વગર વિસ્તાર નથી-એવું તો તમને લાગે છે ને ? ગુણ પામવા સહેલા છે પણ ગુણનો અનુરાગ કેળવવો બહુ પુરું છે. તપસ્વી થવું સહેલું છે પણ ખાઉધરાના ગુણ પ્રત્યે બહુમાન જાગવું કપરું છે. તપ કરવો, જ્ઞાન મેળવવું, વૈયાવચ્ચે કરવી.. એ બધું સહેલું છે પણ બીજાના ગુણ ઉપર રાગ કેળવવો એ ઘણું પુરું છે. ગમે તેટલું કપરું હોય પરંતુ આ ગુણાનુરાગ કેળવ્યા વગર ચાલવાનું તો નથી જ. બસ ! સંસાર નિર્ગુણ ભાસે અને ભગવાન પ્રત્યે પ્રેમ જાગે તો કામે લાગી જઈએ. . ૭. ગુર્વાશારાધન : ગુણસંપન્નવ્યકતિને આપણા કરતાં અધિક માનીએ તો ગુણાનુરાગ પ્રગટે. અધિગુણી પ્રત્યેનો રાગ ઉત્તરોત્તર અધિક ગુણની પ્રાપ્તિ કરાવવા દ્વારા ગુણથી પરિપૂર્ણ બનાવે છે. આ પ્રમાણે છઠ્ઠા ગુણાનુરાગ સ્વરૂપ લિંગના વર્ણન બાદ છેલ્લે-સાતમું “ગુર્વાજ્ઞાનું આરાધન’ નામનું લિંગ આપણે સંક્ષેપથી જ જોઇએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 188 189 190 191 192 193 194