________________
તો ત્યારે સમર્થની પાટે આવેલા આપણી દૃષ્ટિએ અસમર્થ હોય એવાને પણ આપણું જીવન સમર્પિત કરવું - અને તેમની આજ્ઞા વધુ પાળવી તે ગુર્વાશાની આરાધના. આત્મારામજી મહારાજાને
જ્યારે પોતાની ભૂલ સમજાઈ ત્યારે પોતે જેમને એક વાર હરાવ્યા હતા તેમનું પણ શિષ્યત્વ સ્વીકારીને પોતાનું જીવન ધન્ય બનાવ્યું. આનું નામ ગુર્વાજ્ઞાની આરાધના. ગુર્વાશાની આરાધના એ સમસ્ત સાધુજીવનની આરાધનાનો પ્રાણ છે. જેઓ ગુરુને ગુરુ માની તેમની આજ્ઞાને આરાધવા માટે સદા તત્પર રહે છે તેઓ વહેલામાં વહેલી તકે ભાવસાધુતાના ચરમફળને પામે છે.
આ રીતે આપણે ભાવસાધુનાં સાત લિંગોનું સ્વરૂપ શ્રી ધર્મરત્નપ્રકરણના આધારે જોયું. આ ગુણોનું મહત્ત્વ અને સાધકજીવનમાં આ ગુણોની આવશ્યકતા કેટલી છે-એ તો આ ગુણોના સ્વરૂપવર્ણન બાદ સમજાવવું પડે એવું નથી. જો આ સમજાઈ ગયું હોય અને હૈયે જચી ગયું હોય તો હવે આ અનાદિઅનંત સંસારમાંથી આપણી જાતને ઉગારી લઈ પરમપદે પહોંચાડવા માટે આ ગુણોને પામવા, નિર્મળ બનાવવા અને પરિપૂર્ણ બનાવવા માટે આપણે સૌ પ્રયત્નશીલ બની રહીએ – એ જ એક સદા માટેની શુભાભિલાષા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org