________________
ભગવાનના શાસનમાં ભગવાનની અને ગુરુભગવન્તની આજ્ઞાનું કેટલું મહત્ત્વ છે એ તો આપણે દરેક લિંગના વર્ણન વખતે વિચારી ગયા છીએ - એટલે એના ઉપર આપણે વિશેષ વિચારણા કરવાની રહેતી નથી. “ગરની આજ્ઞાની આરાધના’ આ ગુણ વગરના બાકીના બધા ગુણો નકામા છે. આથી એક અપેક્ષાએ આ ગુણ પહેલાં બતાવવો જોઈએ એવું લાગે. પરંતુ અહીં આ ગુણ છેલ્લે બતાવવાનું કારણ એ છે કે -છમાંથી એકે ગુણ આપણી પાસે ન હોય ત્યારે પણ આ ગુણ તો આપણી પાસે હોવો જ જોઇએ, પરંતુ આ છયે છ ગુણ આત્મસાત્ કરી લીધા પછી પણ ગુરુની આજ્ઞાની આરાધનામાં જ તત્પર રહેવાનું છે - એ જણાવવું છે. આપણે ગમે તેટલા ગુણવાન બનીએ, ગુણરાગી બનીએ, મહાન બનીએ, સમર્થ બનીએ તોપણ આપણા ગુરુભગવન્ત જો ના પાડે તો એક કામ નથી કરવું. ગુરુની આજ્ઞાથી કોઈ પણ આચરણા કરવામાં દોષ નથી. જો એ આચરણા ભગવાનની આજ્ઞાનો ઘાત કરનારી – ઉન્માર્ગને પોષનારી લાગે તો ગુરુને છોડી દેવાના. પણ ગુરુને માથે રાખીને ગુરુની આજ્ઞા ન માનવાની રજા નહિ મળે. પી.એલ.વૈદ્યના ચુકાદામાં જીત્યા પછી, સર્વત્ર જયજયકાર થયા પછી પણ સાહેબે ગુરુના વચન ખાતર ૨૦૨૦નો પટક સ્વીકાર્યો – એ આ ગુર્વાજ્ઞાની આરાધનાનું જ ફળ હતું. ૨૦૨૦નો પટ્ટક રદ થયા પછી કેટલાક મહાત્માઓએ જ્યારે એમ કહ્યું કે - અત્યાર સુધી આપણે ખોટી આરાધના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org