Book Title: Ansh Vachnano Sara Dvadashangino 1
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious
Catalog link: https://jainqq.org/explore/001159/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ અંશ વાચનાનો સાર દ્વાદલાક્શીનો, વયનાપ્રદાતા. પ.પૂ.આ.શી.વિ. ચન્દ્રગુપ્તસૂરીશ્વરજી મ. પ્રકાશક શ્રી અનેકાન્ત પ્રકાશન જૈન રિલીજિયસ ટ્રસ્ટ Page #2 -------------------------------------------------------------------------- ________________ અંશ વાચનાનો સાર દ્વાદશાગીનો : વાચના-પ્રદાતા : પૂ પરમશાસનપ્રભાવક પૂજ્યપાદ સ્વ.આ.ભ. શ્રી.વિ. રામચંદ્રસૂમ.સા. ના પાલંકાર સ્વ. આ.ભ. શ્રી વિ. મુક્તિચંદ્રસૂમ.સા. ના શિષ્યરત્ન પૂ.આ.ભ.શ્રી.વિ. અમસ્તુમસૂમ.સા. ના શિષ્યરત્ન પૂ.આ.ભ.શ્રી.વિ. ચન્દ્રગુમસૂમ. પ્રકાશક : શ્રી અનેકાન્ત પ્રકાશન જૈન રિલીજીયસ ટ્રસ્ટ આર્થિક સહકાર એક સગૃહસ્થ Page #3 -------------------------------------------------------------------------- ________________ અંશવાચનાનો સાર દ્વાદશાઙ્ગીનો વિ.સં. ૨૦૬૧ પોષ વદ ૧ * પ્રાપ્તિસ્થાન આવૃત્તિ : દ્વિતીય શા. સૂર્યકાંત ચતુરલાલ મુ.પો. મુરબાડ (જિ. ઠાણે) ૪૨૧ ૪૦૧ I મુકુંદભાઇ આર. શાહ ધરતી ટેક્ષટાઇલ્સ ૭૦, વૃંદાવન શોપિંગ સેંટર, પાનકોર નાકા, રતનપોળ, અમદાવાદ-૩૮૦૦૦૧. નકલ-૧૦૦૦ – વિજયકર કાંતિલાલ ઝવેરી પ્રેમવર્ધક ફલેટ્સ નવા વિકાસ ગૃહ માર્ગ, પાલડી, અમદાવાદ-૭ – પ્રમોદભાઇ છોટાલાલ શાહ ૧૦૨, વોરા આશિષ, પં. સોલીસીટર રોડ, મલાડ (ઇસ્ટ), મુંબઇ - ૪૦૦ ૦૯૭. M ॥ જતીનભાઇ હેમચંદ શાહ ‘કોમલ’ કબૂતરખાનાની સામે, છાપરીયાશેરી, મહીધર પુરા, સુરત-૩૯૫૦૦૩. ફોટો કંપોઝિંગ ભવ્ય ગ્રાફીક્સ ૨૦/૨૨, સી.પી. ટેન્ક રોડ, ૩જે માળે, મુંબઇ - ૪૦૦ ૦૦૪. ફોન : ૨૩૮૯ ૫૦૪૫ Page #4 -------------------------------------------------------------------------- ________________ અંશ વાચનાનો સાર દ્વાદશાફગીનો ફા. સુ. ૩, વિ.સં. ૨૦૫૬ નવસારી, ૨.ઇ. આરાધના ભવન एयस्स उ लिंगाई, सयला मग्गाणुसारिणी किरियां । सद्धा पवरा धम्मे, पण्णवणिजत्तमुजुभावा ॥७८ ॥ किरियासु अप्पमाओ, आरंभो सक्कणिजणुट्ठाणे । गुरुओ गुणानुराओ, गुरुआणाराहणं परमं ॥७९॥ , મોક્ષમાર્ગને અનુસરનારી સકલ સાધુકિયા, સર્વવિરતિધર્મમાં ઉત્તમકોટિની શ્રદ્ધા, કુટિલતારહિતપણે પ્રજ્ઞાપનીયતા, ક્રિયાઓમાં અપ્રમાદ, શક્ય અનુષ્ઠાનનો આરંભ, મહાન ગુણાનુરાગ અને સર્વ ગુણોમાં પ્રધાન એવી ગુર્વાશાની આરાધના : આ ભાવસાધુનાં લિંગો છે. (શ્રી ધર્મરત્નપ્રકરણ) અનન્તોપકારી શ્રી અરિહન્તપરમાત્માના પરમતારક શાસનના પરમાર્થને પામેલા શાસ્ત્રકાર પરમર્ષિ વાદિવેતાલ આચાર્યભગવન્ત શ્રી શાન્તિસૂરીશ્વરજી મહારાજાએ આ “ધર્મરત્નપ્રકરણ' નામના ગ્રન્થની રચના ત્રણ વિભાગમાં કરી છે. પહેલા વિભાગમાં ધર્મરૂપી રત્નને પામવાની યોગ્યતાને જણાવનારા એકવીસ ગુણોનું વર્ણન કર્યું છે. બીજા વિભાગમાં સાધુધર્મની પરિભાવના કરનાર ભાવશ્રાવકનાં સત્તર લિંગો જણાવ્યાં છે અને ત્રીજા વિભાગમાં Page #5 -------------------------------------------------------------------------- ________________ ચારિત્રધર્મને પામવાની યોગ્યતાને જણાવનારાં અથવા તો સાધુધર્મ પામેલા કેવા હોય તે જણાવનારાં ભાવસાધુનાં સાત લિંગો જણાવ્યાં છે. આ ગ્રન્થરત્નની એક વિશિષ્ટ શૈલી છે કે જે વિષયના નિરૂપણની શરૂઆત કરી હોય એ વિષયની સ્પષ્ટતા ત્યાં ને ત્યાં જ પ્રાપ્ત થાય; તે માટે ટીકાગ્રન્થની વિશેષ અપેક્ષા ન રહે. આવા ગ્રન્થોની પ્રાપ્તિ ખૂબ જ ઓછી થતી હોય છે. આજે વીસ વિહરમાન તીર્થંકરભગવન્તોના પરમતારક દીક્ષાકલ્યાણકનો દિવસ છે. આજના પ્રસંગને અનુરૂપ આપણે ભાવસાધુનાં લિંગોનો વિચાર કરી લેવો છે. આજ સુધીમાં જે કોઇ તીર્થંકર થયા તે સંસારનો ત્યાગ કરી સાધુ થઇને પછી જ તીર્થંકર થયા છે. સામાન્ય સિદ્ધભગવન્ત દીક્ષા લીધા વિના થઇ શકે પણ તીર્થંકરના આત્માઓ સમ્યગ્દર્શન પામ્યા પછી એક વાર તો અર્થાત્ છેવટમાં છેવટ છેલ્લા ભવમાં તો અવશ્ય દીક્ષા ગ્રહણ કરે જ છે. આ અવસર્પિણીકાળમાં શ્રી મહાવીરપરમાત્મા સાડા બાર વરસના દીક્ષાપર્યાયના અંતે કેવળજ્ઞાન પામ્યા. પહેલા શ્રી ઋષભદેવસ્વામી ભગવાનના પણ ચોર્યાશી લાખ પૂર્વના આયુષ્યમાંથી એક લાખ પૂર્વનો કાળ તો દીક્ષામાં જ પસાર થયો હતો. જે દીક્ષાના યોગે વીતરાગપરમાત્મા વીતરાગપરમાત્મા બને છે, તીર્થંકર બને છે, સમસ્ત જગતને વીતરાગતાનો માર્ગ બતાવનારા બને છે- તે દીક્ષાકલ્યાણકનો આજે દિવસ છે. કોઇ પણ રીતે ફળની સાથે વિસંવાદ ન આવે એવા પ્રકારના ચારિત્રને પાળીને કેવળજ્ઞાન Page #6 -------------------------------------------------------------------------- ________________ પામીને ભગવાને આ ભવનિસ્તારક તીર્થની સ્થાપના કરી. જે સર્વવિરતિના યોગે ભગવાન ભગવાન થયા અને મોક્ષે ગયા એ સર્વવિરતિધર્મની ઉપેક્ષા કર્યું નહિ ચાલે. જે મોક્ષે પહોંચાડે તે જ સર્વવિરતિપણાનો ધર્મ છે, તે જ રીતે જે ધર્મ સર્વવિરતિધર્મમાં પરિણામ પામે તે જ ગૃહસ્થપણાનો ધર્મ છે. જેને મોક્ષે જવાની ઇચ્છા થાય તેને તે જ ક્ષણે ચારિત્રની ઇચ્છા થવાની, કારણ કે મોક્ષે જવા માટે ચારિત્ર લીધા વિના નહિ ચાલે – એ તેને બરાબર સમજાઈ ગયું હોય છે. જેને મોક્ષે જવા માટે ચારિત્ર લેવું હોય તેના માટે જ તીર્થંકરભગવન્તો ઉપકારી છે. આજે મોક્ષની ઇચ્છા હોવા છતાં ચારિત્રની ઈચ્છા ન હોય એવા જ મોટા ભાગના ધર્મ કરનારા મળે. “મોક્ષ માટે જ ધર્મ કરવો જોઈએ' એવું યાદ રાખનારને પણ મોક્ષ માટે ચારિત્ર લેવું પડશે” એ વસ્તુ મગજમાંથી નીકળી ગઈ લાગે છે. આજે ચારિત્રધર્મ વિસરાઈ જવાના કારણે ગૃહસ્થપણાના ધર્મમાં કોઈ માલ રહ્યો નથી. એ જ રીતે ભગવાનની આજ્ઞા મુજબનું સાધુપણું વીસરાઈ જવાના કારણે વર્તમાનના સાધુપણામાં પણ લગભગ ભલીવાર લાગતો નથી. વર્તમાનમાં આપણે જે સાધુપણું પાળીએ છીએ અને ભગવાને જે રીતે સાધુપણું પાળવાનું કહ્યું છે એ બે વચ્ચે જે અંતર છે - તે સમજી લેવા માટે આપણે ભાવસાધુનાં લિંગો જોવાં છે. એ જ રીતે તમારે પણ કેવા પ્રકારના સાધુપણા માટે પ્રયત્ન કરવાનો છે અને એ માટે કેટલું અંતર કાપવું પડશે તેનો ખ્યાલ આવે તે માટે આ Page #7 -------------------------------------------------------------------------- ________________ લિંગોનું સ્વરૂપ સમજી લેવું જરૂરી છે. ભગવાને ભાખેલા સર્વવિરતિધર્મની આ એક વિશેષતા છે કે ચોવીસ કલાકમાં પાપ એકે ય કરવાનું નહિ અને પાપનું ફળ એટલે કે દુ:ખ ભોગવ્યા વગર રહેવાનું નહિ. પાપનું ફળ ભોગવ્યા વગર અને પાપ છોડ્યા વગર મુકૃતિ નહિ મળે. પાપનું ફળ ભોગવી લેવાનું અને પાપથી દૂર રહેવાનું : આવું જીવન તો ભગવાનના શાસનમાં જ જોવા મળે. શાસ્ત્રમાં જણાવ્યું છે કે વર્તમાનના પાપનું સંવરણ કરે અને ભૂતકાળનાં પાપોના ફળને ભોગવ્યા કરે તે ભગવાનના સાધુ. ભગવાનના સાધુ કેવા હોય તે આ એક વાક્યમાં સમજાઇ જાય એવું છે. સ૦ સાધુભગવન્તો પાપને ભોગવે – એ કઇ રીતે ? સાધુભગવન્તો બાવીસ પરિષહોને સહેનારા હોય છે. અને શાસ્ત્રમાં કહ્યું છે કે સાધુપણામાં પરિસહો પાપના ઉદયથી આવે છે, પરંતુ એ પાપનો ઉદય પાપની નિર્જરાને કરાવનારો હોય છે. સાધુભગવન્ત પાપથી દૂર રહેતા હોવાથી નવાં (પાપ) કર્મ બાંધતા નથી અને ભૂતકાળના પાપના ળને-દુ:ખને-સમાધિથી ભોગવી લેતા હોવાથી સર્વથા પાપરહિત બની જાય છે. પાપનું ફળ ભોગવવાનું કામ તો તમારે પણ કરવું જ પડે છે, પરન્તુ પાપને છોડવાનું તમારે શક્ય નથી બનતું જ્યારે સાધુભગવન્તોને એ શક્ય બને છે. આથી જ સાધુભગવન્તો પાપરહિત બની શકે છે. સ૦ મોક્ષાર્થી શ્રાવકો પાપ કેમ ન છોડી શકે ? Page #8 -------------------------------------------------------------------------- ________________ મોક્ષાર્થી ગણાતા શ્રાવકને પણ સંસારના સુખનું અર્થીપણું જયાં સુધી પડ્યું છે ત્યાં સુધી એ પાપને છોડી નહિ શકે. જ્યાં સુધી સંસારનું અથાણું પડ્યું છે ત્યાં સુધી મોક્ષનું અર્થપણું કઈ રીતે મનાય ? મોક્ષનો અથ સંસારનો અર્થી ન હોય. અને જેનું સંસારનું અર્થપણું નાશ પામ્યું હોય તે પાપ છોડ્યા વગર ન રહે. પાપનું ફળ તો સાધુપણામાં ય ભોગવવાનું છે અને ગૃહસ્થપણામાં ચ ભોગવવાનું છે. છતાં ય ગૃહસ્થપણામાં રહેલાને દુઃખ ભોગવવા સાથે થોડુઘણું સુખ મળશે-એવી આશા પડેલી છે. આ સુખની લાલસા જ પાપનો સર્વથા ત્યાગ કરતાં રોકે છે. તમારામાં જે મોક્ષનું અથાણું જાગ્યું હોય તો, 'સંસારનું અથાણું નાશ પામ્યું છે કે નહિ આટલો પ્રશ્ન જાતને પૂછી લેવાનો. આજે આપણે તો એ સમજી લેવું છે કે પાપનું ફળ ભોગવવા છતાં પાપનો સર્વથા ત્યાગ કરવાની વૃત્તિ વિના સાધુપણું જેમ આવતું નથી, તેમ પાપનો સર્વથા ત્યાગ કરીને સાધુપણામાં આવેલા પણ પાપનું ફળ ભોગવવા કાયર બને તો સાધુપણું પાળી નહિ શકે. પાપ છોડ્યા પછી પણ દુખ ભોગવવા તૈયાર ન થાય તે ફરી પાપ કર્યા વગર નહિ રહેવાના. જે પાપનું ફળ ભોગવે તેને પાપ કરવાની જરૂર નથી રહેતી અને જેને પાપનું ફળ ભોગવવું નથી તેને પાપ ર્યા વગર છૂટકો નથી – આ જેને સમજાય તેને ભાવસાધુનાં આ લિંગો સમજતાં વાર નહિ લાગે. જેને પાપ છોડવાનું ફાવે પણ પાપનું ફળ ભોગવવાનું ન ફાવે તે સાધુતામાં બાંધછોડ કર્યા વગર Page #9 -------------------------------------------------------------------------- ________________ નહિ રહે. ભગવાનનું સાધુપણું દુ:ખ ભોગવ્યા વગર પાળી શકાવાનું નથી. દુઃખ તો આપણા ભગવાને પણ ક્યાં નથી વેઠ્યું ? આપણા ભગવાને પાપ એકે ય કર્યું નહિ અને એક પણ પાપનું ફળ ભોગવવાનું બાકી રાખ્યું નહિ. અશાતા બાંધવાની નહિ અને અશાતા ભોગવ્યા વગર રહેવાનું નહિ - એ જેવી-તેવી વાત નથી. જેમાં નિર્જરાનો યોગ થાય એવો પાપનો ઉદય સારો, પરન્તુ જેમાં પાપનો યોગ થાય એવો પુણ્યોદય નથી જોઇતો. દેવલોકમાં નવમા ત્રૈવેયકમાં પુણ્યોદય છે એ બોલવા પહેલાં ત્યાં અઢારેય પાપનો યોગ પણ હોય છે – એ યાદ રાખવાની જરૂર છે. – સ૦ અનુત્તરવાસી દેવો તો વીતરાગપ્રાયઃ કહ્યા ને ? પુણ્યનો ઉદય છે માટે વીતરાગપ્રાય: કહ્યા કે પુણ્યોદયની આધીનતા નથી માટે ? રાગનો યોગ - અવિરતિનો યોગ તો તેમને પણ છે. રાગ ગયો માટે વીતરાગપ્રાય: નથી કહ્યા, રાગને આધીન થતા નથી માટે વીતરાગકલ્પ કહ્યા. બાકી અવિરતિના પાપનો યોગ તો તેમને પણ છે. અવિરતિના ઉદયમાં પણ આધીનતા નથી, માટે શાસ્ત્રકારોએ તેમનાં વખાણ કર્યાં છે, પાપમુક્ત બની ગયા છે, માટે વખાણ કર્યાં છે – એવું નથી. તેમની અવસ્થા જ એવી છે કે અવિરતિજન્ય કોઇ પાપ કરવાનો અવસર તેમને આવતો નથી છતાં ભવ જ એવો છે કે અવિરતિપ્રત્યયિક બંધ પડ્યા વગર રહે નહિ. ચોવીસ કલાક અવિરતિનું કોઇ કાર્ય ન દેખાય અને વિરતિની પ્રવૃત્તિ - સ્વાધ્યાય- સતત ચાલુ : અવિરતિના ઉદ્દયમાં આવી સિદ્ધિ - Page #10 -------------------------------------------------------------------------- ________________ હસ્તગત કરવી – એ નાનીસૂની વાત નથી, છતાં ય એક વાત નક્કી છે કે અવિરતિપ્રત્યયિક પાપનો યોગ ટળ્યો નથી. પુણ્યોદયની ગમે તેટલી પરાકાષ્ઠા હોય પણ પાપનો યોગ જો ચાલુ હોય તો તેની કિંમત શી? સ૦ ત્યાંથી પડવાના તો નહિ - એ નક્કી ને ? પડેલા જ છે-એ કેમ નથી જોતા ? અવિરતિપ્રત્યયિક કર્મબંધ ટાળી છ–સાતમે ઉત્કટ આરાધના કરનારા ચોથે ગુણઠાણે આવીને ફરી અવિરતિપ્રત્યયિક બંધ ચાલુ કરે એ પતન નહિ ? માત્ર સાત લવનું આયુષ્ય અધિક મળત અથવા એક છઠ્ઠ જેટલો તપ અધિક હોત તો વળજ્ઞાન પામી મોક્ષે પહોંચી જાય-એવા પ્રકારની સિદ્ધિના આરે પહોંચેલાને ચોથા ગુણઠાણે ભારે લાંબો કાળ પસાર કરવો પડે, તેની પીડા-તેની વેદના કેવી હોય એ તો એ જાણે ને જ્ઞાની જાણે. પુણ્યના યોગે સંસારનું અનુત્તરકોટિનું સુખ મળ્યું હોવા છતાં એ સુખને ભુલાવી દે એવી અવિરતિની પીડા તેમને હોય છે. કારણ કે તેમની નજર પુણ્યથી મળતા સુખ ઉપર નહિ, કર્મક્ષયથી મળતા મોક્ષ ઉપર હોય છે. પુણ્ય ઉપરથી નજર નહિ ખસે અને નિર્જરા તથા મોક્ષ ઉપર નજર સ્થિર નહિ થાય ત્યાં સુધી ભગવાનનું શાસન અને એ શાસનને પામેલાઓની અવસ્થા સમજી શકાય – એ શક્ય નથી. તમને સંસારનું સુખ એટલું ગમે છે કે તમારી નજર પુણ્યનું ફળ ભોગવનાર ઉપર તરત પહોંચી ગઇ, પરન્તુ પાપનું ફળ ભોગવનાર સાધુભગવન્ત તમને યાદ ન આવ્યા. સાધુપણામાં પુણ્યનો ઉદય ૭ Page #11 -------------------------------------------------------------------------- ________________ ભલે ભોગવવા ન મળે, પરન્તુ પાપનો યોગ તેમને હોતો નથી. પાપનું ફળ ભોગવે છતાં પાપનો યોગ થાચ નહિ? એનું નામ સાધુપણું. સ૦ સાધુપણું મળે – એ પુણ્યનું ફળ નહિ ? સાધુપણું એ પુણ્યનું નહિ, ચારિત્રમોહનીયના ક્ષયોપશમનું ફળ છે. સાધુપણું લઇ શકાય એવી મનુષ્યજન્માદિ સામગ્રી, સરુનો યોગ... એ બધું પુણ્યથી મળે એની ના નહિ, પણ સાધુપણું પુણ્યના ઉદયથી નહિ, ચારિત્રમોહનીયર્મના ક્ષયોપશમભાવના યોગે મળે છે. ચારિત્રનો પરિણામ ચારિત્રમોહનીયના ક્ષયોપશમથી પ્રગટે અને ચારિત્રમાં જે બાવીસ પરિષહો આવે તે પુણ્યાનુબંધી પાપના યોગે આવે છે. પુણ્યનું ફળ તો સાધુ ભોગવે નહિ. શાસ્ત્રમાં જણાવ્યું છે કે સાધુપણામાં જે પરિષહ વેઠવાના કહ્યા છે, એ પરિષહ આવે પાપના ઉદયે અને એ પાપનો ઉદય ભોગવતાં કદાચ બંધાય તો ય પુણ્ય જ બંધાય માટે પુણ્યાનુબંધી પાપના ઉદયે, લયોપશમભાવના યોગે સાધુપણું મળે છે. દુનિયાનો કોઈ પણ જાતનો પુણ્યોદય આકર્ષે નહિ અને ભયંકરમાં ભયંકર કોટિનો પણ પાપોદય અકળાવે નહિ: એ પ્રતાપ આ ચારિત્રમોહનીયના ક્ષયોપશમભાવનો છે. સુખનું અર્થપણું નાશ પામે પછી ચારિત્રમોહનીયના ક્ષયોપશમનો ખપ પડશે. સ, સારા શ્રાવને તોડગલે ને પગલે પુષ્યની જરૂર પડે ને ? સારા શ્રાવકને ક્યા પુણ્યની જરૂર પડે, સંસારનું સુખ Page #12 -------------------------------------------------------------------------- ________________ આપનાર કે ધર્મની સામગ્રી અપાવનાર ? સંસારનું સુખ પણ પુણ્યથી મળે છે અને મનુષ્યપણું, જૈન કુળમાં જન્મ, સદ્ગુરુનો યોગ, સુગુરુ પાસે જિનવાણીનું શ્રવણ આ બધું પણ પુણ્યથી મળે છે. તમારે કયા પુણ્યની જરૂર છે ? જો ધર્મસામગ્રી અપાવનાર પુણ્યની જરૂર પડે તો એની ના નથી. પરન્તુ એ પુછ્યું તો તમને મળી ગયું છે, હવે કયું પુણ્ય બાકી છે ? સંસારમાં સુખી કરનાર પુણ્યનો જ ખપ છે ને ? પુણ્યને ઉપાદેય માનવા પાછળ તમારી દાનત કઇ છે એ અમને બરાબર સમજાય છે. શાસ્ત્રની વાતના નામે પોતાનો સ્વાર્થ પોષવો - એ સારા શ્રાવકનું લક્ષણ નથી. સારા શ્રાવને સંસારમાં રહેવા માટે પુણ્યની જરૂર પડે કે સંસારમાંથી ભાગી છૂટવા માટે પુણ્યની જરૂર પડે ? જેને સંસારમાં રહેવું ગમે તેને શ્રાવક કહેવાય ? તમે તમારી જાતને સુશ્રાવક માનો છો તો તમને સંસારમાં રહેવાનું મન છે કે સંસારથી ભાગી છૂટવાનું ? અમારા જેવા તમને સુશ્રાવક કહે તે તો તમને ગમી જાય, કારણ કે સુશ્રાવક થવામાં કાંઇ જોખમ નથી, કાંઇ છોડવું પડતું નથી. પરન્તુ જો અમે તમને દાનેશ્વરી કહીએ તો તે ગમે ? નહિ ને ? દાનેશ્વરી થવામાં તો ધન છોડવું પડે ને ? જોકે સુશ્રાવક થવામાં કાંઇ છોડવું પડતું નથી એ માન્યતા ભૂલ-ભરેલી છે. દાનેશ્વરી થવામાં તો માત્ર ધન છોડવું પડે છે જ્યારે સુશ્રાવક થવા માટે તો ધનનું મમત્વ મારવું પડશે અને ચારિત્રનો રાગ કેળવવો પડશે. ધન છોડવું સહેલું છે, ધનનું મમત્વ મારવું સહેલું નથી. જ્યારે વિરતિ માટે રોવા ૯ Page #13 -------------------------------------------------------------------------- ________________ બેસશો ત્યારે સુશ્રાવકપણું આવશે. જે દિવસે; અવિરતિ ન તૂટે, સુખ ન છૂટે અને દુઃખ ન ભોગવાય તેનું રુદન કરતાં આવડશે તે દિવસે સુશ્રાવકપણું આવશે. ધર્મની સામગ્રી પુણ્યથી મળે – એની ના નહિ, પણ ધર્મ પામવા માટે એટલા પુણ્યમાત્રથી નિસ્તાર નહિ થાય. મળેલી સામગ્રીને સફળ કરવા માટે ક્ષયોપશમભાવની જરૂર છે. ધર્મસામગ્રી મળે પુણ્યથી, પણ ફ્લે ક્ષયોપશમભાવના યોગે. તમને ધર્મસામગ્રી અપાવનાર પુણ્ય ગમે કે ધન આપનાર ? ધન આપનાર પુણ્ય હોય તો ધર્માત્મા તેનો ઉપયોગ કરી લે – એ જુદી વસ્તુ, પરંતુ એ પુણ્ય ન હોય તો ધર્મ અટકી નહિ પડે. જ્યારે ધર્મની સામગ્રી અપાવનાર પુણ્યોદયમાં પણ જો સુખ ઉપરથી નજર નહિ ખસે તો ધર્મ આરાધી નહિ શકાય. પુણિયા શ્રાવક સુશ્રાવક હતા ને ? તેમની પાસે ભોગનું પુણ્ય કેટલું હતું ? છતાં ય તેમની પાસે ધર્મસામગ્રી અપાવનાર પુણ્ય અને તેને સફળ કરનાર ક્ષયોપશમભાવ હતો તો ધર્મની આરાધના એવી કરી કે ખુદ ભગવાને પણ તેમના સામાયિકને વખાણ્યું. સુખ મેળવવામાં કે સુખ ભોગવવામાં ધર્મ નથી, સુખ છોડવામાં ધર્મ છે. જેને સુખ મેળવવું હોય કે સુખ ભોગવવું હોય તેને પુણ્યોદ્યની જરૂર પડે. જેને સુખ છોડવાનો અભ્યાસ પાડવો હોય તેને પુણ્યોદયની જરૂર નથી, પુણ્યના ઉદય ઉપરથી નજર ખસેડવાની જરૂર છે. પુણ્યોદય ટાળતાં આવડે તે ધર્મ કરી શકે, બીજાનું કામ નથી. ધન મેળવવા માટે પુણ્ય જોઈએ Page #14 -------------------------------------------------------------------------- ________________ કે દાન આપવા? ખાવા માટે પુણ્યની જરૂર પડે કે તપ કરવા માટે ? મળેલું પુણ્ય, મળેલી અનુકૂળતા છોડવાની તૈયારી આવે ત્યારે ધર્મ કરવાની લાયકાત આવે. પુણ્યનું ફળ છોડીને પાપનું ફળ ભોગવવા માટે તૈયાર થાય ત્યારે ભાવસાધુતા આવે. પાપનું ફળ ભોગવે તે ભાવસાધુ, પાપનું ફળ દૂર કરે, બીજાને આપે તે ભાવસાધુ નહિ. સ૦ સાધુમાં અને ભાવસાધુમાં શું ફરક છે-એ નથી સમજાતું! વેપારીમાં અને ભાવપારીમાં શું ફરક છે - એ તો સમજાય છે ને ? બોલીને ફરી જાય તે વેપારી ખરો, પણ ભાવ વેપારી નહિ. બોલેલું પાળે તે ભાવ વેપારી, માલ બદલી નાખે તે ભાવ વેપારી નહિ એ જ રીતે અહીં સમજી લેવાનું. પાપ છોડવાની, સુખ નહિ ભોગવવાની અને દુ:ખ વેઠી લેવાની પ્રતિજ્ઞા ર્યા પછી એ પ્રતિજ્ઞાને પાળે તે ભાવસાધુ. પાપ છોડ્યા પછી પાપનું ફળ ન ભોગવે અને સુખ ભોગવે તે ભાવસાધુ નહિ. તમને ધનનો ખપ છે એટલે ત્યાં બધું તપાસતાં આવડે છે. ધર્મનો ખપ જ ન હોય તો સાધુ ઓળખતાં ક્યાંથી આવડે ? આજે તો તમે ધર્મશાળા બંધાવનારને પણ ભાવસાધુ માનવા તૈયાર છો ને ? શાસ્ત્રમાં તો કહ્યું છે કે – સાધુઓને માટે ગૃહસ્થ બનાવેલ ઉપાશ્રય પણ સાધુઓને ન કલ્પે. . અમારે અમારા માટે તો ઉપાશ્રય ન બંધાવાય પરન્તુ ગૃહસ્થ અમારા માટે બનાવેલ ઉપાશ્રયમાં પણ અમારાથી ન રહેવાય; તો સાધુ, ગૃહસ્થ માટે ધર્મશાળા બંધાવી શકે છે અને બંધાવે તો તે ભાવસાધુ કહેવાય ? દેરાસર કે ઉપાશ્રય બંધાવવાનો પણ જો સાધુને નિષેધ Page #15 -------------------------------------------------------------------------- ________________ હોય તો ધર્મશાળા કેવી રીતે બંધાવી શકાય ? સ૦ દેરાસર-ઉપાશ્રય બંધાવવાં – એ શાસનપ્રભાવનાનું કાર્ય નહિ ? સાધુ માટે નહિ. દેરાસર-ઉપાશ્રય બંધાવવાં એ સાધુનું કાર્ય છે કે ગૃહસ્થનું કર્તવ્ય છે ? આ કાર્ય પણ શાસનપ્રભાવનાનું અંગ ક્યારે બને ? માત્ર દેરાસર-ઉપાશ્રય બંધાવવાં એ શાસનપ્રભાવના નથી. શતિ મુજબ શાસનની આરાધના કરે અને દરેક જીવના હૈયામાં એ શાસન વસી જાય એવો માર્ગાનુસારી પ્રયત્ન કરે તેનું નામ શાસનની પ્રભાવના. શાસન એટલે ભગવાનનું વચન. એ વચનની આરાધના જેમાં સમાયેલી હોય, એ વચનનો વિરોધ જેમાં ન આવતો હોય અને જેના કારણે ભગવાનનું વચન બીજા જીવોના હૈયામાં પણ પહોંચે એવા પ્રકારનું અનુષ્ઠાન શાસનપ્રભાવનાનું અંગ બને. ભગવાને સાધુભગવન્તને દેરાસરઉપાશ્રય-ધર્મશાળા બંધાવવાનો નિષેધ કર્યો છે. આવું નિષિદ્ધ અનુષ્ઠાન, તે પણ પોતાની નામના વગેરેના આશયથી કરવામાં આવે તો તે શાસનપ્રભાવનાનું અંગ ન બને. દેરાસર-ઉપાશ્રય બંધાવવાનું કામ તો ગૃહસ્થનું છે. એ પણ કયા ગૃહસ્થનું ? જે ચારિત્ર ગ્રહણ કરી શકતો ન હોય તેવાનું. સંપ્રતિ મહારાજે ઘણાં દેરાસરો બંધાવ્યાં, જીર્ણોદ્ધાર પણ કરાવ્યા, પણ તે ક્યારે ? સૌથી પહેલાં તો આર્યસુહસ્તિસૂરિજી મ. પાસે પોતાના આત્માના ઉદ્ધાર માટે દીક્ષાની માંગણી કરી. આચાર્યભગવન્ત જ્ઞાની હતા. જ્ઞાનથી જોયું આ ૧૨ Page #16 -------------------------------------------------------------------------- ________________ કે ચારિત્રનો યોગ નથી આવી શ્રાવપણાનો ઉપદેશ આપ્યો. આ ભવમાં ચારિત્રનો યોગ નથી - એમ જાણી સંપ્રતિ મહારાજા બેસી ન રહ્યા. એ ચારિત્રમોહનીયને તોડવા માટે શ્રાવપણાનો ધર્મ આરાધી આવાં શાસનપ્રભાવનાનાં કાર્યો ક્ય, આર્યસુહસ્તિસૂરિજીએ આટલાં જિનમંદિરો બંધાવ્યાં એવો ઉલ્લેખ શાસ્ત્રમાં ક્યાંય આવે છે ? કે સંપ્રતિ મહારાજે આટલા જિનપ્રાસાદ બનાવ્યા - એવું આવે છે ? આર્યસુહસ્તિસૂરિ મહારાજના ઉપદેશને પામીને સંપ્રતિ મહારાજે પ્રભાવના કરી - એવું આવે અને સાધુભગવન્તની મર્યાદા પણ આટલી જ છે. શ્રાવકોને પોતાના કર્તવ્યનું ભાન થાય એ રીતે માર્ગનું જ્ઞાન કરાવવું-એ જ સાધુભગવન્તની મર્યાદા. તમને પણ સાધુભગવન્તનો ખપ એટલા જ માટે છે ને ? તમને પૈસા ભેગા કરવા માટે સાધુની જરૂર પડે કે શાસ્ત્રાનુસારી માર્ગદર્શન મેળવવા માટે સાધુની જરૂર પડે ? તમને માર્ગદર્શન આપનાર - ઉપદેશ આપનાર ગુરુ ગમે કે પૈસા ભેગા કરી આપનાર ગુરુ ગમે ? તમારે માર્ગનું દર્શન કરવું છે કે ધનનું દર્શન કરવું છે ? કુમારપાળ મહારાજાએ હેમચન્દ્રસૂરિ મહારાજા પાસે ધન મેળવવાનો ઉપાય માગ્યો ન હતો, માર્ગ માગ્યો હતો. તેઓશ્રીએ હેમચન્દ્રસૂરિ મહારાજને કહ્યું હતું કે “આપ કહો ને હું ન કરું એ દોષ મારો, પરંતુ મારા જીવનમાં આપે નહિ કહેવાથી કાંઈ પણ કરણીય કરવાનું બાકી રહી જશે તો એ દોષ આપને માથે.” આવું ક્યારે કહી શક્યા હશે ? હેમચન્દ્રસૂરિ મહારાજના માર્ગદર્શન મુજબ એક પણ Page #17 -------------------------------------------------------------------------- ________________ અનુષ્ઠાન કરવાનું તેમણે બાકી રાખ્યું ન હતું, ત્યારે પૈસા પોતાના ખર્ચે, ભોગ પોતે આપે, અનુષ્ઠાન પોતે કરે અને માર્ગદર્શન આચાર્યભગવન્તનું લે તે શાસન પ્રભાવના કરી શકે. એના બદલે આજે ઊંધું થઈ ગયું છે. અનુષ્ઠાન સાધુભગવન્ત કરાવે પૈસા સાધુભગવન્ત ભેગા કરી આપે અને અનુષ્ઠાન કરતી વખતે સલાહસૂચન ગૃહસ્થનાં લેવામાં આવે : આ શાસનપ્રભાવનાનું કાર્ય નથી, જાતપ્રભાવનાનું કાર્ય છે. તમારી પાસે શક્તિ ન હોય તો પૈસા ભેગા કરી દેરાસર-ઉપાશ્રય બંધાવવાની જરૂર નથી. દેરાસર શક્તિ હોય તો બંધાવવાનું છે, શતિ મુજબનું અનુષ્ઠાન પણ કરવાનું તો આજ્ઞા મુજબ જ છે. તમારે ત્યાં લગભગ ઊંધું છે. દેરાસર બંધાવવા વગેરે સ્વરૂપ અનુષ્ઠાનો શક્તિ ઉપરાંત કરવાં છે, અને ધર્મ ઈચ્છા મુજબ કરવો છે. ભવ્યાતિભવ્ય દેરાસર બંધાવવાનો વિચાર આવે પણ ભાવ ભવ્યાતિભવ્ય લાવવાનું મન નથી થતું. શ્રી ષોડશકગ્રંથમાં શ્રી હરિભદ્રસૂરિ મહારાજે જણાવ્યું છે કે તેવા પ્રકારની સામગ્રીના અભાવમાં માત્ર લીંપણ કરેલી ભૂમિમાં પણ શુદ્ધ ભાવથી કરેલી પ્રતિષ્ઠા શુભ ભાવનું કારણ બને છે. ઊંચામાં ઊંચી સામગ્રીથી દેરાસર બનાવે અને નામના મેળવવાનો ભાવ હોય તો ફળ નહિ મળે. લીંપણનું મંદિર બનાવે અને ભાવ ભવથી તરવાનો હોય તો ફળ મળ્યા વિના નહિ રહે. ભવથી તરવાના ભાવ વિના શ્રાવકપણું ન આવે અને આજ્ઞાપાલનના ભાવ વિના સાધુપણું ન આવે. જે દિવસે ભવથી તરવાનો ભાવ જાગશે તે દિવસે દ્રવ્યસાધુ S Page #18 -------------------------------------------------------------------------- ________________ અને ભાવસાધુનો ભેદ જણાયા વગર નહિ રહે. પાપ કરવાની પ્રવૃત્તિ કદાચ છોડે પરન્તુ પાપનું ફળ ભોગવવાની તો વાત જ ન કરે, જેટલું સુખ ખંખેરાય એટલું ખંખેરી લે અને દુઃખ બીજાને આપવા તૈયાર થઈ જાય, આજ્ઞાપાલનના ભાવમાં જીવવાના બદલે માત્ર વેષમાં જીવે..તે બધા દ્રવ્યસાધુ. આવા દ્રવ્યસાધુનો ભેટો આપણને થઈ જાય તો આપણે ભવમાં ડૂબી જઈએ. આથી જ આપણે ભાવસાધુને ઓળખવા માટે અને ક્રમે કરી ભાવસાધુપણું પામવા માટે ભાવસાધુનાં લિંગો સમજી લેવાં છે. ૧. માર્ગાનુસારી કિયા? તેમાં સૌથી પહેલું લિંગ છે-માર્ગાનુસારી સકલ ક્રિયા. સાધુપણાની કોઈ પણ ક્રિયા મોક્ષમાર્ગને અનુસરનારી હોય - એ ભાવસાધુનું પહેલું લિંગ છે. માર્ગ કોને કહેવાય ? મુખ્યત્વે સમિતિયાનાવાટ સ માઈ - ઈષ્ટ સ્થાને જવા માટે જેની શોધ કરવામાં આવે તેનું નામ માર્ગ. વિવક્ષિત સ્થાને પહોંચવા માટે જે શોધનો વિષય બને તે માર્ગ. જેને ઉપર જવું હોય તે ‘દાદરો ક્યાં છે?' એમ પૂછે ને ? જેને ઈષ્ટ સ્થાને જવું હોય તે પૂછે કે ક્યાંથી જવાય ?' તમારે પણ મોક્ષમાં જવું છે ને ? તમે કદી કોઈ સાધુભગવન્તને પૂછ્યું કે, “ભગવન્! મોક્ષે ક્યાંથી જવાય ?' તમે સાધુને શું પૂછો ? “સંસારનું સુખ કઈ રીતે મળે, દુઃખ કઈ રીતે ટળે એ પૂછો કે મોક્ષ કઈ રીતે મળે એ પૂછો ? પહેલાં ઈષ્ટ ક્યું છે એ નક્કી થાય, પછી એનો માર્ગ કયો એનો વિચાર કરાય. શાસ્ત્રકારો ? Page #19 -------------------------------------------------------------------------- ________________ તો ફરમાવે છે કે ઈષ્ટ (ઈચ્છવાયોગ્ય) એકમાત્ર મોક્ષ છે અને જ્ઞાન, દર્શન, ચારિત્ર એનો માર્ગ છે. તમારે જો મોક્ષે જવું હશે તો તે માટે આ માર્ગ અપનાવવો પડશે. - સ0 અમે સાધુપણાના બાવીસ પરિષહોથી ગભરાઈએ છીએ. ના ભાઈ ના. દુ:ખ વેઠવું પડશે એનો ડર નથી, થોડુંઘણું પણ જે સુખ મળ્યું છે તે જતું રહેશે - એવો ભય સતાવે છે માટે સાધુપણું લેવાનો વિચાર નથી આવતો. બાકી દુઃખો તો અમારા કરતાં તમે કંઈક-ગણાં વેઠો છો. સવ કાળી મજૂરી કરીએ છીએ. - એ પણ કેવી રીતે ? ન ઊંઘ જુઓ, ન ખાનપાન જુઓ. અમારાં સાધુસાધ્વીએ તો તમારી પાસે શીખવાની જરૂર છે. તમે ઘન માટે જેટલું કષ્ટ વેઠો છો એટલું કષ્ટ જો સાધુસાધ્વી જ્ઞાન, દર્શન, ચારિત્ર માટે વેઠે તે મોક્ષે પહોંચ્યા વગર ન રહે. ભાવસાધુપણું લાવવા માટે સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ષ્યારિત્રને આંખ સામે રાખીને જીવવું પડશે. સમ્યજ્ઞાનદર્શનચારિત્રરૂપ માર્ગને અનુસરનારી ક્રિયાઓ કરવાથી ભાવસાધુતા આવે છે. માત્ર સાધુપણાની ક્રિયા કર્યે જાય, ભણતાગણતા પણ દેખાય અને દરેક ક્રિયામાં પોતાની ઈચ્છાનું પ્રતિબિંબ પડ્યા કરે તે ભાવસાધુતાનું લક્ષણ નથી. ભગવાનનું વચન જાણે છતાં પોતાની ઈચ્છા મુજબ જીવે તે ભાવસાધુ કેવી રીતે કહેવાય ? Page #20 -------------------------------------------------------------------------- ________________ સવ દ્રવ્યસાધુતાની કોઈ કિંમત નહિ ? ના. શાસ્ત્રમાં જણાવ્યું છે કે દ્રવ્યથી અનંતી વાર ઓઘા લીધા, તે બધા નકામા ગયા. શાસ્ત્રમાં જ્યાં પણ દ્રવ્યસાધુતાની કિંમત ગણી છે તે ભાવના કારણભૂત દ્રવ્યની કિંમત આંકી છે. જેને ભાવની જરૂર ન હોય તેને દ્રવ્ય ન અપાય. ભીખ પણ કોને અપાય છે જેને ખાવું હોય તેને કે જે ફેંકી દે તેને ? તેમ અહીં પણ જેને ભાવસાધુતા જોઈતી હોય તેને દ્રવ્યથી સાધુપણું અપાય, અને તેવાના દ્રવ્યસાધુપણાની કિંમત છે. ભાવ જોઈએ, છતાં ભાવને પામે નહિ ત્યાં સુધી ભાવમાં રહેવાના બદલે દ્રવ્યમાં રહે - એ બને. પરંતુ પહેલેથી જ ભાવની ઉપેક્ષા કરે, વિપરીતભાવે દ્રવ્યક્રિયા કરે તેવાના દ્રવ્યની કોઈ કિંમત નથી. એટલા માટે તો અભવ્યોનાં અને દુર્ભવ્યોનાં ચારિત્રોને શાસ્ત્રકારોએ નકામાં ગણાવ્યાં. સઅમે અભવ્ય નથી. તમે ભવ્ય છો એની ના નહિ, પણ અભવ્યો તો સંસારના સુખ માટે પણ ચારિત્ર તો આજ્ઞા મુજબ નિરતિચાર પાળે છે. અભવ્યને સંસારના સુખ માટે ભગવાનના વચન ઉપર જેવી શ્રદ્ધા છે તેવી શ્રદ્ધા મોક્ષ માટે તમને છે ? અભવ્યો મોક્ષને માનતા નથી, તમે તો મોક્ષને માનો છો ને ? ભગવાન કહે છે કે મોક્ષે જવું હોય તો ભાવસાધુપણા વિના નિસ્તાર નથી. ભાવસાધુપણું એ જ માર્ગ છે. સમ્યગ્રાન, શ્રદ્ધા અને ચારિત્ર : આ ત્રણ હોય તો જ ઈષ્ટસ્થાને પહોંચાશે. જો આ માર્ગ ન પકડીએ તો ઈષ્ટ નહિ મળે. Page #21 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન; સમજ આપે છે, માર્ગ બતાવે છે. શ્રદ્ધા; એ માર્ગમાં સ્થિર બનાવે છે અને ચારિત્ર માર્ગે દોડાવે છે. જેમ જેમ માર્ગે ચાલવા માંડે તેમ તેમ માર્ગ સૂઝતો જાય અને જેમ જેમ માર્ગ સૂઝતો જાય તેમ તેમ માર્ગે દોડવા માંડે. આજનાં આપણાં જ્ઞાનાદિ કેવાં છે ? આપણું જ્ઞાન મોક્ષના ઉપાયો બતાવવાના બદલે અનુકૂળતાના ઉપાયો સુઝાડ્યા કરે! આપણી શ્રદ્ધા તો લગભગ કાચની શીશી જેવી છે : દુઃખ આવ્યું કે ભાંગી જ ગઈ સમજો, સુખ જોયું કે ફૂટી જ સમજો! આવી અવસ્થામાં ચારિત્રની શી દશા થાય ? જેનાં જ્ઞાનાદિ આવાં હોય તેની પાસે માર્ગાનુસારી ક્લિાસ્વરૂપ, ભાવસાધુનું પહેલું લિંગ છે - એ કેવી રીતે મનાય ? સ૨ દ્રવ્ય-સાધુ ભાવસાધુ બને ને ? બને. પણ ક્યારે ? જ્ઞાન-દર્શન-ચારિત્રની આરાધના કરવા માટે મહેનત કરે ત્યારે કે જ્ઞાનાદિની ઉપેક્ષા કરી પોતાની અનુકૂળતા સાચવવા મથે ત્યારે ? ગૃહસ્થો માટે પાપ કરવા તૈયાર થાય ત્યારે કે ભગવાનની આજ્ઞા ખાતર પાપ છોડીને દુઃખ વેઠવા તૈયાર થાય ત્યારે ? સવ ઉદયનમંત્રીને નિર્ધામણા કરાવનાર વંઠ માત્ર વેષથી પણ તય ને ? વેષથી તર્યો કે લાયકાત હતી માટે તર્યો ? માત્ર વેષથી તરાતું હોત તો સૌથી પહેલાં અભવ્યોનો મોક્ષ થઈ જાત. માત્ર વેષથી નથી તરતું, લાયકાત હોય તો વેષ તારનારો બને. વડે વેષ પહેર્યો Page #22 -------------------------------------------------------------------------- ________________ માટે ભાવ આવ્યો - એવું નથી, એને વેષની તારકતા સમજાઈ તેના કારણે ભાવ જાગ્યો. સારામાં સારું દ્રવ્ય પણ યોગ્યતાવાળાને ભાવનું કારણ બને છે. લાયકાત વગરનાઓ તો મળેલા દ્રવ્યની કિંમત ઘટાડી મૂકે છે. દ્રવ્ય ભાવને લાવે : એ એક વાર નહિ હજાર વાર સાચું, પરંતુ જેને ભાવ લાવવાનો પણ ભાવ હોય તેને માટે. તમારે ભાવમાં જવું છે કે દ્રવ્યમાં જ રહેવું છે ? જો દ્રવ્યમાંથી ભાવમાં જવું હશે તો આ લિંગો કેળવવાં પડશે, આત્મસાત્ કરવાં પડશે. ક્રિયા માર્ગાનુસારી ક્યારે બને ? શાસ્ત્રમાં જણાવ્યા મુજબ ક્રિયા કરે ત્યારે. ઈચ્છા મુજબ કરેલી સારી પણ ક્યિા માર્ગાનુસારી નથી. જ્ઞાન-દર્શન-ચારિત્ર એ જેમ માર્ગ છે તેમ એ જ્ઞાન-દર્શનચારિત્રને જણાવનાર આગમ પણ (કારણમાં કાર્યનો ઉપચાર કરવાથી) માર્ગ છે. આથી એ આગમને અનુસરનારી ક્યિા તે માર્ગાનુસારી ક્રિયા. એ આગમને અનુસરવું હશે તો આગમના સમ્યજ્ઞાન વિના એક ડગલું પણ ન માંડવું આટલું નક્કી કરવું પડશે. આગમના જ્ઞાનથી પગલું માંડ્યા પછી તે પગલાં પણ માર્ગમાં એ જ સ્થિર કરવાનાં. આજે મોટે ભાગે આગમના જ્ઞાન વિના દોડનારા ઘણા છે અને આગમના જ્ઞાને પગલું માંડનારા પણ મોટે ભાગે પોતાની ઈચ્છામાં પગલાં સ્થિર કરે છે. આગમમાં દુ:ખ ભોગવવા માટે પરિષહો સહન કરવાનું ફરમાવ્યું છે. એવા વખતે પોતાની શક્તિ - સામર્થ્ય હોવા છતાં તે તપાસ્યા વિના માત્ર દુઃખના ભયે પરિષહોને હડસેલો મારે તો માનવું ન પડે કે ઈચ્છામાં પગલાં સ્થિર ક્યાં છે ? Page #23 -------------------------------------------------------------------------- ________________ શ્રી આચારાંગસૂત્રમાં જણાવ્યું છે કે જેઓ દુઃખ ભોગવવા તૈયાર નથી થતા અને સુખ ભોગવવા તત્પર બને છે તેઓ પાપ કર્યા વિના રહેતા નથી. આથી જ પાપરહિત જીવન જીવવાની પ્રતિજ્ઞા જેઓએ કરી છે તેઓએ સુખ છોડ્યા બાદ દુ:ખ ભોગવવા માટે તૈયાર થવું જ પડશે. જેઓ આગમના વચન પ્રમાણે દુઃખ ભોગવવા તૈયાર થાય છે તેમની ક્રિયા માર્ગાનુસારી છે. જે સાધુભગવન્તો પોતે દુઃખ ભોગવતા હોય તે સાધુભગવન્તો બીજાનાં દુઃખો કઈ રીતે ટાળી આપે ? સવ બીજાનાં દુઃખો દૂર કરવા એ ઉપકાર નહિ? પણ એ દુઃખ ક્યું? મોક્ષમાં ન ગયા અને સંસારમાં ભટક્યા કરીએ છીએ એ જ મોટામાં મોટું દુઃખ છે. આ દુઃખ દૂર કરવું એ જ મોટામાં મોટો ઉપકાર છે. સાધુભગવન્ત એ દુઃખ દૂર કરવાનો ઉપાય બતાવે, સંસારમાં આવતાં દુઃખોને ટાળવાનો ઉપાય સાધુ ન બતાવે, દુઃખમય સંસારથી છૂટવાનો ઉપાય સાધુભગવન્ત બતાવે. તમે દુઃખ કોને માનો છો ? સંસાર એ જ દુ:ખ છે કે અશાતાયનો ઉલ્ય, લાભાન્તરાયનો ઉદય અને અપયશનામકર્મનો ઉદય એ દુઃખ છે ? તમે જે દુ:ખો દૂર કરીને ઉપકાર કરવાની આશા સાધુભગવન્ત પાસે રાખો છો, એ દુઃખો દૂર કરવાનો ઉપકાર સાધુભગવત્ત ન કરે. એ દુઃખો તો કેવી રીતે સહન કરવાં એનો ઉપાય બતાવવો એ જ સાધુભગવન્તનો ઉપકાર. પોતે સંસારનાં દુઃખોને સહે અને બીજાને સહેવાનો ઉપાય બતાવે, પોતે દુઃખસ્વરૂપ Page #24 -------------------------------------------------------------------------- ________________ સંસારથી દૂર રહે અને બીજાને સંસારથી દૂર રહેવાનો ઉપાય બતાવે એ ભગવાનના સાધુ. સ૦ કાદવમાં પડ્યો હોય તેને બચાવવો ન જોઈએ ? કેવી રીતે બચાવે ? કાદવમાંથી બહાર કાઢીને કે કાદવમાં રાખીને ? કાદવમાંથી નીકળવાની ના પાડે અને કાદવમાં જ અત્તર છાંટવાની વાત કરે તેવાને કાદવથી કેવી રીતે બચાવવો ? સએ રીતે પણ બચાવવો એ કરુણાભાવના નહિ ? ના. એ તો અહિતની પ્રવૃત્તિ અને હિતની ઉપેક્ષા છે. જે સ્થાનમાં રહેવાથી રોગ થયો હોય તે રોગની સારવાર એ સ્થાનમાં થાય કે ત્યાંથી બહાર નીકળીને ? જે ખાડામાં સાપ હોય એ ખાડામાં પડેલા બાળકને કેવી રીતે ખેંચી કાઢો ? એને ખેંચી કાઢતાં તેનું શરીર ન છોલાય એ જોવા બેસો ? નહિ ને ? એવી જ રીતે સંસારનાં દુઃખોથી પીડાતા જીવોને બચાવવાનો ઉપાય એક જ છે કે એમને સંસારમાંથી બહાર કાઢવા. પાણીમાં પડેલાનાં કપડાં ભીંજાયા વગર ન રહે. કપડાં ભીનાં કરવા ન હોય તો પાણીમાં ન પડવું એ રીતે સંસારમાં રહેલાને દુઃખ આવ્યા વગર ન રહે. દુઃખથી બચવું હોય તો સંસાર છોડવો પડશે. સંસાર છોડવાની ના પાડે અને દુઃખથી બચાવવાની વાત કરે એના માટે કોઈ માર્ગ નથી. સુખમય જણાતો પણ આ સંસાર સ્વરૂપથી દુઃખમય હોવાથી ભગવાને આ સંસારથી છૂટવાનો અને મોક્ષે પહોંચવાનો માર્ગ બતાવ્યો. એ માર્ગને અનુસરનારી ક્રિયા કરનારા સાધુભગવન્તો આ Page #25 -------------------------------------------------------------------------- ________________ સંસારનો પાર પામી જાય છે. જે સાધુઓ પોતાને શરણે આવેલાને સંસારથી છોડાવવાને બદલે દુઃખ ટાળવાનો ઉપાય બતાવે છે, તેઓ પોતે સંસારમાં ડૂબવા સાથે અનેકોને ડુબાડનારા બને છે. આપણે જો સંસારમાં રખડવું ન હોય તો ભાવસાધુની શોધમાં નીકળવું પડશે. આપણે જોઈ ગયા કે સક્લ ડ્યિા માર્ગાનુસારી કરે તે ભાવસાધુ. ભગવાનની આજ્ઞા મુજબ જીવવું તે માર્ગ. એ આજ્ઞાને જણાવનાર શાસ્ત્રો છે માટે તે પણ માર્ગ છે. શાસ્ત્રોમાં જણાવેલ સમસ્ત આચાર એ માર્ગ છે. હવે જ્યાં – જે વિષયમાં – શાસ્ત્રપાઠ ન મળે ત્યાં શું કરવું - તે જણાવવા માટે બીજા પ્રકારનો માર્ગ બતાવે છે. સંવિગ્ન, ગીતાર્થ અને અશઠ એવા મહાત્માઓએ કરેલું આચરણ પણ માર્ગ છે. જ્યાં ભગવાનનું વચન સાક્ષાત્ મળે છે, ચોખ્ખો શાસ્ત્રપાઠ મળે છે ત્યાં આચારને પ્રમાણ માનવાની વાત નથી. એ જ રીતે માત્ર આગમ જ પ્રમાણ છે, આચરણા પ્રમાણ છે જ નહિ – એ પ્રમાણે માનવું પણ યોગ્ય નથી. આજે કેટલાક આચાર્યો, જ્યાં આગમવચન સ્પષ્ટપણે મળે છે ત્યાં પણ આચરણાને પ્રમાણ માનવાની વાતો કરે છે તેઓ આ ધર્મરત્નપ્રકરણના વચનને વિકૃત રીતે રજૂ કરનારા છે. સત્ર દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવને લઈને ભગવાનના વચનમાં ફરક પડે ને ? મૂળ તત્ત્વને બાધા પહોંચે એવો ફરક પડે ? તમારે ત્યાં પણ કદી આવો ફરક પડે છે ? ગણિતના વિષયમાં, જ્યોતિષના Page #26 -------------------------------------------------------------------------- ________________ વિષયમાં સંગીતમાં નૃત્યકળામાં, રમતગમતના ક્ષેત્રમાં, વૈદ્યશાસ્ત્રમાં રસોઈના વિષયમાં ફરક પડ્યો છે ? તુવેર કે મગની દાળના બદલે કોઈએ ઘઉની દાળ કે ચોખાની દાળ રાંધી હોય એવું બન્યું છે ? આખી દુનિયામાં ફરી વળો, ઘઉની દાળ ક્યાંય મળે ? રીતમાં ફરક પડે, પદ્ધતિમાં ફરક પડે પણ મૂળ પદાર્થમાં તો કોઈ કાળે ફરક ન પડે. એ જ રીતે અહીં પણ ભગવાનના વચનમાં, શાસ્ત્રમાં ફેરફાર ન થાય. સ) એક શબ્દના અનેક અર્થ થાય ને ? એક શબ્દના અનેક અર્થ થાય, પણ દરેક સ્થાને એક શબ્દના અનેક અર્થ કરાય ખરા ? કોઈ વક્તા એક શબ્દનો પ્રયોગ કરે તે અનેક અર્થ સમજાવવા કરે કે એક અર્થને ? એક શબ્દના અનેક અર્થ થતા હોવા છતાં વક્તાએ જે અર્થમાં એ શબ્દનો પ્રયોગ કર્યો હોય તે જ અર્થ તે શબ્દનો થાય. શાસ્ત્રમાં લખ્યું છે કે શબ્દનો અર્થ કરવામાં વતાનું તાત્પર્ય એ મુખ્ય કારણ છે. માત્ર શબ્દકોષમાં જોઈને શબ્દનો અર્થ ન કરાય, વક્તાનું તાત્પર્ય પણ જોવું પડે. અને વક્તાનું તાત્પર્ય શબ્દકોષમાં ન મળે એ તો પ્રસંગને લઈને પ્રકરણના અનુસંધાનથી જાણી શકાય. “સૈન્ધવ’ શબ્નો અર્થ મીઠું પણ થાય અને ઘોડો પણ થાય. સૈન્ધવ એટલે સિન્ધદેશમાં થયેલો. એ સૈન્ધવ શબ્દનો અર્થ શબ્દકોષમાં જુઓ તો બંને અર્થ મળે, પરંતુ એકી સાથે બંને અર્થ ન કરાય. ક્યો પ્રસંગ છે તે વિચારવું પડે. જમવા બેઠેલો માણસ “સૈધવ લાવો’ એ પ્રમાણે બોલે ત્યારે સૈન્ધવનો ૨૩ Page #27 -------------------------------------------------------------------------- ________________ અર્થ મીઠું કરાય અને યુદ્ધભૂમિમાં જવા માટે નીકળેલો માણસ “સૈધવ લાવો હે તો ત્યારે ઘોડો લાવીને આપવાનો હોય તાત્પર્યની અનુપપત્તિ (અસંગતિ) શાબ્દબોધમાં પ્રતિબંધક છે. તાત્પર્યને અનુરૂપ જેટલા અર્થ થાય તે કરવાની છૂટ, પરન્તુ તાત્પર્યને બાધા પહોંચે એવો એક પણ અર્થ ન કરાય. જેના કારણે ઉન્માર્ગની પુષ્ટિ થાય એવો એક પણ અર્થ એકે શાસ્ત્રવચનનો ન કરાય. શાસ્ત્ર તો સન્માર્ગના દર્શન માટે અને સન્માર્ગની પુષ્ટિ માટે રચાયેલાં છે. પોતે કરેલા અર્થની સિદ્ધિ કરવા માટે શાસ્ત્રની રચના નથી. એક વાર એવો પ્રસંગ બનેલો કે ભગવદ્ગીતાના અર્થ કરવા માટે બ્રાહ્મણ પંડિતોની સભા ભરાઈ હતી. કોઈ કહે અન્યાયને દૂર કરવા કૃષ્ણ ભગવાને ગીતાનો ઉપદેશ આપ્યો, કોઈ કહે અર્જુનના અજ્ઞાનને દૂર કરવા કૃષ્ણ ભગવાને ગીતાનો ઉપદેશ આપ્યો... એ રીતે જુદાજુદા પંડિતોએ લગભગ ગીતાના અઢાર અર્થ ક્ય. છેવટે એક વિદ્વાન પંડિત ઊભા થયા અને તેમણે કહ્યું કે, કૃષ્ણ ભગવાને ગમે તે આશયથી ગીતાનો ઉપદેશ આપ્યો હોય તો પણ એક વાત નિર્વિવાદ છે કે કૃષ્ણ ભગવાનનો ઉપદેશ સાંભળીને અર્જુને બાણ ચલાવવાનું શરૂ કર્યું હતું. ગીતાના જેટલા અર્થ કરવા હોય એટલા કરો પરંતુ એ ગીતાનો ઉપદેશ સાંભળી અર્જુને બાણ ચલાવ્યું એ જ ગીતાનો સાર છે..... એ જ રીતે અહીં પણ, ભગવાનના વચનના અર્થ ગમે તેટલા થતા હોય પરંતુ એક વસ્તુ નિર્વિવાદ છે કે ભગવાને સંસારથી છૂટવા Page #28 -------------------------------------------------------------------------- ________________ અને મોક્ષે પહોંચવા માટે ઉપદેશ આપ્યો છે. સ૦ લક્ષ્ય કેળવવા માટે ઉપદેશ આપ્યો છે. ના, માત્ર લક્ષ્ય કેળવવા નહિ મોશે પહોંચવા માટે ઉપદેશ આપ્યો છે. સ0 લક્ષ્ય હોય તો પહોંચાય ને ? લક્ષ્ય હોય તો પહોંચાય - એ સાચું, પણ સાથે એટલું પણ યાદ રાખવાની જરૂર છે કે પહોંચવું હશે તો લક્ષ્ય કેળવવું પડશે. મોક્ષે પહોંચ્યા વગર વિસ્તાર નથી થવાનો – આટલું સમજાય તો મોક્ષનું લક્ષ્ય ન હોય તો ય કેળવાયા વિના ન રહે. ભગવાનનો ઉપદેશ પણ મોશે પહોંચાડવા માટે છે અને શાસ્ત્રોની રચના પણ મોક્ષે પહોંચાડવા માટે છે. પરંતુ શાસ્ત્ર તો માત્ર સમજાવવાનું કામ કરે, શાસ્ત્ર મુજબ આરાધના કરીને મોક્ષે પહોંચવાનું કામ તો આપણે જાતે જ કરવું પડશે. અત્યાર સુધી ધર્મ ઘણો ર્યો છતાં ભાવસાધુપણા સુધી ન પહોંચ્યા. પહેલેથી નાનામાં નાનો ધર્મ જો ભગવાનની આજ્ઞા મુજબ આરાધ્યો હોત તો ચોક્કસ આપણે ભાવસાધુપણા સુધી પહોંચી ગયા હોત. નડતર દૂર કર્યા વિના ધર્મ કરવાથી સારામાં સારો ધર્મ કરીને પણ માત્ર સંસારનું સુખ ખંખેરવાનું કામ કર્યું છે. સચારિત્ર મોક્ષ માટે નથી પાળ્યું – એવો આક્ષેપ આપ કરો છો ? મેં નહિ, જ્ઞાની ભગવન્તોએ આ આક્ષેપ કર્યો છે. અનન્તા Page #29 -------------------------------------------------------------------------- ________________ ઓઘા નકામા ગયા – એવું જ્ઞાનીઓએ કહ્યું - એ સાંભળીને માઠું ન લાગ્યું? જ્ઞાનીઓએ જે આક્ષેપ કર્યો છે તે ચારિત્રધર્મ ઉપર નથી કર્યો, આપણી નાલાયકાત ઉપર આક્ષેપ કર્યો છે. જેઓ ચારિત્ર લેવા છતાં મોક્ષે ન ગયા તે તેમની પોતાની ભૂલના કારણે નથી ગયા, તેમાં ચારિત્રધર્મનો દોષ નથી. અહીં તમે આવ્યા છો તે તમારા ગુણ સાંભળવા આવ્યા છો કે દોષો સાંભળવા? અહીં તો જે મુમુક્ષુ હોય તેનું કામ છે. સંસારનું સુખ ભોગવવા ઇચ્છનારા બુમુક્ષુ છે અને સંસારનું સુખ છોડવાની ઇચ્છાવાળા મુમુક્ષુ છે. જે બુભ છે - એના માટે કોઈ ઉપદેશ નથી. જે મુમુક્ષુ છે તેને મોક્ષે પહોંચાડવા માટે અને જે મુમુક્ષુ નથી તેમને મુમુક્ષુ બનાવવા માટે આ ઉપદેશ છે. જે સાધુઓ, પોતાની પાસે આવેલા જીવોની નજર સુખ ઉપરથી ખસે એવો ઉપદેશ આપવાને બદલે એ સુખનો રસ પોષાય એવો ઉપદેશ આપે છે તેઓ ભગવાનના સાધુ નથી, માત્ર વેષધારી છે. સવ અમારા કરતાં તો સારા ને ? શાસ્ત્રમાં જણાવ્યું છે કે સંવિગ્નપાક્ષિકો કે જેઓ આચારમાં શિથિલ હોવા છતાં માર્ગની શુદ્ધ પ્રરૂપણા કરે છે તેવાઓ પણ દેશવિરતિ કરતાં નીચા છે. તો પછી જેઓ ઉન્માર્ગની દેશના કરે તેઓ તમારા કરતાં સારા ફક્યાંથી કહેવાય ? શાસ્ત્રમાં તો આવા ઉન્માર્ગદશકોને કસાઈ કરતાં ભૂંડા કહ્યા છે. ઉન્માર્ગથી બચવું હોય અને માર્ગાનુસારી જીવન જીવવું હોય તો માર્ગ પ્રત્યે પ્રેમ કેળવવો Page #30 -------------------------------------------------------------------------- ________________ જ પડશે, મજબૂત થવું જ પડશે, ધર્મ કેટલો ર્યો એ મહત્ત્વનું નથી, કેવો કર્યો એ મહત્ત્વનું છે. ધર્મ ઓછો થાય તો ભલે, પણ જેટલો ધર્મ કરીએ તે માર્ગાનુસારી જ હોવો જોઇએ. તેથી જ ભાવસાધુપણું સમજવા પહેલાં આપણે માર્ગ સમજી લેવો છે. વર્તમાનમાં, માર્ગની રક્ષાનો પ્રયત્ન ન કરતાં પોતાની જાતે કેડીઓ કંડારીને તેને માર્ગ બનાવવા મથી પહેલા અનેકોને ઉન્માર્ગે દોરી જાય છે. જેમ જેમ અનુકૂળતાનું અથાણું વધતું જાય છે તેમ તેમ ભગવાનનો ધર્મ - ભગવાનનો માર્ગ – ભૂંસાયા કરે છે... આ બધું ક્યાં જઈને અટકશે - એ ખબર નથી. આવા સંયોગોમાં માર્ગને સમજી લેવો ખૂબ જ જરૂરી છે. આ બધું કોઈની ટીકાટિપ્પણ કરવા માટે નથી કહેવામાં આવતું. આપણી જાતને તપાસવા માટે અને જેની નિશ્રામાં ભવ તરવાનો છે તેનું સ્વરૂપ સમજવા માટેની આ વિચારણા છે. - સત્ર આટલાં બધાં ધર્માનુષ્ઠાનો ચાલુ હોવા છતાં માર્ગ કેવી રીતે ભૂંસાઈ ગયો ? સંસારના સુખની લાલચે અને માનપાનની લાલસાના કારણે માર્ગ ભૂંસાતો જાય છે. આ ધર્મરત્નપ્રકરણની ૮૦મી ગાથામાં જણાવ્યું છે કે આગમની નીતિ એ માર્ગ છે અથવા સંવિગ્ન બહુજનોએ આચરેલું હોય તે માર્ગ છે. માર્ગની વ્યાખ્યા બે કરી છે, છતાં ય મોશે પહોંચાડે તે માર્ગ : આ વ્યાખ્યા તો બંનેમાં સમાયેલી જ છે. આવા માર્ગને ભૂસીને ત્રીજો માર્ગ કંડારવો એ S Page #31 -------------------------------------------------------------------------- ________________ શાસ્ત્રીય નીતિ નથી. ઈષ્ટ સ્થાને પહોંચવા માટે માર્ગ બનાવવાની જરૂર નથી, અનન્તજ્ઞાનીઓએ બતાવેલો માર્ગ પકડવાની જરૂર છે. આગમની નીતિ એ માર્ગ ત્યારે જ બને કે જ્યારે આગમમાં જણાવેલાં પદો ભગવાને જે ભાવે બોલવાનાં કહ્યાં હોય, ગણધરભગવન્તોએ જે ભાવે એ પદોને ગૂંધ્યાં હોય તે ભાવે તે બોલવામાં આવે. અમારે ત્યાં દ્વાદશાંગી અર્થથી એક હોય, માત્ર શબ્દથી ભિન્ન હોય. અનન્તા તીર્થંકરભગવન્તના અનન્તા ગણધરભગવન્તોની દ્વાદશાંગીનો અર્થ એક જ હતો. બધા ગણધરભગવન્તોની દ્વાદશાંગી શબ્દથી ભિન્ન હોવા છતાં અર્થથી એક હોવાથી તીર્થંકરભગવન્તો એના ઉપર મહોરછાપ મારે છે. આજે અમારે ત્યાં ઊંધું છે. દ્વાદશાંગીના એક જ શબ્દના અનેક - મનફાવતા અર્થ કરનારા પાડ્યા છે અને એવો અર્થભેદ હોવા છતાં અમારે એના પર મહોરછાપ મારવાની ! સવ સાહેબ! પડતો કાળ છે ને ? પડતો કાળ છે એટલે શું આપણે ય પડી જવાનું ? કે વધુ સાવધ રહેવાનું? ચક્કર આવતા હોય, પગ લથડિયાં ખાતા હોય ત્યારે પગ સ્થિર કરવાના કે પડવા મહેનત કરવાની ? તમારે પગ સ્થિર કરવા હોય તો આ પડતા કાળમાં પણ આલંબન આપનારા છે. ભગવાનનો માર્ગ સમજાવનારા અને એ માર્ગે દોરનારા આજે પણ વિદ્યમાન છે. કાળ પડતો છે માટે જ માર્ગનું મજબૂત આલંબન લેવાની જરૂર છે. એક શબ્દના અનેક અર્થ થાય, છતાં કરાય તો તે જ કે જે WWW.jainelibrary.org Page #32 -------------------------------------------------------------------------- ________________ અર્થ બાધક ન હોય. બધા ભગવાને ત્રણ પદો આપ્યાં, એના ઉપરથી બધા ગણધરભગવન્તો એક જ અર્થ સમજ્યા. આનું નામ માર્ગાનુસારી પ્રજ્ઞા. દરેક ગણધરભગવન્તોએ એ અર્થને પોતાના શબ્દોમાં ગૂંચ્યો. શબ્દો બધાના ફરે પણ અર્થ કોઈનો ન ફરે. શબ્દ અનેક છતાં અર્થ એક : આ ચમત્કાર ભગવાનના શાસનનો છે. સવ જો એક જ અર્થ થતો હોય તો સ્વાવાદનો અર્થ ક્યાં રહ્યો ? તમારો સ્યાદ્વાદનો અર્થ ક્યો છે – એ તો અમને ખબર છે. ધર્મ સંસારના સુખ માટે પણ થાય અને મોક્ષ માટે પણ થાય : આ જ તમારો સ્યાદ્વાદ છે ને ? સ્યાદ્વાદ તો પછી શીખવીશું. સ્યાદ્વાદશીખવવા પહેલાં તમને એકાન્તવાદ શીખવવાની જરૂર છે. પહેલાં “સંસાર એકાન્ત ભૂંડો અને મોક્ષ એકાન્તરડો’ એ પાકું ‘કરો પછી સ્યાદ્વાદશીખવીશું તમારા જેવા સ્યાદ્વાદ ભણ્યા એના કરતાં ન ભણ્યા હોત તો કમસે કમ સ્યાદ્વાદની વિટંબણાના પાપથી તો બચત ! પહેલાં, “દીક્ષા લીધા વિના મોક્ષ નહિ જ મળે એ એકાન્તવાદ ઘૂટો પછી સ્યાદ્વાદ ભણવાની યોગ્યતા આવશે. સ્યાદ્વાદના નામે પોતાની વાતનું સમર્થન કરનારાઓને સૌથી પહેલાં આ એકાન્તવાદ સમજાવવાની જરૂર છે. સવ પ્રવૃત્તિ ભલે એક પ્રકારે કરે પણ વિચારમાં તો અનેકાન્ત રાખવાનો ને ? તદ્દન ઊંધી વાત કરી. વિચારમાં તો એક જ વાત હોય કે Page #33 -------------------------------------------------------------------------- ________________ ભગવાનનું વચન જ સાચું, જ્યારે આચરણા તો શતિ મુજબ કરે. આચરણા શક્તિ મુજબની હોવાથી તેમાં એકરૂપતા ન દેખાય એ બને, પણ વિચારણામાં એટલો એકાન્તવાદ જ હોવો જોઈએ કે ભગવાનની આજ્ઞા પાળવાથી જ સંસાર છૂટે અને મોક્ષ મળે. આચરણા યથાશતિ હોયજ્ઞાન, શ્રદ્ધા કે પ્રરૂપણા નહિ. જ્ઞાન, શ્રદ્ધા કે પ્રરૂપણા તો યથાશતિ ન હોય, આશા મુજબની જ હોય, એમાં સ્યાદ્વાદ નથી લગાડવાનો. તમારી શક્તિ ન હોય તો તમે સ્ત્રી (પત્ની) પાસે પણ બેસો, છતાં વિચારમાં શું હોય ? દેવ, ગુરુ, ધર્મ જ સારા !' એમ જ ને ? સાધુભગવન્ત પણ અસહિષ્ણુ હોય તો અપવાદ સેવે, છતાં અપવાદમાર્ગે ચાલનાર અપવાદને સારો માનીને તો ન ચાલે ને ? હું પામર છું, અસહિષ્ણુ છું. બાકી તો અનન્તા આત્માઓ આ માર્ગને આરાધી ગયા છે, માર્ગ તો આ જ છે; હું પામર છું માટે ઉત્સર્ગમાર્ગે ચાલી નથી શક્તો...' આ રીતે તેની શ્રદ્ધામાં તો એકાન્ત જ હોય. એક અર્થને સમજાવવા માટે અનેક શબ્દો વાપરવા પડે, શબ્દો ફેરવવા પડે એ બને. પરંતુ જે અર્થને સમજાવવા માટે શબ્દ વાપરવામાં આવ્યો હોય તેનાથી વિપરીત અર્થ એ શબ્દનો ન કરાય. વચન ફરે છતાં અર્થ ન ફરે એ વિશેષતા આ શાસનની હતી. આજે એક જ વચનના પણ અર્થ ફરવા માંડ્યા છે અને એમાં પાછા તમારા જેવા સાથ પુરાવનારા મળે, પછી શી દશા થાય ? સવ સામા માણસના દૃષ્ટિકોણને વિચારવો ન જોઈએ ? Page #34 -------------------------------------------------------------------------- ________________ પુરુષને સ્ત્રી પણ કહેવાય - એવો દૃષ્ટિકોણ વિચારવા જેવો ખરો ? દૃષ્ટિકોણ કોને કહેવાય ? પ્રકારાન્તરે વસ્તુને વિચારવી કે વિપરીત રીતે વિચારવી તે ? અર્થનો બાધ થાય - એવો દૃષ્ટિકોણ માન્ય ગણાય ? સ0 સામાના વિચારને પણ અવકાશ તો આપવો જોઈએ ને ? એની વાત પણ સાચી હોઈ શકે ને ? જ્યાં સુધી બધાની વાત સાચી હોઈ શકે એવું લાગે ત્યાં સુધી પાટે ન બેસવું. સુલતાસતીએ લોકોની વાતને વિચારણાનો અવકાશ આપ્યો ? એમની પણ વાત સાચી હોઇ શકે - એવું વિચાર્યું ખરું ? આખું ગામ ઊલટું હોવા છતાં બધા ખોટા છે અને પોતે સાચી છે એવું માન્યું ને ? બધાના દૃષ્ટિકોણને અવકાશ આપત તો પોતાના સમ્યકત્વની દૃઢતા ટકાવી શક્ત ખરાં ? ચોથા ગુણઠાણે રહેલાને જો આવી શ્રદ્ધા હોય, આવું સત્ત્વ હોય તો પાટે બેસેલા મહાત્મા શું બધાને સાચા માને ? બીજાના વિચાર્ક્સ અવકાશ તો તે આપે કે જેને તત્ત્વનો નિર્ણય ન થયો હોય. અને તત્ત્વનો નિર્ણય જેણે ન કર્યો હોય તેણે તત્ત્વ સમજાવવા ન બેસવું. જેને તત્ત્વનો નિર્ણય થયો હોય તે અતત્ત્વના વિચારને અવકાશ ન આપે તે તો તત્ત્વથી વિપરીત અર્થ જણાવનારા બધાને ખોટા કહેતાં અચકાય નહિ અને પોતાની વાત તત્ત્વને અનુસરતી હોવાથી તે દૃઢતાપૂર્વક જણાવતાં પણ ખચકાય નહિ. સ) છદ્મસ્થની ભૂલ થાય ને ? Page #35 -------------------------------------------------------------------------- ________________ ભાન ભૂલે તો થાય, ઉપયોગ રાખે તો ન થાય. જો છમસ્થની ભૂલ થયા જ કરે તો તો સમવસરણમાં આટલા બધા કેવળી ભગવન્તો વિદ્યમાન હોવા છતાં છમસ્થ એવા ગણધરભગવન્તો દેશના કેવી રીતે આપી શકે ? ઉપયોગ રાખીને આપે છે માટે જ ને ? તમારે ત્યાં પણ ગાડી તો છમસ્થ જ ચલાવે છે, છતાં બધા અસ્માત્ કરે કે ઉપયોગ ન રાખે તે ? જો ઉપયોગ રાખે તો છમસ્થા ગાડી ચલાવનાર પણ અકસ્માત્ ન કરે, તો અહીં શા માટે ભૂલ થાય ? છર્મસ્થ ભૂલપાત્ર નથી, ઉપયોગ વગરના ભૂલપાત્ર છે. ભગવાનનું શાસન છમો ચલાવે કે કેવળી ભગવન્તો ? જો કેવળી ભગવન્તો જ શાસન ચલાવનાર હોત તો શ્રી જંબુસ્વામીના નિર્વાણની સાથે જ શાસનનો વિચ્છેદ થઈ જાત. શાસન છ0ો ચલાવે છે, પણ તે આશાના ઉપયોગના આધારે. એક ગ્રન્થની સાત વાર વાચના લીધા પછી પાટે બેસવાનો અધિકાર મળે છે. આ તો એક વાર પણ વાચના લે નહિ, જાતે વાંચી-વાંચીને તૈયાર થઈ પાટે બેસે અને પછી ભૂલ થઈ જાય તો મિચ્છામિ દુક્કડમ્ આપી દે. સએ ય સારો ગુણ કહેવાય ને ? પાપભીરુતા ન કહેવાય ? પાપભીરુ તો તેને કહેવાય કે જે પાપથી દૂર રહે. પાપ કરીને મિચ્છામિ દુક્કડમ્ આપે તે પાપભીરુ નહિ, દુઃખભીરુ. મિચ્છામિ દુક્કડમ્ તો તેના માટે રાખ્યો છે કે જેના હાથે પાપ થઈ ગયું હોય તે પાપની શુદ્ધિ કરી શકે, પાપના અનુબંધને તોડી શકે. જાણી-જોઈને પાપ કરવું અને એ પાપના ફળરૂપે દુઃખથી બચવા માટે મિચ્છામિ Page #36 -------------------------------------------------------------------------- ________________ દુક્કડમ્ આપવો : આ તો એક જાતની વંચના છે. પહેલાં ગુરુગમથી ભણે, સૂવાર્થ-દુભયના જ્ઞાતા થાય અને ભગવાનનું વચન નજર સામે રાખીને પાટે બેસીને દેશના આપે-એવાને ભૂલ થવાનું કારણ નથી. છતાં તેવા વખતે અનુપયોગના કારણે ભૂલ થઈ જાય તો મિચ્છામિ દુક્કડમ્ આપતાં નાનપ ન લાગે તેને પાપભીરુ કહેવાય. ભગવાનનું શાસન અર્થના ઐક્ય પર નભે છે, શબ્દના ઐક્ય પર નહીં. અનંતા ગણધરભગવન્તોએ જુદા જુદા શબ્દોમાં અર્થને ગૂંથ્યો, છતાં અર્થ ન કર્યો, તો એક જ ગણધરભગવન્તની દ્વાદશાંગીમાં અર્થભેદ ક્યાંથી હોય ? નયવાક્ય પણ તેને કહેવાય કે જે ભગવાનની વાત સમજાવવા માટે જુદી જાદી અપેક્ષાએ નિરૂપણ કરે. બે પ્રકારના નય હોય, સાત પ્રકારના નય હોય કે સાત સો પ્રકારના નય હોય, બધા જ વચન સાથે બંધાયેલા છે, નહિ તો એ દુર્બય છે. ભિન્ન ભિન્ન અપેક્ષાએ વિચારવાની છૂટ, પણ વિચારવાનું શું? ભગવાનનું વચન! ગણધરભગવન્તોએ પણ એક જ સરખા અર્થને સમજાવવા માટે જુદા જુદા શબ્દો વાપર્યા હતા. ભગવાને પણ એક તત્ત્વસ્વરૂપ અર્થ ત્રણ શબ્દ સમજાવ્યો. શબ્દો ત્રણ વાપર્યા, પરંતુ અર્થ એક જ હતો. મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે પણ યોગદૃષ્ટિની સઝાયની ચોથી ઢાળમાં જણાવ્યું છે કે “શબ્દભેદ ઝઘડો કિશ્યોજી પરમારથ જો એક.' જો તાત્પર્યાર્થ એક હોય તો માત્ર શબ્દના ભેદને લઈને ઝઘડો કરવાની જરૂર નથી. પરંતુ આની સાથે એ પણ યાદ રાખવું કે જો અર્થભેદ Page #37 -------------------------------------------------------------------------- ________________ થતો હોય તો તો ઝઘડો કર્યા વગર ચાલે એવું નથી. અર્થભેદ થાય એ રીતે એક શબ્દના અનેક અર્થ કરવાથી તો અનેક અનર્થો સર્જાય છે. આગમના તત્ત્વનો બાધ ન થાય એ રીતે કરેલો આગમનો અર્થ જ પ્રમાણ છે. જ્યાં સુધી ટકાગ્રન્થો ઉપલબ્ધ હોય ત્યાં સુધી મૂળ આગમનો ટીકાસંગત અર્થ જ પ્રમાણ મનાય છે. આથી જ તો ભગવાનના શાસનમાં પંચાંગીને પ્રમાણભૂત ગણી છે. મૂળ આગમમાં જેનો સ્પષ્ટ નિર્દેશ ન હોય તેવી પણ સ્પષ્ટતા ગીતાર્થ એવા ટીકાકારોએ કરેલી હોય તો તે આગમની જેમ જ પ્રમાણભૂત છે. આવા પ્રકારના ટીકાગ્રન્થોનો અનાદર કરી માત્ર મૂળ આગમનો અર્થ જેઓ પ્રમાણ માને છે, તેઓનો તે આગમનો અર્થ પણ ઈચ્છા મુજબનો કરેલો હોવાથી અસલમાં પ્રમાણ છે. વર્તમાનમાં શ્રી કલ્પસૂત્રના મૂળનો ટીકાનિરપેક્ષ અર્થ કરીને સંવત્સરી ગમે ત્યારે કરી શકાય' - આ પ્રમાણે પોતાની દુષ્ટ માન્યતાનું સમર્થન કરનારા, અજ્ઞાન લોકોને ઉન્માર્ગે લઈ જઈ રહ્યા છે. આશય એ છે કે શ્રી કલ્પસૂત્રના મૂળમાં, શ્રી પર્યુષણાકલ્પના કોઈ પણ જાતના પ્રકાર પાડ્યા વિના પર્યુષણાકલ્પ અનિયત પણ હોય છે - એ પ્રમાણે જણાવ્યું છે. જ્યારે આ વિષયમાં, મહામહોપાધ્યાય શ્રી ધર્મસાગરગણિ મહારાજે કિરણાવલી નામની ટીકામાં અને મહામહોપાધ્યાય શ્રી વિનયવિજયજી મહારાજે સુબોધિકા નામની ટીકામાં સ્પષ્ટતા કરતાં જણાવ્યું છે કે પર્યુષણાકલ્પ બે પ્રકારનો છે : સ્થાનલક્ષણાપર્યુષણાકલ્પ અને પર્વલક્ષણાપર્યુષણા કલ્પ. Page #38 -------------------------------------------------------------------------- ________________ તેમાંથી પર્વલક્ષણાપર્યુષણાકલ્પ કે જે સંવત્સરીપર્વસ્વરૂપ છે તે તો અષાઢ ચોમાસથી પચાસમે દિવસે નિયત જ છે. જ્યારે સ્થાનલક્ષણાપર્યુષણાનો સંવત્સરીથી પૂર્વેના ૫૦ દિવસનો કલ્પ પાંચ પાંચ દિવસની વૃધિથી કરવામાં આવતો હોવાથી અનિયત છે અને સંવત્સરી પછીના ૭૦ દિવસનો કલ્પ નિયત છે. આ રીતે સંવત્સરીપર્વ અષાઢ ચોમાસથી પચાસમે દિવસે નિયત છેઆવો સ્પષ્ટ ઉલ્લેખ ટીકામાં હોવા છતાં માત્ર મૂળના આધારે *સંવત્સરીપર્વ અનિયત છે, ગમે ત્યારે કરી શકાય” આ પ્રમાણે બોલવું તે ઉસૂત્રભાષણ છે. આવા પ્રકારની માન્યતાવાળા એક આચાર્ય ભગવતે સ્વ.પૂ.આ.ભ.શ્રી. વિ. રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાને શ્રી કલ્પસૂત્રના મૂળનું ગુજરાતી ભાષાન્તર કરી આપવા જણાવ્યું હતું, કે જેથી તેમના (સ્વ. આ. ભ. ના) નામે સંવત્સરી ગમે ત્યારે કરી શકાય - એવી પોતાની માન્યતાનો પ્રચાર કરી શકાય. પરન્તુ સ્વ. પૂ. આ. ભગવન્ત, તેમની એ દાનત જાણતા હતા. આથી તેઓશ્રીએ પણ પેલા આ. ભ. ને જણાવ્યું કે “મહામહોપાધ્યાય શ્રી ધર્મસાગરગણિ મ. અને મહામહોપાધ્યાય શ્રી વિનયવિજયજી મહારાજે શ્રી કલ્પસૂત્રના મૂળનો જે અર્થ પોતાની ટીકામાં કર્યો છે તેનાથી બીજો અર્થ કરવાની મારી તૈયારી નથી. જો એ ટીકાનું ભાષાન્તર જોઈતું હોય તો કરી આપું.” આના ઉપરથી પણ સમજી શકાશે કે એક આગમના અનેક અર્થો પ્રમાણ નથી, પંચાંગીથી સિદ્ધ થયેલો અર્થ જ માત્ર Page #39 -------------------------------------------------------------------------- ________________ પ્રમાણભૂત છે. આ પ્રમાણે સ્પષ્ટ વિધાન હોવા છતાં પણ એક શબ્દના અનેક અર્થો થાય છે... ઈત્યાદિ બોલવું તે તો માર્ગના નામે ઉન્માર્ગનું પોષણ કરવાનો ધંધો છે. આવો ધંધો લઈ બેસેલાઓથી આપણે સાવધ રહીએ અને આપણી જાતને ઉન્માર્ગથી બચાવી માનુસારી બનાવી શકીએ-એટલા માટે જ આટલો વિચાર ક્ય છે. અત્યાર સુધીમાં આપણે જોઈ આવ્યા કે, આગમનું વચન અને સંવિગ્ન, ગીતાર્થ અને અશઠ એવા બહુજનોની આચરણા : એ માર્ગ છે, અને એ માર્ગને અનુસરનારી ક્રિયા, એ ભાવસાધુનું પહેલું લિંગ છે. આપણે માત્ર ક્રિયા કરવા માટે પ્રયત્ન કરીએ કે માગનુસારી ક્રિયા કરવા માટે ? આપણે આપણી ક્રિયાને માર્ગાનુસારી બનાવવા માટે કદી પ્રયત્ન કર્યો છે ખરો? માર્ગના જ્ઞાતા એવા આચાર્યભગવા પાસે જઈને કોઈ દિવસ કીધું છે ખરું કે ખોટું કરવું નથી, સાચું સોએ સો ટકા આચરવું છે. જે કરું છું એ સાચું છે કે નહિ એનો નિર્ણય નથી, માટે તેનો નિર્ણય કરી આપો. માર્ગનું જ્ઞાન કરાવો’ ? માર્ગાનુસારી બનવા પહેલાં માર્ગ બરાબર ઓળખી લેવો પડશે અને એ માર્ગ શાસ્ત્રમાં બે પ્રકારનો જણાવ્યો છે. આગમની નીતિ એ જેમ માર્ગ છે તેમ સંવિગ્ન, અશઠ, ગીતાર્થ બહુજનોની આચરણા પણ તરવાનો માર્ગ છે. જેની આચરણા પ્રમાણ છે તેનાં ચાર વિશેષણો બતાવ્યાં છે. ચારે વિશેષણો મહત્ત્વનાં છે છતાં અશઠતાનો વિચાર પહેલાં કરી લઇએ. Page #40 -------------------------------------------------------------------------- ________________ જે માયાવી ન હોય, લુચ્ચા ન હોય, છેતરનારા ન હોય, કપટી ન હોય તે અશઠ કહેવાય. પહેલી શરત જ આ છે કે શઠતા ન જોઈએ. તમારે ત્યાં પણ શું નિયમ છે ? નોકરી કરનારો નોકર પણ કેવો શોધો? જાણકાર કે વફાદાર? સત્ર પહેલાં વફાદાર હોવો જોઇએ. બરાબર. તે રીતે અમારે ત્યાં પણ શાસ્ત્રની વફાદારી સૌથી પહેલાં જોઈએ. શાસ્ત્રરક્ષાના નામે પોતાના સિદ્ધાન્તની રક્ષા માટે મથનારા તો લુચ્ચા છે. એવાઓની આચરણા પ્રમાણ નથી. અશઠ અને ગીતાર્થ એવા પણ મહાત્મા સંવિગ્ન હોવા જોઈએ. સંવિગ્ન એટલે મોક્ષનો તીવ્ર અભિલાષી, મોક્ષનો સામાન્ય અભિલાષ તો ધર્માત્મામાત્રને હોય, જ્યારે આ તો તીવ્ર અભિલાષી હોય. “મોક્ષ - મોક્ષ શું કરો છો, મોક્ષ તો દૂર છે, આ કાળમાં ક્યાં મોક્ષ મળવાનો છે. આ પ્રમાણે બોલે તે સંવિગ્ન નથી. જેને અબઘડીએ મોક્ષ મળતો હોય તો ક્ષણનો ય વિલંબ નથી કરવો તેનું નામ સંવિગ્ન. કોઈ પણ પ્રવૃત્તિ કરતી વખતે મોક્ષે જલદી કેમ જવાય - એ જ ચિન્તન ચાલુ હોય તે સંવિગ્ન. આવા અશઠ, ગીતાર્થ, સંવિગ્ન કોઇ એકનું જ આચરણ લઈએ તો તેનું આચરણ અનુપયોગ કે અનવબોધ(અજ્ઞાન)ના યોગે વિસંવાદી પણ હોઈ શકે. આથી બહુજનનું ગ્રહણ કર્યું. એની ભૂલ થવાનો સંભવ છે, પરન્તુ ઘણા સંવિગ્નોનું આચરણ ભૂલભરેલું ન હોઈ શકે. આ રીતે ચાર વિશેષણથી યુક્ત એવું આચરણ અવિસંવાદી હોવાથી માર્ગરૂપે Page #41 -------------------------------------------------------------------------- ________________ પ્રમાણ છે. આ પ્રમાણે બે પ્રકારના માર્ગને સાંભળીને શિષ્ય શંકા કરે છે કે “આગમ વિદ્યમાન હોતે છતે આચરણાને પ્રમાણ માનવી યોગ્ય નથી. વચનની અપેક્ષાએ નિમ્નકક્ષાની આચરણાને આગમની જેમ પ્રમાણ માનવામાં તો આગમવચનની લઘુતા થશે...' આ શિષ્યની શંકા પણ વિચારવા જેવી છે. આ શિષ્ય તમારા જેવો ન હતો, તેથી તે માત્ર આગમને પ્રમાણ માનવાની વાત કરે છે, કારણ કે તેને આગમની મહત્તા બરાબર સમજાઈ ગઈ છે. તમને બે પ્રકારના માર્ગને સાંભળીને કોઈ શંકા થઈ ? તમારા જેવાને શંકા થાત તો ય કેવી થાત ? તમે તો આગમને બદલે માત્ર આચરણાને જ પ્રમાણ માનવાની વાત કરત. કારણ કે આચરણાને પ્રમાણ માનવાનું તમને સારું ફાવે એવું છે. તેમાં બે ફાયદા છે. એક તો આગમ-શાસ્ત્રોભણવાથી બચી જવાય અને એના કારણે ઈચ્છા મુજબ જીવી શકાય! આ શિષ્ય તમારા જેવો નથી. એની બુદ્ધિ તો માર્ગાનુસારી હોવાથી તે આગમને જ પ્રમાણ માનવાની વાત કરે છે. આ શિષ્યને જે સમજાય છે તે આજના કેટલાક આચાર્યભગવન્તો સમજી શક્તા નથી. આ શિષ્ય શાસ્ત્રને જ પ્રમાણ માનવાનું કહે છે, જ્યારે આજના કહેવાતા આચાર્યો શાસ્ત્રોને બાજુએ મૂકવાની વાત કરે છે. પૂર્વેના આચાર્યભગવન્તો તો એવા હતા કે જેઓ, “શાસ્ત્રપાઠ છે એવું જાણવા મળે તો ઊભા રહી જતા. જ્યારે આજના આચાર્યો શાસ્ત્રને બાજુએ મૂકવાનું કહેતાં અચકાતા નથી અને તમારા જેવા Page #42 -------------------------------------------------------------------------- ________________ વળી એમને પીઠબળ આપે. આવાઓની આગળ શાસ્ત્રની મહત્તા સમજાવવાનો કોઈ અર્થ નથી. આચાર્યભગવન્ત (શાંતિસૂરિ મ.ગ્રંથકારશ્રી) નો શિષ્ય જેવો જિજ્ઞાસુ અને માર્ગનો ખપી હતો તેવા શ્રોતા આગળ આ બધું સમજાવેલું લેખે લાગે. જેને ભગવાનના વચનનો ખપ ન હોય એવાઓની પાછળ સમય બગાડવા કરતાં આપણે જાતે એકલા સ્વાધ્યાય કરી વચનની આરાધનામાં સમયનો ભોગ આપીએ તો લેખે લાગે...! સ૦ પરમાત્માની દેશના આપનારને તો એકાન્ત કલ્યાણ છે ને ? પરમાત્માની દેશના આજ્ઞા મુજબ આપવામાં આવે અને આપતી વખતે શિષ્યસમુદાય વધારવાની, ભક્તગણ બનાવવાની, પોતાનો વર્ગ ઊભો કરવાની કે માનપાનની કોઈ પણ જાતની લાલસા ન હોય તો દેશના આપનારને એકાન્ત કલ્યાણ છે – એમાં બે મત નથી. પરંતુ તમે અહીં વક્તાના કલ્યાણ માટે દેશના સાંભળવા આવો છો કે તમારી પોતાની જાતના ? જો જાતનું કલ્યાણ ઈચ્છતા હો તો આ બધું થોડું ગંભીરતાથી વિચારતા થાઓ. અહીં શિષ્યની શંકા માર્ગાનુસારી હોવાથી ગ્રંથકારે પણ તેનો જવાબ ખૂબ જ વિસ્તારથી આપ્યો છે. આપણે પણ તે વિસ્તારથી સમજી લેવો જરૂરી છે, જેથી વર્તમાનમાં આચરણાના નામે ચાલતી અંધાધૂધીમાંથી આપણી જાતને બચાવી શકીએ. સૌથી પહેલાં તો ગ્રંથકારશ્રી શિષ્યને કહે છે કે “શાસ્ત્રનું બરાબર અધ્યયન નથી કર્યું Page #43 -------------------------------------------------------------------------- ________________ માટે આવી શંકા કરી છે..' વાત પણ સાચી જ છે કે જો ગીતાર્થ ગુરુભગવત પાસે વિધિ મુજબ વિનયપૂર્વક શાસ્ત્રનું અધ્યયન કર્યું હોય તો શાસ્ત્રના કોઈ વચનમાં શંકા પડવાનું કારણ નથી. સંવિગ્ન ગીતાર્થભગવન્તનું આચરણ પ્રમાણ માનવામાં આગમની લઘુતા થવાની આપત્તિ નથી આવતી. કારણ કે સંવિગ્નગીતાર્થ ભગવન્તો કોઈ પણ આચરણા આગમથી નિરપેક્ષપણે કરતા નથી. આ રીતે સંવિગ્નગીતાર્થ ભગવન્તોની આચરણામાં આગમમૂલત્વનું અનુમાન કરીને જ પ્રામાણ્ય માનવામાં આવે છે. જે આચરણા પ્રમાણ મનાય છે તે આચરણાના વિષયમાં વ્યવસ્થિત- સ્પષ્ટ શબ્દના ઉલ્લેખ રૂપ- શાસ્ત્રપાઠ ઉપસ્થિત ન હોવા છતાં સામાન્યથી, સંવિગ્નપુરૂષો ક્યારે ય આગમનિરપેક્ષ પ્રવૃત્તિ કરે જ નહિ, તેથી તેમની આચરણા આગમની વિરોધી હોય નહિ.' આ રીતે આગમના અવિરોધનું અનુમાન આચરણામાં કરીને આચરણાને પ્રમાણ માનવામાં વસ્તુતઃ આગમ પ્રત્યેનું જ બહુમાન સૂચિત થાય છે. શાસ્ત્રમાં ફરમાવ્યું છે કે – “જેના જેના કારણે દોષોની હાનિ થાય અને જેના જેના કારણે પૂર્વકર્મોનો ક્ષય થાય છે તે મોક્ષનો ઉપાય છે. શાસ્ત્રના આવા પ્રકારના વચનને નજર સામે રાખી, સંવિગ્ન અશઠ ગીતાર્થ ભગવન્ત દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ-પુરુષ વગેરેની ઉચિતતાનો વિચાર કરીને અલ્પસત્ત્વવાળા જીવો અધિક દોષથી બચે અને ક્રમે કરી સંયમની વૃધિને પામે તે માટે જે કોઈ આચરણા શરૂ કરે છે અને અન્ય સંવિગ્ન આચાર્યભગવન્તો જેને પ્રમાણ ગણે છે તે પણ માર્ગ કહેવાય Page #44 -------------------------------------------------------------------------- ________________ છે. સંવિગ્ન ભગવન્ત જ્યારે તેવી કોઈક આચરણા શરૂ કરે ત્યારે તેમની પાસે આગમવચન હોય, પરંતુ પાછળથી એ શાસ્ત્રો લુપ્તપ્રાયઃ થતાં આપણા માટે તો તેમની આચરણા જ પ્રમાણ ગણાય છે. જે વિષયમાં શાસ્ત્રપાઠ મળે છે તેમાં આચરણા માનવાની રહેતી નથી, શાસ્ત્રપાઠ ન મળતો હોય ત્યારે જ આચરણાનું પ્રામાણ્ય વિચારવાનું રહે છે. જેમ કે શ્રી કાલિકસૂરિજી મહારાજે ભા.સુ. પને બદલે ભા.સુ.૪ની સંવત્સરી પ્રવર્તાવી તે ભગવાનના વચનના આધારે પ્રવર્તાવી હતી, રાજાના કહેવાથી નહિ. આપણી પાસે એ વચન ન હોવાથી આપણા માટે તો તેઓશ્રીની આચરણા જ પ્રમાણભૂત છે. તેવી જ રીતે પૂર્વે ભિક્ષાચર્યાએ જતી વખતે સાધુભગવન્તો પાત્રાની ઝોળીના ચાર છેડા મૂઠીમાં પકડીને જતા. પરન્તુ કાળક્રમે પ્રમાદી જીવોને તેમાં અલના થવાથી આત્મવિરાધના-સંયમવિરાધના વગેરે અનેક દોષોની સંભાવના જણાવાથી પાત્રાની ઝોળીને ગાંઠ મારીને કાંડામાં પકડવાની પ્રથા શરૂ થઈ. આવા પ્રકારના જે કોઈ પણ ફેરફાર આચરણામાં સંવિગ્ન ગીતાર્થ ભગવન્તોએ દોષહાનિ અને અધિક લાભ માટે કર્યા હોય તે આગામથી અવિરુદ્ધ હોવાથી પ્રમાણ છે. માર્ગ બત્રીસીમાં શ્રીયશોવિજયજી મહારાજે પણ જણાવ્યું છે કે શાસ્ત્રમાં જેનું ઉત્સર્ગમાર્ગે વિધાન કરવામાં આવ્યું હોય તે વિહિત પ્રવૃત્તિનો પણ અસહિષ્ણુતાદિ-પુણાલંબને અપવાદપદે ત્યાગ કરવો પ્રમાણભૂત મનાય છે તો, શાસ્ત્રમાં જેનો નિષેધ નથી કરવામાં આવ્યો, ઉપરથી જે હિતનું કારણ બને છે તેવી આચરણાને પ્રમાણ Page #45 -------------------------------------------------------------------------- ________________ માનવામાં કોઈ બાધ નથી. છ મહિના સુધી નીરસ એવું પથ્ય ભોજન લેનાર રોગીને પૌષ્ટિક આહારનો અભિલાષ જેમ જીવતો હોય છે તેવી જ રીતે કાલાદિ કારણે શાસ્ત્રમાં જણાવેલ હોય તેના કરતાં જુદા પ્રકારની આચરણા કરતી વખતે મૂળમાર્ગની પ્રીતિ જીવતી જ હોય છે. પરંતુ મૂળમાર્ગને આચરવાનું સત્ત્વ ન હોવાથી તેવા વખતે આ આચરણા જ ઉપકારક બને છે. જ્યાં સુધી સૂર્યનો પ્રકાશ હોય ત્યાં સુધી દીપની જરૂર નથી પણ સૂર્યાસ્ત થયા પછી તો દીપક જ કામ લાગે. તેવા વખતે દીપકનો પણ પ્રકાશ ન લે તો અંધારામાં અથડાઈ મરવાનું થાય. તેવી જ રીતે જેમાં આગમવચન ન મળે તેવા વિષયમાં સંવિગ્નગીતાર્થપુરુષોની આચરણા એ પણ આપણા માટે તો તરવાનો ઉપાય જ છે – તેમાં શંકા નથી. આથી જ ભવભીરુ ગીતાર્થભગવન્તોએ દોષો વધારે ન આવી જાય, એના યોગે સંસાર ન વધી જાય એવી ભાવનાથી અમુક આચરણા શરૂ કરી હોય તો તે આપણા માટે આદરણીય છે. આચરણા પ્રમાણ માનવા પહેલાં ચાર વિશેષણો બરાબર તપાસવાં પડશે. જે મહાત્મા આ ચાર વિશેષણોને ધરનાર હોય તેમની જ આચરણા પ્રમાણ મનાય છે. કારણ કે જે સંવિગ્ન હોય તે પાપભીરુ-ભવભીરુ હોવાથી સંસારવર્ધક નિર્ણય ન લે. જે ગીતાર્થ હોય તે ભણેલા હોવાથી, માર્ગના જ્ઞાતા હોવાથી અજ્ઞાનથી નિર્ણય ન લે. સંવિગ્ન અને ગીતાર્થ પણ અશઠ હોવાથી વિશ્વાસઘાત ન કરે, લુચ્ચાઈથી નિર્ણય ન લે અને બહુજનસમ્મત હોવાથી સ્વમતિથી Page #46 -------------------------------------------------------------------------- ________________ નિર્ણય ન લેતાં ઘણાને પૂછીને નિર્ણય લે. અનેક સંવિગ્નગીતાર્થને પૂછીને નિર્ણય લીધેલો હોવાથી ભ્રમ થવાની સંભાવના નથી રહેતી. આથી આવાની જ આચરણા પ્રમાણ છે. જે સંવિગ્ન ન હોય તે તો મોશે પહોંચાડવાના બદલે સંસારમાં રખડાવે. જે ગીતાર્થ ન હોય તે તો અજ્ઞાનના યોગે માર્ગને બદલે ઉન્માર્ગે લઈ જાય. જે અશઠ ન હોય તે લુચ્ચાઈના યોગે પરમાર્થની પ્રાપ્તિ કરાવવાના બદલે પોતાના સ્વાર્થની સિદ્ધિ કરે. અને જે બહુજનસમ્મત ન હોય તે ભ્રમમૂલક નિર્ણય લે તો ઇષ્ટ સ્થાને પહોંચાડે માટે આ વિશેષણોથી રહિતની આચરણા અપ્રમાણ છે : એ સમજાવવાની જરૂર નથી. ગ્રન્થકાર પરમર્ષિએ વિશેષણોનો ક્યું પણ ખૂબ સુંદર રીતે ગોઠવ્યો છે, જેના કારણે કાંઈ ગોટાળો ન થાય. પહેલાં સંવિગ્ન, ગીતાર્થ, અશઠ અને પછી બહુજન પદ મૂક્યું. સંખ્યાનો વિચાર સૌથી છેલ્લે કરવાનો. ઘણા લોકો કરે એ ખોટું હોય નહિ.' આ પ્રમાણે માનવા કે બોલવા પહેલાં આ કમને વિચારી જવો. શાસ્ત્ર પ્રધાન છે, સંખ્યાનું બળ પ્રધાન નથી. જો સંખ્યાબળને જ પ્રધાન માનવું હોય તો મનુષ્યોમાં પુરુષો કરતાં સ્ત્રીઓની સંખ્યા વધારે હોય છે, તેથી સ્ત્રીઓને પ્રધાન માનવી પડશે. છતાં ય સ્ત્રીઓ, પુરુષો કરતાં પ્રધાન છે એવું નથી માનતા ને ? પુરુષો ઓછા હોવાથી અપ્રધાન છે એવું કદી માન્યું ખરું ? પુરુષો ઓછા હોવા છતાં જેમ પ્રધાન મનાય છે તેમ શાસ્ત્રને માનનાર, શાસ્ત્રમાન્ય પરંપરાને સ્વીકારનારા ઓછા હોય તો ય પ્રમાણ જ છે. શાસ્ત્રને બાજુ પર મૂકીને લોની Page #47 -------------------------------------------------------------------------- ________________ અનુકૂળતા સાચવવા અને પોતાના સ્વાર્થની સિદ્ધિ માટે ગમે તેટલી મોટી સંખ્યામાં ભેગા થયા હોય તો ય તે શઠ માણસોનું ટોળું છે. શાસ્ત્ર ભણેલા પણ જો શાસ્ત્રને આગળ કરવાના બદલે શાસ્ત્રને બાજુએ મૂકીને પોતાના સિધાન્તોને આગળ કરતા હોય તો તે ગીતાર્થ પણ નથી અને અશઠ પણ નથી. સ) મળેલું જ્ઞાન પચાવવામાં એમને શું તક્લીફ પડી ? સુખ છૂટી જશે - આ ડર જ મળેલા જ્ઞાનને પચવા દેતો નથી. માનસન્માનની લાલસા મળેલા જ્ઞાનને, ઉન્માર્ગે જવામાં કામે લગાડવાનું શીખવે છે. તમારી પણ હાલત કેવી છે ? ભગવાનનું શાસન તમને પણ મળ્યું છે ને ? છતાં રક્ષાનો વખત આવે તો મોક્ષસાધકની રક્ષા કરો કે સંસારસાધકની ? આગ લાગે ત્યારે ચરવળો, પુસ્તક, સાપડો સાચવવાનું યાદ આવે કે તિજોરી સાચવવા દોટ મૂકો ? ભલે તિજોરી સાચવો, પણ જ્ઞાન-દર્શન-ચારિત્રનાં ઉપકરણો યાદ પણ આવે ખરાં? સંસારની અસારતા ન સમજાય અને મોક્ષની અભિલાષા ન જાગે ત્યાં સુધી આવું જ ચાલવાનું. મોક્ષનો અભિલાષ પેદા થયા વિના ભણેલું કામ નહિ લાગે. માટે સૌથી પહેલાં મોક્ષની ઈચ્છા પેદા થાય એવું કરવું છે. આ કાળમાં મોક્ષ મળી શકે એવો નથી તો, મહેનત વધારે કરવાની કે બંધ કરવાની ? સવ મોક્ષ નથી મળવાનો માટે જ તો અમે દૂર ર્યો! શ્રેણિક મહારાજાએ ન કર્યો, કુમારપાળ મહારાજાએ નર્યો, Page #48 -------------------------------------------------------------------------- ________________ અનુપમાદેવીએ ન કર્યો! શ્રેણિક મહારાજાને તો ભગવાને કહ્યું હતું કે નરકમાં જવાનું છે, છતાં સાધના ઉત્કટ બનાવી, “નરકમાં દુ:ખ વેઠવાનું જ છે, અહીં મજા કરી લો’ એવું ન વિચાર્યું અને સમાધિથી દુ:ખ વેઠવાનો અભ્યાસ પાડવાની શરૂઆત તે ભવમાંથી જ કરી લીધી. આ કાળમાં મોક્ષ નથી મળવાનો એ જાણવા છતાં મોક્ષ નિકટ બને, એક-બે ભવમાં મોક્ષ નિયત બને એવી આરાધના કરનારા મહાત્માઓ જે શાસનમાં થઈ ગયા એવા શાસનને પામીને પણ, પાટે બેસીને મોક્ષ દૂર છે એમ કહી મોક્ષની ઠેકડી કઈ રીતે ઉડાવી શકે છે અને તમારા જેવા મજેથી કેમ સાંભળી શકે છે. એ સમજાતું નથી. આવાઓ ગમે તેટલી સંખ્યામાં ભેગા થાય તો ય તેમની આચરણા પ્રમાણ નથી. જેનું વચન જ પ્રમાણ ન હોય તેવાની આચરણા તો કઈ રીતે પ્રમાણ બની શકે? સંવિગ્ન, ગીતાર્થ અને અશઠ પુરુષોને ઓળખ્યા વિના પરંપરામાં આવેલી આચરણાને પ્રમાણ માનવાની ઉતાવળ નથી કરવી. સવ આ કાળમાં ગીતાર્થ કોણ કહેવાય ? ગુરુ પાસે, ગુરુના આદેશથી (આશાથી) યોગો દ્વહન કરી શ્રી મહાનિશીથ આદિ સૂત્રનું અધ્યયન જેણે કર્યું હોય તે ગીતાર્થ. પોતાની જાતે ભણે અથવા ગુરુ પાસે ભણેલા હોવા છતાં ગુરુને માથે ન રાખે તે ગીતાર્થ નથી. આજે તો જે બોલકણો હોય તે ગીતાર્થ મનાય છે. તમારે ત્યાં જેમ કહેવત છે કે જે બોલે એના બોર વેચાય’, તેમ અમારે ત્યાં પણ આજે જેને બોલતાં આવડે Page #49 -------------------------------------------------------------------------- ________________ એ ગીતાર્થ મનાય છે. તમને કેવો વસતા ગમે ? માર્ગનો જ્ઞાતા હોય છે કે બોલકણો હોય છે ? સ0 ગુરુ પાસે અધ્યયન કર્યા પછી પણ પ્રરૂપણામાં ફેર પડે તો ? - પ્રરૂપણમાં ફેર શેના કારણે પડે ? જ્ઞાન ઓછું છે માટે કે માન્યતા જુદી છે માટે ? સ૦ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવને આશ્રયીને બોલવાના કારણે ફેર પડે તો ? કાળાદિના કારણે સંવિગ્ન પુરુષો અમુક આચરણામાં ફેરફાર કરે છે, પ્રરૂપણામાં નહિ, જ્યારે વર્તમાનના આ 'ગીતાથ' ને પ્રરૂપણામાં ફેરફાર કરવો છે ! એ કઈ રીતે નભાવાય ? કાળ ફર્યો એમાં શું ફર્યું ? માણસને બે પગને બદલે ત્રણ પગ આવ્યા ? માથું નીચે અને પગ ઉપર આવ્યા ? કાળ ફર્યો એટલે ચોખાના બદલે ઘઉના ભાત થયા ? કાળ ફર્યો એટલે આંબાના બદલે બાવળના ઝાડ પર કેરી ઊગી ? શું કર્યું એ તો બતાવો ? સ૨ પડતા કાળમાં થોડી ઢીલ તો મૂવી પડે ને ? પડતા કાળમાં તો પકડ મજબૂત કરવી પડે. ચક્કર આવતા હોય તો દોટ મૂકો કે પાસે જે હોય તેને મજબૂતાઈથી પડીને સ્થિર થાઓ ? શક્તિ ઓછી હોય, સહિષ્ણુતા ન હોય તો આચરણા ઓછી-વધતી થાય તે બને. પરંતુ પ્રરૂપણા શક્તિ મુજબ નહિ, શાસ્ત્ર મુજબ જ કરવાની. પડતા કાળમાં તો શાસ્ત્રની આજ્ઞા વગર ૪૬ Page #50 -------------------------------------------------------------------------- ________________ એક ડગલું નથી ભરવું અને શાસ્ત્ર જોયા વગર એક શબ્દ નથી ઉચ્ચારવો. શાસ્ત્રની મર્યાદામાં રહ્યા વિના આ સંસારમાંથી મુક્ત નહિ થવાય. આજે, શાસ્ત્રની તો વાત જવા દો, સમુદાયની કે ગુરુની મર્યાદા પાળવા પણ જે તૈયાર ન થતા હોય તેવાને માર્ગનો ખપ જ નથી – એમ માનવું રહ્યું. પહેલાના કાળમાં આગમો કંઠારૂઢ હતાં, હવે શાસ્ત્રારૂઢ થયેલાં છે. એ કાળમાં બે-ત્રણ વાર ભયંકર દુકાળ પડ્યા. પેટ પાતાળે જાય, તાળવું સુકાવા માડે એવા દુષ્કાળના કાળમાં પણ માર્ગના પ્રેમી એવા આચાર્યભગવન્તોએ રસોડાં ખોલવાનો વિચાર ન ર્યો, પરંતુ સ્મૃતિભ્રંશના યોગે નાશ પામવાની તૈયારીમાં રહેલાં આગમોને શાસ્ત્રારૂઢ કરવાનો પ્રયત્ન કર્યો અને સૂત્રરક્ષા કરી. યાદ રાખવાનું શક્ય ન હતું માટે સૂત્રો શાસ્ત્રારૂઢ કર્યા, યાદ રાખવાનું મન ન હતું, ગમતું ન હતું માટે નહિ. પરા કાળમાં મહાપુરુષોએ પોતાના પ્રાણોની પરવા ક્ય વિના જીવની જેમ જતન કરી જે શાસ્ત્રસિધાન્તોની રક્ષા કરી; એને અભરાઈ ઉપર ચઢાવી, પોતાની માન્યતાને સિદ્ધાંતના નામે રજૂ કરનારા પોતાની આત્મરક્ષાને પણ જોખમમાં મૂકી રહ્યા છે. શાસ્ત્રના સિદ્ધાન્ત માનવા ન પડે માટે તેને સામાચારી કહીને પોતાની વાતની સિદ્ધિ કરવી એ કૂટનીતિ છે. સવ સામાચારી અને સિધાન્તમાં શું ભેદ છે ? જે આચરણા ચતુર્વિધ સંઘને સ્પર્શતી હોય તેને સિદ્ધાન્ત કહેવાય અને જે અમુક ગચ્છ કે અમુક સમુદાયપૂરતી મર્યાદિત Page #51 -------------------------------------------------------------------------- ________________ હોય તે સામાચારી કહેવાય. પાત્રમાં રાખવાં એ સિધાન્ત. કોઈ કાળાં રાખે, કોઈ લાલ રાખે તે તેમની સામાચારી. વસ્ત્ર રાખવાં તે સિદ્ધાન્ત, કોઈ ધોળાં વાપરે, કોઈ પીળાં વાપરે તે સામાચારી. વસ્ત્ર ન રાખવાં એ સિધાન્ત પણ નહિ, સામાચારી પણ નહિ, પરંતુ અપસિદ્ધાન્ત. વર્તમાનમાં જેઓ તિથિને સામાચારી માનવાની વાત કરે છે તેમને પૂછવાની જરૂર છે કે – તિથિ એ સાધુની સામાચારી છે કે શ્રાવકની ? તિથિની આરાધના તો ચતુર્વિધ સંઘે કરવાની છે ને ? તો પછી તેને સામાચારી કઈ રીતે કહેવાય ? - સવ બધા જેમાં રાજી હોય તેવો ફેરફાર સંઘની એકતા માટે ન કરાય ? સાધુપણું બધાને રાજી રાખવા માટે નથી, ભગવાનની આજ્ઞા પાળવા માટે છે. ચક્રવર્તી જેવા ચક્રવર્તી પણ ચારિત્ર લે ત્યારે ઘણાને દુઃખ થાય છે. છ-છ મહિના સુધી અંતપુર રુદન કરતું પાછળ ફરે છે. મોહ કે અજ્ઞાનના યોગે કોઈ નારાજ થતું હોય તો તેવી નારાજીનો વિચાર નથી કરવાનો. આવી નારાજીની ઉપેક્ષા ર્યા વિના ભગવાનના માર્ગે ચાલી નહિ શકાય. સંઘ શેમાં રાજી હોય ? ભગવાનની આજ્ઞામાં કે ઈચ્છા મુજબના આચારમાં? ચતુર્વિધ સંઘ ભગવાનની આજ્ઞાના ખીલે બંધાયેલો છે. એ આજ્ઞા ખાતર એકાકી વિચરવું પડે તો વાંધો નહિ, પણ એ આજ્ઞાનો ખીલો ઉખેડીને સંઘની એકતા નથી કરવી. લોકોનાં ટોળાંથી જુદા પડી જઈએ - એકલા પડી જઈએ એનો વાંધો નથી, ભગવાનની આજ્ઞાથી વિખૂટા નથી પડવું. જેને Page #52 -------------------------------------------------------------------------- ________________ ભગવાનની આજ્ઞા કરતાં પોતાનો સિદ્ધાન્ત વહાલો છે તેવાઓ જ સાચી તિથિ આરાધવાને બદલે ખોટી તિથિ આરાધવા તૈયાર થાય છે અને એમાં સંઘની એકતાનું ઓઠું લે છે. સ૦ જૈન પંચાંગ હોય તો સાચી તિથિ કઈએ જણાય, પરન્તુ જૈન પંચાંગ તો ક્ષય પામ્યું ને ? જૈન પંચાંગ તો આશરે બે હજાર વરસ પહેલાં વાચક્રવર શ્રી ઉમાસ્વાતિજી મ. ના વખતથી જ વિચ્છેદ પામ્યું છે. અને ત્યારથી લૌકિક પંચાંગ માનવાની શરૂઆત થઈ છે. જૈન પંચાંગ મુજબ જ તિથિ માનવાનો આગ્રહ રાખનારને કહેવાની જરૂર છે કે જૈન જ્યોતિષી મળે પછી જ મુહૂર્ત કાઢજો અને જૈન વૈદ્ય મળે પછી જ દવા કરાવજો ! વૈધશાસ્ત્ર લૌકિક મનાય, જ્યોતિષશાસ્ત્ર લૌકિક મનાય, પંચાંગ માત્ર લૌકિક ન મનાય ! લૌકિ પંચાંગનું ફાવે – એટલું માનવાનું અને ન ફાવે એ નહિ માનવું એ તો અર્ધજરતીય ન્યાય છે. જૈન પંચાંગ વિચ્છેદ ગયા પછી લૌકિ પંચાંગ માનવાનું છે તો એમની રીતે માનવાનું. લૌક્કિ પંચાંગમાં બતાવેલી અપર્વતિથિની ક્ષયવૃદ્ધિ માનવાની અને પર્વતિથિની ક્ષયવૃદ્ધિ નહિ માનવાની - એ ન્યાય ક્યાંનો ? જેને સિદ્ધાન્ત માનવો હોય એના માટે બંધન છે. સિદ્ધાન્ત માનવો ન પડે એટલા માટે તિથિને સામાચારી કહીને છટકી જવું હોય એના માટે કોઈ બંધન નથી. તિથિને સામાચારી કહેનારાએ પણ એટલું તો યાદ રાખવું કે સામાચારીનું પાલન કરવું એ પણ એક સિદ્ધાન્ત છે. સામાચારીને B ૪૯ Page #53 -------------------------------------------------------------------------- ________________ નેવે મૂકનારને સિદ્ધાન્તભંગનું પાપ લાગે છે. જેને ભગવાનની આજ્ઞાનો ખપ નથી અને શાસ્ત્ર સાથે કોઈ સંબંધ નથી, એવાઓના ખોટા પ્રચારમાં તણાઈ ન જવાય એટલા માટે આ બધું સમજી લેવું જરૂરી છે. આપણે જો આ સંસારથી તરવું હશે તો ભગવાનના સિધાન્તને સાચવવા માટે ગમે તેટલા આક્ષેપ, વધ, તાડન, આક્રોશ સહન કરવા પડે તો કરી લેવા છે. સાચું સમજાવું મુશ્કેલ છે તેમ સાચું સમજ્યા પછી સાચા માર્ગને વળગી રહેવું પણ કષ્ટકારી તો છે જ. પરંતુ આ કષ્ટ કલ્યાણકારી છે. સહેલાઈથી ધર્મ થતો હોય તો ઘર્મ કરનારા ઘણા મળે પરંતુ કષ્ટમાં પણ ધર્મ કરતાં આવડે તો સમજવું કે ધર્મ પરિણામ પામ્યો. સત્ર શાસ્ત્રમાં એમ આવે છે કે બહુ કહેવાથી સર્યું, જેમ રાગ-દ્વેષ ઘટે તેમ કરવું. તો પછી આ બધા વિવાદમાં પડવાના બદલે માત્ર રાગદ્વેષ ટાળવા પ્રયત્ન કરીએ તો શું ખોટું ? રાગદ્વેષ ટાળવા માટે પણ રાગદ્વેષ ઓળખવા તો પડશે ને ? તમે તો પત્નીના રાગને અને શત્રુના દ્વેષને ફરજ માની બેઠા છો ! તમે તો કુટુંબ-પરિવારના રાગથી, માલમિલક્તના રાગથી તેની રક્ષા માટે ઝઘડવું એને જવાબદારીનું ભાન માનો અને દેવ-ગુરુ-ધર્મની રક્ષા માટે પ્રયત્ન કરનારાને ઝઘડાખોર માનો ! શાસ્ત્ર કહે છે કે સુદેવ-સુગુરુ-સુધર્મનો રાગ તારનારો છે અને ધન-કુટુંબ-પરિવારનો, આગળ વધીને કુદેવ-કુગુરુ-કુધર્મનો રાગ ડુબાડનારો છે. છતાં ય તમારે બધાને સરખા માની રાગદ્વેષ ઘટાડવા છે ? Page #54 -------------------------------------------------------------------------- ________________ સ૦ કોઈ આ તિથિ કરે, કોઈ પેલી તિથિ કરે તો રાગદ્વેષ વધે ને ? જે આજ્ઞા મુજબ કરે તેના રાગદ્વેષ ન વધે પરન્તુ ઘટે. જે ઈચ્છા મુજબ કરે એના રાગદ્વેષ વધ્યા વગર નહિ રહે. ભગવાનની આજ્ઞા માનવા માટે આખી દુનિયાથી જુદા પડવું એ દ્વેષ નથી, આજ્ઞાની આરાધના છે. અને શાસનની એકતાના નામે પોતાના માનેલા સિદ્ધાન્ત મુજબ વર્તવું એ શાસનનો રાગ નથી, આજ્ઞાની વિરાધના છે. જેને સંસારથી છૂટવું નથી અને મોક્ષે જવું નથી તે સાચા-ખોટાના વિવાદથી દૂર રહે. જેને રાગદ્વેષ ટાળવા હોય તેણે સંસાર પ્રત્યે દ્વેષ અને મોક્ષ પ્રત્યે રાગ કેળવવો પડશે. જેને સંસાર પ્રત્યે દ્વેષ જાગે તે સંસારમાંથી તારનારા દેવ, ગુરુ, ધર્મ કયા તેની શોધમાં નીકળ્યા વિના ન રહે. સંસારથી તારનાર અને સંસારમાં ડુબાડનારના વિવાદથી જે દૂર રહે, એના રાગદ્વેષ ન ઘટે, એવાઓ તો પોતાના અજ્ઞાનથી જ સંસારમાં ડૂબવાના. રાગદ્વેષ ટાળવા પહેલાં તો અજ્ઞાન ટાળીને સમ્યજ્ઞાન મેળવવું પડશે, પછી રાગદ્વેષ ટળશે. પહેલાં અજ્ઞાન ટળે અને સમ્યજ્ઞાન મળે, પછી અવિરતિ ટળે અને વિરતિ મળે, ત્યાર બાદ રાગદ્વેષ ટળે અને વીતરાગતા મળે. તમારે સમ્યજ્ઞાન મેળવવું નથી, વિરતિનો તો ખપ નથી અને રાગદ્વેષ ટાળવા છે ! ? સ૦ ભાવશ્રાવક વીતરાગ ન થાય ? ભાવશ્રાવક, ભાવસાધુ થાય પછી જ વીતરાગ થાય. ૫૧ Page #55 -------------------------------------------------------------------------- ________________ વીતરાગતાનો ખપ જેને પડે, તેણે સાધુપણાનાં દ્વાર ખખડાવવાં જ પડશે. તમારે સાધુ થવું નથી અને સીધા વીતરાગ થવું છે- એ કોઈ કાળે નહિ બને. શ્રાવકપણામાં વીતરાગતા મળતી હોત તો ભગવાન સાધુપણું લેવાનું ન ફરમાવત. સ0 “સમકિતી શરીરથી સંસારમાં અને મનથી મોક્ષમાં હોય'એનો અર્થ શું? સમકિતીનું મન મોક્ષમાં હોય છે – એમ કહીને શાસ્ત્રકારોએ તો ઇચ્છાયોગની ઉત્કટતા બતાવી. બાકી સમકિતીને ચારિત્રની આકંઠ ઈચ્છા હોય છે – એ પણ સાંભળ્યું છે ને ? જેનું મન મોક્ષે જવા ઈચ્છતું હોય તે મોક્ષના સાધનની ઉપેક્ષા સેવે કે મોક્ષ કરતાં પણ ઉત્કટ તાલાવેલી તેના સાધનની હોય ? કર્મયોગે સંસારમાં રહેલો સમકિતી વિષયની વચ્ચે રહેવા છતાં તેનો પરિણામ વિષયના પરિભોગથી દૂર ભાગવાનો હોય છે. વિષયનો રાગ મારવા સાથે વિષયના પરિભોગથી દૂર રહેતાં આવડે તો સાધુ બની શકાય. જે વિષયને વિષરૂપ માને તે વિષયથી દૂર રહેવા ઈચ્છે કે વિષયની વચ્ચે રહેવા ઈચ્છે ? તીર્થકર ભગવન્તો ૮૩ લાખ પૂર્વ નિકાચિતકર્મના યોગે વિષયની વચ્ચે રહે ખરા પરંતુ વિષયથી દૂર રહેવાનો પરિણામ પ્રત્યેક સમયે જીવતો ને જાગતો હોય તેથી જ તેમને વીતરાગજેવા કહ્યા. ૮૩ લાખ પૂર્વ સુધી વિષયની વચ્ચે રહેવા છતાં અજોડ વૈરાગ્ય તેમને હોય તો ય વિરતિનો યોગ તો ન જ હોય ને ? જ્યારે વિરતિનો યોગ થાય ત્યારે વિષયની વચ્ચે રહે Page #56 -------------------------------------------------------------------------- ________________ કે વિષયોથી દૂર રહે ? ભૂતકાળનાં કર્મ આડાં આવે તો વિષયની પરિણતિ ટળી ગયા પછી પણ વિષયોની વચ્ચે રહેવું પડે – એવું બને, પણ તેવા પ્રકારનું કર્મ ન હોય તો વિષયની પરિણતિ ટળતાંની સાથે વિષયનો ભોગવટો પણ છૂટી જાય. વિષયનો રાગ મારવો. હોય તો વિષયથી દૂર રહેતાં શીખવું પડશે. વિષયથી દૂર રહેવાનો પરિણામ સમક્તિીને કેવો હોય તે તમને નહિ સમજાય. દાવાનળમાં રહેલો પાંગળો રાખ થઈ જાય તો ય ત્યાંથી ખસે નહિ, છતાં તેની ઈચ્છા બળી મરવાની કે ભાગી છૂટવાની ? એ રીતે દેશોન પૂર્વકોટિ વરસ સુધી, આગળ વધીને છાસઠ સાગરોપમ સુધી અવિરતિમાંથી નીકળી ન શકે છતાં ય વિરતિને મેળવવાનો પરિણામ આવતો ને જાગતો જ હોય. વિરતિનો ખપ ન હોય અને વીતરાગતાની વાતો કરવી હોય- એવાનું કામ નથી. મોક્ષની ઈચ્છા વિના સાધુપણું ન ટકે તેમ ચારિત્રની ઈચ્છા વિના સમતિ ન ટકે. જે દિવસે સંસારની ભયંકરતા સમજાશે અને મોક્ષની અભિલાષા જાગશે તે દિવસે ભગવાનના સાધુપણાની કિંમત સમજાશે. એ ભાવસાધુતાને પામવા પહેલાં ભાવસાધુનાં લિંગો ઓળખી લેવા જોઈએ. તેમ જ ભાવસાધુતા ન આવે ત્યાં સુધી એ ભાવસાધુતા પામવા માટે ભાવસાધુના શરણે જીવન ગુજારવા માટે પણ ભાવસાધુને ઓળખી લેવા જરૂરી છે. એ આશયથી આપણે ભાવસાધુનાં લિંગોનો વિચાર શરૂ કર્યો છે. તેમાંનું પહેલું લિંગ માર્ગાનુસારી ક્રિયા છે - એ આપણે જોઈ ગયા. બરાબર સમજાઈ Page #57 -------------------------------------------------------------------------- ________________ ગયું ને ? આગમની નીતિ એ માર્ગ તેમ જ સંવિગ્ન, ગીતાર્થ અને અશઠ એવા પુરુષોની આચરણા એ માર્ગ આ માર્ગને અનુસરનારી ક્રિયા જે સાધુભગવન્તો કરે છે તેઓ જ ભાવસાધુ છે. ભાવસાધુની જેટલી પણ કિયા હોય તે બધી જ ક્રિયા માર્ગાનુસારી હોય. આ રીતે પહેલા લિંગનો સંક્ષેપથી વિચાર કરી હવે આપણે શ્રધા’ નામનું જે બીજું લિંગ છે- તેના ઉપર થોડી વિચારણા કરીએ.... ૨. શ્રદ્ધા છે ભાવયતિના બીજા ગુણનું વર્ણન કરતાં શાસ્ત્રકાર પરમર્ષિ ફરમાવે છે કે સધા તિમિરાસી અર્થાત્ ચારિત્રધર્મને કરવાની તીવ્ર અભિલાષા તેનું નામ શ્રદ્ધા. આજે તો આપણે “શ્રદ્ધા” શબ્દ માત્ર માન્યતા અર્થમાં જ રૂઢ ર્યો છે. જ્યારે ગ્રંથકાશ્રી માન્યતા બાદ તીવ્ર અભિલાષા જાગે તેને શ્રદ્ધા તરીકે ફરમાવે છે. ચારિત્રધર્મથી મોક્ષ મળે છે આવું માનવામાત્રથી શ્રદ્ધા આવી જતી નથી. ચારિત્રથી મોક્ષ મળે છે એવું જાણ્યા બાદ મોક્ષ મેળવવા માટે ચારિત્રધર્મ પામવાની જે તીવ્ર અભિલાષા પેદા થાય તેને શ્રદ્ધા કહેવાય છે. માન્યતા અર્થમાં કર્તવ્યતાનો અધ્યવસાય” નથી આવતો. જ્યારે તીવ્રાભિલાષ અર્થ કરવામાં કર્તવ્યતાનો અધ્યવસાય આવે છે. આપણી શ્રદ્ધા તો માન્યતામાં જ સમાઈ ગઈ છે. કરવું કશું નહિ અને માન્યતા મજબૂત છે એમ કહીને આપણે આપણી શ્રદ્ધાને વ્યક્ત કરતા હોઈએ છીએ. શ્રદ્ધાનો ૫૪ Page #58 -------------------------------------------------------------------------- ________________ * * * આવો વિકૃત અર્થ આપણે કરી ન બેસીએ – એ માટે ગ્રંથકારશ્રી જણાવે છે કે સાચી વસ્તુને સાચી રૂપે માન્યા પછી તેને પામવા માટે તીવ્ર અભિલાષા જાગે તો શ્રદ્ધા છે - એમ સમજવું. અભિલાષાનો અર્થ “તીવ્ર ઈચ્છા થાય છે, છતાં ય ગ્રંથકારશ્રીએ અહીં તીવ્ર અભિલાષાને શ્રદ્ધા તરીકે જણાવી છે તે ઈચ્છાની ઉત્કટતા સૂચવવા માટે છે. ચારિત્રધર્મ પામવા માટે જેટલું શક્ય હોય તેટલું કર્યા વગર ન રહે-તે ઈચ્છાની ઉત્કટતા. માત્ર સાંભળવાની અભિલાષા એ શ્રદ્ધા નથી, સાંભળેલું તત્ત્વ પામવા માટે રાતદિવસ મહેનત કરવી એનું નામ શ્રદ્ધા. આ શ્રદ્ધા પ્રવર કોટિની હોવી જોઈએ. પ્રવર શ્રદ્ધા કોને કહેવાય તે સમજાવવા માટે શ્રદ્ધાનાં ચાર લિંગો જણાવ્યાં છે. ૧. વિધિપૂર્વકની સેવા, ૨. જ્ઞાન-ચારિત્રના વિષયમાં તૃમિનો અભાવ, ૩. શુદ્ધ દેશના અને ૪. અલિતની પરિધિ . ૧. વિધિપૂર્વકની સેવા આપણે અહીં ભાવસાધુનાં લિંગોની વિચારણા શરૂ કરી છે. આ શ્રદ્ધા પણ સાધુપણાનાં લિંગ તરીકે જણાવી છે, તેથી તે સામાન્ય કોટિની નહિ હોય - એ સમજી શકાય છે. ગૃહસ્થપણાની શ્રદ્ધા કરતાં સાધુભગવન્તોની શ્રદ્ધા પ્રવરકોટિની હોય છે-તે સમજાવવા માટે અહીં શ્રદ્ધાનાં ચાર લિંગો જણાવ્યાં છે. મુખ્યત્વે સાધુભગવન્તને આશ્રયીને આ લિંગો બતાવેલાં હોવા છતાં ગૃહસ્થપણામાંથી આ ગુણોની યોગ્યતા કેવી રીતે કેળવાય છે તે ૧૫ Page #59 -------------------------------------------------------------------------- ________________ પણ આપણે અવસરે અવસરે જોઈ લેવું છે. ધર્મ કરવાની અભિલાષા જાગે એટલે સૌથી પહેલાં વિધિનો ખપ પડવાનો. તમારે ત્યાં પણ શું નિયમ છે ? કોઈ પણ કાર્યની શરૂઆત કરવી હોય તો તે પહેલાં તેની વિધિ જાણી લેવાની ને ? વિધિના પાલન માટે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ...વગેરેની શુદ્ધિ જાળવવી જરૂરી છે. સાધુભગવન્તો વિધિની પ્રધાનતા કેવી રીતે સ્વીકારે છે અને એના કારણે તેમનું અનુષ્ઠાન વિધિશુદ્ધ કઈ રીતે બને છે.. એ વિચારવા પહેલાં, આજે ધર્માત્મા ગણાતાઓમાં વિધિનો રાગ અને વિધિનો આગ્રહ કેવો છે એ તપાસી લેવું જરૂરી છે. અને તે પણ આપણી પોતાની જાત માટે વિચારવું છે. આજે નહિ તો કાલે જેને સાધુ થવું છે તેણે આ ગુણો કારણરૂપે પણ ગૃહસ્થપણામાં કેળવી લેવા પડશે. વિધિની શરૂઆત દ્રવ્યશુદ્ધિથી થાય છે. ગૃહસ્થપણામાં રહેલાને કોઈ પણ અનુષ્ઠાન કરવા માટે દ્રવ્યની જરૂર પડવાની જ. એ દ્રવ્ય સ્વરૂપથી શુદ્ધ હોવું જોઈએ, શુદ્ધ રીતે પ્રાપ્ત કરેલું હોવું જોઈએ અને એનો ઉપયોગ પણ શુદ્ધ રીતે કરવો જોઈએ. શુદ્ધ રીતે પ્રામ કરેલું દ્રવ્ય તેને કહેવાય કે જે નીતિપૂર્વક મેળવેલું હોય, ફૂડકપટ કરીને નહિ. એક સામાયિકનું અનુષ્ઠાન કરવું હોય તો ય ન્યાયથી મેળવેલા ધનથી તેના માટેનાં ઉપકરણો ખરીદવાં. સામાયિક કરવા ઉપાશ્રયમાં વરસીદાન આપતાં આવે તે ધન પણ ન્યાયપૂર્વક મેળવેલું હોવું જોઈએ. સામાયિકનાં ઉપકરણો પોતે ખરીદેલાં વાપરવાં, બીજાનાં નહિ. પૂજા જેમ સ્વદ્રવ્યથી કરવાની છે તેમ સામાયિક ૫૬ Page #60 -------------------------------------------------------------------------- ________________ પણ સ્વદ્રવ્યથી કરવાનું છે. ઉપાશ્રયમાં રાખેલાં કપડાંથી કે ઉપાશ્રયમાં પ્રતિક્રમણ માટે મૂકી જનાર શ્રાવકને પૂછ્યા વિના તેનાં સામાયિકનાં વસ્ત્રોથી સામાયિક ન કરાય. પૂછ્યા વગર કોઈની પણ વસ્તુ લેવાથી અદત્તાદાનનું પાપ લાગે છે. સામી વ્યક્તિ પોતે આપે છતાં આપણા માટે એ પરદ્રવ્ય હોવાથી જો તે વપરાય નહિ તો પૂછ્યા વગર કેવી રીતે વપરાય ? સ0 આશય તો સારો છે, સામાયિક કરવાનો જ છે ને ? આશય ગમે તેટલો સારો લાગતો હોય છતાં પણ જો ભગવાનની આજ્ઞા સચવાતી ન હોય તો તે સારા આશયની કોઈ કિંમત નથી. સવ આશયશુદ્ધિ કોને કહેવાય ? ભગવાનની આજ્ઞા પાળવાનો આશય-એનું નામ આશયશુદ્ધિ. સ૦ આ રીતે પણ સામાયિક કરવાનો આશય હોય તેને વ્યવહારથી આશયશુદ્ધિ ન કહેવાય ? આ વ્યવહાર નથી, આ તો અનુકૂળતા સાચવવાનો પરિણામ છે. વ્યવહાર તો તેને કહેવાય કે જે ભગવાનના શાસનને, ભગવાનની આજ્ઞાને અનુકૂળ હોય. પોતાની અનુકૂળતા મુજબ ધર્મ કરવો એ વ્યવહારશુદ્ધિ નથી. વર્તમાનમાં તમારો વ્યવહાર તો લગભગ માર્ગને અનુકૂળ બનવાને બદલે માર્ગને બાધક બને એવો છે. તમે આજ્ઞાને અનુકૂળ કેમ બનાય - એનો વિચાર કરો કે તમારી અનુકૂળતા કેવી રીતે સચવાય - એ વિચારો ? Page #61 -------------------------------------------------------------------------- ________________ સવ અમારે કામો ઘણાં વધ્યાં એટલે અમારી અનુકૂળતા વિચારીએ. તમે તમારી અનુકૂળતા કયા કારણસર જુઓ છો – એ મારે નથી પૂછવું. અમારે તમારી ધર્મક્રિયાઓમાં કોઈ દખલ નથી કરવી. પણ એક વાત નક્કી છે કે આ રીતે ધર્મ કરવાથી સાધુ પણ નહિ થવાય અને મોક્ષે પણ નહિ પહોંચાય. ધર્મ મોક્ષે પહોંચાડે છે અને મોક્ષે પહોંચવા માટે ધર્મ કરવાનો છે એ વસ્તુ જ મગજમાંથી નીકળી ગઈ છે એટલે ધર્મક્લિાઓમાંથી વિધિનો આગ્રહ નાશ પામ્યો છે. વિધિમાર્ગને અનુકૂળ બનવું હશે તો આપણી બધી અનુકૂળતાનો ત્યાગ કરવાનું શીખવું પડશે. પોતાની અનુકૂળતા સાચવીને કરાતા ધર્મને ધર્મ માની બેસવાની ભૂલ ન કરતા. સવ અમારી ઇચ્છા છે કે અમારા ધર્મને ગમે તે રીતે પણ તમે ધર્મ કહો ! એ ઇચ્છા કોઈ સંયોગોમાં પૂરી નહિ થાય. અમે શાસ્ત્રકારોની વાત સમજાવવા માટે પાટે બેસીએ છીએ, તમારી પ્રવૃત્તિ ઉપર મહોરછાપ મારવા માટે નહિ. શાસ્ત્ર તમારી અનુકૂળતા સાચવવા માટે નથી રચાયાં, તમારા મોક્ષ માટે શાસ્ત્રોની રચના છે. તમારે જેટલી દલીલ કરવી હોય એટલી કરે, તમારી વાતમાં કોઈ શાસ્ત્રકાર સમ્મત નહિ થાય. જે ધર્મમાં ભગવાનની આજ્ઞાની છાયા ન હોય, જે ધર્મમાં વિધિનો આગ્રહ ન હોય, જે ધર્મ કરતી વખતે દ્રવ્યાદિની શુદ્ધિ જાળવવાની દરકાર ન હોય, જે ધર્મમાં માત્ર પોતાની Page #62 -------------------------------------------------------------------------- ________________ અનુકૂળતા સાચવવાનો વિચાર હોય એ ધર્મ સંસારથી તારનારો કઈ રીતે બને ? અને જે ધર્મ સંસારથી તારે નહિ અને સંસારમાં રખડાવે એ ધર્મને ધર્મ કઈ રીતે કહેવાય ? તમારા ધર્મને ધર્મ કહેવડાવવાને બદલે તમારા ધર્મને ધર્મ બનાવવા માટે જો મહેનત કરી હોત તો આજે તમારી ધર્મક્રિયાઓની આવી દશા ન હોત. ગૃહસ્થપણાનો બધો ધર્મ ધનની મૂચ્છ ઉતારવા માટે અને સુખની લાલસા મારવા માટે કરવાનો છે. પારકા પૈસે ધર્મ કરે તેની ધનની મૂચ્છ ઊતરે કે પોતાના પૈસા બચાવવાના કારણે ધનની મૂર્છા વધે ? લોકો ગમે તેટલી અનુકૂળતા કરી આપે, આપણે લેવી નથી, આપણે આપણી શક્તિ અનુસાર પણ સ્વદ્રવ્યથી પૂજા વગેરે અનુષ્ઠાનો કરવાં છે. મૂચ્છ ઉતારવાના આશય વગર ધર્મ કરશો તો તેવા ધર્મથી પુણ્ય બંધાય તો ય તે પાપાનુબંધી જ બંધાય. જો પાપથી મુક્ત બનવું હશે તો અનુકૂળતા મુજબ ધર્મ કરવાના બદલે ભગવાનની આજ્ઞાને અનુકૂળ બનવાનો પ્રયત્ન ક્ય વિના નહિ ચાલે. ઈચ્છામાં ફેરફાર કરવો પડે તો કરી લેવો, પણ આજ્ઞામાં ફેરફાર નહિ કરાય. સ) આવો ધર્મ કરવો - એ ઘણું કપરું કામ છે. કપરું લાગે તેનો વાંધો નથી, પણ અશક્ય તો નથી ને ? અવ્યવહારુ તો નથી ને ? તમારી આંખ ખોલવાનું કામ અમારું, બાકી કાંડું પડવાનું કામ અમારું નથી. માર્ગ સમજાવવાનું કામ અમારું, પણ પગ ઉપાડવાનું કામ તો તમારે જ કરવું પડશે. ગમે Page #63 -------------------------------------------------------------------------- ________________ તેટલું કપરું લાગે પણ આના વગર નહિ ચાલે – એટલું તો નક્કી છે ને? . સ, આટલો ક્ષરો ધર્મ બતાવશો તો અહીં આવનારાની સંખ્યા ઘટી જશે, એનાં કરતાં થોડો સહેલો ધર્મ બતાવો તો ? સંસારના સુખના રસિયાને ભગવાનની આજ્ઞા મુજબનો નાનો પણ ધર્મ કઠિન જ લાગવાનો, એવા માટે કોઈ માર્ગ નથી. દુનિયાના . દરેક ક્ષેત્રમાં વિધિ મુજબ પ્રવૃત્તિ કરનારાને એકમાત્ર ધર્મના ક્ષેત્રમાં વિધિનો આગ્રહ રાખવાની વાત કઠિન લાગે, એનો અર્થ જ એ છે કે સંસારનું સુખ જોઈએ છે અને મોક્ષ જોઈતો નથી. જેને મોક્ષની અભિલાષા જાગે તેના માટે કાંઈ જ કપરું નથી. સંસારના માની લીધેલા સુખ માટે પણ જો કષ્ટ વેઠવું પડતું હોય તો શાશ્વત એવું મોક્ષનું સુખ સહેલાઈથી મળી જાય ? ધર્મ તો તેને માટે છે કે જેને સંસારમાં રહેવું નથી અને પાપથી બચવું છે. જેને અવિધિનું પાપ ચાલુ રાખવું છે અને થોડો ઘણો ઇચ્છા મુજબનો ધર્મ કરીને ધમી કહેવડાવવું છે એવાઓ, વિધિમાર્ગની પ્રરૂપણાના કારણે જો ધર્મસ્થાનમાં આવતા બંધ થતા હોય તો તેની ચિંતા કરવાની જરૂર નથી. ભગવાનના ઉપાસકો થોડા હતા અને ગોશાલાના અનુયાયી ઘણા હતા, છતાં ભગવાને પ્રરૂપણા ફેરવી ? નહિ ને ? તો તમે શા માટે ભય સેવો છો ? સસૂપ્રરૂપણાનો માર્ગ જીવતો રાખવા માટે મજબૂત થવું પડશે, સત્ત્વ કેળવવું પડશે. વિધિનું પાલન ઓછુંવધતું થાય એ બને, વિધિનું પાલન કરતાં કરતાં અવિધિ થઈ જાય Page #64 -------------------------------------------------------------------------- ________________ એ ય બને, પણ વિધિનો આગ્રહ નાશ પામ્યો હોય અને જેમ-તેમ ધર્મક્રિયાઓ થયે જતી હોય - એ કેમ નભાવાય ? સાધુસાધ્વી અવિધિ કરે તે તમને ગમે ? નહિ ને ? તો તમે અવિધિપૂર્વકની ધર્મક્ષિાઓ મજેથી કર્યે જાઓ - એ કેવી રીતે ચાલે ? અવિધિની ભયંકરતા અને વિધિમાર્ગની ઉપાદેયતાને જણાવનારી પ્રરૂપણા જેને આકરી લાગે, અવ્યવહારુ લાગે તેનો વિધિમાર્ગનો રાગ નાશ પામ્યો છે અને અવિધિનો આગ્રહ બંધાયો છે – એવું માનવું પડે. આવાઓને કોઈ ધર્માનુષ્ઠાન કરવાનો અધિકાર નથી. શાસ્ત્રકારોએ જે અવિધિપૂર્વકનું અનુષ્ઠાન નભાવ્યું છે તે વિધિ પ્રત્યેના બહુમાનવાળાનું નભાવ્યું છે, વિધિની ઉપેક્ષા કરનારનું નહિ. વિધિ પ્રત્યે બહુમાન હોય નહિ અને આ કાળમાં તો આવું જ ચાલે, બધું જોવા બેસીએ તો સાવ રહી જઈએ...' વગેરે બોલીને વિધિ પ્રત્યે બેદરકાર બની જાણી-જોઈને અવિધિ કરે તો એવી અવિધિથી અને અનાદરપૂર્વક જેટલો ધર્મ કરવામાં આવે તેનાથી પાપ બંધાયા વગર નહિ રહે, અને એ પાપ નડ્યા વગર નહિ રહે. દિવાલની જેમ આ પાપ મોક્ષની આડું આવશે, એના યોગે આંસુ સારવાનો વખત આવશે. ભગવાનની આજ્ઞાના અનાદર જેવું એકે પાપ નથી. આજે સારામાં સારી ધર્મસામગ્રી મળ્યા પછી પણ એને આરાધવાનું મન નથી થતું તે ભૂતકાળની આવી જ કોઈ વિરાધનાનું ફળ છે. આ ભવમાં પણ જો આવી જ વિરાધના ચાલુ રાખશું તો તેના યોગે આવી જ પરંપરાથી કોણ જાણે કેવું ભવિષ્ય સર્જાશે ?! માટે સાવધ Page #65 -------------------------------------------------------------------------- ________________ થઈ જાઓ, અનુકૂળતાના અર્થીપણા ઉપર કાપ મૂકીને આજ્ઞા પ્રત્યે, વિધિ પ્રત્યે બહુમાન કેળવી લો, અવિધિના-અનાદરના પાપથી બચવા પૂરતો પ્રયત્ન કરી લો. વિધિપૂર્વકની સેવા એ સાધુભગવન્તની શ્રદ્ધાનું પહેલું લિંગ છે. ગૃહસ્થપણામાં વિધિની ઉપેક્ષાના જે સંસ્કાર પડ્યા હોય તે સાધુપણામાં નડ્યા વગર નથી રહેતા. આથી શ્રાવકપણામાં વિધિપૂર્વકની સેવા કેવી હોય તે આપણે પ્રસંગથી વિચારી રહ્યા છીએ. કોઈ પણ અનુષ્ઠાન કરતી વખતે દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી શુદ્ધિ જાળવવી જોઈએ. તેમાં આપણે જોઈ ગયા કે, પૂજા-સામાયિક વગેરે અનુષ્ઠાન કરવા માટે જે ઉપકરણો જોઈએ તે ન્યાયપૂર્વક ઉપાર્જેલ વિત્તથી મેળવેલાં હોવાં જોઈએ. શુદ્ધ રીતે મેળવેલાં તે તે ઉપકરણો સ્વરૂપથી પણ શુદ્ધ હોવાં જોઈએ અર્થાત મલિન ન હોવાં જોઈએ, સ્વચ્છ હોવાં જોઈએ. તમારા સામાયિકનાં વસ્ત્રો, ચરવળો, મુહપત્તી, કટાસણું વગેરે ઉપકરણો સ્વચ્છ હોય ને ? કે એમાંથી ગંધ મારે તો ય નવાઈ નહિ ? મલિન વસ્ત્રોમાં રહેલાને સામાયિક કરતાં ઊંઘ જ આવે ને ? પરસેવાની ગંધવાળાં વસ્ત્રોથી પૂજા કરે કે સામાયિક કરે તેને ભાવ ક્યાંથી આવે ? લગ્નપ્રસંગમાં જતી વખતે વસ્ત્રોની સ્વચ્છતા કે સુગંધિતા માટે જેટલી કાળજી રાખવામાં આવે છે એટલી પણ કાળજી ત્રણ લોકના નાથ એવા પરમાત્માના મંદિરમાં જતી વખતે રખાય ખરી? તમારા હૈયાનો ઢાળ કઈ તરફ છે - એ તપાસવા માટે આ વિચારવાની જરૂર છે. Page #66 -------------------------------------------------------------------------- ________________ સામાયિક માટે ચરવળો, મુહપત્તી કે ખેસ વગેરે યોગ્ય માપનાં હોવાં જોઈએ, તમને તો શરીરના વેષ માટે માપની ખબર હોય, પણ ચરવળો-મુહપત્તી વગેરેનાં માપ તો ભગવાન જાણે ને ? એ જાણવા માટે પ્રયત્ન કર્યો? જાણ્યા પછી પણ યોગ્ય માપવાળાં જ ઉપરણો વાપરવાનો આગ્રહ પણ ખરો ? પૂજા માટે કેસર, બરાસ, ફળ, નૈવેદ્ય, અક્ષત વગેરે કેવાં વાપરો ? અક્ષતનો સાથિયો આખા ચોખાથી કરો કે તૂટેલા ચોખા પણ ભેગા હોય ? ભાત સંધવા માટે ચોખા વીણે, પણ સાથિયો કરવા માટે અખંડ ચોખા વીણો ખરા ? અક્ષતપૂજા અક્ષતપદ આપે-એવી શ્રદ્ધા ખરી ? જ્યાં ધર્મની શ્રદ્ધામાં જ ખામી હોય ત્યાં વિધિનો આદર ક્યાંથી જાગે ?.... દ્રવ્યશુદ્ધિ જાળવ્યા પછી પણ જે ક્ષેત્રમાં અનુષ્ઠાન કરવાનું હોય તે ક્ષેત્ર પણ અશુચિ વગેરેથી રહિત હોવું જોઈએ. સામાયિકનું અનુષ્ઠાન કરતી વખતે સ્વચ્છ, પવિત્ર, ઘોંઘાટ વગરના સ્થાને બેસવું તે ક્ષેત્રશુદ્ધિ. તે જ રીતે પૂજા વગેરે અનુષ્ઠાન કરતી વખતે પણ દેરાસર તેમ જ તેના રંગમંડપ વગેરેની શુદ્ધિ માટે પ્રયત્ન ર્યા બાદ તે તે અનુષ્ઠાન કરવાં તે ક્ષેત્રશુદ્ધિ. કાળથી શુદ્ધ અનુષ્ઠાન કોને કહેવાય છે તે જણાવવા માટે શાસ્ત્રકારો ખેતીનું દૃષ્ટાન્ત આપે છે. અકાળે કરેલી ખેતી જેમ ફળતી નથી તેમ અકાળે કરેલું અનુષ્ઠાન તેવા પ્રકારના ફળને આપવા માટે સમર્થ નથી બનતું. ચૈત્ર મહિને કોઈ ખેડૂતે બીજ વાવ્યાં સાંભળ્યું છે ? ચૈત્ર મહિને બીજ વાવે તો અનાજ આવે કે બીજ નકામું જાય ? Page #67 -------------------------------------------------------------------------- ________________ સ) ઘાસ તો મળે ને ? ઘાસ માટે કોઈએ ખેતી કરી છે ખરી ? લોકમાં ખેડૂતની જાત ગમાર મનાય છે. છતાં તેને ય એટલી તો અક્કલ છે કે ઘાસ માટે ખેતી ન કરાય. તમે તો શહેરી ગણાઓ, વાણિયા અને બુદ્ધિશાળી મનાઓ ! છતાં આવી દલીલ કરો છો - એ જ સૂચવે છે કે મળેલી અક્કલનો ઉપયોગ ધર્મ સમજવા કે આચરવા માટે કરવો નથી. તમે સંસારનાં કાર્યોમાં અને ધંધા વગેરેના ક્ષેત્રમાં જે અક્કલ વાપરો છો એટલી જો અહીં વાપરો તો શાસ્ત્રકારોની વાતો શીરાની જેમ ગળે ઊતર્યા વિના નહિ રહે. કાળનો આગ્રહ તમે ક્યાં નથી સેવતા ? ઊંઘ માટેની ગોળી સવારે લો અને ઝાડા માટેની ગોળી રાત્રે લો તો શું થાય ? સ0 દિવસ પણ બગડે અને રાત પણ બગડે. ત્યાં જેમ પરિણામનો વિચાર કરો છો - તેમ અહીં પણ વિચારતાં થઈ જાઓ તો કાળ વગેરેનો આગ્રહ રાખવાનું શીખવવું નહિ પડે. મૂળમાં ભાવશુદ્ધિ આવી નથી માટે જ દ્રવ્યાદિની શુદ્ધિની ઉપેક્ષા સેવાય છે. આ સંસારમાં કોઈ સંયોગોમાં રહેવું જ નથી અને મોક્ષે જતા રહેવું છે આવો ભાવ આવી જાય પછી તો કોઈ જ વિધિનું મહત્ત્વ સમજાવવાની જરૂર નહિ રહે. શ્રાવપણાના અનુષ્ઠાનમાં દ્રવ્યાદિથી વિધિની શુદ્ધિ કેવી રીતે જાળવવી જોઈએ - એ પ્રસંગથી જોયું. દરેક અનુષ્ઠાનો વિધિપૂર્વક કરવાનો અભ્યાસ જેણે સાધુધર્મની પરિભાવનામાં ર્યો હોય એવા Page #68 -------------------------------------------------------------------------- ________________ મુમુક્ષુને સાધુપણાની પડિલેહણ, પ્રતિક્રમણ, સ્વાધ્યાયાદિ દરેક ક્રિયાઓ યોગ્ય કાળે વિધિ મુજબ કરવાનું ખૂબ સરળ બને છે. સાધુભગવન્તને સ્વાધ્યાય કરવો હોય તો તે વખતે પણ દ્રવ્યાદિ ચારની શુદ્ધિ જાળવવાની હોય છે. દ્રવ્યથી; સ્વાધ્યાય માટેનું પુસ્તક પ્રતિલેખના, પ્રમાર્જના કરીને ગ્રહણ કરે, નાભિથી ઉપરના ભાગમાં રહે એ રીતે પુસ્તકને મૂકે, પુસ્તક વગેરે જ્ઞાનનાં ઉપકરણોને પરસેવાવાળા હાથ કે પરસેવાવાળાં વસ્ત્રો વગેરે અડી ન જાય તેનું ધ્યાન રાખે, તેમ જ સૂત્ર ગોખતી વખતે કે અર્થ ગોખતી વખતે, ધર્મસ્થા વગેરે સ્વાધ્યાય કરતી વખતે મુહપત્તીનો ઉપયોગ રાખે. આ બધું દ્રવ્યશુધિમાં જાય. ક્ષેત્રથી; જે ભૂમિમાં સ્વાધ્યાય કરવાનો છે તે સ્વાધ્યાયભૂમિ છવાદિથી સંસક્ત ન હોવી જોઈએ. તેમ જ સ્વાધ્યાયભૂમિની આસપાસ સો ડગલાં જેટલી જગ્યામાં કોઈ અશુચિ પદાર્થ ન હોય એ રીતે વસતિશુધિ જાળવવી. તે જ રીતે જ્યાં સ્ત્રી પશુ તેમ જ અન્ય જનોની અવરજવર ન હોય તેવા એકાન્ત સ્થાનમાં સ્વાધ્યાય કરવો - એ ક્ષેત્રશુદ્ધિ. શ્રાવકોનાં ઘરોમાં અશુદ્ધિ અને જનસંપર્ક હોવાથી સાધુભગવન્તોએ શક્ય ત્યાં સુધી તેવી વસતિમાં ઊતરવું નહિ. ધૂળવાળી કે જેમાં હવા ન આવતી હોય એવી જગ્યા બીજી રીતે સ્વાધ્યાય માટે અનુકૂળ હોવા છતાં એવાં સ્થાનોનો ત્યાગ કરી ગૃહસ્થોનાં ઘરોમાં વાસ કરવો – ઉચિત નથી. ગણધરભગવન્ત સુધર્માસ્વામી ભગવાન ગૌશાળામાં માસકલ્પ કરી શકે, તીર્થંકર પરમાત્મા પણ ઘોડાના તબેલામાં ઊતરી શકે તો Page #69 -------------------------------------------------------------------------- ________________ - સાધુભગવન્ત ચોખ્ખી જગ્યા કે પવનવાળી જગ્યા માટે ગૃહસ્થોનાં ઘરોમાં વાસ કરે તે કેવી રીતે યોગ્ય ગણાય ? વળી કેટલાકો ઉપાશ્રયોને દોષિત માનીને શ્રાવકનાં ઘરોની વસતિને નિર્દોષ વસતિ તરીકે ગણાવીને તેમાં વાસ કરવો પસંદ કરે છે - એ વ્યાજબી નથી. શ્રાવકોનાં ઘરોમાં ઊતરવામાં જોખમ ઘણું છે. આથી એવા વખતે આધાર્માદિ દોષવાળી વસતિમાં વસવાટ કરવો – એ ઉચિત છે...ઇત્યાદિ ગીતાર્થ ગુરુભગવન્તની આજ્ઞા અનુસારે ક્ષેત્રશુદ્ધિ જાળવવી, કાળથી; સૂત્રપોરિસીમાં સૂત્ર ગોખવું, અર્થપોરિસીમાં અર્થની વાચના લેવી, અકાળે સ્વાધ્યાય ન કરવો તેમ જ કાળે (સ્વાધ્યાય-કાળે) સ્વાધ્યાય કર્યા વિના ન રહેવું. નવા સાધુઓને અર્થપોરિસીમાં પણ સૂત્ર ગોખવાનું વિધાન હોવાથી અર્થપોરિસીમાં સૂત્ર ગોખવું - એ તેમને માટે કાળશુદ્ધિ છે. અને ભાવથી; જ્ઞાનાવરણીયકર્મની નિર્જરા માટે ભણવું; વિદ્વત્તા મેળવવા, જ્ઞાની તરીકે પંકાવા કે ગુર્વાદિકથી નિરપેક્ષ બનવા માટે ન ભણવું-એનું નામ ભાવશુદ્ધિ. આ જ રીતે સાધુભગવન્તની પ્રતિલેખના, ભિક્ષાચર્યા વગેરે પણ દ્રવ્યાદિથી શુદ્ધ જ હોય. શાસ્ત્રમાં કહ્યું છે કે કોઈ સંયોગોમાં તેવા પ્રકારની શુદ્ધિ જાળવવા માટે સાધુભગવન્તો સમર્થ ન હોય તો તેવા વખતે અપવાદપદે દ્રવ્યાદિના દોષને સેવવા છતાં પણ નિર્દોષ અનુષ્ઠાનમાં ભાવથી પ્રતિબંધ(આગ્રહ) હોવાથી તેમની વિધિપૂર્વકની સેવા રૂપ શ્રદ્ધામાં કોઈ જાતની ખામી આવતી નથી. ઉત્સર્ગમાર્ગે સાધુભગવન્ત આધાર્માદિ દોષથી રહિત ભિક્ષા ૬૬ Page #70 -------------------------------------------------------------------------- ________________ ગ્રહણ કરે છે. પરંતુ તેવા પ્રકારના સંયોગોમાં દ્રવ્યથી – દહીં વગેરે વિશેષ દ્રવ્યની જરૂર પડે, ક્ષેત્રથી - અટવીનું ઉલ્લંઘન કરવું હોય, કાળથી-દુષ્કાળ પડ્યો હોય અને ભાવથી ગ્લાનાદિ અવસ્થા હોય તેવા વખતે સાધુભગવન્ત આધાર્માદિ દોષોથી દુષ્ટ ભિક્ષા ગ્રહણ કરે છતાં તેમની વિધિસેવા અનાબાધ રહે છે. એ જ રીતે આપવાદિક નિયતવાસાદિ માટે પણ સમજી લેવું. અહીં શિષ્ય શંકા કરે છે કે સાધુભગવન્તો દ્રવ્યાદિથી શુદ્ધ અનુષ્ઠાન સેવે નહિ, દ્રવ્યાદિને આશ્રયીને દોષને સેવે છતાં તેમને વિધિસેવારૂપ શ્રદ્ધા છે- એ કેવી રીતે ઘટે ?' શિષ્યની શંકા જિજ્ઞાસાભાવની છે. નિરાકરણના ઘરની-ખંડનના ઘરની નથી. આથી જ તે દ્રવ્યાદિના અપવાદ સંગત કેવી રીતે કરવા’ એમ પૂછે છે. તમે હોત તો શું પૂછત? આવું તે કાંઈ બને ? આ કંઈ બેસતું નથી...” એમ જ પૂછો ને ? આ શિષ્ય તમારા જેવો નથી એટલે એ ગ્રંથકારની વાત સંગત કરવા માટે પ્રયત્ન કરે છે, ખોટી છે એમ સાબિત કરવા નહિ. ગ્રંથકારની વાત કઈ રીતે ઘટે એ જાણવા માટે “આ કઈ રીતે શક્ય બને ?' એમ પૂછવું એ જિજ્ઞાસાના ઘરની શંકા. અને ગ્રંથકારની વાત ખોટી સાબિત થાય એ રીતે “આ તો શક્ય જ નથી,' “આવું માનીએ તો આમ થશે ને તેમ થશે.' વગેરે કહેવું એ ખંડનના ઘરની શંકા. જે માત્ર જાણવા માટે આવે તે આવી શંકા કરે. જેને કંઈક પામવું છે તેની શંકા કાયમ માટે જિજ્ઞાસાના ઘરની હોય. જિજ્ઞાસાથી પૂછેલ શંકાનો જવાબ વિસ્તારથી આપવાનો ૬૭ Page #71 -------------------------------------------------------------------------- ________________ ગુરુને પણ ઉત્સાહ જાગે. આથી ગ્રંથકારશ્રી પણ શિષ્યની શંકાનું નિરાકરણ કરતાં જણાવે છે કે – સ્વાદિષ્ટ મિષ્ટાનાદિ ભોજનને કરનારો નીરોગી એવો માણસ દુષ્કાળ કે દરિદ્રતા વગેરે દશામાં રસકસ વગરના તુચ્છ ભોજનને કરે તે છતાં ય તેને તે તુચ્છ ભોજનમાં જેમ આસતિ નથી હોતી અને સ્વાદિષ્ટ આહારની લાલસાવાળો તે ક્યારે આ દુર્દશા ટળે અને સારી દશા આવે કે જેથી હું તે સ્વાદિષ્ટ આહારને કરનારો થાઉં.' આવા જ મનોરથોમાં રમતો હોય છે, તે જ રીતે નિરતિચાર ચારિત્રના પાલનમાં ઉત્સાહને ધરનારા સાધુભગવન્તો બાહ્યદૃષ્ટિથી આગમમાં નિષેધ કરાયેલ નિત્યવાસ કે એકાકીપણું વગેરેને અપવાદપદે સેવે તોપણ સંયમની આરાધનાની તીવ્રાભિલાષારૂપ શ્રદ્ધાગુણના યોગે ભાવસાધુતાનું અતિક્રમણ કરતા નથી, એટલે કે તેમની ભાવસાધુતા અખંડિત જ રહે છે. એ આપવાદિક આચરણના યોગે તેઓ દ્રવ્યસાધુ બની જતા નથી. તમને ડોક્ટરે કહ્યું હોય કે છ મહિના સુધી ભારે ખોરાક ન લેવો. ઘી, તેલ, સાકર, મીઠું સદંતર બંધ. જે વાપરશો તો વગર મોતે મરશો તો તેવા વખતે કેવું સાચવો ? સજરૂર પડ્યે બાર મહિના ય સાચવીએ! બરાબર ! ડાહ્યા છો ! ડોક્ટરનું કહ્યું માનો પણ ભગવાનનું કહ્યું ન માનો એવા! ભગવાનના કીધે વિગઈ ન છોડો. ડોક્ટરના કશ્ય છોડો! સવ જીવવાની લાલસા છે ને ? Page #72 -------------------------------------------------------------------------- ________________ એ જ તો કહેવું છે કે ત્યાં જીવવાની લાલસા છે જ્યારે અહીં સંસારથી બચવાની કે મોક્ષે જવાની લાલસા જ નથી. આપણે તો એ સમજાવવું છે કે છ મહિના સુધી તુચ્છ આહાર લેવા છતાં ભાવના કઈ હોય ? ક્યારે પાછો ઘી, તેલ, દૂધ વગેરે ખાતો થાઉં – એ જ ને ? તેમ સાધુભગવન્ત પણ ગ્લાનાદિ અવસ્થામાં વિગઈઓ વાપરે છતાં ક્યારે અંતપ્રાંત ભિક્ષા વાપરતો થાઉં એવી ભાવનામાં રમતા હોય છે. આ રીતે અપવાદના સ્થાને અપવાદ સેવે તે સાધુમાં ભાવસાધુતા હોય જ છે, કારણ કે ભાવસાધુતા માત્ર પ્રવૃત્તિમાં નથી સમાયેલી, પરિણામમાં સમાયેલી છે. શ્રદ્ધા એ મોક્ષે જવાની ઉત્કટ અભિલાષા સ્વરૂપ હોવાથી પરિણામરૂપ છે. સવ અમને મોક્ષની ઈચ્છા પણ કેમ નથી થતી ? સંસારની નફરત જાગી નથી માટે, સંસારના સુખની આસતિ ગાઢ છે માટે. પેટમાં મળ જામેલા હોય તો ખાવાની ઇચ્છા થાય ? તેવી રીતે સંસારસુખના ગાઢ રાગ સ્વરૂપ મળ આત્મા પર જામેલો હોય ત્યાં સુધી મોક્ષ માટે ધર્મ કરવાની રુચિ જાગે નહિ. મળ જામેલા હોય તો ઉપરથી નાખેલું પણ વિત થઈને બહાર આવે તેથી સૌથી પહેલાં મળ કાઢવા માટે જુલાબ લેવો પડે ને ? તે જ રીતે અહીં પણ ધર્મ કરવાની ઉતાવળ કરવા પહેલાં સંસારના સુખનો રાગ ઘટે, એ સુખ ઉપરથી નજર ખસે - એ માટે મહેનત કરવાની જરૂર છે. સંસાર ઉપરથી નજર હટે તો મોક્ષ ઉપર નજર જાય ને ? સ, આટલું સાંભળવા છતાં અસર કેમ નથી થતી ? Page #73 -------------------------------------------------------------------------- ________________ છે કારણ કે સાંભળવાનું માત્ર કાન પવિત્ર કરવા માટે જ રાખ્યું છે, હૈયું પવિત્ર કરવા નહિ. માટે જ હૈયાને કંઈ અડતું નથી. જો હૈયું સુધારવું છે, પવિત્ર કરવું છે - એવો પરિણામ જાગે તો અમોઘદેશનાને આપનારા શાસ્ત્રકારોનાં વચન અસર ક્ય વગર નહિ રહે. એમનાં વચનો અસર કરે એટલે સુખનો રાગ મંદ પડ્યા વિના ન રહે. અને એક વાર સુખનો રસ ઘટે એને માટે કોઈ જ ધર્મ કઠિન નથી. સુખ છૂટે કે ન છૂટે, સુખનો રાગ તૂટે કે ન તૂટે, પણ ભગવાનની આજ્ઞા પ્રત્યે પ્રીતિ કેળવાઈ જાય તો કામ થઈ જાય. તમને કઠિન લાગે એટલામાત્રથી ધર્મની પ્રરૂપણામાં ફેરફાર ન કરાય. તમારો રથ અમારે નથી ચલાવવાનો. ભગવાનના શાસનના રથમાં તમને બેસાડવા છે. કઠિન કઠિન ન લાગે તેવો ઉપાય બતાવાય પણ કઠિનને છોડીને સહેલો એવો અવળો માર્ગ ક્યાંથી બતાવાય ? મોક્ષ પ્રત્યે મમત્વ જાગે અને તીર્થંકરભગવન્ત પ્રત્યે બહુમાન હોય તેના માટે કશું જ કઠિન નથી. તમને સાધુપણું કટકારી લાગે છે, પરતુ જ્ઞાની ભગવન્તો ફરમાવે છે કે આજ્ઞા સહેલાઈથી પાળી શકાય અને પાપ સહેલાઈથી છૂટી જાય એવું ભગવાનનું સાધુપણું છે અને આજ્ઞા કષ્ટથી પાળી શકાય અને માંડ માંડ થોડા પાપથી છૂટી શકાય એવું ગૃહસ્થપણું છે... તમારે શું કરવું છે એ વિચારી લેજો. આપણે ભાવસાધુનાં લિંગોનું સ્વરૂપ વિચારી રહ્યા છીએ. કારણ કે જેને આ સંસાર નથી જોઈતો તેની નજર ભાવસાધુપણા Page #74 -------------------------------------------------------------------------- ________________ - - ઉપર જ સ્થિર થાય છે. આ દુનિયામાં ભાવસાધુતા વિના સંસારથી તારવા માટે કોઈ સમર્થ નથી, દ્રવ્યસાધુતા પણ બહુ તો ભાવનું કારણ બને – એટલા પૂરતી ઉપાદેય છે. બાકી તો ભાવસાધુનાં લિંગો વગરની કે એ લિંગો પ્રાપ્ત કરવાના ભાવ વગરની દ્રવ્યસાધુતા તો સંસારપરિભ્રમણનું જ કારણ બને છે. દ્રવ્યસાધુતાની ટીકા માટે કે વર્તમાન સાધુસાધ્વીની નિંદા માટે આ વિચારણા નથી. આપણે પોતે કેવા સાધુ થવું અને આપણા આત્માના તારક કેવા હોવા જોઈએ – એ માટે જ આ લિંગો સમજી લેવાં છે. દુનિયાને જ્યાં જવું હોય ત્યાં જાય. એમાં આપણે સંમતિ પણ નથી આપવી અને વિરોધ પણ નથી કરવો, તેમની તો ઉપેક્ષા જ કરવી રહી. જેને સારા થવું છે, કંઈક પામવું છે તેને માટે આ માર્ગ છે. માર્ગ જાણ્યા પછી પણ જેઓ ઉન્માર્ગે જતા હોય તેમની તો યા જ ચિંતવવાની હોય, તેમની પ્રત્યે દ્વેષ પણ ધારણ કરવાનો ન હોય અને તેમની નિંદા પણ કરવાની ન હોય. માન્યતા ગમે તેટલી મજબૂત હોય પણ પગ ન ઉપાડે તો ઇષ્ટ સ્થાને ન પહોંચાય. તેથી તો ગ્રંથકારશ્રીએ માન્યતાને કે તત્ત્વચિને શ્રદ્ધા ન કહેતાં તત્ત્વપ્રાપ્તિના અભિલાષને શ્રદ્ધા તરીકે દર્શાવી છે. ગ્રંથકારશ્રી જે કાંઈ વાત કરે છે તે તમારા આત્માને માટે અને તમારા આત્માના તારકને શોધવા માટે કરે છે. જો તારક બરાબર નહિ હોય તો આત્માની કતલ થયા વિના નહિ રહે. જેવા-તેવાના ચરણે માથું મૂકવું એ કાંઈ આત્મસમર્પણ નથી, એ તો વિવેકશૂન્યતા છે. આત્મસમર્પણ કરવું ૭૧ Page #75 -------------------------------------------------------------------------- ________________ એ જુદું અને વિવેકશૂન્ય હોવું જુદું. આત્માનું હિત સધાય એવા સ્થાને જીવન સોંપવું - તે આત્મસમર્પણ અને આત્માનું અહિત સધાય એવા સ્થાને માથું ઝુકાવવું એટલે વિવેક્શન્ય બનવું આપણે વિવેકશૂન્ય બની જીવનને વેડફવું છે કે વિવેકી બનીને જીવન સુધારવું છે તે નક્કી કરી લેવાનું. ભગવાનની આજ્ઞા પ્રત્યે જેને પ્રેમ ન હોય તે તમને મોક્ષે પહોંચાડે એ વાતમાં કાંઈ માલ નથી. આપણે જોઈ ગયા કે સંયોગવશાત્ તેવા પ્રકારનું વિધિશુદ્ધ અનુષ્ઠાન ન થાય તોપણ ભાવથી વિધિમાર્ગમાં રક્ત રહેલાની શ્રદ્ધામાં ખામી આવતી નથી. અવિધિના આચરણમાત્રથી દ્રવ્યસાધુતા આવી નથી જતી, અવિધિના પ્રેમથી અને વિધિની ઉપેક્ષાથી દ્રવ્યસાધુતા આવે છે. આપણને વિધિનો પ્રેમ કેવો ? પ્રતિક્રમણ કેટલા વાગ્યા સુધી થાય એવું પૂછવા આવે, પણ ચોક્કસ કેટલા વાગે થાય'- એ ન પૂછે. આવું કોણ પુછાવે છે ? વિધિનો પ્રેમ કે અવિધિનો પ્રેમ ? કારણસર સમયમાં ફેરફાર થઈ જાય-એ બને પણ હૈયામાં તે વખતે અવિધિ પ્રત્યે ઉપાદેયતા તો ન જ હોય ને ? બાર વાગ્યા સુધી પ્રતિક્રમણ થાય -' એમ માનીને કરવા બેસો કે ન છૂટકે સંયોગોના માર્યા આટલા મોડા પ્રતિક્રમણ કરવું પડે છે' - એવી ખટક સાથે કરવા બેસો ? આ બધું શાંતિથી વિચારવાની જરૂર છે. ભગવાનના શાસનના પરમાર્થને પામેલા આચાર્ય ભગવંતના હૈયામાં વિધિનો રાગ કેવા પ્રકારનો હોય તે સમજાવવા માટે અહીં આચાર્ય શ્રી સંગમસૂરિનું દૃષ્ટાન્ત જણાવે ७२ Page #76 -------------------------------------------------------------------------- ________________ "ાd છે. વિધિ પ્રત્યેના બહુમાનના યોગે ભગવાનના માર્ગને પોતાના કપરા સંયોગોમાં પણ જીવતો રાખનાર આ આચાર્ય ભગવન્તનું સ્થાનક ગ્રંથકાશ્રીએ એ રીતે આલેખ્યું છે કે એના પ્રત્યેક પદે ઊભા રહીએ તો આપણા ત્રણે દિવસ પૂરા થઈ જાય. ફરી કોઈ વાર અવસરે વિસ્તારથી ક્યાનક વાંચીશું. અત્યારે તો આપણું લક્ષ્ય એ છે કે આ ત્રણ-ચાર દિવસમાં, અષ્ટપ્રવચનમાતાના ધણી ભાવથી કેવા હોય તે સમજી લેવું છે. તેથી સંક્ષેપથી જ સ્થાનનો સારભૂત ભાગ જોઇ લઇએ. અજ્ઞાનરૂપી દાવાનળને શમાવવા માટે મેઘની ધારાસમાન, પ્રતિસમય વૃદ્ધિ પામતા વિશુદ્ધ પરિણામના યોગે પાપના સમૂહને હણનારા અને ગામનગરાદિમાં પરમાત્માની પરમતારક આજ્ઞાનુસાર નવલ્પથી પ્રકલ્પિત એવા ઉગ્રવિહારને કરનારા શ્રી સંગમસૂરિ નામના આચાર્યભગવન્ત આ પૃથ્વીતલને પાવન કરતા વિચારી રહ્યા હતા. આ આચાર્યભગવન્ત સાધુસમુદાયના ગચ્છનાયક હતા. કાળક્રમે તેઓશ્રીનું જંઘાબળ ક્ષીણ થવા માંડ્યું. જંઘાબળ ક્ષીણ થયેલું જાણી એ આચાર્યભગવન્ત કોલ્લાગ નામના નગરમાં નિયતવાસ કરવાનો નિર્ણય કર્યો. આચાર્યભગવન્તનું જંઘાબળ ક્ષીણ થયું હતું, પરન્તુ તેમની બુદ્ધિ કે મન ક્ષીણ થયું ન હતું. શરીર તો ભૂતકાળના પુષ્યને આભારી છે. જ્યારે માર્ગાનુસારી બુદ્ધિ અને આરાધકભાવ વર્તમાનના ક્ષયોપશમને આભારી છે. ક્ષયોપશમભાવ ટકાવતાં આવડે તો શરીરનું પુણ્ય પૂરું થઈ જાય તો ય માર્ગની આરાધનામાં ખામી ન Page #77 -------------------------------------------------------------------------- ________________ આવે. ગ્રંથકારશ્રીએ જણાવ્યું છે કે એક સ્થાને નિયતવાસ કરવાનો નિર્ણય તેમણે કર્યો હોવા છતાં તેઓશ્રી અત્યન્ત તીવ્ર એવી પ્રવસ્ત્રદ્ધાના યોગે વિશુદ્ધ ભાવચારિત્રને ધારણ કરતા હતા. આવા મહાપુરુષોનો દાખલો લઈને, નજીવાં કારણોસર અથવા સાધુપણામાં છાજે નહિ એવાં કાર્યોની સિદ્ધિ માટે કરાતા નિયતવાસનું સમર્થન કરવું વ્યાજબી નથી. શાસ્ત્રોનાં પાને લખાયેલાં મહાપુરુષોનાં દૃષ્ટાન્તોને આપણા આચરણની સાથે ગોઠવવાની મહેનત કરવાને બદલે આપણા આચરણને એ મહાપુરુષોના ભાવને અનુરૂપ ગોઠવવાની મહેનત કરીએ તો આપણે પણ એ મહાપુરુષોની દિશામાં પગલાં માંડી શકીશું. શાસ્ત્રોને સાંભળીને આપણી જાતનો વિચાર કરવો. કોણ શું કરે છે, શું યોગ્ય કરે છે, શું અયોગ્ય કરે છે - એ બધું વિચારવા નથી બેસવું. આપણી જાત અને ભગવાનની વાત : એ બે વચ્ચેનું અંતર તપાસતાં જવાનું અને એ અંતર કાપવા માટે આપણી જાતને આજ્ઞાનુસારી બનાવવા માટે પ્રયત્ન કર્યા કરવાનો.. શાસનના પરમાર્થને પામેલા મહાપુરુષોને ભગવાનની આજ્ઞા પ્રત્યે કેટલો પ્રેમ હોય તે સમજવા માટે આ દૃષ્ટાન્ત ઉપયોગી છે. આચાર્ય શ્રી સંગમસૂરિજીએ જંઘાબળ ક્ષીણ થવાથી સ્થિરવાસ તો કર્યો, પરંતુ એવામાં કોલ્લાગપુર નગરમાં દુષ્કાળ પડવાથી આચાર્યશ્રીનો ગચ્છ કે જે આચાર્યશ્રીની સાથે સ્થિરવાસ કરતો હતો તે સિદાવા લાગ્યો. આથી સ્વપરહિતના અર્થી એવા Page #78 -------------------------------------------------------------------------- ________________ આચાર્યશ્રીએ પોતે એકાકી રહેવાનું નકકી કરીને, પોતાની પાસે ગ્રહણશિક્ષા અને આસેવનશિક્ષા લઈને સમસ્ત ગચ્છનો ભાર વહન કરવા માટે સમર્થ બનેલા સિંહ નામના અણગારને બોલાવીને તેને સમસ્ત શિષ્યસમુદાયને લઈને નવકલ્પી વિહારની મર્યાદાનું પાલન કરવા દ્વારા અન્યત્ર વિહાર કરી જવાની આજ્ઞા કરી. આચાર્યભગવન્તનું તો જંઘાબળ ક્ષીણ થઈ ગયું હતું ને ? તોય પોતાની વૈયાવચ્ચ કરવા કોઇને રાખ્યા નહિ. હું એકલો રહીશ તો મારી વૈયાવચ્ચ કોણ કરશે - આવો વિચારસરખો ય તેમણે ન કર્યો. તેમને પોતાના ભવિષ્યની ચિંતા નહિ થઈ હોય ? ભગવાનના માર્ગ પર જેને શ્રદ્ધા હોય તે માત્ર પોતાની જાતને નજર સામે રાખી ભવિષ્યનો વિચાર ન કરે પરંતુ પોતાના અને બીજાના આત્માનું કલ્યાણ જેમાં સમાયેલું હોય-એવા ભવિષ્યની ચિંતા કરે. ભગવાનના શાસનના આચાર્યપદે બિરાજમાન થયેલા મહાપુરુષો ચોવીસ કલાક ભગવાનની આજ્ઞા પાળવા માટે પોતાની નિશ્રાએ આવેલાઓ પોતાના આત્મહિતથી વંચિત ન રહી જાય તેની ચિંતા સતત સેવતા હોય છે. એક સ્થાને વસવું એ ભગવાનની આજ્ઞા નથી. નવકલ્પી વિહાર કરવો-એ ભગવાનની આજ્ઞા છે. અપવાપરે પોતાને નિયતવાસ કરવો પડ્યો તો ભાવથી અનિયતવાસમાં પ્રતિબંધ રાખી નિયતવાસ કર્યો, પરંતુ પોતાના સ્વાર્થ ખાતર પોતાના શિષ્યોને એવી ફરજ ના પાડી અને આજ્ઞાપાલનમાં તેમને જોડ્યા. આશાના પ્રેમી અને માર્ગના અર્થી એવા આચાર્યો પોતાના Page #79 -------------------------------------------------------------------------- ________________ આશ્રિતોને પણ આજ્ઞાપાલનમાં અનુકૂળ એવા માર્ગે પ્રવર્તાવતા હોય છે. ભાવથી પ્રતિબંધ જ તેને કહેવાય કે પોતે તો શક્તિ હોય ત્યાં સુધી કર્યા વગર ન રહે, પરંતુ પોતે સમર્થ ન હોય તોય બીજાને અનુકૂળતા કરી આપે. પોતાના સ્વાર્થ સામે ન જુએ, પોતાના શરીરાદિની પરવા ન કરે અને એકમાત્ર આજ્ઞા પાળવા-પળાવવામાં જ નિરત હોય - એવા આ શાસનના આચાર્યો હોય છે. આચાર્યશ્રી સંગમસૂરિજી પણ આમાંના જ એક હતા. તેઓશ્રીના શિષ્યો પણ કેવા હતા ? તેઓ પણ માર્ગના જ્ઞાતા અને આજ્ઞાના અર્થી હતા, આચાર્યભગવન્ત ઉપર પણ પૂર્ણ બહુમાનને ધરનારા હતા તેમ જ તેમના ગુણના અનુરાગી હતા. આથી આચાર્યભગવન્તને આવી સ્થિતિમાં એકાકી મૂકીને જવા માટે તેમનું મન માનતું ન હતું છતાં કોઈ સાધુએ દલીલ કરી નહિ. આ રીતે પોતાના ગુરુભગવંત એકલા રહે તો તેમાં પોતાનું ખરાબ દેખાશે – એવો પણ વિચાર તેમને ન આવ્યો. ગચ્છના નાયક એકલા રહે તો શાસનની કેવી અપભ્રાજના થાય...” એવી પણ કોઈ દલીલ ન કરી. કારણ કે બધા શિષ્યો આજ્ઞાંક્તિ હતા, પોતાના કરતાં આચાર્યભગવન્ત અધિક જ્ઞાની છે, શાસનના રાગી છે અને સ્વપરના હિતચિંતક છે - એવું તેઓ હૈયાથી માનતા હતા. આથી પરસ્પર ક્ષમાપના કરીને આંસુપૂર્ણ નેત્રોવાળા તે સર્વ શિષ્યોએ સિંહ અણગાર નામના સાધુભગવન્તને પોતાના ગુરુપદે સ્થાપીને, તેમની નિશ્રા સ્વીકારીને આચાર્યભગવન્તની આજ્ઞાના પાલન માટે ત્યાંથી વિહાર કર્યો. એ Page #80 -------------------------------------------------------------------------- ________________ વખતે કોલ્લાગપુર નગરનો સંઘ પણ કેવો હશે ? માર્ગનો જાણકાર, શાસનનો રાગી, આચાર્યભગવન પ્રત્યે પૂર્ણ ભકતિભાવને ધરનારો અને શાસન માટે પ્રાણાર્પણ કરનાર સંઘ હશે ત્યારે જ આચાર્યભગવન્ત આ રીતે આજ્ઞા પાળી-પળાવી શક્યા હશે ને ? આચાર્યભગવન્તના શિષ્યો વિહાર કરી ગયા બાદ નવકલ્પી વિહાર માટે અસમર્થ એવા આચાર્યભગવન્ત પોતે જે ક્ષેત્રમાં રહેલા તેના નવ ભાગ કરીને એ રીતે નવકલ્પી વિહારની મર્યાદા સ્થિરવાસમાં પણ પાળવા લાગ્યા. કારણ કે જંઘાબળ ક્ષીણ થવા છતાં ભગવાનની આજ્ઞા પાળવાની વૃત્તિ ક્ષીણ પામી ન હતી. જગ્યા અનુકૂળ ન આવે માટે સ્થાન બદલનારા મળી આવે પણ ભગવાનની આજ્ઞાનું પાલન કરવા માટે સ્થાન બદલનારા કેટલા મળે ? આજ્ઞાપાલન કરતાં પણ આજ્ઞાપાલનની વૃત્તિ ખૂબ જ દુષ્કર છે. ભગવાનના વચનની શ્રદ્ધામાંથી આવી આજ્ઞાપાલનની વૃત્તિ જન્મે છે. જ્યાં શ્રદ્ધામાં જ ખામી હોય ત્યાં આવી વૃત્તિની અપેક્ષા શી રીતે રાખી શકાય ? વર્તમાનમાં સાધુ-સાધ્વીઓએ પોતાની આજ્ઞાપાલનની વૃત્તિને તપાસી લેવાની જરૂર છે. આપણી શિથિલતા અસહિષ્ણુતાને આભારી છે કે આજ્ઞાપાલનની વૃત્તિના અભાવને - એ વિચારીએ તો મોટે ભાગે વૃત્તિમાં ખામી જણાયા વગર નહિ રહે. આવી ચિંતાજનક દશામાંથી બહાર નીકળવા માટે આવા મહાપુરુષોના કથાનનો ઉપયોગ કરી લેવો છે. આચાર્ય શ્રી સંગમસૂરિજીએ ક્ષેત્રના તો નવ ભાગ કશ્યા, સાથે ગોચરી-પાણી Page #81 -------------------------------------------------------------------------- ________________ માટે પણ ક્રમસર જુદા જુદા વિભાગમાં જવાનું નક્કી ક્યું. નગરલોક ભતિપૂર્ણ હોવાથી તેમને અપ્રીતિ થવાની તેવી સંભાવના ન હતી છતાં આચાર્યભગવા આજ્ઞાના ખપી હતા, અપ્રીતિ ટાળવા સાથે મમત્વ મારવું એ પણ ભગવાનની આજ્ઞા છે - એવું જાણતા હતા, આથી જ તેઓએ આ પ્રમાણે નિર્ણય કર્યો હતો. એક સ્થાને રહેવાથી સ્થાનનું મમત્વ બંધાય તેમ જ નિયત ઘરોમાં વહોરવા જવાના કારણે એકની એક વ્યક્તિનો સતત પરિચય રહે, તેના યોગે માયા(મમતા)ના તંતુમાં જીવ લપેટાઈ જાય, ગોચરી દોષિત બની જાય- આથી એ મમત્વથી અળગા રહેવા માટે નવકલ્પી વિહારનું વિધાન કરવામાં આવ્યું છે. નવકલ્પી વિહાર કરતાં નદી ઊતરવી પડે તો ય ઊતરવાની પણ મમત્વને મારવા માટે આજ્ઞા પાળ્યા વગર ન રહેવું. તેવા વખતે જીવવિરાધનાને આગળ કરી નવકલ્પી વિહાર અટકાવાય નહિ. જીવહિંસામાં એકાન્ત વિરાધના નથી અને જીવરક્ષામાં એકાન્ત આરાધના નથી, ભગવાનની આજ્ઞાના પાલનમાં આરાધના છે અને ભગવાનની આજ્ઞાના અનાદરમાં વિરાધના છે. ભગવાનની આજ્ઞા પાળવાનો પૂરેપૂરો ભાવ તેનું જ નામ આરાધના. ભગવાનની આજ્ઞા હૈયામાં વસી હોય તો કષ્ટકારી પણ આજ્ઞા પ્રસન્નતાપૂર્વક પાળી શકાય છે : આનું જ નામ પ્રવર શ્રદ્ધા. દુઃખ ભોગવવાની તૈયારી હોય તો શ્રદ્ધા ટકે. ગચ્છના નાયક પણ મારું કોણ ?’ એવું ન વિચારે – એ પ્રભાવ કોનો ? આજે તો નાનાં સાધુસાધ્વીને પણ ગોચરીપાણી કોણ લાવશે, માંદગીમાં Page #82 -------------------------------------------------------------------------- ________________ સેવા કોણ કરશે...વગેરે ચિંતા સતાવતી હોય છે. કારણ કે દુઃખ ભોગવવાની તૈયારી નથી અને માર્ગ પ્રત્યે તેવી પ્રીતિ નથી. દીક્ષા લીધા પછી દુખ વેઠવાના બદલે પગ પહોળા કરીને બેસે તેનો સંસાર કયાંથી છૂટે ? દીક્ષા લીધા પછી શ્વાસ ઘૂંટાય, છાતીનાં પાટિયાં બેસી જાય એવું દુખ પડે છતાં ય માર્ગથી વિચલિત ન થાય એને મોક્ષ મળે. જ્યારે સેવા કરનાર હાજર હતા ત્યારે જંઘાબળ મજબૂત હતું અને જે વખતે જંઘાબળ ક્ષીણ થયું અને સેવા લેવાનો અવસર હતો ત્યારે એકમાત્ર આજ્ઞાના પાલન માટે કોઈને પણ પાસે રાખ્યા નહિ અને સાધનાનો વેગ જિંદગીના છેલ્લા શ્વાસ સુધી ચાલુ રાખ્યો...આવા આચાર્યો આ શાસનના હોય ! સ૦ તેમનું મનોબળ મજબૂત હશે ને ? તમારું મનોબળ શું ઓછું મજબૂત છે ? ઘરમાં તમારું કોઈ ન માને છતાં ઘર છોડો નહિ – તો મન મક્કમ વગર રહેતા હશો ? તમારા ઘરમાં તમારી કિંમત ન હોય તો ય વેઠી લો, જતું કરો પણ ઘર ન છોડો. અમારે ત્યાં તો એવા ય મળી આવે કે સમુદાયમાં પોતાની કિંમત નથી એવું લાગે તો સમુદાય છોડવા તૈયાર થઈ જાય. તમે સુખની આશામાં ને આશામાં ગૃહસ્થપણાનાં દુ:ખો જે મજબૂતાઈથી વેઠો છો તે જોતાં તો અમારાં સાધુસાધ્વીનાં મન નબળાં છે એમ માનવું પડે. તમે સંસારના સુખની આશાથી જેટલાં કષ્ટ ત્યાં મજેથી વેઠો છો એટલાં કષ્ટ જો અમે મોક્ષસુખની આશાથી અહીં સાધુપણામાં વેઠીએ તો તો મોક્ષ અમારી હથેળીમાં આવી Page #83 -------------------------------------------------------------------------- ________________ જાય. તમારી પાસેથી અમારે શીખવી પડે – એવી તો તમારી સહનશીલતા છે ! તમારે મનોબળ મેળવવાની જરૂર નથી, એ તો મજબૂત જ છે. હવે માત્ર દૃષ્ટિ ફેરવવાની જરૂર છે. સંસારના સુખ ઉપરથી નજર ખસે તો આ દિશામાં નજર મંડાય. સંયમની સાધનાને વેગ આપવો હશે તો ક્યાં સુધી આજ્ઞાનો રાગ કેળવવો પડશે એ આ દૃષ્ટાન્ત ઉપરથી સમજી શકાશે. આચાર્ય શ્રી સંગમસૂરિજી આ રીતે ભાવચારિત્રના પાલનમાં રક્ત હતા, એવામાં એકવાર એવું બન્યું કે સિંહ નામના અણગારે દત્ત નામના એક સાધુને શુદ્ધિ માટે – આલોચના કરવા માટે – આચાર્યભગવન્ત પાસે મોકલ્યો. એ દત્તસાધુ આચાર્યભગવન્ત પાસે આવ્યો ત્યારે યોગાનુયોગ આચાર્યભગવન્તને એના એ જ ઉપાશ્રયમાં રહેલા જોયા, આથી તે વિચારવા લાગ્યો કે – 'કારણવશાત્ એક ક્ષેત્રમાંથી બીજા ક્ષેત્રમાં ન જઈ શકે એ બને પણ બીજી વસતિમાં તો જઈ શકાય, છતાં આ તો અહીંના અહીં જ રહેલા છે માટે નક્કી છે કે આ શિથિલવિહારી છે, આથી આમની સાથે રહેવું યોગ્ય નથી...' આમ વિચારી એ નજીકના બીજા સ્થાનમાં ઊતર્યો. મધ્યાહને ભિક્ષા સમયે આચાર્યભગવત્ત સાથે દત્તસાધુ નીકળ્યો પરંતુ દુષ્કાળના યોગે વિશિષ્ટ આહાર ન મળવાથી કંટાળી ગયો. એ જાણીને આચાર્યભગવન્ત તેને સ્થાપનાકુળમાં લઈ ગયા. અંતપ્રાંત ભિક્ષાને ગ્રહણ કરનારા સાધુભગવન્તોને પણ કોઈ વાર ગ્લાનાદિ માટે વિશિષ્ટ વસ્તુની જરૂર હોય ત્યારે અમુક ઘરોમાં ભિક્ષા લેવા Page #84 -------------------------------------------------------------------------- ________________ જાય, કે જે ઘરોમાં આ કારણ સિવાય જતા જ ન હોય, એવાં કુળ સ્થાપનાકુળ કહેવાય છે. આચાર્યભગવન્ત દત્તસાધુને ટાળેલો જાણી સ્થાપનાકુળમાં એક ધનિકના ઘેર લઇ ગયા. તે ઘરમાં એક નાનું બાળક છ મહિનાથી વ્યંતરીના ઉપદ્રવથી રડતું હતું. આચાર્યભગવત્તે એક ચપટી વગાડીને વ્યંતરીને ભગાડી મૂકી, આથી બાળક શાંત થઇ ગયું. આ જોઇને હર્ષ પામેલી બાળકની માતાએ મોદકનો થાળ ધર્યો. આચાર્યભગવન્તે દત્તસાધુને ખપ પ્રમાણે વહોરવાનું કહ્યું. દત્ત સાધુએ વહોરી લીધા બાદ આચાર્યભગવન્તે તેને ઉપાશ્રયમાં પાછો મોકલ્યો, અને કહ્યું કે ‘હું મારી ભિક્ષા લઇને આવું છું.’ આ બાજુ દત્તસાધુ વિચારે છે કે ‘ક્યા ઘરમાં વિશિષ્ટ આહાર મળે છે તે જાણવા છતાં ય મને આટલો ફેરવ્યો, અંતપ્રાંત ભિક્ષા અપાવી. અને હવે પોતે સારી સારી ભિક્ષા લઇને આવશે.' આચાર્યભગવન્ત તો અંતપ્રાંત ભિક્ષા લઇને જલદીથી વસતિમાં પાછા ફર્યા અને સર્પ જેમ બિળમાં પેસે એ રીતે આહારને વાપર્યો. સાંજે પ્રતિક્રમણ વખતે આચાર્યભગવન્તે યાદ કરાવ્યું કે જે ઘરે મોદક ગ્રહણ કર્યા તે દોષિત પિંડ હતો. કોઇકની ચિકિત્સા કરીને જે પિંડ વહોરવામાં આવે તેને દોષિત પિંડ કહેવાય છે. એવો પિંડ સાધુને લેવો ન કલ્પે. આચાર્યભગવન્દે હિતબુદ્ધિથી આલોચના કરવાનું જણાવ્યું છતાં દુર્બુદ્ધિ એવા દત્તસાધુએ આલોચના કરવાના બદલે આચાર્યભગવન્તને કડવાશથી કહ્યું કે, ‘બીજાનો રાઇજેવડો દોષ દેખાય છે પણ પોતાનો બિલ્ટજેવડો દોષ જાણવા છતાં જોતા નથી...' આ ન ૮૧ Page #85 -------------------------------------------------------------------------- ________________ પ્રમાણે કહીને તે પોતાના સ્થાને ગયો. એવામાં ત્યાં રહેલ શાસનદેવી કે જે આચાર્યભગવન્તની શ્રદ્ધાથી ભકત બનેલી તે રોષે ભરાઈ. આથી દત્તસાધુને શિક્ષા કરવાના આશયથી તેણીએ ત્યાં ઘોર અંધકાર ફેલાવ્યો. આથી ભય પામેલો દત્તસાધુ આચાર્યભગવન્તના નામે બૂમો પાડવા લાગ્યો કે હે ભગવન્! આપ ક્યાં છો ? મને ચારે દિશામાં કંઇ દેખાતું નથી.” આથી આચાર્યભગવન્ત કરુણા આણીને પોતાની આંગળી ઊંચી કરી. આચાર્યભગવન્તની લબ્ધિના કારણે એ આંગળી તેજથી પ્રકાશવા લાગી. આ જોઇને દત્તસાધુ વિચારે છે કે “ઓ હો! આ તો પાસે દીપક પણ રાખે છે...' આથી છેવટે ક્રોધે ભરાયેલી દેવીએ પ્રગટ થઈને કહ્યું કે રે દુષ્ટ ! પોતાના શરીર ઉપર તેમ જ ગૃહાદિને વિષે પણ પ્રતિબંધ (રાગ) વગરના એવા આ મુનિપ્રવરને વિષે આવું અણછાજતું ચિંતવે છે ! ભિન્ન ભિન્ન વસતિના વિહારના મે ફરી આ વસતિમાં આવીને રહ્યા છે, અહીં જ સ્થિરવાસ નથી . છતાં એમને તું શિથિલાચારી માને છે ! અંતપ્રાંત ભિક્ષાને લેતા હોવા છતાં તેમને રસવૃદ્ધ માને છે અને લબ્ધિથી સમૃદ્ધ હોવા છતા દીપક રાખનારા તરીકે માને છે. દ્રવ્યક્ષેત્રકાળભાવના દોષથી સ્થિરવાસ કરેલો હોવા છતાં શુદ્ધ શ્રદ્ધાના યોગે ભાવચારિત્રને ધારણ કરનારા આવા ગુરુની અવજ્ઞા કરીને તું મહાપાપનું ભાજન બન્યો છે.’ આ રીતે શાસનદેવીના અનુશાસનથી દત્તસાધુને પોતાની ભૂલનો ખ્યાલ આવ્યો, પાપનો પશ્ચાત્તાપ થયો અને વારંવાર Page #86 -------------------------------------------------------------------------- ________________ ગુરુભગવન્તના ચરણે પડીને પોતાના અપરાધને ખમાવ્યો. આપણે તો આ કથાનક ઉપરથી એટલો જ સાર ગ્રહણ કરવો છે કે વિધિનો રાગ કેવો હોઇ શકે છે. અને એના યોગે કષ્ટ પણ કેવું વેઠી શકાય છે - એ પણ જોવાજેવું છે. આવા આચાર્યભગવન્તનું નામ શાસનમાંથી કદીય ન ભૂંસાય. આથી જ ધર્મરત્નકારે તેમનું ચરિત્ર આલેખ્યું છે. આ સંગમસૂરિ આચાર્ય જેવા આચાર્યભગવન્તનો સંગમ થઇ જાય અને એના યોગે તેમના જેવી વિધિસેવારૂપ શ્રદ્ધાનો જો સંગમ થઇ જાય તો આપણા કર્મનો વિગમ થયા વિના ન રહે. ભગવાનની આજ્ઞા ખાતર બીજું બધું જતું કરવાની તૈયારી હોય તેવાનું અહીં કામ છે. જીવવા માટે કોઈની પણ અપેક્ષા ન હોય-એ આજ્ઞા પાળી શકે. સ૦ આચાર્યભગવન્ત ગોચરી ન જાય – એવું સાંભળ્યું છે એ સાચું છે ? એવો એકાન્ત નથી, વિશિષ્ટ પ્રસંગે જાય પણ ખરા. ગૌતમસ્વામી મહારાજા ગોચરીએ જતા હતા ને ? દુષ્કાળનો પ્રસંગ હોય, ગોચરી-પાણી ન મળતા હોય તો તેવા વખતે વિશિષ્ટ પુણ્યને ધરનારા આચાર્યભગવન્તો ગોચરીએ જાય પણ ખરા. ભગવાનના શાસનના આચાર્યો તો અવસરના જાણ હોય. પોતાના પુણ્યનો સદુપયોગ કરીને તેઓ સમસ્ત ગચ્છની હિતચિંતા કરવામાં તત્પર હોય. તમે પુણ્યના ઉદય ઉપરથી નજર ખસેડો તો જ ક્ષયોપશમભાવના સાધુપણા ઉપર નજર મંડાશે. પુણ્યના ઉદયથી ૮૩ Page #87 -------------------------------------------------------------------------- ________________ અનુકૂળતા મળે, પણ તેનો સન્માર્ગે ઉપયોગ તો ક્ષયોપશમભાવના કારણે જ થાય. સંયોગવશાત્ આચાર્યભગવન્ત વહોરવા જાય ત્યારે વહોરાવનાર પણ આવા ઉત્તમ સુપાત્રના દાન દ્વારા પોતાના સંસારને કાપવાનું કામ કરતા. પહેલાના કાળમાં આ રીતે ભાવપૂર્વક સુપાત્રદાન કરતાં કરતાં યોગ્ય જીવો સખ્યત્વ પણ પામી જતા. વર્તમાનમાં વહોરાવનારા તો વહોરાવતાં વહોરાવતાં મિથ્યાત્વનું પાપ ન બાંધી બેસે તો ભાગ્ય! સુપાત્રને શોધવા ન નીકળે, આપતી વખતે સંસારથી વિસ્તાર પામવાનો ભાવ ન હોય, દાનની વિધિ ન સાચવે અને આપવાથી અધિક મળશે, નામના મળશે વગેરે ભાવોથી દાન આપે તો એ દાન મિથ્યાત્વને પોષનારું જ બનવાનું. આપવાથી મળેએમ માનીને આપવું તે સોદો, આપવાથી તરાય-એમ માનીને આપવું તે સાચું દાન. ભવથી નિસ્તાર પામવાની ભાવના જાગ્યા વિના ધર્મની કે ધર્માચાર્યની કિંમત નહિ સમજાય. આ કથાનકમાં બતાવેલી શ્રદ્ધા-વિધિસેવા-દુનિયાને માથે નથી ફટકારવી, આપણી જાત માટે કેળવી લેવી છે. આચાર્યશ્રી સંગમસૂરિજીના હૈયામાં આજ્ઞા પ્રત્યે કેવો રાગ હશે ? જ્યારે જ્યારે વિધિનું પાલન આકરું લાગે, અવિધિને ટાળવાનું કપરું લાગે ત્યારે આ આચાર્યશ્રી સંગમસૂરિજીના નામની નવકારવાળી ગણી લેવી, જેથી કષ્ટ વેઠવાની તાકાત આવે અને વિધિ પ્રત્યે રાગ કેળવાય. વ્યન્તરને ચપટીમાં ભગાડી શકે એવા સામર્થ્યવાળા પણ ઘેર ઘેર ભિક્ષા માટે ફરે - એ ભગવાનની આજ્ઞા પ્રત્યે કેટલો પ્રેમ હશે ને દેહ પ્રત્યે કેટલી નિસ્પૃહતા હશે ત્યારે બન્યું Page #88 -------------------------------------------------------------------------- ________________ હશે ? માર્ગની કિંમત સમજાઈ હોય તો દલીલ, તર્ક, કુતર્કન કરતાં આશાના ચોકઠામાં ગોઠવાઈ જવાની મહેનત કરવી છે. જરૂર પડ્યે ભૂલ બતાવવાનું કામ કરશું, અવળા માર્ગે જશો તો કાન પકડશું, સાચા માર્ગે ચલાવવા માટે આંગળી પણ પડશું, પણ ચાલવાનું કામ તો તમારે જાતે જ કરવું પડશે, ત્યાં આઘાપાછા થશો તે નહિ ચાલે. કષ્ટ વેઠ્યા વગર તો ક્યાંય ચાલવાનું નથી. દુખ તો સાધુપણામાં ય વેઠવાનું છે અને ગૃહસ્થપણામાં ય વેઠવાનું છે. ફરક માત્ર એટલો છે કે ગૃહસ્થપણામાં પરવશતાથી અને સંસારના સુખની આશાએ દુઃખ વેઠવાથી નવું દુઃખ ઊભું થાય છે, જ્યારે સાધુપણામાં આજ્ઞા મુજબ દુ:ખ વેઠવાથી દુઃખ મૂળમાંથી જાય છે : કયું દુઃખ વેઠવું સારું - એ તો તમારે જાતે જ નક્કી કરવાનું ૨. અતૃપ્તિઃ શ્રદ્ધા નામના બીજા ગુણનાં ચાર લિંગોમાંથી આપણે વિધિસેવા નામનું લિંગ જોયું. બીજું લિંગ અતૃમિસ્વરૂપ છે. જ્ઞાન અને ચારિત્રના વિષયમાં કૃતકૃત્યતાનો અનુભવ ન કરવો એ અતૃમિ નામનું બીજું લિંગ છે. અપૂર્ણતામાં અનુભવાતી તત્યતા પૂર્ણતાના માર્ગે આગળ વધવા દેતી નથી. તૃપ્તિનો પરિણામ વિકાસને રોકે છે. તૃમિના કારણે કરવાની અભિલાષા મોળી પડે છે, જેના યોગે કરણાભિલાષરૂપ શ્રદ્ધા ઉપર ઘા પડે છે. કરવાનો અભિલાષા નાશ પામે એટલે શ્રદ્ધા ક્યાંથી રહે ? શ્રદ્ધા હોય તેને તૃમિનો Page #89 -------------------------------------------------------------------------- ________________ અનુભવ ન થાય. કરણના અભિલાષને પરાકાષ્ઠાએ પહોંચાડે એ જ સાચી શ્રદ્ધા. સંયમના અસંખ્યાત અધ્યવસાયસ્થાન પૂરાં કરવા માટે અતૃતિરૂપ શ્રદ્ધા પામ્યા વિના નહિ ચાલે. ભગવાનના દીક્ષાકલ્યાણકનો મહોત્સવ ઊજવવા માટે અસંખ્યાત દેવો હાજર થયા. તે પ્રસંગને વર્ણવતાં પૂ. વીરવિજયજી મહારાજે પૂજામાં ગાયું કે જાણે અસંખ્યાત અધ્યવસાય સ્થાન આવી મળ્યાં. ભગવાન દીક્ષા લે ત્યારે ચોથા ગુણઠાણેથી સીધા સાતમે ગુણઠાણે જાય અને સાતમે ગુણઠાણે જતાંની સાથે ભગવાનને ચોથું મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થાય. એ વખતે ભગવાનનો કરણાભિલાષ ક્વો ઉત્કટ કોટિનો હશે ? છતાં ય ભગવાને તૃપ્તિનો અનુભવ ન ર્યો. પરંતુ સાધનાની શરૂઆત થઈ એમ સમજીને દીક્ષા ગ્રહણ કરતાંની સાથે જ ભગવાન ઉપસર્ગ-પરિષહોની સેના સામે યુદ્ધ કરવા ત્યાંથી વિહાર કરીને ચાલી નીકળ્યા. તેનું કારણ શું? કારણ એક જ; સાધનાની શરૂઆત થઈ હતી, સાધના પૂરી નહોતી થઈ. આજે અમારે ત્યાં દીક્ષા લેનાર, લેતાંની સાથે જ જાણે કામ પૂરું થઈ ગયું છે – એમ માનીને પગ વાળીને બેસી જાય છે. આજે ઘણાની ફરિયાદ છે કે દીક્ષા લેતી વખતે જેવો ઉત્સાહ હોય છે તેવો ઉત્સાહ લીધા પછી નથી ટકતો. તેનું નિદાન પ્રાયઃ આ જ છે કે દિક્ષા લેવા પહેલાં બાકી છે એ અધ્યવસાય હતો, લીધા પછી પૂરું થયું આ અવ્યવસાય આવ્યો એટલે ઉલ્લાસ નાશ પામ્યો. તૃમિનો પરિણામ કરણાભિલાષ ઉપર કુઠારાઘાત કરે છે, તેના યોગે શ્રદ્ધા પડી ભાંગે છે. દીક્ષા લીધા Page #90 -------------------------------------------------------------------------- ________________ પછી સાધનાનો વેગ વધારવાને બદલે ગણપતિની જેમ બેસી રહે એને ઉપાડીને કોઈ મોક્ષે નહિ પહોંચાડે. ઈષ્ટ સ્થાને પહોંચવા માટે નીકળેલાને, ઇષ્ટસ્થાને પહોંચાડનાર માર્ગ મળી જાય અને એ માર્ગની શ્રદ્ધા જાગી જાય તો એ સંતોષ માનીને બેસી રહે કે ઝડપથી પગ ઉપાડે ? સાધનાનો વેગ વધારે એનું નામ શ્રદ્ધા. તૃપ્તિનો પરિણામ તો શ્રદ્ધાને બોદી બનાવે છે. જ્યાં કાર્યનો આરંભ થયો હતો ત્યાં કાર્યસમાપ્તિ માની – એના યોગે જ શ્રદ્ધા ગુમાવી બેઠા. સમ્યક્ત્વ આવતાંની સાથે જેમ ચારિત્ર લેવાનો પુરુષાર્થ શરૂ થાય છે તેમ ચારિત્ર લેતાંની સાથે કેવળજ્ઞાનનો પુરુષાર્થ શરૂ થાય છે. ચારિત્ર માટે મથ્યા કરે તે સમકિતી અને કેવળજ્ઞાન પામવા માટે મંડી પડે તે ચારિત્રી. જ્યાં સુધી કેવળજ્ઞાન ન મળે ત્યાં સુધી આપણી બધી જ સાધના અધૂરી છે. આપણો તપ ક્યારે પૂરો થાય ? તપની ગણતરીના દિવસો પૂરા થાય એટલે કે તપનું ફળ મળે ત્યારે ? શરીરની શતિ કામ ન આપતી હોય, ઈન્દ્રિયો ક્ષીણ થતી હોય તપ થઈ શકે એવું ન હોય તો તપનું પારણું સાધુ કરે એ બને, પણ શતિ હોય છતાં તપ પૂરો થયો માટે પારણું કરે – એ ન બને. શક્તિ હોય તો જ્યાં સુધી કેવળજ્ઞાન ન મળે ત્યાં સુધી સાધુભગવન્તનો તપ ચાલુ જ રહે. તપ કર્મ ટાળવા અને કેવળજ્ઞાન પામવા માટે કરવાનો છે. કર્મ ટળે નહિ, કેવળજ્ઞાન મળે નહિ ત્યાં સુધી તપનું પારણું કઈ રીતે કરાય ? નવકારશીનું પચ્ચખ્ખાણ પારનારો પણ નવકારશીનું પચ્ચખ્ખાણ ક્યારે પારે ? 62 Page #91 -------------------------------------------------------------------------- ________________ નવકારશીનું પચ્ચખ્ખાણ આવી ગયું એટલે પારવા બેસી જાય કે પોરિસી થઈ શકે એવું નથી એટલા માટે પારે ? જે પોતાની શક્તિ ગોપવે નહિ, શક્તિ અનુસાર તપ કરે તે તપનું પારણું કરે તો તેનો કેવળજ્ઞાનનો પુરુષાર્થ ચાલુ જ રહે. મળેલી શક્તિને આરાધના માટે ખર્ચી નાખવાનો પરિણામ તેનું જ નામ પુરુષાર્થ. ઋજુભાવે આજ્ઞા પાળવાનો પરિણામ જ આરાધનાના પુરુષાર્થને જારી રાખે છે. આથી જ નિદ્રા એ પ્રમાદ મનાતો હોવા છતાં ભગવાનના સાધુ નિદ્રામાં પણ અપ્રમાદી હોય છે. અંતર્મુહૂર્તે અંતર્મુહૂર્તે સાતમા અપ્રમત્ત ગુણઠાણાનો સ્પર્શ ન થાય તો છઠઠું ગુણઠાણું ન ટકે. આથી આજ્ઞા મુજબની બે પ્રહરની નિદ્રામાં અપ્રમત્તદશા હોય એ સમજી શકાય છે. આજે તો જાગતાં પણ ગુણઠાણું પામવું મુશ્કેલ છે! ભગવાનનો સાધુ સૂવાની તૈયારી કરે તે પણ આજ્ઞા મુજબ, સૂએ પણ આજ્ઞા મુજબ અને ઊઠે પણ આજ્ઞા મુજબ તેથી તેમના ગુણઠાણાને આંચ ન આવે. આજે જાગતા પણ આજ્ઞાને પાળવાનો પરિણામ ન હોય અને જાણીજોઈને આજ્ઞાની ઉપેક્ષા સેવાય તો ગુણઠાણું ક્યાંથી મળે ? પ્રતિમણમાં ઊંઘ આવે તો અતિચાર લાગે અને બે પ્રહર સુધી ઊંઘી જવા છતાં અપ્રમત્તદશા હણાય નહિ : એનું કારણ સમજાય છે ને ? આજ્ઞા મુજબના આચારનું પ્રાધાન્ય સમજ્યા વિના નિસ્તાર નથી. સ0 પ્રતિમણમાં અમને ઊંઘ કેમ આવે છે ? પ્રતિક્રમણ કરવાનું મન નથી માટે. જે કામ કરવાનું મન હોય Page #92 -------------------------------------------------------------------------- ________________ તેમાં ઊંઘ આવે છે ? સ0 પ્રતિક્રમણ કરવાનું મન છે માટે જ તો કરવા બેસીએ છીએ પ્રતિક્રમણ આજ્ઞા મુજબ કરવાનું મન છે કે ઈચ્છા મુજબ ? જો આજ્ઞા મુજબ કરવું છે તો દ્રવ્યાદિની શુદ્ધિ જાળવી લેવાની. વસ્ત્રશુધિન જાળવે અને મેલાઘેલાં વસ્ત્રો પહેરીને બેસે તોપણ ઊંઘ આવે ચોખ્ખાં, વ્યવસ્થિત વસ્ત્ર ધારણ કરો તો ઊંઘ કદાચ ન આવે. લગ્નમંડપમાં કોઈને ઊંઘતા જોયા છે ત્યાં શુદ્ધિ અને ર્તિનો જેવો આગ્રહ છે તે અહીં કેમ નથી રાખતા ? સાધુભગવન્તો ભાવસ્તવના અધિકારી હોવાથી વસ્ત્રશુદ્ધિને ગૌણ કરે - એ બરાબર, પણ તમારે તેની ઉપેક્ષા કેમ કરાય ? આજે ઊંધું થવા . માંડ્યું છે. સાધુઓ ઊજળાં વસ્ત્ર પહેરવા માંડ્યાં છે અને શ્રાવકો મેલાઘેલાં વચ્ચે સામાયિક-પ્રતિક્રમણ કરે છે! સવ અમારો મોહ એટલો ઊતરી ગયો ને વસ્ત્ર ઉપરથી કે ધર્મક્રિયાઓ ઉપરથી ?! તમારો મોહ ઊતર્યો છે એની ના નથી, પણ તે વસ્ત્રાદિ ઉપરથી નહિ, ધર્મ અને ધર્મક્યિા ઉપરથી જ તમારો મોહ ઊતરી ગયો છે અને જો આમ જ જીવશો તો હજુય ઊતરશે શું કરવું છે તે વિચારી લેજો. શાસ્ત્રકારો ગુણમાં પણ સંતોષ રાખવાની ના પાડે છે, જ્યારે તમે તો દોષમાં પણ તૃમિનો અનુભવ કરીને બેસી ગયા છો ! આ અતૃમિ નામની શ્રદ્ધાને સમજવા માટે અને પામવા માટે કેટલું અંતર કાપવું પડશે – એ ૮૯ Page #93 -------------------------------------------------------------------------- ________________ સમજાય છે ? ઢગલા દોષો પડેલા હોવા છતાં તોષ માનીને બેસી રહે તે દોષરહિત ક્યાંથી બને ? એક પણ દોષ છે ત્યાં સુધી અપૂર્ણતા છે એમ માનવાથી થયેલો દોષના ત્યાગનો અસંતોષ દોષરહિત બનાવે અને એક પણ ગુણ બાકી છે ત્યાં સુધી અપૂર્ણતા છે – એવું સમજાવાથી થયેલો ગુણનો અસંતોષ ગુણથી પરિપૂર્ણ બનાવે. જ્યાં સુધી અપૂર્ણ છીએ ત્યાં સુધી અતૃમિ નામની શ્રદ્ધા વિના નહિ ચાલે. જ્યાં સુધી પરમપદે ન પહોંચાય, ક્ષાયિકભાવ ન પમાય ત્યાં સુધી આપણો તપ, આપણી સાધના ચાલુ જ રહેવી જોઈએ; એ પહેલાં સાધના પૂરી ક્યાંથી થાય ? આજે તો એવી ય વિષમતા જોવા મળે કે બે ચેલા થાય તો ગુરુનો વિનય કરવાનું બંધ થઈ જાય! પોતાને બે શિષ્ય થાય એટલે ગુરુ ગુણસમ્પન્ન મટી જાય ? યોગદૃષ્ટિની સઝાયમાં, બીજી તારાદૃષ્ટિની યોગ્યતા જણાવતાં ફરમાવ્યું છે કે “વિનય અધિકગુણીનો કરે, દેખે નિજ ગુણ-હાણ રે... પોતે ગમે તેટલો ગુણસમ્પન્ન બને છતાં પોતાના ગુરુભગવા તો પોતાના કરતાં અધિકગુણી જ રહેવાના ને ? સાચો ગુણસમ્પન્ન જ તે કે જે અધિકગુણીનો વિનય સારામાં સારો કરી જાણે. અધિગુણની પ્રાપ્તિ અને પ્રામગુણની રક્ષા માટે ગુણીના વિનય અને બહુમાન સિવાય બીજો કોઈ રસ્તો નથી. જેને પોતાના ગુણોની હાનિ જોતાં આવડે તે જ ગુરુનો વિનય કરી શકે. આપણે જે કરીએ છીએ એ બરાબર છે.” આ ફાંકો મગજમાંથી કાઢીએ તો જ આપણી ખામીઓ તપાસવાનું શક્ય Page #94 -------------------------------------------------------------------------- ________________ બનશે. તૃમિના ગાઢ પરિણામના યોગે આપણા જીવનમાં ખામી જેવું કશું લાગતું જ નથી. આથી જ આચાર્યભગવન્તાદિ મહાપુરુષો આપણાં પરિણામોની ઝીણામાં ઝીણી નોંધ લઈને બતાવે છે. આ રીતે ગુરુભગવન્તાદિ આપણી ભૂલોને બતાવે તે ગમે કે બહુ ઝીણું ઝીણું કાંતે છે – એવું લાગે ? - સ૦ ટકટક કરે છે - એવું લાગે ! ટટક કર્યા વગર તો ઘડિયાળ પણ સમય બતાવતી નથી તો ગુરુભગવન્ત ટકટક કર્યા વગર માર્ગ કઇ રીતે બતાવે ? તૃમિનો પરિણામ આપણા વિકાસને રૂંધે નહિ એ માટે ગુરુભગવન્તો આપણી ખામીઓ બતાવતા હોય છે. આપણા દોષોનું દર્શન કરાવવા દ્વારા અસલમાં ગુરુભગવન્તો અતૃપ્તિરૂપ શ્રદ્ધાની રક્ષા કરવાનું જ કામ કરે છે. આવા ગુરુભગવન્તનાં વિનયબહુમાનાદિ કરવાથી આપણા અજ્ઞાનાદિ દોષ ટળે અને જ્ઞાનાદિગુણો મળે. વિનયબહુમાનાદિ દ્વારા ગુરુ પાસેથી જે જ્ઞાન મળે તેવું જ્ઞાન પૈસાના જોરે પંડિતો પાસે ભણવાથી ન મળે. સમસ્ત અજ્ઞાનાદિ દોષોને ટાળનારા આવા ગુરુભગવન્તોનો યોગ મળ્યા પછી ઈચ્છા મુજબ જીવે તેનું કલ્યાણ ક્યાંથી થાય ? સિદ્ધ થવું હોય તો ઈચ્છા પર કાપ મૂક્યા વિના નહિ ચાલે. અત્યાર સુધી પરાધીનપણે ઘણી ઇચ્છાઓ મારી અને બીજાની આજ્ઞાઓ કમને પણ પાળી, છતાં આ સંસારનો અંત ન આવ્યો. મહાપુણ્યોદયે સંસારથી તારનારા ગુરુભગવન્તની આજ્ઞા પાળવાનો અને તેમની આજ્ઞા ખાતર, સંસારમાં Page #95 -------------------------------------------------------------------------- ________________ રખડાવનારી ઇચ્છાને મારવાનો અવસર મળ્યો છે. આવી તકો વારંવાર નથી મળતી. મળેલી તકને ઝડપી લે તે સાધક. મળેલી તકને વેડફી નાંખે તેના જેવો મૂખ બીજો કોઈ નથી. એમ સમજીને તક સાધી લેવી છે. ૩. શુદ્ધ દેશના જ્ઞાન અને ચારિત્રના વિષયમાં અતૃમિના પરિણામ સ્વરૂપ બીજું લિંગ આપણે જોયું જ્ઞાનમાં અતૃમિના કારણે નવા નવા યુતનું સંપાદન થવાના કારણે સંવેગની વૃદ્ધિ થાય છે અને ચારિત્રના વિષયમાં અતૃમિ રાખવાના કારણે ઉત્તરોત્તર સંયમનાં કંડકોનું આરોહણ થવાથી કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. અતૃમિ નામના લિંગ બાદ શ્રદ્ધાનું ત્રીજું લિંગ “સન્માર્ગદશના જણાવ્યું છે. શુદ્ધ દેશના કોને કહેવાય એ જણાવવા પહેલાં ગ્રંથકારશ્રી શુદ્ધદેશના આપવાનો અધિકાર કોને છે – તે જણાવે છે. સુગુરુની પાસેથી પૂર્વાપરનું અનુસંધાન કરવા પૂર્વક પદાર્થ, વાદ્યાર્થ, મહાવાક્યર્થ અને ઔદંપર્યાર્થના પ્રકારે આગમનાં પદોનો અર્થ જેણે જાણી લીધો છે તેમ જ ગુરુભગવન્તની અનુજ્ઞાને પામેલા હોવાથી ધન્યતાને અનુભવનાર અને સ્વપરપક્ષ પ્રત્યે રાગદ્વેષથી રહિત હોવાથી યથાર્થ રીતે સદ્ભુત વસ્તુનું નિરૂપણ કરનાર મુનિ ધર્મદેશના આપવાનો અધિકાર ધરાવે છે. શ્રદ્ધાસંપન્ન આત્મા ઉન્માર્ગની દેશના ન આપે અને સન્માર્ગની જ દેશના આપે. તેનું કારણ આ ધર્મદેશકના સ્વરૂપના વર્ણન ઉપરથી સમજી શકાય એવું છે. ધર્મદેશન્ની યોગ્યતા જણાવવા માટે સૌથી પહેલાં જણાવ્યું ૯૨. Page #96 -------------------------------------------------------------------------- ________________ કે સુગુરુ પાસે અધ્યયન કરેલું હોવું જોઈએ. માત્ર આચાર્યભગવત્ત કે ગુરુભગવન્તનું ગ્રહણ ન કરતાં સુગુરુનું ગ્રહણ કર્યું છે – એનું કારણ સમજાય છે ? સુગુરુ કોને કહેવા ? જે વિરતિને ધરનારા હોય તે જ સુગુરુ કહેવાય ને? અને સર્વવિરતિધર કોને કહેવાય ? અઢારે પ્રકારના પાપ મનથી, વચનથી ને કાયાથી કરે પણ નહિ; કરાવે પણ નહિ અને અનુમોદે પણ નહિ તે જ ને ? દશમે રાગ તે પાપ કહેવાય ને ? એ રાગ ક્યો ? દેવગુરુધર્મ ઉપરનો રાગ કે સંસારના સુખ ઉપરનો રાગ ? જો સંસારના સુખ ઉપરનો રાગ પાપસ્વરૂપ હોય તો તેવો રાગ કરાવે, એ રાગ પુષ્ટ બને એવો ઉપદેશ આપે તે સર્વવિરતિધર કહેવાય ખરા ? સવ અમારા કરતાં તો એક પગથિયું ઊંચા કહેવાય ને ? ચોરી કરે અને ચોરી કરીને દાન આપે તે તમારા કરતાં એક પગથિયું ઊંચો કહેવાય ને ? દાન આપનારો ચોર, દાન નહિ આપનાર શાહુકાર કરતાં સારો નથી મનાતો તો પછી ભગવાનના વચનની પ્રગટપણે ચોરી કરનારા ધર્મદેશકો માર્ગની આરાધના કરનારા કરતાં ચઢિયાતા શી રીતે ગણાય ? શાસ્ત્રમાં કહ્યું છે કે, “અર્થની દેશના જે દીયે, ઓળવે ધર્મના ગ્રંથ રે; પરમપદનો પ્રગટ ચોર તે, તેથી કિમ વહે પંથ રે..” મોક્ષ માટે ધર્મ કરવાનો ઉપદેશ આપવાના બદલે અર્થકામ માટે ધર્મ કરવાનો ઉપદેશ જેઓ આપે છે તેઓ મોક્ષની અને મોક્ષમાર્ગની ચોરી કરનારા છે. આ પ્રમાણે યશોવિજયજી મહારાજાએ જણાવ્યું છે. સુખનો રાગ કરે નહિ, Page #97 -------------------------------------------------------------------------- ________________ (દેશના દ્વારા પણ) સુખનો રાગ કરાવે નહિ અને સુખનો રાગ કરનારને સારા માને નહિ તેને જ ધર્મદેશના આપવાનો અધિકાર છે. સુખનો રાગ અને દુ:ખનો દ્વેષ એ તો આ સંસારનું મૂળ છે. આ મૂળિયાનો ઉચ્છેદ થાય, આ મૂળિયાં ઢીલાં પડે એ માટે જે દેશના આપવાની છે તે દેશના આ મૂળિયાને મજબૂત બનાવવા માટે કઈ રીતે આપી શકાય ? સંસારના સુખનો રાગ એકાન્ત હેય છે એવું જણાવનારા શાસ્ત્રકારો કોઈ સ્થાને, “શર્થનમામિષs ધર્મ પર ચરિત' અર્થાત્ અર્થકામના અભિલાષીએ પણ ધર્મમાં જ પ્રયત્ન કરવો જોઈએ. આ પ્રમાણે વિધાન કરે તો ત્યારે એક બાજુ સંસારના સુખની ઇચ્છાથી કરાતા ધર્મને વિષાનુષ્ઠાનઅસદનુષ્ઠાન કહે છે અને બીજી બાજુ સંસારના સુખની ઈચ્છાવાળાએ પણ ધર્મ જ કરવો જોઈએ – એમ જણાવે છે.” આ પ્રમાણે પરસ્પર વિરોધનું ઉલ્કાવન ન કરવું. પરંતુ સુગુરુની પાસે એ વિસંવાદ ટાળવો. સમષિ ઇત્યાદિ વાક્યનું તાત્પર્ય માત્ર ધર્મનું ફળ જણાવવું, ધર્મની અત્યંત ઉપાદેયતા જણાવવી એટલું જ છે. ધર્મનું પ્રયોજન જણાવવાનું ત્યાં તાત્પર્ય નથી. અર્થાત્ ધર્મથી શું મળે છે તે જણાવનારું એ વાક્ય છે, ધર્મ શેના માટે કરવો જોઈએ એ અધિકારમાં એ વાત જ નથી. સંસારનું સુખ પણ ધર્મથી જ મળે છે એટલો જ અર્થ એ વાક્યનો છે. સંસારનું સુખ મેળવવા માટે ધર્મ કરવાની પ્રેરણા આપનાર એ વાક્ય નથી. વિધ્યર્થનો પ્રયોગ પ્રેરક અર્થમાં જ થાય છે એવું નથી, જ્ઞાપક અર્થમાં પણ થાય છે. વ્યતિતવ્યમ્ માં વિધ્યર્થ જ્ઞાપક છે. તમે બધા Page #98 -------------------------------------------------------------------------- ________________ ન્યાયવ્યાકરણ ભણ્યા નથી, તેથી મુશ્કેલી છે. બાકી ન્યાયમાં વિધ્યર્થના અનેક અર્થ બતાવ્યા છે. તેમાંથી પૂર્વાપરનો અબાધિત અર્થ લેવો હોય તો પ્રેરક અર્થ કઈ રીતે લેવાય ? તેથી અહીં જ્ઞાપક જ અર્થ લેવો જોઈએ. આ રીતે સુગુરુ પાસે સમજીને પૂર્વાપરનો વિરોધ ટાળી અર્થ કરે તેને જ ધર્મદેશના આપવાનો અધિકાર છે. અન્યથા, જો “ગમ' આ વાક્યનો ધર્મ, સંસારનું સુખ મેળવવા માટે પણ કરી શકાય.” આવો અર્થ કરવામાં આવે તો “મોક્ષના આશયથી કરાતું અનુષ્ઠાન જ સદનુષ્ઠાન છે, સંસારના સુખની ઇચ્છાથી કરાતું અનુષ્ઠાન તો અસ અનુષ્ઠાન-વિષાનુષ્ઠાન હોવાથી હેય છે.' ઇત્યાદિ શાસ્ત્રવચનોનો સ્પષ્ટપણે વિરોધ આવશે. છતાય આવા વિરોધની અવગણના કરીને જેઓ સંસારના સુખ માટે ધર્મ કરવાનો ઉપદેશ આપવાનું સાહસ કરે છે, તેઓએ સુગુરુ પાસેથી સમ્ય રીતે - પૂર્વાપરનો વિરોધ ટાળીને - આગમના અર્થનું જ્ઞાન મેળવ્યું ન હોવાથી તેમને ધર્મદેશના આપવાનો અધિકાર નથી. આથી સમજી શકાય છે કે સુગુરુ પાસે સમ્ય રીતે અધ્યયન કરવું એ ધર્મદેશકની પહેલી યોગ્યતા છે. સુગુરુ પાસેથી ગ્રહણ કરાતું આગમના પદાર્થોનું જ્ઞાન પદાર્થ, વાદ્યાર્થ, મહાવાક્યર્થ અને ઔદપૂર્વાર્થને અનુસરતું હોવું જોઈએ. પદાર્થજ્ઞાન, વાદ્યાર્થજ્ઞાન વગેરેનું સ્વરૂપ અન્ય ગ્રંથોમાં વિસ્તારથી વર્ણવેલું છે. અહીં આપણે સામાન્યથી અર્થ સમજી લઈએ. પદાર્થજ્ઞાન એટલે વાક્યનાં દરેક પદોનો અર્થ કરવો. દા.ત. કોઈની For Private & Personal Use Onlý Page #99 -------------------------------------------------------------------------- ________________ પણ હિંસા કરવી નહિ.' આ પ્રમાણે વાક્ય છે. તેમાં કોઇની એટલે જીવની હિંસા ન કરવી : આ પ્રમાણે અર્થ કરવો તેમ જ હિંસા પદનો અર્થ કરવો. એ રીતે માત્ર પદનો અર્થ કરવો તે પદાર્થ જ્ઞાન. એ પદોનો પરસ્પરના અન્વય સાથે અબાધિત અર્થ કરવો તે વાદ્યાર્થજ્ઞાન. વાદ્યાર્થનું જ્ઞાન એટલે “જીવને કોઈ પણ પ્રકારે દુઃખ ન પહોંચાડવું.' આ રીતે વાદ્યાર્થજ્ઞાન ક્ય બાદ એ વાક્યની આગળ-પાછળ રહેલાં વાક્યોનું અનુસંધાન કરી પૂર્વમૂળ) વાક્યના સમર્થન માટે ચિંતન કરવું તે મહાવાક્યર્થજ્ઞાન. જેમ કે હિંસાનો નિષેધ બાદ શાસ્ત્રમાં ભિક્ષાટન, નવકલ્પી વિહાર, નદી તરવી વગેરે જે જણાવ્યું છે તે કઈ રીતે સંગત થાય છે અર્થાત્ ભિક્ષાટનાદિ વિહિત ક્રિયાઓ કરવા છતાં હિંસાનો નિષેધ કઈ રીતે અનાબાધ રહે છે..... ઇત્યાદિ વિચારવું તે મહાવાક્યર્થ જ્ઞાન. અને પૂર્વાપરનો વિરોધ ટાળીને અંતે ભગવાનની આજ્ઞા એ જ પ્રમાણ છે-આવા પ્રકારના તત્ત્વનો સ્વીકાર કરવો તે ઔદ૫ર્યાર્થ જ્ઞાન. જેમ કે, જો ભિક્ષાટન દ્વારા આહાર ગ્રહણ ન કરે તો સાધુભગવન્તને પણ શરીરના નિર્વાહ માટે રાંધવું પડશે. અને રાંધવામાં તો અનેક આરંભસમારંભ છે. આથી જયણાપૂર્વક ચાલીને ભિક્ષાચર્યા દ્વારા આહારને ગ્રહણ કરવાનું ભગવાને જણાવ્યું. નવકલ્પી વિહાર જો સાધુભગવન્ત ન કરે તો એક સ્થાને રહેવાથી સ્થાનનું મમત્વબંધાય, સતત ગૃહસ્થનો પરિચય થવાથી વ્યક્તિનું મમત્વ બંધાય. એ મમત્વથી બચવા માટે નવકલ્પી વિહારનું તેમ Page #100 -------------------------------------------------------------------------- ________________ જ નદી ઊતરવાનું વિધાન કરવામાં આવ્યું છે. જેના કારણે રાગાદિ પરિણતિ ઘટે તે ધર્મ અને જેનાથી રાગાદિપરિણતિ વધે તે અધર્મ. હિંસામાં અધર્મ નથી અને અહિંસામાં ધર્મ નથી. અન્ને ભગવાનની આજ્ઞામાં જ ધર્મ છે-આવા પ્રકારના તાત્પર્યને ગ્રહણ કરવું તે ઐઇમ્પયર્થ જ્ઞાન. શાસ્ત્રના કોઈ પણ વાક્યનો અર્થ કરતી વખતે આજ્ઞાનું પ્રાધાન્ય સિદ્ધ કરવું તે ઔદમ્પર્યાર્થજ્ઞાન. તમારે ત્યાં વ્યાપારમાં જેમ નફો મેળવવો એ પ્રધાન છે તેમ આગમનાં પ્રત્યેક પદોનો અર્થ કરતી વખતે ભગવાનની આજ્ઞા પ્રધાન છે. શાસ્ત્રનાં પ્રત્યેક પદોમાં અને શાસ્ત્રાનુસારી અનુષ્ઠાનોમાં આજ્ઞાનું જ પ્રાધાન્ય સિદ્ધ કરે તે સુગુરુ છે. જેઓ આજ્ઞાને ગૌણ કરીને અનુષ્ઠાનનું મહત્ત્વ સ્થાપે છે તેઓ સુગુરુની કોટિમાં આવી શક્તા નથી. કોઈ પણ ધર્મમાં મોક્ષે પહોંચાડવાનું સામર્થ્ય ત્યારે જ મનાય છે કે જ્યારે તેમાં આજ્ઞાનુસારિત્વને પ્રધાન કરવામાં આવ્યું હોય. જેને મોક્ષની ઉપાદેયતા સમજાઈ જાય તેને આજ્ઞાનું પ્રાધાન્ય બતાવનારા ગુરુની પણ ઉપાદેયતા સમજાયા વિના ન રહે. અત્યારે મોક્ષમાં જવું નથી માટે જે ભટકાય તેને ગુરુ માનવા માટે તૈયાર થઈ જાઓ છો, જે દિવસે મોક્ષમાં જવાનું મન થશે તે દિવસે સાચા ગુરુની શોધમાં નીકળશો. જેને મોક્ષે જવાનું મન ન હોય, સંસારથી છૂટવાનો ભાવ ન હોય, ધર્મ કલ્યાણકારી છે એવી ઓઘથી પણ શ્રદ્ધા ન હોય તેવાઓને ધર્મ શુદ્ધ રીતે કરવાનો આગ્રહ ક્યાંથી હોય ? આજ્ઞા Page #101 -------------------------------------------------------------------------- ________________ સાથે સંબંધ ન હોય, વિધિ સાચવવાની દરકાર ન હોય અને માત્ર ક્રિયા કરી નાખ્યાનો સંતોષ જેમને હોય એવાઓના ધર્મમાં શું ભલીવાર આવે ? એક પચ્ચખ્ખાણ લેવા જેવી સામાન્ય ક્રિયા પણ લગભગ વિધિપૂર્વકની ન હોય. દેરાસરમાં, ઉપાશ્રયમાં કે રસ્તામાં સાધુ-સાધ્વી જ્યાં મળી જાય ત્યાં પચ્ચખ્ખાણ લઈ લે ! આ રીતે પચ્ચખાણ ન લેવાય. શાસ્ત્રમાં પચ્ચખ્ખાણ લેવાનું જણાવ્યું છે પણ સાથે સાથે ક્યા સમયે, કોની પાસે, કઈ રીતે પચ્ચખ્ખાણ લેવું એ પણ જણાવ્યું છે. સાધુ-સાધ્વી ભગવન્ત ઊભા હોય તો તેમની પાસેથી પચ્ચખાણ ન લેવાય. કારણ સાધુભગવન્ત ઊભા હોય તો તેમને વંદન કરાય નહિ. અને વંદન કર્યા વિના પચ્ચખાણ ન લેવાય. ભગવાને બતાવેલો નાનામાં નાનો ધર્મ પણ ઊંચામાં ઊંચી કોટિનો છે અને આ સંસારથી તારનારો છે - એવું હૈયે જગ્યા વિના જેઓ ધર્મ કરવા મંડી પડે છે તેઓ ઉત્તમમાં ઉત્તમ ધર્મનું પણ મૂલ્ય ઘટાડે છે અને એના યોગે ધર્મ કરીને કર્મથી છૂટવાના બદલે કર્મથી બંધાય છે. જેને સારાસારનો વિવેક નથી કરવો અને માત્ર ધર્મ જ કરવો છે એવાને સુધારવાનો કોઈ ઉપાય નથી. આજે ધર્માત્મા ગણાતા પણ અમને પૂછવા માટે આવે કે કુસાધુને વંદન થાય કે નહિ ?' અમારે કહેવું પડે કે તારે કરાય ! કારણ કે આમેય તારે ક્યાં મોક્ષે જવું છે, સંસારમાં જ રખડવું છે ને ?' “સુ” અને 'કુ ના ભેદ તો જેને મોક્ષે જવું છે – એના માટે છે. જેને મોક્ષે નથી જવું તેને તો બધું સરખું જ છે. મોક્ષની ઇચ્છા Page #102 -------------------------------------------------------------------------- ________________ વગરના અને સંસારના સુખની લાલસાવાળાઓ ધર્મ કરીને ધર્મની જે વિટંબના કરે છે તેવી વિટંબણા તો ધર્મ નહિ કરનારા પણ નથી કરી શકતા. ધર્મની આરાધના ઓછી-વધતી થાય એ બને પણ ધર્મની વિટંબણા થાય એ તો કઈ રીતે નભાવાય ? ધર્મદેશના આપવાનો અધિકાર કોને છે - એ વિષયમાં આપણે જોઈ ગયા કે સુગુરુની પાસેથી પૂર્વાપરનો વિરોધ ટાળીને વાક્યાર્થ, મહાવાક્યાર્થ, ઐદમ્પર્યાર્થથી શુદ્ધ એવું આગમનું જ્ઞાન જેણે મેળવ્યું છે તેને દેશના આપવાનો અધિકાર છે. આવો આગમનો જ્ઞાતા પણ ગુરુની અનુજ્ઞા મળે તો જ દેશના આપી શકે છે. ગુરુપારતન્ત્ય એ તો સાધુપણાનો પ્રાણ છે. સાધુભગવન્ત ગમે તેટલા સમર્થ હોય તોય પોતાના ગુરુની આજ્ઞા વગર એક પગલું પણ ન ભરે. ગમે તેવા સમર્થ પણ પ્રવચનપ્રભાવક સૌથી પહેલાં ગુરુ-આજ્ઞાના આરાધક છે. વ્યાખ્યાનની પ્રવૃત્તિ એ પરમનિર્જરાનું કારણ છે, પરંતુ તે ઇચ્છા મુજબની ન હોય અને આજ્ઞા મુજબની હોય તો. ‘હું ક્યારે વ્યાખ્યાન વાંચતો થાઉં ?' આવી ઇચ્છા સાધુ ન કરે. સંસારનું સુખ મળે પુણ્યથી પરન્તુ સંસારનું સુખ મેળવવાની ઇચ્છા એ પાપોદય. એ રીતે પ્રવચનપ્રભાવક બનાય પુણ્યથી, પરંતુ પ્રવચનપ્રભાવક બનવાની ઇચ્છા પાપના ઉદયથી થાય. જે આજ્ઞાવિહિત અનુષ્ઠાન ગુરુભગવન્તની આજ્ઞાથી કરવામાં આવે તો પરમનિર્જરાનું કારણ બને છે તે જ અનુષ્ઠાન જો પોતાની ઇચ્છાથી કરવામાં આવે તો તે સ્વચ્છતાનું Ce Page #103 -------------------------------------------------------------------------- ________________ પોષક હોવાથી કર્મબંધનું કારણ બને છે. કર્મબંધથી બચવા માટે ગરુપારતએ અમોઘ ઉપાય છે. આ રીતે સુગુરુ પાસેથી શાસ્ત્રાર્થને ભણેલા હોય અને સુગુરુની અનુજ્ઞાને પામેલા હોય તે દેશના આપવા માટે અધિકારી છે. સુગુરુની અનુજ્ઞાને પામેલો પણ દેશના દેતી વખતે મધ્યસ્થપણે દેશના દે. કોઈ પણ જાતનો સ્વાર્થ ન હોય, શ્રોતા પાસેથી ધન કે માન ખંખેરવાનો આશય ન હોય તેમ જ પોતાના અને શ્રોતાના આત્માના હિતનો અર્થી હોય તે જ મધ્યસ્થપણે દેશના આપી શકે. શ્રોતા જોઈને વાત ફેરવે તેને દેશના આપવાનો અધિકાર નથી. શ્રોતાની યોગ્યતાને અનુરૂપ દેશના આપે એને દેશના આપવાનો અધિકાર છે. સાંભળવા આવનાર બાળ છે, મધ્યમ છે કે પંડિત છે - તે જોઈને તેમને યોગ્ય દેશના આપવી. મધ્યસ્થપણે દેશના આપવી એનો અર્થ એ છે કે શ્રીમંતને જેટલા પ્રેમથી સમજાવે, એટલા જ પ્રેમથી નિધનને પણ સમજાવે. બુદ્ધિશાળીને જે રીતે દિલ દઈને સમજાવે તેમ અલ્પબુદ્ધિવાળાને પણ દિલ દઈને સમજાવે. મધ્યસ્થતાનો અર્થ એ નથી કે બધાને એક જ લાકડીએ હાંકે ! શ્રીમંતને સુખનો રાગ મારવાનું કહે, જે મળ્યું છે તે છોડવાનો ઉપદેશ આપે અને નિર્ધનને દુઃખનો દ્વેષ ટાળવાનું કહે તેમ જ જે નથી મળ્યું તેની ઈચ્છા મારવાનું સમજાવે. બુદ્ધિશાળીને ઊંડાણથી તત્ત્વ સમજાવે, અલ્પબુદ્ધિવાળાને તેની બુદ્ધિમાં ઊતરે એ રીતે સામાન્યથી તત્ત્વ સમજાવે. જેમ વૈદ્ય દવા આપે તો મધ્યસ્થપણે Page #104 -------------------------------------------------------------------------- ________________ આપે, રોગી રૂડો-રૂપાળો છે કે શ્રીમંત ઘરનો છે એ બધું ન જુએ પણ રોગ કયો છે એ તો જોઈને જ દવા આપે ને ? રોગને લઈને દવામાં ફેરફાર કરે તેમાં જેમ વૈદ્યની મધ્યસ્થતા હણાતી નથી તેમ બાલને બાલયોગ્ય, મધ્યમને મધ્યમયોગ્ય અને પંડિતને પંડિતયોગ્ય દેશના આપે તેમાં દેશની મધ્યસ્થતા હણાતી નથી. બાલને કડકમાં કડક ઉત્સર્ગમાર્ગ સમજાવે, મધ્યમને ઉત્સર્ગ સાથે અપવાદ પણ સમજાવે અને પંડિતને આગમતત્ત્વ અર્થાત્ પરમાત્માની આજ્ઞા જ એકાન્તે કલ્યાણર છે - એ સમજાવે. બાલને બાલયોગ્ય દેશના આપવાના બદલે મધ્યમ કે પંડિતયોગ્ય દેશના આપે તો તે પરસ્થાનદેશના કહેવાય છે. જોકે બાલાદિ જીવોને કેવી દેશના આપવી, કેવી દેશના ન આપવી વગેરેનું વિસ્તારથી વર્ણન દેશનાબત્રીસીમાં તેમ જ દેશનાષોડશકમાં કરેલું છે. આપણે તો શ્રદ્ધાનું ત્રીજું લિંગ જે સન્માર્ગદેશકતા છે તેમાં દેશના કોણ આપે એ વિચારી રહ્યા છીએ. આથી આપણે અહીં એ વિષય વિસ્તારથી ચર્ચવો નથી. વર્તમાનમાં આ વિષયમાં કેટલાકો અર્થભેદ કરી અજ્ઞાન લોકોને ઉન્માર્ગે લઇ જાય છે, એટલાપૂરતી આ પ્રસંગે થોડી સ્પષ્ટતા કરી લઈશું. બાકી આપણો મુખ્ય ઉદ્દેશ તો ભાવસાધુતાનાં સાત લિંગો આ બે-ચાર દિવસમાં સમજી લેવાનો છે. વીતરાગપરમાત્માના શાસનમાં વીતરાગપરમાત્મા પછી સર્વોચ્ચકોટિનું સ્થાન હોય તો આ ભાવસાધુનું જ છે. માટે જ ૧૦૧ Page #105 -------------------------------------------------------------------------- ________________ સાધકની નજર ભાવસાધુપણા ઉપર સ્થિર થાય છે. ગૃહસ્થપણાના ઉત્તમમાં ઉત્તમ કોટિના ધર્મનું ફળ આ ભાવચારિત્રની પ્રાપ્તિ જ છે. એક બાજુ કર્મયોગે આવેલાં દુઃખોના ઢગલાનો ભોગવટો થયા કરે, બીજી બાજુ નિર્જરાનો ઢગલો થયા કરે-તેનું નામ ભાવસાધુપણું. સંસારમાં જે દુઃખો ન ભોગવ્યાં હોય એવાં પણ દુઃખો સાધુપણામાં સ્વેચ્છાથી ભોગવવાનું કામ સાધક કરે. સ્વેચ્છાથી દુઃખ ભોગવ્યા વિના ગુણને પ્રાપ્ત કરવાની યોગ્યતા વિકાસ પામતી નથી. જ્ઞાન માર્ગ સુઝાડે છે, ચારિત્ર માર્ગે ચલાવે છે અને શ્રદ્ધા બહારના ઘા ઝીલવાનું કામ કરી સ્થિર બનાવે છે. શ્રદ્ધાના કવચ વિના ચારિત્રની રક્ષા થઈ શકે એવું નથી. આથી આપણે ભાવસાધુના શ્રદ્ધા નામના લિંગને વિસ્તારથી વિચારી રહ્યા છીએ. દુનિયાના ગમે તેવા કારમા ઘા ઝીલવાનું સામર્થ્ય જે શ્રદ્ધામાં છે - એ શ્રદ્ધાની વાત પણ જેને ખંડનાત્મક લાગે તેવા શ્રદ્ધાને કઈ રીતે પામી શકે ? જ્યાં અવિરતિ ઘણી છે અને જ્ઞાનાવરણીયનો ક્ષયોપશમ અલ્પ છે એવા પણ ચોથા ગુણઠાણે ટકી શકાતું હોય તો તે એકમાત્ર શ્રદ્ધાના બળે જ ટકી શકાય છે. આ શ્રદ્ધા જ ચોથેથી છઠે-સાતમે પહોંચાડે છે. તેવી જ રીતે છઠ્ઠાસાતમા ગુણઠાણાની પ્રવર શ્રદ્ધા સામર્થ્યયોગમાં લઈ જાય છે. જે શ્રદ્ધાના બળે તરાય છે તે શ્રદ્ધાને મજબૂત બનાવવા માટે અશુદ્ધનો ત્યાગ કરવો પડશે અને શુદ્ધનો રાગ કેળવવો પડશે. મન ન માને તોય પ્રયત્ન કરવો પડશે, કારણ કે વસ્તુ એકાન્ત કલ્યાણકર છે. Page #106 -------------------------------------------------------------------------- ________________ ભાવસાધુના શ્રદ્ધા નામના લિંગના ત્રીજા સન્માર્ગદશકતા લિંગમાં આપણે જોઈ આવ્યા કે પ્રવરશ્રદ્ધાસંપન્ન સાધુ ભગવન્ત જ્યારે પણ દેશના આપે ત્યારે સન્માર્ગને સમજાવે અને ઉન્માર્ગથી દૂર રાખે, કોઈ પણ જાતની માનસન્માનની કે પૌદ્ગલિક અપેક્ષા રાખ્યા વિના શ્રોતાની યોગ્યતાને અનુરૂપ દેશના આપે. જે દેશના જેને યોગ્ય ન હોય તે દેશના તે શ્રોતાને આપવી તેને પરસ્થાન દેશના કહેવાય છે. પરસ્થાનદેશનાને શાસ્ત્રમાં પાપદેશના કહી છે. વર્તમાનમાં કેટલાક ઉપદેશકો પરસ્થાનદેશનાનું સ્વરૂપ વિકૃત રીતે સમજાવે છે. અને તેનું મુખ્ય કારણ એ છે કે તેઓ બાલ, મધ્યમ અને પંડિતની વ્યાખ્યા જ વિપરીત રીતે કરે છે. “જે સંસારના સુખના અર્થ છે તે બાલ જીવો છે, જે સંસારના અને મોક્ષના : બેના અર્થી છે તે મધ્યમ જીવો છે અને જેઓ એકલા મોક્ષના જ અર્થી છે તે પંડિતજીવો છે.” આ પ્રમાણે તેઓ જણાવે છે. પરંતુ કોઈ શાસ્ત્રકારે બાલજીવોને સંસારના સુખના અર્થી તરીકે વર્ણવ્યા નથી. શ્રી ષોડશગ્રંથમાં સૂરિપુરંદર શ્રીમદ્ હરિભદ્રસૂરીશ્વરજી મહારાજે જણાવ્યું છે કે જે જીવો ધર્મ-મોક્ષના અર્થી છે પરંતુ ધર્મ કોને કહેવાય, મોક્ષ કઈ રીતે મળે-એનું સાચું જ્ઞાન જેમને નથી એવા અજ્ઞાન જીવોને બાલ કહેવાય છે. બાલતા અજ્ઞાનમૂલક છે, સંસારના સુખના અર્થપણા સ્વરૂપ જે મોહ, તે મોહમૂલક પરિણામને બાલતા નથી કહેવાતી. સંસારના સુખના જ અને મોક્ષમાર્ગની દેશનાના શ્રવણમાં અધિકાર ન હોય - એ સમજી શકાય એવું છે. Page #107 -------------------------------------------------------------------------- ________________ સંસારના સુખના અથન બાલ જણાવી “સંસારના સુખ માટે પણ ધર્મ કરાય’ આવા પોતાના સિદ્ધાન્તની પુષ્ટિ કરનારા ઉન્માર્ગના દેશક છે. આવા ઉન્માર્ગદશકોથી આપણી જાતને બચાવવા માટે શ્રી ષોડશક વગેરે ગ્રંથનું યોગ્ય ગુરુ પાસે અધ્યયન કરવાની જરૂર છે. ઘર્મરત્નપ્રકરણકારે બાલાન્નેિ ક્વી દેશના આપવી તે પણ અહીં જણાવ્યું છે. બાલ જીવો લિંગ અર્થાત્ માત્ર વેષને જોનારા હોય છે. મધ્યમ જીવો વૃત એટલે આચારને જોનારા હોય છે જ્યારે પંડિતજનો આગમ-તત્ત્વને જોનારા હોય છે. આથી બાલાદિને તેમને અનુરૂપ દેશના આપવી. બાલ જીવો બાદ્યવેષને જોઈને સાધુતાને માનતા હોય છે. આથી તેમને બાહ્ય આચરણને પ્રધાનપણે જણાવનારી દેશના આપવી. તેમાં સૌથી પહેલાં સમ્યગુલોચથી શરૂઆત કરવી. કારણ કે દુનિયામાં કોઈ સાધુ ન પાળે એવો આ આચાર છે. દુનિયામાં જે જે સાધુ તરીકે જણાય છે. તેમના કરતાં આમના (ભગવાન સાધુના) આચાર વિશિષ્ટ છે એવું બાલજીવોને લાગવું જોઈએ. એટલે બાહ્યાચાર પણ એવા બતાવે કે જે દુનિયામાં બીજા કોઈ સાધુમાં જોવા ન મળે. આવા કણકારી આચારને સાંભળી તેને સાધુભગવન્ત પ્રત્યે બહુમાન પેદા થાય અને મારાથી તો આવો આચાર પાળી ન શકાય, જે પાળે છે તે ખરેખર મારા કરતાં મહાન છે, ધન્ય છે...' એમ કહીને માથું ઝુકાવે એટલે ગુરુભગવન્ત તક ઝડપી લે અને એને સમજાવે કે-બાહ્ય આચાર અત્યત ઉત્તમ છે પણ એટલાથી મોક્ષ Page #108 -------------------------------------------------------------------------- ________________ ન મળે, એની સાથે અભ્યત્તર આચાર પણ જોઈશે... આ રીતે બાલને બાલયોગ્ય દેશના આપીને તેને મધ્યમ બનાવવાનું કામ આચાર્યભગવન્ત કરે. આ રીતે આચારનું પ્રાધાન્ય સમજાવવા માટે આચાર્યભગવન્તને પણ ભગવાને બતાવેલા લોકોત્તર કોટિના આચાર પર પૂરો પ્રેમ હોવો જોઈએ. ભગવાનનો આચાર જેના હૈયે વસ્યો હોય અને શ્રોતાનું હિત કઈ રીતે થાય તેમ જ શોતાનું અહિત ન થાય તેની જેને સતત ચિંતા હોય તેવા મહાત્માઓ જ આ રીતે માર્ગાનુસારી દેશના આપી શકે. આજે તો સાધુપણામાં રહેલાને પણ આચાર પ્રત્યે કેટલો પ્રેમ છે – તે પૂછવું પડે એવું છે. શક્ય આચાર હોય છતાં ય પાળે નહિ અને પાળતા નથી પણ એનું દુઃખ ઘણું છે એમ કહીને પોતાની અયોગ્ય પ્રવૃત્તિ ઉપર સરસ આવરણ ચડાવી દે ! આને આચારનો પ્રેમ કહેવાય ? અસપ્રવૃત્તિ કરવા છતાં એને ખોટી માને - એ તો સમ્યત્વનો પરિણામ છે, ચારિત્રનો નહિ. હું ખોટું કરું છું પણ ખોટું કર્યાનું મને દુઃખ ઘણું છે' એવું બોલવાનો અધિકાર ચોથા ગુણઠાણાવાળાને છે, છઠ્ઠા ગુણઠાણાવાળાને નહિ. સમ્યત્વ ટકાવવાનું કામ તો ચોથા ગુણઠાણાવાળા ય કરે છે. સાધુપણામાં સમ્યક્તની જ રક્ષાથી નહિ ચાલે, ચારિત્રની રક્ષા કરી છઠઠું ગુણઠાણું ટકાવવાનું છે. શતિ ન હોય તો વિશિષ્ટ આરાધના સાધુન કરે એ બને, પરંતુ ગુરુભગવન્ત જેનો નિષેધ કરે એવું તો એકે ય કાર્ય ન કરે ને ? જે શક્ય ન હોય તેમાં ભાવથી પ્રતિબંધ રાખવો તે ગુણ. પરંતુ જે શક્ય છે તેમાં ય Page #109 -------------------------------------------------------------------------- ________________ માત્ર ભાવથી જ પ્રતિબંધ રાખવો એ તો એક જાતની આત્મવંચના છે. શફ્ટ અનુષ્ઠાન કર્યા વિના ન રહેવું અને જે અશક્ય હોય તેમાં પણ છેવટે ભાવથી તો પ્રતિબંધ રાખવો - એ ગુણ પામવાનો સરળ ઉપાય છે. આ રીતે લોકોત્તર આચાર ઉપર પ્રેમ કેળવીને બાલજીવોને તે આચાર જણાવવો. સાધુભગવન્તો પોતાના હાથે માથાના અને દાઢીમૂછના વાળ ઉખેડે છે-એમ જણાવ્યા બાદ બાલજીવને એ પણ જણાવવું કે સાધુ પગમાં કશું પહેરે નહિ. ગામોગામ ફરે છતાં ઉઘાડા પગે જ કાયમ માટે ચાલે : એમ એને સમજાવે જોકે શાસ્ત્રમાં તો અપવાદપદે – અટવી વગેરેનું ઉલ્લંઘન કરતી વખતે સાધુભગવન્તો સંયમની સાધનાથી વંચિત ન રહી જાય એ માટે પાંચ પ્રકારનાં ચર્મ (ચામડું) ગ્રહણ કરે છે. એ પ્રમાણે પણ જણાવેલું છે. પરંતુ એ અપવાદ બાલછવોની આગળ ન સેવવો. કારણ કે બાલજવો ઉત્સર્ગપ્રિય હોવાથી તેમની આગળ એકલા ઉત્સર્ગમાર્ગનું વર્ણન કરેલું હોય અને પછી તેમની આગળ ઉપદેશક જો અપવાદ સેવે તો, “આ તો બોલવામાં શૂરા છે, પાળતા કશું નથી આવી છાપ બાલવના મનમાં પડે અને આથી તે ધર્મથી દૂર થઈ જાય - એવું પણ બને. આથી ઉપદેશકને અપવાદ સેવવો પડે એવું હોય તોય તે બાલજીવોની નજરમાં ન આવે તેની કાળજી રાખે. ખાનગીમાં અપવાદ સેવે, જાહેરમાં નહિ. છતાંય એ દંભ નથી કહેવાતો. કારણ કે અહીં પોતાની જાતને છુપાવવાનો પરિણામ નથી, માર્ગના અજાણ છવો માર્ગથી પરખ ન બને એ Page #110 -------------------------------------------------------------------------- ________________ માટેનો આ પ્રયત્ન છે. ઉપદેશક આચાર્યભગવા આગમના જ્ઞાતા હોય. ક્યા અવસરે કઈ રીતે વર્તવામાં લાભ છે - એ શાસ્ત્રના આધારે જાણતા હોવાથી એ મુજબ તેઓ વર્તતા હોય છે. આથી તેમની પ્રત્યેક પ્રવૃત્તિ પરિણામે સ્વપરના કલ્યાણને કરનારી જ હોય એમાં બે મત નથી. બાલજીવને; સમ્યગ્લોચ, પગમાં કશું ધારણ ન કરવું, ભૂમિ ઉપર શયન કરવું, બે પ્રહરની નિદ્રા લેવી, શીતોષ્ણ વગેરે પરિષહ સહન કરવા, છઠ્ઠ અમાદિ અનેક પ્રકારના કષ્ટકારી તપ કરવા, અલ્પ ઉપાધિ રાખવી, પિંડવિશુદ્ધિ જાળવવી, અનેક પ્રકારના દ્રવ્યાદિ અભિગ્રહ ધારણ કરવા, વિગઈઓનો ત્યાગ કરવો, એક દાણો વાપરીને પારણું કરવું, અનિયત વિહાર કરવો, કાયોત્સર્ગ કરવા...ઇત્યાદિ કષ્ટકારી બાહ્ય આચારો જણાવવા. જ્યારે મધ્યમજીવોને; પાંચ સમિતિ-ત્રણ ગુમિ, એ અષ્ટપ્રવચનમાતાનું અહર્નિશ પાલન સાધુભગવન્તને પરમકલ્યાણનું કારણ છે.ઈત્યાદિ સમજાવવું તેમ જ વિધિપૂર્વક આગમનું અધ્યયન કરવું અને ગુરુનું પારતન્ય કેળવવું, ગુરુભગવંતના બહુમાનથી પરમગુરુની પ્રાપ્તિ થાય છે અને તેનાથી મોક્ષ મળે છે વગેરે સાધુભગવન્તના સદાચાર મધ્યમબુધિ જીવોને જણાવવા. જ્યારે પંડિતજીવોને ભાવપ્રધાન એવું આગમતત્ત્વ સમજાવવું. પંડિત જવો તેને કહેવાય છે કે જેઓ બાહ્ય દેખાવમાત્રને કે અનુષ્ઠાનમાત્રને નથી જોતા, પરંતુ આજ્ઞાના પ્રેમને જુએ છે. ઢગલાબંધ અનુષ્ઠાન કરે પણ શાસ્ત્રને ન માને એવાને IIIIII Page #111 -------------------------------------------------------------------------- ________________ પંડિત જીવો માને નહિ. અનુષ્ઠાન ઓછું-વધતું થાય પણ શાસ્ત્રને બાધા પહોંચે એવું એક પણ અનુષ્ઠાન ન કરે, શાસ્ત્રને અનુસારે જ વર્તે તેવાઓને પંડિતજીવો માને. આથી તેને, “ભગવાનની આજ્ઞાની આરાધનામાં જ ધર્મ છે અને આજ્ઞાની વિરાધનામાં અધર્મ છે એ પ્રમાણે સમજાવવું. આ રીતે બાલાદિ શ્રોતાને જાણી બાલાદિને ઉચિત એવી દેશના આપે તેને સન્માર્ગદશના કહેવાય. માર્ગનું સ્વરૂપ અને માર્ગદશનાવિધિ: એ બંને શાસ્ત્રમાં જણાવેલ છે, એ આપણી મતિકલ્પનાથી નક્કી કરવાના નથી. પહેલાં પોતાની મતિથી માર્ગની અને દેશનાવિધિની લ્પના કરવી અને પછી તેની સિદ્ધિ માટે શાસ્ત્રનો - અપવાદમાર્ગનો આશરો લેવો - એ સન્માર્ગદશકતા નથી, સ્વચ્છતા છે. આવા ઉપદેશકો શાસ્ત્રના નામે પણ લોકોને ઉન્માર્ગે લઈ જવાનું કામ કરે છે. સ૦ એમ કહે છે કે – શાસ્ત્રમાં ઉત્સર્ગની સાથે સાથે અપવાદ પણ આપેલા જ છે ને ? શાસ્ત્રમાં જેટલું વર્ણવેલું હોય તે બધું ઉપાદેય જ હોય ? શાસ્ત્રમાં તો ચારે ગતિનાં કારણો બતાવ્યાં છે, તે બધાં સેવવા માટે બતાવ્યાં છે ? શાસ્ત્રમાં હેયનું પણ વર્ણન હોય, ઉપાદેયનું પણ વર્ણન હોય; એ જ રીતે સમ્યગૃમિથ્યા, જ્ઞાન-અજ્ઞાન, વિરતિઅવિરતિ બધું વર્ણવ્યું હોય છતાં સ્વીકારવાનું શું? ઉત્સર્ગ અને અપવાદ બને બતાવ્યા હોય છતાં આપણે શું સેવવાનું? ઉત્સર્ગના સ્થાને અપવાદ સેવે તો તેને માર્ગ કહેવાય ? અપવાદ પણ Page #112 -------------------------------------------------------------------------- ________________ અપવાદના સ્થાને સેવાય તો જ માર્ગ કહેવાય. સ૦ સમય પ્રમાણે અપવાદ સેવવો... એમ કહે છે. ઈચ્છા પ્રમાણે અપવાદ સેવવો અને સમયનું ઓઠું લેવું તે સાચો માર્ગ નથી. ઈચ્છા પ્રમાણે નહિ, સમય પ્રમાણે પણ નહિ, આજ્ઞા પ્રમાણે અપવાદ સેવવો તે માર્ગ. સમયને જોવાને બદલે આજ્ઞા સામે જોવા માંડો તો અપવાદના સ્થાને અપવાદ કોને કહેવાય એ સમજાશે. શાસ્ત્રમાં અપવાદ અસહિષ્ણુ માટે બતાવ્યા છે. અપવાદ તો પડતાંને બચાવવા માટે છે, માર્ગે ચાલવા માટે નહિ. માર્ગે ચાલવા માટે તો ઉત્સર્ગ બતાવ્યો છે. અપવાદ પહેલેથી નથી આપવાનો. પહેલેથી જે ઉત્સર્ગમાર્ગે ચાલતો હોય પરંતુ અસહિષ્ણુતાદિના કારણે સારી રીતે માર્ગગમન ન કરી શકતો હોય તેને માર્ગમાં સ્થિર કરવા અપવાદમાર્ગ અપાય. જે પડતાંને બચાવવા માટે હોય તે પહેલેથી જ માર્ગ તરીકે કેવી રીતે બતાવી શકાય ? જે મજેથી હરીફરી શકે, ખાઈ-પી શકે તે અપવાદ સેવે તો તે ધર્મમાં ટવા માટે સેવે છે કે ધર્મ જોઈતો નથી માટે ? અપવાદમાર્ગ ઈચ્છા મુજબ વર્તવા માટે નથી, આજ્ઞામાં સ્થિર થવા માટે છે. જેને ઈચ્છા મુજબ જીવવું છે તેના માટે તો કોઈ માર્ગ જ નથી. જેને આજ્ઞા મુજબ જીવવું છે તેના માટે બંન્ને માર્ગ છે. ઉત્સર્ગના સ્થાને ઉત્સર્ગ એ માર્ગ અને અપવાદના સ્થાને અપવાદ એ માર્ગ. ભગવાનનો સાધુ શતિ હોય તો ઉત્સર્ગમાર્ગે નવકલ્પી વિહાર કરે અને જંઘાબળ ક્ષીણ થઈ જાય તો સ્થિરવાસ પણ કરે. શક્તિસંપન્ન ૧૦૯ Page #113 -------------------------------------------------------------------------- ________________ માટે અનિયતવિહાર એ માર્ગ અને અસમર્થ માટે સ્થિરવાસ એ માર્ગ સ, અસહિષ્ણુ માટે અપવાદ હોય તો ડોળીની જેમ વ્હીલચેર પણ વાપરી શકાય, તો વ્હીલચેરનો નિષેધ શા માટે કરવામાં આવે છે ? માત્ર વ્હીલચેર જ નહિ, શાસ્ત્રમાં જણાવેલ સ્થિરવાસના અપવાદ-માર્ગની અપેક્ષાએ ડોળીમાં વિહાર કરવો પણ વ્યાજબી નથી – એ આપણે સમજાવવું છે. શાસ્ત્રમાં અપવાદપદે સ્થિરવાસની આજ્ઞા કરેલી જ છે, જો ડોળીમાં વિહાર કરવાનો હોય તો સ્થિરવાસની આજ્ઞા પાળવાની ક્યાં રહી? અને છતાં ય કોઈ સંયોગવિશેષમાં સ્થિરવાસ પણ કરી શકાય એવું ન હોય ત્યારે શું કરવું - એ તો ગીતાર્થ ગુરુભગવન્તોનો વિષય છે. એટલે તમે એમાં માથું મારવાને બદલે માર્ગને સમજવાનો પ્રયત્ન કરો. સાધુસાધ્વીની ટીકાટિપ્પણ કરવા પહેલાં સાધુપણાના આચારને સમજવાની જરૂર છે. સ્થિરવાસ કરતી વખતે એક સ્થાને રહેવામાં પણ ઘણાં કષ્ટ વેઠવાં પડે છે, માન-અપમાન ગળી ખાવાં પડે. ભગવાનની આજ્ઞા પર અત્યંત બહુમાન હોય ત્યારે અપવાનો પણ આચાર પાળી શકાય છે. તમારે સાધુપણાના આચારોનું જ્ઞાન મેળવવું નથી અને તર્ક-કુતર્ક કર્યા કરવા છે. સવ ભગવાનનો માર્ગ સમજતી વખતે અમને તર્ક કેમ ઊઠે છે? શ્રદ્ધા નાશ પામી છે માટે અને શ્રદ્ધા કેળવવાનો ભાવ પણ લગભગ રહ્યો નથી માટે. માર્ગ સમજવા માટે, ભગવાનની વાત Page #114 -------------------------------------------------------------------------- ________________ કઈ રીતે સંગત થાય એના માટે તર્ક કરતા હો તો બરાબર છે. પરન્તુ માર્ગને ખોટો ઠરાવવા માટે તર્ક લડાવ્યા કરો તો માનવું ન પડે કે શ્રદ્ધા રહી નથી ? બેને બે ચાર થાય એ ગણિતમાં કદી શંકા પડી ? મારી બુદ્ધિમાં બેસે તો જ માનું એવો આગ્રહ ત્યાં સેવ્યો ? અને કદાચ એવો આગ્રહ રાખો તો સમજાવનારને પણ પૂછવું પડે ને કે “તારી પાસે બુદ્ધિ છે ખરી ?' એવી જ રીતે અહીં પણ ભગવાનની વાત સર્વજ્ઞના વચન તરીકે તો બેને બે ચાર જેવી સ્પષ્ટ છે. જો ભગવાનનું વચન ખોટું હોય તો તેમની સર્વજ્ઞતામાં ખામી આવે. જો ભગવાન સર્વજ્ઞ હોય તો તેમનું વચન ખોટું ન હોય, મારી બુદ્ધિ અલ્પ છે, મિથ્યાત્વથી વાસિત છે માટે મને સમજાતું નથી, મારી બુદ્ધિમાં બેસતું નથી- આ પ્રમાણે જે વિચારે તેને ભગવાનનું વચન ન સમજાય તોય તેની શ્રદ્ધા અવિચલ હોય. શ્રદ્ધા પામવી હોય, ટકાવવી હોય તો તર્ક કરવાના બદલે સમજવા માટે પ્રયત્ન કરવા માંડો. . શ્રદ્ધાના સન્માર્ગદશના નામના લિંગમાં બાલાદિ જીવોને જોઈને તેમને ઉચિત હોય તેવી જ દેશના આપવી – એ સમજાવવા માટે શ્રેણિમહારાજા અને અનાથીમુનિનું દૃષ્ટાન્ન ગ્રંથકાશ્રીએ આપ્યું છે. એ દૃષ્ટાન્ત શરૂ કરવા પહેલાં એક પ્રશ્ન પૂછી લઉં. તમે બાલાદિ જીવોનું સ્વરૂપ સાંભળ્યું. એના ઉપરથી તમારી જાતનો પણ વિચાર કર્યો હશે ને ? તમે શેમાં સમાઓ છો ? બાલમાં, મધ્યમમાં કે પંડિતમાં? Page #115 -------------------------------------------------------------------------- ________________ સ૦ બાલમાં ! આ સારું ! પોતાની જાતને બાલ કહીને છટકી જવું છે ? પંડિત બનો તો ભગવાનની આજ્ઞાનો વિચાર કરવો પડે એટલે એમાંથી છટકી જવા માટે બાલ બનવાનું પસંદ કર્યું ! સારી વાણિયાબુદ્ધિ ચલાવી ! પરન્તુ બાલ બનવું પણ સહેલું નથી. જો તમે બાલ હો તો વ્હીલચેરના સાધુને પણ સાધુ નહિ મનાય. બોલો છે તૈયારી ? બાલજીવ બનવું હશે તો એક પણ અપવાદ સેવનારને સાધુ નહિ મનાય. તમે બાલજીવ હશો તો નવકલ્પી વિહાર જ સાધુ કરે, સ્થિરવાસે ય ન કરે, ડોળી પણ ન વાપરે અને વ્હીલચેર પણ ન વાપરે – એમ સમજાવીશું. તમે મધ્યમ હશો તો સમજાવીશું કે – નવક્લ્પી વિહાર થઇ શકે એવું ન હોય તો અપવાદપદે સ્થિરવાસ કરવો અને એ ય બને એવું ન હોય તો ડોળીમાં વિહાર કરવો. અને તમે જો પંડિત હશો તો જરૂર પડ્યે વાહનમાં બેસીને પણ વિહાર કરાવવો પડે.. એમ સમજાવીશું. ફાવે ત્યારે બાલ બને અને ફાવે ત્યારે પંડિત બને ! એવાને એકે ઉપદેશ ન અપાય. - સ૦ ડોળી વાપરવી પણ વ્યાજબી નથી, એવું કેમ ? ડોળી ઉપાડવા માટે માણસ રાખવા પડે, તેમની સાર-સંભાળ રાખવી–રખાવવી પડે, તે જે વિરાધના કરે, વ્યસન વગેરે સેવે તેની અનુમોદનાનો દોષ લાગે, વિહારનાં ગામોમાં શ્રાવક વગેરેને અપ્રીતિનું કારણ બને : આવા બધા કારણે ડોળીનો ઉપયોગ કરવા જેવો નથી. વ્હીલચેરમાં તો આ બધા દોષો સાથે જીવવિરાધનાનો મહાદોષ (૧૧૨ Page #116 -------------------------------------------------------------------------- ________________ છે. ડોળી ઉપાડનાર ધારે તો જીવરક્ષા કરી શકે, વ્હીલચેરમાં એ શક્ય નથી. તેથી હીલચેર તો મૂળવતનો નાશ કરનારો છે. વ્હીલચેરનો ઉપયોગ કરનારને બીજાં વાહનોનો ઉપયોગ કરતાં સંકોચ રહેવાનો નથી. સ્થિરવાસનો શાસ્ત્રીય અપવાદ કોઈ કારણે અનુકૂળ ન હોય તો જ ડોળીનો ઉપયોગ કરવાનું વિચારાય. વિહાર અશક્ય બને ત્યારે સ્થિરવાસનો વિચાર પહેલો કરવો જોઈએ. માર્ગની રક્ષામાં કલ્યાણ છે, આપણી અનુકૂળતા સાચવવા માટે માર્ગ ભૂંસવામાં કલ્યાણ નથી. સાધુપણાના માર્ગના જ્ઞાતા બનો, સાધુપણા પ્રત્યે પ્રેમ કેળવી લો અને થોડા ઉદાર બનો તો તમે જાતે માર્ગની રક્ષા કરી શકશો અને માર્ગના રક્ષકોને સહાય પણ કરી શકશો. કોઈ સંયોગોમાં સ્થિરવાસ કરી શકાય એવું ન હોય તો ચાતુર્માસ માટેનો વિહાર ડોળીમાં કરવો પડે – એ બરાબર, પરંતુ તીર્થયાત્રા, ઉત્સવમહોત્સવ વગેરે પ્રસંગો માટે ડોળીમાં વિહાર કરવો – એ વ્યાજબી ન ગણાય. સવ અંજનશલાકા-પ્રતિષ્ઠા માટે સાધુની જરૂર પડે તો ? અંજનશલાકા કરાવવી હોય તો જ્યાં સાધુભગવત હોય ત્યાં જઈને કરાવવી, પોતાના ગામનો અને પોતાના સ્થાનનો મોહ ન રાખવો. અને પ્રતિષ્ઠા માટે તો શ્રાવકની જરૂર છે. સાધુભગવન્તની એમાં જરૂર નથી. સાધુભગવન્ત વગર પ્રતિષ્ઠા કરાવી શકાય છે. સાધુભગવન્ત વિના ન થઈ શકે એવી એકે ક્રિયા પ્રતિષ્ઠાવિધિમાં આવતી નથી. પ્રતિષ્ઠા એ કાંઈ એવું અનુષ્ઠાન નથી Page #117 -------------------------------------------------------------------------- ________________ કે જે સાધુભગવન્તને ઘરઆંગણે બોલાવીને જ કરાવવું પડે. આજે શ્રાવકો જો સાધુપણાની મર્યાદાના જ્ઞાતા બની જાય અને પોતાના સ્થાનનો - મોભાનો મોહ છોડી દે તો સાધુભગવન્તોના ઘણા વિહારો ઓછા થઈ જાય, અને તેઓને આજ્ઞાપાલનમાં પણ સરળતા થઈ જાય. ઉપધાન, દીક્ષા વગેરે જે પ્રસંગોમાં સાધુ-ભગવન્તની નિશ્રા અવશ્ય જરૂરી છે તેવા કાર્યો જ્યાં આચાર્યભગવન્ત હોય ત્યાં તેમની નિશ્રામાં જઈને કરવાં અને જે અનુષ્ઠાનો સાધુભગવન્ત વગર થઈ શકે એવાં છે તેવાં અનુષ્ઠાનોમાં સાધુભગવન્તોને લાવવાનો આગ્રહ રાખવો નહિ, તેમ જ નાના સાધુઓને તેમના ગુરુભગવન્તથી છૂટા પાડીને વિહાર કરીને લઈ જવાનો આગ્રહ રાખવો નહિ. આટલો નિયમ તમને આપી દઉં? શ્રાવકો જે આટલો નિયમ કરી લે તો આજે સાધુસાધ્વીના અડધા વિહાર ઓછા થઈ જાય. આજે સાધુસાધ્વી, ભગવાનની આજ્ઞા સારામાં સારી પાળે- એમાં તમે રાજી કે પોતાની મર્યાદા મૂકીને તમારા પ્રસંગોમાં હાજરી આપે - એમાં તમે રાજી ? તમારા હૈયામાં ભગવાનના સાધુપણા પ્રત્યે પ્રેમ હોય અને ભગવાનના સાધુનું હિત જો તમારા હૈયે વસ્યું હોય તો આ બધું શાંતિથી વિચારવાની જરૂર છે. જેના આલંબને આપણે તરવાનું છે એવાં સાધુસાધ્વી ભગવન્તને આજ્ઞાપાલનની અનુકૂળતા કરી આપવામાં એકાને આપણું પણ કલ્યાણ સમાયેલું છે. આપણે હવે સન્માર્ગદશના-લિંગમાં અનાથીમુનિનું દૃષ્ટાન્ત વિચારીએ. બૌધવાસિત મગધના રાજાને ક્ષાયિકસત્ત્વના ધણી Page #118 -------------------------------------------------------------------------- ________________ બનાવે - એ પ્રભાવ આ શાસનના મહાત્માની સન્માર્ગદશનાનો છે. મગધદેશના રાજગૃહનગરીના નાયક શ્રેણિક નામના રાજા હતા. તે રાજા દુ:ખી એવા પ્રજાજનના પરિપાલનમાં સ્વભાવથી જ ઉઘુક્તમનવાળા હતા. એક દિવસ એ રાજા પોતાના પરિવારસહિત કિડા કરવાને માટે નગરની બહાર રહેલા ઉદ્યાનમાં આવ્યા. તે ઉદ્યાનમાં તેમણે તરુણવયવાળા, તેજસ્વીકાંતિથી યુક્ત શરીરવાળા, સાક્ષાત્ કામદેવજેવા રૂપવાળા એક મુનિને ધ્યાનમુદ્રામાં ઊભા રહેલા જોયા. એ શાંતમુદ્રાવાળા તેજસ્વી મુનિભગવન્તને જોતાંની સાથે શ્રેણિમહારાજાની આંખ ઠરી ગઈ અને ત્યાં જ ઊભા રહી ગયા. આવા મુનિભગવન્તને જોઈને શ્રેણિક મહારાજા મનમાં વિચારે છે કે “અહો ! આ આર્યનો વર્ણ! અહો એમનું સુરૂપ! આમની ક્ષમા પણ અદ્ભુત ! આમની નિર્લોભતા પણ અદ્ભુત ! આમની ભાગોને વિષે નિઃસંગતા પણ અદ્ભુત !” આ પ્રમાણે વિચારતા એવા શ્રેણિમહારાજા એ મુનિભગવાનાં ચરણોમાં નમસ્કાર કરીને મુનિભગવન્તથી અતિદૂર પણ નહિ અને તેમની અતિનિકટ પણ નહિ એવા સ્થાનમાં ઊભા રહ્યા. શ્રેણિકજેવા મહારાજા જે ઉદ્યાનમાં કીડા કરવા માટે જાય તે ઉદ્યાન કેવું હોય ? આવા ઉદ્યાનમાં તમે કોઈ મહાત્માને જુઓ તો શું કહે ? તમને ઉદ્યાનમાં રહેલા સાધુભગવન પ્રત્યે સદ્ભાવ જાગે ખરો ? પરંતુ શ્રેણિક મહારાજા તો ઉત્તમ આત્મા છે. ઉદ્યાનમાં રહેલા તે મુનિવરને કોઈ પણ જાતની શંકાની નજરે જોતા નથી. ઉપરથી એ મુનિવરની યોગમુદ્રાએ તો Page #119 -------------------------------------------------------------------------- ________________ એમનું ચિત્ત હરી લીધું છે. મુનિવરને નમસ્કાર કરીને મુનિવરની અત્યન્ત નજીક પણ નહિ અને અતિદૂર પણ નહિ એવા સ્થાનમાં ઊભા રહે છે. શ્રેણિક મહારાજા ધર્મ પામેલા નથી છતાં ઔચિત્ય, વિનયગુણ કેવો દાખવે છે ? ધર્મ પામવાની યોગ્યતા ધરનારા જીવો કેવા હોય છે એ પણ જોવા જેવું છે. આજે તો ધર્માત્મા ગણાતાઓ પણ વંદન કરવા આવે અને સાધુભગવન્ત સ્વાધ્યાયમાં મગ્ન હોય તોપણ “સ્વામી શાતા છે ” એમ; જવાબ ન આપે ત્યાં સુધી પૂછ્યા જ કરે ! આને ઔચિત્ય કહેવાય ? સઅમે વંદન કરીએ અને મહાત્મા સામે ન જુએ તો ? તો તમારે સમજવું કે આજે ખરા મહાત્મા મળ્યા. ઊલટું સામે જુએ તો ચિંતા થવી જોઈએ, કે તેમના સ્વાધ્યાયના ભોગે મારી તરફ નજર શા માટે કરી? તમારું તો ઊંધું ખાતું છે. સાધુભગવન્તને શાતા પૂણ્યા પછી જો તે ધર્મલાભ ન આપે તો માઠું લાગે અને પ્રતિક્રમણ-સામાયિક પારવા માટે ઈરિયાવહીના આદેશ ન આપે, તોય જાતે પાણીને ઝટઝટ ચાલવા માંડો ને ? સાધુભગવન્ત પોતાની સાધુક્રિયામાં મગ્ન હોય તેવા વખતે તેમને ખલેલ નથી પહોંચાડવી. માત્ર વંદન કરવા કે શાતા પૂછવા માટે તેમનું ધ્યાન ખેંચવાની જરૂર નથી. તમારે કાંઈ કામ હોય તો ય સાધુભગવન્તની નજર તમારી તરફ જાય એ રીતે વિનયથી ઊભા રહેવું પણ સામેથી તેમનું ધ્યાન દોરવું નહિ. અહીં શ્રેણિકમહારાજાને માત્ર નમસ્કાર જ કરવો હોત તો નમસ્કાર કરીને ચાલ્યા જાત. પરંતુ શ્રેણિક મહારાજાને તો આવી Page #120 -------------------------------------------------------------------------- ________________ યુવાનવયમાં ભોગસમર્થ શરીર હોવા છતાં આવો ત્યાગધર્મ શા માટે સ્વીકાર્યો છે એવા પ્રકારની પોતાની શંકાનું સમાધાન કરવું હતું, આથી ત્યાં ઉચિતસ્થાને ઊભા રહીને મુનિવરને અંજલિ જોડીને પૂછ્યું કે “આવી સુંદર તરુણવયમાં તમે શ્રમણપણાને શા માટે અંગીકાર કર્યું ?' શ્રેણિક મહારાજાનાં આ વચનો સાંભળીને મુનિવરે વિચાર્યું કે આ કોઈ યોગ્ય જીવ લાગે છે. એ પ્રમાણે વિચારીને, સામેથી પૂછનારની પણ પાત્રતા જોઈ તેના શુભભાવની વૃદ્ધિ કરનાર વાણીથી તેના ઉપર અનુગ્રહ કરવાની એકમાત્ર બુદ્ધિથી જણાવ્યું કે હે મગધેશ! હું અનાથ છું, મારો કોઈ નાથ નથી. આથી અનેક દુઃખોનો ક્ષય કરનારી દીક્ષા મેં ગ્રહણ કરી છે. અનાથીમુનિનો આ જવાબ સાંભળીને શ્રેણિક મહારાજાને સહેજ હસવું આવ્યું. તેમણે મુનિવરને કહ્યું કે હે મુનિવર ! આવાં સુંદર લક્ષણોથી યુક્ત કાયાવાળા હોવા છતાં તમારો કોઈ નાથ નથી - એવું કઈ રીતે બને ? અને છતાં તમારો કોઈ નાથ ન હોય તો હું તમારો નાથ થાઉં. આવો મનુષ્યભવ અને આવી સુંદર કાયા અત્યંત દુર્લભ છે. આથી મારા નાથપણાને પામીને તમે પાંચે ઈન્દ્રિયોનાં વિષયસુખોને ભોગવો.' જોયું ? સાધુને પણ ભોગનું નિમન્ત્રણ કરે એવા મિથ્યાત્વી શ્રેણિમહારાજા હતા છતાં અનાથીમુનિ તેમને દીક્ષાની ઉપાદેયતા બતાવે છે અને ભોગસુખોની નિર્ગુણતા સમજાવે છે. આજના કેટલાક સાધુઓ એમ કહે છે કે નવા આવેલા જીવને પહેલાં સુખ માટે ધર્મ કરવાનું શીખવવું પછી મોક્ષ માટે ધર્મ કરવાનું Page #121 -------------------------------------------------------------------------- ________________ જ શીખવવું. અહીં તો અનાથીમુનિ, સાધુને ભોગોનું નિયંત્રણ કરે એવા પણ ભોગના રસિયાને સુખ માટે ધર્મનો ઉપદેશ નથી આપતા. નહિ તો મુનિવર એમને એવું કહી શકત કે ‘તું જે સુખ ભોગવે છે એ આ ધર્મના પ્રભાવે જ મળે છે અને દેવલોકનાં સુખો પણ આ ધર્મના પ્રભાવે જ મળે છે.’ છતાં અનાથીમુનિએ એવું ન કહેતાં ભોગસુખમાં રાચી રહેલા મગધાધિપને કહ્યું કે ‘રાજન ! તું પોતે જ અનાથ છે તો મારો નાથ કેવી રીતે બની શકીશ ?' મગધદેશના રાજાને ‘તું અનાથ છે’ એમ કહેવું એ શું સહેલી વાત છે ? સાંભળતાં જ આંચકો લાગે એવી વાત છે ને ? છતાં મુનિવર કહે છે અને શ્રેણિકમહારાજા પણ પ્રેમથી સાંભળે છે. આજે અમારા જેવા તમને અનાથ કહે તો તમે શું કહો ? ‘જોઉં છું હવે તમે અહીં કેવી રીતે રહો છો ?' એમ થાય ને ? તમને તમારું અપમાન લાગે ને ? આ સાધુ બહુ તોછડી ભાષામાં બોલે છે એમ કહીને બીજાને ય આવતા બંધ કરો ને ? શ્રેણિકમહારાજાને આવો કોઈ વિચાર નથી આવતો. માત્ર એમને પોતાની અનાથતા કેવી રીતે છે - એ સમજાતું નથી, કારણ કે તે પોતાને અનેકોના નાથ માનતા હતા. આથી સંભ્રમસહિત અનાથીમુનિને પોતાની નાથતાને જણાવતાં કહે છે કે ચતુરંગી સેના અને નિરુપમ ભોગોથી યુક્ત તેમ જ આજ્ઞાંકિત સમૃદ્ધ રાજ્યથી યુક્ત એવો હું અનાથ કઈ રીતે કહેવાઉં ? ત્યારે અનાથીમુનિ અનાથતાનો સાચો અર્થ જણાવવા માટે પોતાનો પૂર્વવૃત્તાન્ત જણાવે છે. એ વૃત્તાન્ત જણાવતાં અનાથીમુનિએ પોતાના રાજ્યનું, પોતાના ૧૧૮ Page #122 -------------------------------------------------------------------------- ________________ પરિવારનું, પ્રિય પત્નીનું બધાનું વર્ણન કર્યું. એ વર્ણન તમારી આગળ કરવામાં જોખમ છે. કારણ કે એ બધું વર્ણન સાંભળતાં તમને લગભગ એમ જ થશે કે આપણને પણ આવું રાજ્ય, આવી પત્ની, આવો પરિવાર મળે તો સારું ! આવા સુંદર સામ્રાજ્યથી પરિવરેલા એવા તેમને એક વાર ભયંકર અશાતાના ઉદયથી નેત્રમાં અસહ્ય પીડા થઈ અને તેના યોગે આખા શરીરમાં દાહ ઉત્પન્ન થયો. એ અસહ્ય પીડાથી આકુળવ્યાકુળ બનેલા તેમની નેટપીડાની ચિકિત્સા માટે તેમનાં માતાપિતાએ જાતજાતના મંત્રતંત્રવાદીઓને બોલાવ્યા. અનેક વૈદ્યોના અનેક ઉપચારો છતાં તેમની પીડા શમી નહિ. તેમની પીડાના શોકથી સમસ્ત પરિવાર વ્યગ્ર બનેલો અને ખડે પગે તેમની ચિકિત્સા માટે તૈયાર હતો છતાં તેમની પીડાને કોઈ હરી ન શક્યું, એ જ તેમની અનાથતા હતી-આ પ્રમાણે મુનિવરે જણાવ્યું પોતાની પ્રિય પત્ની રાતદિવસ તેમના વક્ષસ્થળને પોતાનાં આંસુથી સીંચતી હતી, તે કાંઈ ખાતી-પીતી પણ ન હતી. એક ક્ષણ પણ તેમને મૂકતી ન હતી. આવો પરિવાર જો તમને મળી જાય તો તમે છોડો ખરા ? છોડવાનો વિચારે ય આવે ? છતાં આવી સખત પીડામાં પોતાની અનાથતા જોઈ તેમણે વિચાર્યું કે કર્મયોગે આવેલી આ વેદનાથી બચાવવા માટે કોઈ સમર્થ નથી. સમસ્ત વેદનાઓનું મૂળ જે કર્મ છે તે કર્મને ટાળનાર અને યોગક્ષેમ કરનાર એક ચારિત્રધર્મ જ ત્રાણરૂપ-શરણરૂપ છે. આથી જો મારી આ વેદના કોઈ પણ રીતે શાંત થાય તો સક્લ કર્મોનું ઉન્મેલન કરનારી Page #123 -------------------------------------------------------------------------- ________________ દીક્ષા આવતી કાલે સવારે જ ગ્રહણ કર્યુંઆ પ્રમાણે વિચારતાં તેમને સહેજ આંખ લાગી ગઈ. આ સંકલ્પ થતાંની સાથે જ જાણે તેમનું કર્મ હઠી ગયું, કર્મો હટ્યાં, અશાતા ય ગઈ અને સાથે ચારિત્રમોહનીયનો ક્ષયોપશમે ય પ્રગટ થઈ ગયો. તેમની કાયાને અને તેમના આત્માને જાણે નવી ચેતના મળી ! બીજે દિવસે પ્રભાતે તેમણે પોતાના સંકલ્પ મુજબ સ્વજનવર્ગની અનુજ્ઞા લઈ પ્રવ્રજ્યા પણ ગ્રહણ કરી. આપણે કદાચ આ સ્થાને હોત તો શું કરત? બહુ પીડા થઈ એટલે સહેજ વિચાર આવ્યો હતો એમ કહીને ફરી જઈએ તો નવાઈ નહિ ને ? અનાથી મુનિ ન ફર્યા, નીકળી પડ્યા. આ રીતે પોતે પોતાના, બીજાના અને સમસ્ત ચરાચર વિશ્વના નાથયોગક્ષેમને કરનારા બન્યા. અનાથીમુનિનો આ વૃત્તાન્ત સાંભળીને, શ્રેણિક મહારાજાનું હૈયું વીંધાઈ ગયું. સામાના હૈયામાં ભગવાનના શાસન પ્રત્યે પ્રેમ કેવી રીતે ઉપજાવવો એ, આવા મહાત્માઓના દૃષ્ટાન્તથી સમજી શકાય છે. ભગવાનના શાસનના પરમાર્થને પામેલા પરમર્ષિઓની આ એક આગવી વિશેષતા છે કે - સામાના હૈયામાં ભગવાનનું શાસન વસી જાય એવી રીતે દેશના આપે. આ જ શાસનની પ્રભાવના છે, જેના કારણે શાસન પ્રત્યે બહુમાન પેદા ન થાય એવી બાહ્ય જાહોજલાલી એ શાસનપ્રભાવના નથી. સાચા આરાધકો જ અવસરે સાચી પ્રભાવના કરવા માટે સમર્થ બની શકે છે. અનાથીમુનિએ પોતાની અનાથ અવસ્થાને વર્ણવીને પોતે કઈ રીતે Page #124 -------------------------------------------------------------------------- ________________ જણાધ્યયનસત્તરભાગ લઇ સનાથ થયા તે જણાવ્યું. ત્યાર બાદ જેઓ દીક્ષા ગ્રહણ ક્ય પછી પણ એ દીક્ષાને આજ્ઞા મુજબ પાળતા નથી તે પણ અનાથ જ છે, કારણ કે એવાઓને આ ચારિત્રધર્મ યોગક્ષેમને કરનારો નથી બની શકતો - તે સમજાવવાનું કામ પણ તેમણે કર્યું. અનાથી મુનિના કથાનકનો આ ઉત્તરભાગ લગભગ પ્રસિદ્ધ નથી. પરંતુ ઉત્તરાધ્યયનસૂત્રમાં વીસમા અધ્યયનમાં આ વસ્તુ જણાવેલી છે. સમસ્ત કથાનકનો સારભૂત ભાગ અસલમાં આ છે. અહીં પણ ગ્રંથકારશ્રીએ લગભગ ઉત્તરાધ્યયનસૂત્રની ગાથા જણાવીને સાધુભગવન્તની અનાથતા વર્ણવી છે. પ્રવ્રયા અંગીકાર ક્ય પછી જેઓ ગુર્નાદિકની આજ્ઞા પાળતા નથી, વિઠ્યાવાતચીતો કરે છે, પાંચ પ્રહરનો સ્વાધ્યાય નથી કરતાં, મંત્ર-તંત્ર કરે છે, દોરા-ધાગા કરે છે, આધાકર્માદિક દોષોને નિ:સંકોચપણે સેવે છે, સ્વચ્છદપણે વર્તે છે.તેઓ પણ મુનિપણાના વિરાધક હોવાથી અનાથ છે. તેવાઓને નરકાદિ દુર્ગતિમાંથી બચાવવા માટે કોઈ સમર્થ નથી બનતું. અને જેઓ કુશીલોના આ માર્ગનો ત્યાગ કરીને કોઈ પણ જાતની અપેક્ષા વગરના બનીને મહાનિગ્રંથપણાના આચારને આજ્ઞાનુસારે પાળે છે તેઓ એ અનુત્તરસંયમપાલનના યોગે શાશ્વત એવા ઉત્તમસ્થાનને પામે છે અને સદા માટે પોતાના અને અન્ય જીવોના નાથ બને છે. અનાથીમુનિની આ દેશના સાંભળતાંની સાથે શ્રેણિકમહારાજાનાં રૂંવાટાં ખડાં થઈ ગયાં. અનાથીમુનિએ વર્ણવેલી Page #125 -------------------------------------------------------------------------- ________________ શાસનની ઉત્તમતા અને ચારિત્રધર્મની તારક્તા તેમના હૈયે વસી ગઈ. અનાથીમુનિની દેશનાના પ્રવાહે તેમનો મિથ્યાત્વમળ ધોવાઈ ગયો અને તેઓ નિર્મળ સમ્યગ્દર્શનને પામ્યા. અપૂર્વ હર્ષના યોગે પુલકિત હૈયાવાળા અને રોમાંચિત દેહવાળા શ્રેણિક્યહારાજાએ અનાથીમુનિનાં ચરણોમાં અંજલિપૂર્વક નમસ્કાર કરીને કહ્યું કે હે ભગવન્! આપનો મનુષ્યજન્મ સુલબ્ધ-સફળ છે, આપનું રૂપ લાવણ્ય-તારુણ્ય બધું જ કૃતાર્થ છે, આપ જ મહર્ષિ છો, આપ સનાથ છો. કારણ કે આપ જિનોત્તમોના માર્ગમાં સ્થિત થયેલા છો. આપની પાસેથી અનુશાસ્તિને પામેલો હું પણ આજે કૃતકૃત્ય થયો છું. મેં આપને જે પૃચ્છા કરીને આપના સુંદર ધ્યાનમાં વિદ્ધ કર્યું તેમ જ આપના જેવા મહાનિગ્રંથને જે ભોગોનું નિમંત્રણ કર્યું... તે સર્વે મારા અપરાધોની આપ ક્ષમા આપો.' આ પ્રમાણે અનાથીમુનિની સ્તવના કરીને એ અણગારસિંહને વારંવાર ભતિથી નમસ્કાર કરીને સમ્યગ્દર્શનની પ્રાપ્તિના યોગે પ્રસન્ન અને પ્રશાંતચિત્તવાળા બનેલા શ્રેણિકમહારાજા સપરિવાર પોતાના સ્થાનમાં આવ્યા. અનાથીમુનિ પણ પોતાની શુદ્ધ દેશનાથી લાંબા કાળ સુધી ઘણા ભવ્યજીવોને પ્રતિબોધ કરીને અને પોતાના સર્વ કર્મસમૂહને ખપાવીને મહાનંદપદને પામ્યા. આ રીતે શુદ્ધદેશનાના સંદર્ભમાં અનાથીમુનિનું કથાનક વર્ણવી ગ્રંથકારશ્રી અને ફરમાવે છે કે ત્રણે જગતને વિસ્મય કરનારું, મનને હરનારું આ મહામુનિનું કથાનક સાંભળીને સુસાધુઓએ સુગુરુની Page #126 -------------------------------------------------------------------------- ________________ સમીપે તત્ત્વનો બોધ પામી સંશુદ્ધ દેશનાવિધિમાં અથાગ પ્રયત્ન કરવો જોઈએ. ભગવાનની આજ્ઞામાં ઓતપ્રોત બન્યા હોય અને ભગવાનનું શાસન રગેરગમાં વ્યાપી ગયું હોય તેનું જ આ પરિણામ છે કે જેના યોગે અનાથીમુનિ, વિષયસુખના ભારે રસિયાનું પણ એ સુખનું ગૌરવ અને સંપત્તિનું અભિમાન દૂર કરી શક્યા. એક જ દેશનામાં અનાદિનું મિથ્યાત્વ ટાળીને સમ્યગ્દર્શન પમાડ્યું, ભગવાનના શાસનનો સ્પર્શ કરાવી આપ્યો - એ અનાથીમુનિની પાત્રોચિત અપાયેલી સન્માર્ગદશનાનો જ પ્રભાવ હતો. શ્રોતામાં થોડી યોગ્યતા હોય અને વક્તા માર્ગનો જ્ઞાતા હોય તો ધાર્યું ફળ મળે. સાંભળવા આવનારનું હૈયું વીંધવા માટે આરપાર નજર માંડવી પડે છે. માયાવીઓના પરિણામને પકડી પાડીને તેમનું હૈયું વીંધવું, એ જેવું-તેવું કામ નથી. વર્તમાનમાં શ્રોતાઓની મોટે ભાગે એવી હાલત છે કે નડે કાંઈ ને ફરિયાદ કંઈ કરે. આવાઓની ચિકિત્સા કરવી એ ભારે કામ છે. જે સરળ હોય, પ્રમાણિક હોય તેની ચિકિત્સા કરવી સહેલી છે. જે માયાવી હોય તેના માયાના પરિણામને પકડીને તેની પાસે કબૂલ કરાવી પછી ચિકિત્સા કરીએ તો કામની. ખરેખર નડતું હોય મન અને આપણને કહે કે સંયોગો નડે છે તો ખોટી જ સારવાર અપાય ને ? ‘મેં ભૂલ કરી’ એમ બોલે ખરા પણ પાછા સંયોગોના કારણે ભૂલ થઈ એ બતાવ્યા કરે. જો પોતાની ભૂલને આગળ કરે તો આપણે કહીએ કે 'હવે તારી ભૂલ સુધારી લે, બીજી વાર આવું નહિ કરતો.’ પણ સંયોગોનો દોષ કાઢ્યા કરે એને કેવી રીતે સુધારી ૧૨૩ Page #127 -------------------------------------------------------------------------- ________________ શકાય ? સ૦ સંસારના દુ:ખે દુ:ખી થતા હોઈએ તો સાધુ પાસે ન જવું ? આપણે સંસારના દુઃખે દુ:ખી નથી થવું, સંસારથી જ દુ:ખી થયું છે. આ સંસારમાં દુ:ખનો પાર નથી. સંસારમાં રહે અને દુ:ખ ન આવે એવું કોઈ કાળે ન બને. આવા સંસારમાં રહીને દુ:ખ ટાળવાનો ઉપાય બતાવવા માટે તો ખુદ તીર્થંકરભગવન્તો પણ સમર્થ નથી. કારણ કે કોઈ પણ વસ્તુના સ્વભાવને ફેરવવાનું સામર્થ્ય કોઈનામાં નથી. અનદુઃખમય આ સંસારથી દૂર કેવી રીતે થવુંતેના જોઈએ એટલા ઉપાયો છે. સંસારમાં દુ:ખ ટાળ્યું ટળવાનું નથી. એ દુઃખનું કારણ સંસાર ટળે એટલે દુ:ખ ટળ્યા વિના ન રહે. મરવું સારું પણ સંસારમાં રહીને દુ:ખ ટાળવા માટે મંત્રતંત્રના પનારે પડવું સારું નહિ. આથી એ માટે સાધુ પાસે ન જવું. સંસારમાંથી દુ:ખ નાબૂદ કરવા અમે નથી બેઠા, અમે તો સંસાર નાબૂદ કરવા માટે બેઠા છીએ. ઉકરડામાંથી ગંધ દૂર કરી શકાય ખરી ? કે ઉકરડો જ દૂર કરવો પડે ? અને ઉકરડો દૂર કરી શકાય એવું ન હોય તો આપણે જ દૂર ખસી જવું પડે ને ? એવી જ રીતે અહીં પણ સંસારમાંથી દુ:ખ દૂર કરવું કે સંસારનો ઉચ્છેદ કરવો એ અશક્ય વસ્તુ છે. એ સંસારમાંથી આપણી જાતને ઉગારી લઈએ એટલે આપણા સંસારનો ઉચ્છેદ થયો સમજવું. સંસાર સ્વયં દુ:ખસ્વરૂપ છે-એ રીતે સંસારને નિહાળશો ત્યારે જ ધર્મનો ખપ પડશે. ૧૨૪ Page #128 -------------------------------------------------------------------------- ________________ સંસારમાંથી દુ:ખ જાય એ માટે ભગવાનનો ધર્મ નથી, સંસાર જતો રહે એ માટે ધર્મ કરવાનો છે. જેને સંસારમાં રહીને દુ:ખ ટાળવા માટે અને થોડુંઘણું સુખ મેળવવા માટે જ ધર્મ કરવો છે તે, જે મળે તેને ગુરુ માને તો તેમાં કોઈ વાંધો નથી. પણ જેને આ સંસારમાં રહેવું જ નથી, તેવાઓ જે મળે તેને ગુરુ માનવાને બદલે, જે સંસારથી તારી શકે તેવાને ગુરુ માને તો જ તેમના માટે તરવાનું શક્ય બનશે. ભગવાનના માર્ગને અનુકૂળ દેશના આપવાનું સામર્થ્ય જેમનામાં નથી તેવાઓ શ્રોતાને ઉન્માર્ગે લઈ ગયા વિના ન રહે. સ૦ માર્ચને અનુકૂળ ન બોલે તેને સાધુ ન માનવા ? ન જ માનવા. જે માર્ગના બદલે ઉન્માર્ગે લઈ જાય તેને તારક કહેવાય કે માર કહેવાય ? જે મારક હોય તેને સાધુ મનાય ? તમને સાધુની જરૂર શેના માટે છે ? સંસારમાંથી તરવા કે સંસારમાં રખડવા ? જે સાધુ ઉન્માર્ગે દોરતા હોય તેવાને પાટ ઉપરથી નીચે ઉતારવાનું સામર્થ્ય ન હોય તો ત્યાંથી ઊઠીને ચાલતા થવાનું. તમારા કાંડામાં જોર ન હોય એ તો સમજ્યા, પણ પગમાં તો જોર છે ને ? સ૦ પરિચિત હોય તો બેસવું પડે ને ? તમારું ઘર પણ વરસોનું પરિચિત છે છતાં આગ લાગવાના કારણે ભડકે બળતું હોય તો શું કરો ? પરિચિત છે – એમ માનીને બેસી રહો ને ? સ૦ ત્યાં તો એક સેંડમાં નીકળી જઈએ પણ અહીં તો ૧૨૫ Page #129 -------------------------------------------------------------------------- ________________ વ્યવહાર જાળવવો પડે ને ? જો અહીં વ્યવહાર જાળવવો છે તો ત્યાં ય વ્યવહાર જાળવો ને ? ઘર પરિચિત હોવા છતાં મૂક્તાં વાર નથી લાગતી, અહીં કેમ પગ ઊપડતા નથી ? સ, આપ તો સાધુ અને શાસ્ત્રના અભ્યાસી છો, અમે તો અજ્ઞાની રહ્યા, શું કરીએ ? તમે અજ્ઞાની છો માટે જ કહેવું છે કે શાસ્ત્રના અભ્યાસી બનો. અન્યથા અભ્યાસીના કીધા પ્રમાણે ચાલવા માંડો. આજે તમને ડોકટરી લાઈનનો અભ્યાસ નથી ને ? બધા એના અભ્યાસી ન હોવા છતાં પણ દવાખાનાં ને હોસ્પિટલો ઊભરાય છે તે જ્ઞાનીની નિશ્રા સ્વીકારે છે માટે ને ? નાનું છોકરું પણ માનો છેડો ક્યાં સુધી પકડે ? પોતાની શેરી, પોતાનું ઘર દેખાય પછી જ છોડે ને ? આજે જ્ઞાનીની નિશ્રા વગર કોઈને ય ચાલતું નથી, તમને શું વાંધો આવે છે ? ધંધા માટે, જ્ઞાનીની નિશ્રા સ્વીકારવા તમે ઘર છોડ્યું, ગામ છોડ્યું, વર્ષોના સંબંધ તોડ્યા, એકમાત્ર પરિચિત સાધુને અયોગ્ય જાણી છોડતાં કેમ વિચાર આવે છે ? સવ આજે સાધુભગવન્તો પણ એવા સાધુઓ સાથે એક પાટ ઉપર બેસીને વ્યવહાર જાળવે છે, તો અમે શા માટે ન જાળવીએ? અમે તો એક પાટ ઉપર સાથે બેસીએ ય ખરા અને તેમનું ખંડન પણ કરીએ. તમારું એ કામ નથી. તમારે સાધુભગવન્તના Page #130 -------------------------------------------------------------------------- ________________ વાદ લેવા જેવા નથી. ઘર બગાડવાનું કામ તો લોકો કરે પણ પરિમાર્જન (સાફ) કરવાનું કામ કોણ કરે ? પોતાનું ઘર માને તે જ ને ? ભગવાનના શાસનને નુકસાન પહોંચાડનારા હોય, તેવા વખતે જે શાસનને પોતાનું માને તે જ તેમનું પરિમાર્જન કરી શકે. જેને શાસનની સાથે લેવાદેવા ન હોય તેનું અહીં કામ નથી. મારે એક વાર એક ગામમાં આવા જ કોઈ સાધુ સાથે એક પાટ પર બેસવાનો વખત આવેલો. એ મહાત્મા સારા વક્તા તરીકે પ્રસિદ્ધ હતા. તેમણે જ્ઞાનસારના શ્લોક ઉપર વ્યાખ્યાન આપવાની શરૂઆત કરી, પણ પોતાની શૈલી પ્રમાણે. ધર્મ કરીને આ સંસારમાં કેવી રીતે સુખી થવાય છે એ વિષય પર દોઢ કલાક વ્યાખ્યાન આપ્યું છેલ્લે તમારા જેવા કોઈકે મને દસ મિનિટ બોલવાની વિનંતી કરી. એ દસ મિનિટમાં, આ સંસારમાં સુખી થવા માટે ધર્મ નથી કરવાનો, આ સંસારથી છૂટવા માટે જ ધર્મ કરવાનો છે – એ વસ્તુ ઉપર લોકોની નજર દોરીને મેં વ્યાખ્યાન પૂરું કર્યું. વ્યાખ્યાનની પાટે લોકોને સારું લગાડવા માટે નથી બેસવાનું સાચું સમજાવવા માટે બેસવાનું છે. તમે ઊંધું કરો છો. તમે સાચું સમજવા માટે નહિ, માત્ર સારું લગાડવા માટે તેમની સાથે બેસો છો માટે તમને ના પાડી. તમે જે કુળમાં, જે સંસ્કારમાં ઊછર્યા છો તેમાં શાસનની રક્ષા કરવાનું સત્ત્વ નથી. લોકમાં એવી કહેવત છે કે, નિ જે પ્રતિતિ નત્તિક હતે એક વાર એવું બનેલું કે એક શિયાળિયાનું બચ્ચું શિયાળથી છૂટું પડી ગયેલું અને સિંહના બચ્ચાં સાથે રમવા લાગેલું શિયાળિયાનું Page #131 -------------------------------------------------------------------------- ________________ મ બચ્ચું એકલું પડી ગયું હોવાથી સિંહણ પણ પોતાનાં બચ્ચાં સાથે તેને ઉછેરવા લાગી. આ સિંહનાં બચ્ચાં હાથીને મારવા માટે જતા ત્યારે આ શિયાળિયાના બચ્ચાને થયું કે હું પણ હાથીને મારવા માટે જઉં. એક વાર એ બચ્ચાં રમતાં હતાં તે વખતે એક હાથી ત્યાંથી પસાર થતો હતો. એ જોઈને પેલું શિયાળિયાનું બચ્ચું પોતાની માતા-સિંહણને પૂછવા ગયું કે હું પણ હાથીને મારવા જઉં? તેનું આ શૌર્ય જોઈ સિંહણે તેને કહ્યું કે- “શ્રોસ રિવોલસિ, दर्शनीयोऽसि पुत्रक! । यस्मिन् कुले प्रजातोऽसि गजस्तत्र न ન્યતા” “હે પુત્રક તું શૂર છે, સમર્થ છે અને દેખાવમાં રૂપાળો છે તે હું જાણું છું પરંતુ તું જે કુળમાં જન્મ્યો છે તે કુળમાં હાથી હણાતો નથી. તમારે શિયાળિયાજેવા થવું છે કે સિંહજેવા ? શાસનની રક્ષા કરવી હશે તો સિંહ જેવા બનવું પડશે, શિયાળિયાં બન્યું નહિ ચાલે. સિદ્ધાન્તની રક્ષા કરવા માટે તો સર્વ કેળવવું પડશે. સગાં નહિ જોવાય, સંબંધી નહિ જોવાય, પરિચિત નહિ જોવાય. જેને પરિચિતોની શરમ નડતી હોય તેણે ઘર સંભાળીને બેસી રહેવાનું, સિદ્ધાન્તની રક્ષા કરવા નહિ જવાનું. તમને તો સગા-સંબંધી, વેવાઈ-વેવાણ, ધંધા વગેરેના સંબંધ સાચવીને રાખ્યત્વ પામવું છે ! સમ્યત્વ એ કાંઈ છાપું નથી કે કોઈ ફેરિયો આવીને તમારા ઘરમાં નાંખી જાય! સમ્યત્વ પામવા માટે જાત ઘસવી પડશે અને મમત્વ મારવું પડશે. સિદ્ધાન્તને સ્વીકારવામાં કોઈ પણ સંબંધ આડા Page #132 -------------------------------------------------------------------------- ________________ ન આવે તો સમ્યગ્દર્શન મળે. ઘણા લોકોને ભેગા કરવા માટે જેઓ સિદ્ધાન્તમાં બાંધછોડ કરે તેઓ સમ્યક્ત્વ કેવી રીતે પમાડી શકે ? સ૦ બધે લાલ કેસર હોય અને આપણું કેસરી હોય તો કોણ લે? કોઈ ન લે તો ચિંતા નહિ, આપણું ચોખ્ખું છે એથી સડી નથી જવાનું. જેનું કૃત્રિમ હશે તેનો રંગ ઊડ્યા વગર નહિ રહે. ભગવાનનું શાસન એ કંઈ લહાણી કરવાની વસ્તુ નથી. જે અર્થી હોય, સામેથી આવ્યો હોય તેને જ આપવાનું, નહિ તો આપણી પાસે સાચવી રાખવાનું. અયોગ્ય જીવને શાસન ન આપીએ એટલે શાસન નાશ નહિ પામે. ભગવાનનું શાસન એકવીસ હજાર વરસ સુધી ટક્વાનું છે. આ શાસન અયોગ્યના હાથમાં ન જાય તેની સૌથી પહેલાં કાળજી રાખવાની. અયોગ્યને શાસન ન આપવું એ પણ એક પ્રકારે શાસનની રક્ષા છે. ઘણા લોકોને ભેગા કરવા માટે અમારે દેશના નથી આપવાની. જે અર્થી છે તેઓ સાચું સમજી જાય અને ઉન્માર્ગે ન જાય એ માટે અમે પાટ ઉપર બેસીએ છીએ. કોઈની ટીકાટિપ્પણ કરવાનો અમારો આશય નથી. જેઓ ભગવાનની આજ્ઞા માનતા નથી, ભગવાનની આજ્ઞા પાળતા નથી તેઓ યાપાત્ર છે. આપણે એવા ન બનીએ – એટલાપૂરતી આ વાત છે. ન આપણે જોઈ ગયા એ અનાથીમુનિએ દેશના એવી આપી કે ભાવિ તીર્થંકરના આત્મા એવા શ્રેણિક મહારાજા એક જ દેશનામાં નિર્મળ સમ્યક્ત્વ પામી ગયા. 000000000000 Page #133 -------------------------------------------------------------------------- ________________ સવ યોગ્ય દેશના આપી માટે. યોગ્ય દેશના પણ યોગ્યે યોગ્યને આપી માટે – એ ભૂલી ન જાઓ. યોગ્યને યોગ્ય પાત્ર મળી જાય અને યોગ્ય દેશના આપવામાં આવે તો કેવું સુંદર પરિણામ આવે એ સમજાય છે ને ? - સ0 અયોગ્ય જીવને પણ યોગ્ય દેશના આપીએ તો તે ધીરે ધીર યોગ્ય ન બને ? બની શકે. પણ અયોગ્યતા કેવા પ્રકારની છે-એ પણ જોવું પડે ને ? જેનું માથું ખાલી હોય એવા અયોગ્યને યોગ્ય બનાવાય, પણ જેનું હૈયું ખાલી હોય તેવા અયોગ્યને યોગ્ય કેવી રીતે બનાવાય ? જેનું માથું ખાલી હોય તેને નિશ્રા અપાય. પણ હૈયા વગરનાને સાચવી ન શકાય. શાસ્ત્રમાં કહ્યું છે કે ગુરુભગવન્તની વાચના સાંભળીને જેના હૈયામાં સંવેગ અર્થાત મોક્ષનો અભિલાષા પ્રગટ ન થાય તેને વાચનામાંડલીમાંથી ઉઠાડી મૂકવો. સ૮ બુદ્ધિ ઓછી હોય તો ? બુધિની અલ્પતા તો જ્ઞાનાવરણીયકર્મના ઉદયથી હોય, જ્યારે પરિણામમાં સંદ્ધિતા મોહનીયના ઉદ્યથી આવે છે. જ્ઞાનાવરણીયના ઉદયવાળાને નભાવાય. કારણ કે જ્ઞાનાવરણીયના ઉદયના કારણે કાંઈ મોક્ષની ઇચ્છા નથી રોકાઈ જતી. પણ મોહનીયના ઉદયવાળાને ન નભાવાય. કારણ કે એની તો મોક્ષની ઇચ્છા જ મરી ગયેલી હોય છે. મોહનીયના ઉદયવાળો પણ એને આધીન ન હોય અને એ ઉદયને ટાળવા માટે મહેનત કરતો હોય એવાને પણ નભાવાયા Page #134 -------------------------------------------------------------------------- ________________ એટલી પણ તૈયારી ન હોય તેવા અયોગ્યને એકે દેશના ન અપાય. અયોગ્ય જીવને કોઈ પણ સંયોગમાં દેશના ન આપવી એ જ શુદ્ધદેશતા છે. ભાવયતિના બીજા શ્રદ્ધા નામના લિંગના ત્રીજા સન્માર્ગદેશના નામના લિંગમાં આપણે જોઈ આવ્યા કે શાસ્ત્રમાં જે પ્રમાણે જણાવ્યું હોય તેને અનુસરીને જ દેશના આપવી. અહીં શિષ્ય શંકા કરે છે કે જે, શાસ્ત્રમાં જણાવેલ નથી એ વિવાદાસ્પદ મુદ્દાઓમાં ગીતાર્થભગવન્તો શું કરે ? કારણ કે વિવાદાસ્પદ વસ્તુઓ લોકો શું પૂછવાના અને શાસ્ત્રમાં તો તેનો ઉલ્લેખ ન હોય તેવા વખતે ગીતાર્થો કઈ રીતે વર્તે ? આ પ્રમાણેની શંકાના નિરાકરણમાં ગ્રંથકારશ્રી જણાવે છે કે જે વિવાદાસ્પદ વિષય હોય અને શાસ્ત્રમાં તેનું સમાધાન મળતું ન હોય તેવા વિષયમાં ગીતાર્થભગવન્તો; જેનો શાસ્ત્રમાં નિષેધ પણ ન હોય તેમ જ જેનું વિધાન પણ ન હોય છતાં પૂર્વના સંવિગ્ન ગીતાર્થભગવન્તોએ જેનો વિરોધ ન કર્યો હોય તેવી આચરણાને પ્રમાણભૂત ગણે. શાસ્ત્રમાં જે વસ્તુનું ચૈત્યવંદનઆવશ્યકાદિની જેમ કરણીય તરીકે વિધાન ન કરેલું હોય, પ્રાણાતિપાતાદિની જેમ અકરણીય તરીકેનો જેનો નિષેધ કરેલો ન હોય એવી કોઈ પણ આચરણા; પૂર્વના સંવિગ્ન ગીતાર્થભગવન્તો દ્વારા અનિષિદ્ધ હોવાથી લોકમાં લાંબા કાળથી રૂઢ થયેલી હોય તો તેવી આચરણા ‘‘પૂર્વના પુરુષોએ સ્વમતિકલ્પનાથી કરેલી હોવાથી અપ્રમાણ છે” એમ ક્હીને ગીતાર્થભગવન્તો એ આચરણાને ૧૩૧ Page #135 -------------------------------------------------------------------------- ________________ દૂષિત ન કરે. કારણ કે તેઓ આ પ્રમાણે પરિભાવન કરે છે કે, ‘પૂર્વના સૂરિભગવન્તો મોક્ષના અભિલાષી હતા, અતિશય ગીતાર્થ હતા, વિધિના પરમરસિક-બહુમાનવાળા-હતા. આથી તેમણે જેનો નિષેધ ન કર્યો હોય તેવી આચરણાનું નિરાકરણ આપણે ન કરાય. તેવું કરવાથી તે પૂર્વસૂરિઓની આશાતનાનું પાપ લાગે.’ આ રીતે સંસારના ભીરુ અને આશાતનાના ભીરુ એવા ગીતાર્થભગવન્તો વિવાદાસ્પદ મુદ્દાનું નિરાકરણ કરે. અહીં એ યાદ રાખવું કે અહીં જે વાત છે તે શાસ્ત્રમાં જેનો સ્પષ્ટ વિધિ-નિષેધ ન હોય તેની છે. બાકી જે શાસ્ત્રના પાને મળતું હોય તેમાં પ્રામાણ્ય માનતાં અચકાવું નહિ. પછી ભલે ઘણા લોકો તેનાથી વિપરીત કરતા હોય. તે જ રીતે જેનો શાસ્ત્રમાં નિષેધ કરેલો હોય તેવી આચરણા ગમે તેટલાં વરસોથી ચાલી આવતી હોય તોય તે ફગાવી દેવાની. શાસ્ત્ર નિષેધ ન કરતું હોય, વરસોથી ચાલી આવતું હોય અને સંવિગ્નગીતાર્થપુરુષોએ નિરાકરણ ન કર્યું હોય તેનું ખંડન નહિ કરવાનું. પરંતુ ગીતાર્થ ગણાતા ઘણા ભેગા થઈને પણ શાસ્ત્રનિષિદ્ધ આચરણા કરે તો તે ખંડનીયકોટિની જ છે. સ૦ એવી કઈ આચરણાઓ છે ? ભાદરવા સુદ પાંચમની સંવત્સરી કાલિકસૂરિમહારાજે ભગવાનના વચનથી ભાદરવા સુદ ચોથના દિવસે પ્રવર્તાવી. આવો સ્પષ્ટ શાસ્ત્રપાઠ હોવા છતાં ભાદરવા સુદ પાંચમની સંવત્સરી કરવી એ નિષિદ્ધ આચરણા. આવી આચરણા ગમે તેટલા ‘ગીતાર્થો’ ભેગા XXX ૧૩૨ Page #136 -------------------------------------------------------------------------- ________________ થઈને કરે તો ય તે પ્રમાણભૂત ન ગણાય. તે જ રીતે પર્વતિથિની સયવૃદ્ધિ ન કરવી, ગુરુપૂજન ન કરવું, નવાંગી પૂજન ન કરવું, સૂતક માનવું.. આવો આદેશ કોઈ શાસ્ત્રમાં કરેલો નથી. ઊલટું પર્વતિથિની ક્ષયવૃધિએ આરાધના ક્યારે કરવી તેનું વિધાન તેમ જ ગુરુપૂજનનું પણ વિધાન શાસ્ત્રમાં મળે છે. આમ છતાંય પર્વતિથિની ક્ષયવૃદ્ધિ ન કરવી, ગુરુપૂજન ન કરવું વગેરે આચરણા ઘણા ગીતાર્યો કરતા હોય તોપણ તે પ્રમાણ નથી બની જતી. જે અનિષિદ્ધ છે તેમાં સંવિગ્નગીતાર્થોની આચરણા પ્રમાણ છે જ. સ૦ એમ કહે છે કે ગીતાર્થો છમસ્થ છે માટે તેમની ભૂલ થઈ શકે ! ગીતાર્થ છમસ્થ હોવાથી, તેમણે નિષેધ નહિ કરેલી પણ આચરણા પ્રમાણ મનાય નહિ'- આવો પાઠ એમની પાસેથી લઈ આવજો. જો છટ્સસ્થની ભૂલ થતી હોય તો ગણધરભગવન્તોને તેમ જ તેમની પાટ પરંપરામાં આવેલ આચાર્યભગવન્તોને પાટ શા માટે સોંપવામાં આવે છે ? ભગવાનની વિદ્યમાનતા હોવા છતાં ગણધરભગવન્તો દેશના આપે છે ને ? ઇન્દ્રમહારાજે શ્રી સીમંધરસ્વામી ભગવાનને પૂછ્યું કે “આપની જેમ નિગોદનું સ્વરૂપ ભરતક્ષેત્રમાં કોઈ સમજાવી શકશે ?' ત્યારે ભગવાને શું કહ્યું? ‘ત્યાં તો કોઈ કેવળી નથી, બધા છમસ્થ છે તેમની ભૂલ થઈ જાય, એ બધા મારી જેમ ન બોલી શકે.' આવું કંઈ જ ન કહ્યું ને ? તેનું કારણ શું ? છદ્મસ્થ જે ઉપયોગ રાખીને શાસ્ત્ર મુજબ Page #137 -------------------------------------------------------------------------- ________________ બોલે તો ભગવાનનું શાસન દીપાવે. શાસ્ત્રને હૈયામાં રાખીને જે સાધુ બોલે તે જે બોલે તે શાસ્ત્ર - આવી પરિસ્થિતિ સર્જાય. એક્વાર શ્રીપાલનગરમાં વ્યાખ્યાનમાં આચાર્યભગવન્ત (સ્વ. પૂ.આ.ભ.શ્રી. રામચન્દ્રસૂર મ.સા.) જણાવ્યું હતું કે- “મુહૂર્ત માનવાની જરૂર નથી'... આવું જે બોલે કે માને તે મિથ્યાત્વી કહેવાય. સભામાંથી કોઈક વ્યંગમાં પૂછ્યું કે, “મિથ્યાત્વી કહેવાય?!' સાહેબે જુસ્સાથી કહ્યું “મહામિથ્યાત્વી કહેવાય.” પેલા ભાઈને માઠું લાગ્યું. આથી કડવાશથી તે બોલવા લાગ્યા કે આ મહારાજે મિથ્યાત્વીના ટાઈટલનું એક રાઈટિંગ પેડ છપાવ્યું લાગે છે ! જેને તેને એક-એક ટાઈટલ ફાડી-ફાડીને આપતા જ જાય છે.' વ્યાખ્યાન ઊઠે સાહેબના કાને વાત ગઈ. સાહેબે સૂર્યપ્રાપ્તિ અને ચંદ્રપ્રજ્ઞમિનો પાઠ કાઢીને એ ભાઈને બતાવવાનું જણાવ્યું. આપણે એ બતાવવું છે કે શાસ્ત્ર પ્રત્યે જેને આદર છે, શાસ્ત્ર જેના હૈયામાં વસેલું છે એવાઓ સહજતાથી પણ જે કાંઈ બોલે તેનો પાઠ શાસ્ત્રમાં મળ્યા વગર ન રહે. પ્રશ્નો જેમ ઘણા છે તેમ તેના માર્ગાનુસારી ઉકેલો પણ ઘણા છે. પણ આ બધું કોની આગળ કહેવાનું ? જેને સાચું સમજવું નથી, સાચું સમજ્યા પછી પણ કંઈ કરવું નથી, જેને શાસનની કાંઈ પડી નથી – એવાઓને સમજાવવાનો શો અર્થ ? શાસન માટે પ્રાણ આપવાની તૈયારી ન હોય, સિદ્ધાન્તરક્ષાનું કૌવત ન હોય એ હજુ માની લઈએ, પણ પોતાની જાતને ખોટાથી બચાવી લેવાનું પણ સત્ત્વ જેની પાસે ન હોય તેવાઓ શું કરી શકવાના ? Page #138 -------------------------------------------------------------------------- ________________ પહેલાના કાળમાં અન્યાયી રાજાઓ સામે દસ મડદાં પડતાં તો દૂર રાજાઓ પણ અન્યાયી કાયદા પાછા ખેંચી લેતાં શક્તિ અજમાવ્યા વગર રક્ષા કઈ રીતે થાય ? આજે તમારા જેવા શ્રાવકો પણ ધારે તો ઉન્માર્ગદશકોની સભાને વિખેરી શકે. સવ એ કઈ રીતે ? અયોગ્યદેશકોની સભામાં આઠ-દસ જણાએ સાથે જવાનું. વ્યાખ્યાન શરૂ થાય એટલે વારાફરતી એકેડે ઊઠીને ચાલવા માંડવાનું વક્તાનો વ્યાખ્યાનનો ઉત્સાહ મરવા માટે, વ્યાખ્યાન ભાંગી પડે. તમારે કંઈ કરવું હોય તો અમારી પાસે જોઈએ એટલા રસ્તા છે, પણ કરવું છે જ કોને ? નથી જાતનો ભોગ આપવો, નથી સમયનો ભોગ આપવો, નથી પૈસાનો ભોગ આપવો ને સિદ્ધાન્તરક્ષા કરવી છે ! આજે તમે જો ડાહ્યા થઈ જાઓ તો દેશકોને સુધર્યે જ છૂટકો છે. એક વાર સાહેબે કર્યું હતું કે પચાસ વરસ પહેલાં એવા શ્રોતાઓ હતા કે વ્યાખ્યાન વાંચનારને ફરજિયાત પાનાંમાં જ માથું રાખવું પડે, નહિ તો આડું-અવળું વેતરાઇ જાય તો ફજેતી થયા વિના ન રહે. આજે તો લગભગ એવા જ શ્રોતાઓ મળે કે શાસ્ત્રનાં પાનાંમાં માથું ઘાલવાની જરૂર જ ન પડે. એવા પણ શ્રોતાઓ પહેલાં હતા કે જેને જોઈને વક્તાને ધ્રુજારી થાય. વ્યાખ્યાનમાં બેસે, એકીટસે સાંભળે, શંકા પડે તોય વચ્ચે પૂછપૂછ ન કરે. કંઈક અજુગતું લાગ્યું હોય તોય ત્યાં તો ન જ કહે. વ્યાખ્યાન ઊઠે ઉપર જઈને કહે કે “સાહેબ! સમજફેર લાગે છે. આ વિષયમાં શાસ્ત્રમાં આ પ્રમાણે Page #139 -------------------------------------------------------------------------- ________________ નહિ પરંતુ આ પ્રમાણે પાઠ જોવા મળે છે.’ ‘ખોટું છે’ અથવા તો ‘આપ કહો છો-એવું નથી.' એવું પણ કાંઈ કહે નહિ. આવો વિનય, આવો વિવેક, આવું ઔચિત્ય કોણ જાળવી શકે ? જેના હૈયામાં સ્વપરનું હિત અને તારક શાસનની રક્ષા વસી હોય તે ! તમને ક્યાં શાસનની પડી જ છે ? સિદ્ધાન્તરક્ષા માટે વક્તાની જવાબદારી ઘણી છે પણ સાથે શ્રોતાની પણ એટલી જ જવાબદારી છે. તમે ધારો તો વક્તાને યોગ્ય રીતે હાથમાં રાખી માર્ગાનુસારી બોલતા કરી શકો. આ રીતે સન્માર્ગદેશના ન આપે તે ઉત્સૂત્રભાષી બનવાના. અને ઉત્સૂત્રભાષણનું ફળ તિર્યંચગતિ બતાવ્યું છે. કારણ કે અનંતો કાળ ત્યાં જ પૂરો કરી શકાય એવું છે, નરકમાંય નહિ. સ૦ સાંભળનારને શું ફળ મળે ? ડોક્ટર જો હજામ હોય તો દર્દીનું શું થાય તે જાતે જ વિચારી લેજો – એમાં મારે કશું કહેવું નથી. - ૪. સ્ખલિતપરિશુદ્ધિ આ રીતે આપણે વિસ્તારથી શ્રદ્ધાનું શુદ્ધદેશનાસ્વરૂપ લિંગ જોયું. હવે ચોથું લિંગ છે સ્ખલિતની પરિશુદ્ધિ. આપણી પાસે સમય ઓછો છે અને ભાવયતિનાં પાંચ લિંગો આપણે જોવાનાં બાકી છે. છતાં આ શ્રદ્ધા નામનું લિંગ વિસ્તારથી સમજવું જરૂરી હોવાથી એમાં આટલો સમય ફાળવ્યો. બાકીનાં લિંગો ઉપર સંક્ષેપથી વિચારણા કરી લઈશું. સ્ખલના એટલે અતિચાર. પ્રમાદાદિ દોષના કારણે સાધુભગવન્તના ૧૩૬ Page #140 -------------------------------------------------------------------------- ________________ ચારિત્રમાં ક્યારે પણ અતિચારરૂપ મલનું કલંક લાગે તો નિષ્કલંક ધર્મના અભિલાષી એવા સાધુભગવન્તો એ અતિચારની શલ્યરહિતપણે શુદ્ધિ કરે : આ ચોથી સ્મલિતપરિશુદ્ધિ નામની શ્રદ્ધા છે. ચારિત્રની રક્ષા માટે આ શ્રદ્ધા જરૂરી છે. જેને સાધનની કિંમત સમજાય તે પોતાનું સાધન છેદાઈ-ભેદાઈ ન જાય તેની તકેદારી રાખે ને? અતિચારના કારણે સંયમમાં ગાબડું પડે છે. તેના પર જો શુદ્ધિનું થીગડું મારવામાં ન આવે તો ચારિત્રની શી દશા થાય ? અતિચારની શુદ્ધિ કરીને અતિચારમાંથી પાછા ન ફરાય તો અનાચારમાં જતાં વાર ન લાગે અને પરિણામે ચારિત્રના ભૂકા બોલાઈ જાય. સવ અતિચાર એટલે શું ? જેના યોગે મિચ્છામિ દુક્કમ્ આપવાનો વખત આવે તેનું નામ અતિચાર. બીજાનું આપણા પ્રત્યેનું જે વર્તન જોઈ આપણને દુઃખ થાય તેવું વર્તન આપણે કરવું તેનું નામ અતિચાર. શાસ્ત્રમાં અતિક્રમ, વ્યતિક્ષ્મ, અતિચાર અને અનાચાર : એમ ચાર પ્રકારે સ્કૂલના જણાવેલી છે. કોઈ પણ માણસ પાપ કરવાનું નિમંત્રણ કરે ત્યારે તેનો નિષેધ ન કરવો તે અતિક્રમ. અથવા તો પાપ કરવાની ઇચ્છા થવી તે અતિમ. પાપ કરવા માટે તૈયારી કરવી તે વ્યતિક્રમ. તૈયારી કરીને પાપ કરવા માટે પગ ઉપાડવો તે અતિચાર અને પાપ પરિપૂર્ણ કરવું તે અનાચાર. સાધુભગવન્તના નિમિત્તે આહાર બનાવીને તે આહાર ગ્રહણ કરવાની વિનંતિ કરવા ગૃહસ્થ આવે ત્યારે આધાકમાં Page #141 -------------------------------------------------------------------------- ________________ આહાર છે એમ જાણવા છતાં તેની વિનંતિનો નિષેધ ન કરવો, સ્વીકારી લેવી તે અતિક્રમ. વહોરવા માટે પાત્રાંઝોળીની પડિલેહણ કરી તૈયાર કરવાં તે વ્યતિક્રમ. વહોરવા માટે મકાનમાંથી નીકળવું અને ગૃહસ્થના ઘેર જઇ આધાકર્મી આહાર વહોરવો તે અતિચાર અને વહોરીને લાવેલો આધાકર્મી આહાર પરઠવી ન દેતાં વાપરી જવો તે અનાચાર. સ૦ સાધુભગવન્તને દોષિત ગોચરી વહોરાવીએ તો અમને પણ પાપ લાગે ? કારણ વિના સાધુને દોષિત ગોચરી વહોરાવવાના કારણે ગૃહસ્થને પણ પાપ લાગે, શાસ્ત્રમાં કહ્યું છે કે નિષ્કારણ આધાદિ દોષથી દુષ્ટ આહાર વહોરાવનારને અશુભ દીર્ઘ આયુષ્ય બંધાય. પરંતુ કારણે વહોરાવ્યું હોય તો ગૃહસ્થને એમાં લાભ જ છે. સાધુભગવન્તો અપવાદપદે દોષિત આહાર લઇને પણ જેમ નિર્જરા સાધે છે તેમ ગૃહસ્થો પણ, કારણે આવો દોષિત આહાર વહોરાવવા છતાં સુપાત્રદાનના સુંદર ફળને પ્રાપ્ત કરે છે. સુપાત્રદાનજેવું ગૃહસ્થપણામાં તરવાનું બીજું એકે સાધન નથી. આ સુપાત્રદાનના પ્રભાવે કેટલાય આત્માઓ સમ્યગ્દર્શન પામી ગયા, કેટલાય ચારિત્ર પામી ગયા અને કેટલાય મોક્ષ સાધી ગયા. તમારે ય તરવું છે ને ? સ૦ સાધુભગવન્ત વહોરવા આવે ત્યારે અમારે શું ભાવવું ? ‘આ ગ્રહણ કરો અને મને તારો’ - આ એક જ ભાવનાથી - ગૃહસ્થે સુપાત્રદાન કરવાનું છે. ‘આ સુપાત્રદાનના પ્રભાવે કેઇ આત્મા ૧૩૮ Page #142 -------------------------------------------------------------------------- ________________ તરી ગયા તેમ હું ય તરી જઉ આ ભાવનાથી સુપાત્રદાન કરે તેનો સંસાર કપાયા વગર ન રહે. સાધુભગવન્તને વહોરાવતાં જો તેઓ વધુ વહોરવાની ના પાડે અને “રાખો રાખો કહે તો તમારે કહેવું કે “ના ભગવન્! મારે સંસાર નથી રાખવો. મારો ભાવ ન તોડો, મારો ભવ તોડો.” આવી ભાવનાથી સુપાત્રદાન કરનારનું ચારિત્રમોહનીય તૂટે અને ચારિત્ર ઉદયમાં આવે. - સ૦ સુપાત્રદાનનો આટલો મહિમા હોય તો ચારિત્ર ગ્રહણ ન કરે તેય સુપાત્રદાનથી તરી શકે ને ? ગૃહસ્થપણાનો ઊંચામાં ઊંચો ધર્મ હોય તોય તેમાં અધર્મ તો ભેગો રહેવાનો જ. એકાન્ત ધર્મસ્વરૂપ હોય તો આ ચારિત્રધર્મ જ છે. આથી જ તો મહાપુરુષોએ જ્યારે જ્યારે આપણા હિતને અનુલક્ષીને ચિંતા કરી હોય તો તે આ એક જ ચિતા કરી છે કે જગતના જીવો જ્યાં સુધી સાધુ નહિ બને ત્યાં સુધી તેમનો વિસ્તાર નહિ થાય. ઊંચામાં ઊંચો ધર્મ આ સાધુધર્મ જ છે. બીજો ધર્મ તો નામનો ધર્મ છે તેમાં અધર્મ તો પાર વગરનો છે, તેનાથી વિસ્તાર કયાંથી થાય ? સાધુધર્મની આટલી મહત્તા હોવાથી જ તો આપણે ભાવસાધુનાં લિંગોનું સ્વરૂપ સમજવા બેઠા છીએ. આ સંસારનો ઉચ્છેદ કરવા માટે ક્યો ધર્મ સમર્થ છે, એ ધર્મ કોની નિશ્રામાં સ્વીકારાય, એવી નિશ્રા આપવા માટે કોણ યોગ્ય છે - એ સમજવા માટે તો આ લિંગો વિચારવાનાં છે. સાધુ થવા માટે કેવા ગુણો જરૂરી છે, યોગ્ય ગુરુ કોને કહેવાય-એ સમજવાની જરૂર હતી. Page #143 -------------------------------------------------------------------------- ________________ આજે આની ઉપેક્ષા કરી તેના યોગે આપણે માર્ગથી દૂર રહ્યા. જેમના ઉપર આપણા જીવનનો આધાર છે, જેના આધારે આપણું આત્મકલ્યાણ સાધવાનું છે તેની જ ઉપેક્ષા કરનારા આપણે નથી બનવું. આપણે ભાવસાધુ થઈએ તો સૌથી સારું. પરંતુ ભાવસાધુ ન થવાય તોય નિશ્રા તો ભાવસાધુની જ સ્વીકારવી છે - એ માટે આ લિંગો જોવાં છે. વર્તમાનમાં આપણે અજ્ઞાનના કારણે કે ઉપેક્ષાના કારણે ઉન્માર્ગગામી બન્યા એવો બચાવ કર્યો નહિ ચાલે. સ0 અજ્ઞાની કરતાં જાણકારને પાપ વધુ લાગે ને ? એની ના નહિ. પણ અજ્ઞાનીને પણ પાપ તો લાગવાનું જ ને ? અજ્ઞાનના કારણે બાંધેલું પાપ પણ નડવાનું તો આપણને જ ને ? અજ્ઞાનના કારણે ઉન્માર્ગે ગયા કે સમજવા છતાં ઉન્માર્ગે ગયા - એ મહત્વનું નથી. ઉન્માર્ગે ગયા છીએ - એ મહત્ત્વનું છે. ઉન્માર્ગથી પાછા ફરવું હશે તો માર્ગગામીની શોધમાં નીકળવું પડશે. એના માટે આ ભાવસાધુતાનું વર્ણન છે. દ્રવ્યસાધુની નિંદા માટે આ વર્ણન નથી, જેની–તેની નિશ્રાથી આપણો આત્મા ડૂબી ન જાય - તે માટે આ વર્ણન છે. શ્રદ્ધાના ચોથા લિંગમાં આપણે વિચારી રહયા છીએ કે આપણને મળેલો ઉત્તમ ધર્મ ઝાંખો ન પડી જાય, નાશ ન પામે એ માટે આ સ્કૂલનાની પરિશુદ્ધિ છે. સ્કૂલનાની પરિશુદ્ધિ કરવા માટે અર્થાત્ અતિચારની આલોચના કરવા માટે સાધુપણામાં પંદર કલાકનો સ્વાધ્યાય જણાવેલો છે. આચાર્યભગવન જો ૧૮ કલાક Page #144 -------------------------------------------------------------------------- ________________ કે ૨૧ કલાક સ્વાધ્યાય કરતા હોય તો નાના સાધુને ફરજિયાત પંદર કલાકનો સ્વાધ્યાય કરવો પડે અને છાપું હાથમાં લેતાં શરમ આવે. આચાર્યભગવન્ત દેશકાળના જ્ઞાતા હોવા જોઈએ, તેથી તેઓ ઉપર-ઉપરથી નજર કરી છાપું વાંચી લે. પણ નાનાં સાધુસાધ્વીઓએ તો બિલકુલ એ લતમાં નહિ પડવાનું આચાર્યભગવન્ત તો પાંચ મિનિટમાં છાપાં ઉપર નજર ફેરવી સ્વાધ્યાય કરવા લાગી જાય. કારણ કે તેમને દ્વાદશાંગી સાચવવી છે. જો પંદર કલાક સ્વાધ્યાય ન કરે તો બાર અંગ ભૂલી જાય. અને આ રીતે દ્વાદશાંગી ભુલાવા માટે તો ઉન્માર્ગદશના આવીને ઊભી રહે. જેને શાસ્ત્રવચન યાદ હોય તે ગમે તેવા પ્રસંગે પણ ઉન્માર્ગે ન જાય. અમલનેરમાં એક આચાર્યભગવન્ત સાહેબ પાસે રોજ પંદર મિનિટ આગમનું વાંચન કરવાનો અભિગ્રહ લેવા ગયા હતા. તે વખતે સાહેબે કહ્યું હતું કે; “તો શું તું પંદર મિનિટ પણ આગમનું વાંચન નથી કરતો ? પંદર મિનિટ પાનું વાંચ્યા વિના તો હું પણ વ્યાખ્યાનની પાટ ઉપર નથી બેસતો !' અને આવા શાસ્ત્રાભ્યાસના જ પ્રતાપે સાહેબને શાસ્ત્રપાઠોની ઉપસ્થિતિ સારી હતી. સાહેબની સ્મરણશક્તિ એવી હતી કે દવા લેવાનું ભૂલી જાય, કોઈકે ગોચરીની વિનંતિ કરી હોય તો કહેવાનું ભૂલી જાય, વસ્તુનું નામ ભૂલી જાય પણ શાસ્ત્ર ન ભૂલે. એક બાજુ આત્મરમણતા ચાલુ ને બીજી બાજુ સ્વાધ્યાય ચાલુ – એવી એમની એકાગ્રતા હતી. સતત સ્વાધ્યાયના કારણે આચાર્ય ભગવન્તોને શાસ્ત્રવચનોનું સ્મરણ કેવું હોય તે માટે Page #145 -------------------------------------------------------------------------- ________________ આચાર્યભગવન્તનો એક પ્રસંગ જાણવાજેવો છે. ૨૫૦૦ની ઉજવણીની વાત ચાલુ હતી, તે વખતે તીર્થંકરભગવન્તનું મહત્ત્વ સમજાવવાનું કામ આપણે માથે (સાહેબની ઉપર) આવેલું, ત્યારે સાહેબે એક ભાઈને તીર્થંકરભગવન્તનું મહત્વ સમજવા માટે કર્મપ્રકૃતિ નામના ગ્રંથમાંથી તીર્થંકરનામકર્મના બંધનાં અધ્યવસાયસ્થાન કેવાં હોય છે તે વાંચવાનું જણાવ્યું. સાહેબ પાસેથી આ પ્રમાણે જાણીને એ ભાઈએ; તે વખતે અમદાવાદમાં બિરાજમાન કર્યસાહિત્યના નિષ્ણાત એવા સાધુભગવન્તોને કર્મપ્રકૃતિમાંથી તે વસ્તુ કાઢી આપવાનું કહ્યું. તે સાધુભગવન્તોને એ વસ્તુ ખ્યાલબહાર હોવાથી તેમણે કહ્યું કે કર્મપ્રકૃતિમાં આવી કોઈ વાત આવતી નથી. પેલા ભાઈ સાહેબ પાસે પાછા આવ્યા. ત્યારે સાહેબે કર્મપ્રકૃતિનું પુસ્તક મંગાવીને એ પ્રકરણ કાઢીને તે ભાઈને વાંચવા આપ્યું. આ તો માત્ર સ્મરણશતિની વાત છે. પંદર કલાક સ્વાધ્યાય કરે તો મોટે ભાગે સ્કૂલના થવાનો પ્રસંગ જ ન આવે. અને જે સ્કૂલના થઈ હોય તેની પરિશુદ્ધિ કરવાનું સરળ બને. જો સાધુભગવન્તો સ્મલિતપરિશુધિરૂપ શ્રદ્ધાને ટકાવે નહિ તો તેમની ભાવસાધુતા દ્રવ્યસાધુતામાં પરિણામ પામ્યા વિના ન રહે. સવ ભાવશ્રાવકને દ્રવ્યસાધુ પણ ભાવરૂપે પરિણમે ને ? તમે તમારી જાતને ભાવશ્રાવક માનો છો ? ભાવશ્રાવકનાં લક્ષણો તમારામાં તપાસી જોયાં ? Page #146 -------------------------------------------------------------------------- ________________ સ૦ પ્રધાનદ્રવ્યશ્રાવક તો ખરા ને ? જો તમે પ્રધાનદ્રવ્યશ્રાવક હશો તો પ્રધાનદ્રવ્યસાધુ પણ તમારા ઉપકારક બની શકશે. પણ અત્યારે તમે વિષયાન્તર ન કરો. ભાવસાધુ ન મળે તો પ્રધાનદ્રવ્યસાધુથી કામ ચલાવીશું, પણ અત્યારે તો ભાવસાધુને ઓળખવા માટે આપણો પ્રયત્ન ચાલુ છે. ભાવસાધુનાં લિંગો સમજી લઈએ તો ભાવસાધુતા પ્રત્યે બહુમાન જાગ્યા વિના નહિ રહે. ભાવસાધુનાં લિંગો જાણ્યા વિના દ્રવ્યભાવનો ભેદ કેવી રીતે પાડશો ? જે દિવસે સાધુ થવાનું મન થાય તે દિવસે ભાવસાધુની શોધમાં નીકળવું પડશે. પૃથ્વીચંદ્રની પત્નીઓ પ્રતિબોધ પામીને દીક્ષા લેવા તૈયાર થઈ ત્યારે પૃથ્વીચંદ્ર તેમને કહ્યું હતું કે હમણાં થોડો વખત ખમી જાઓ, કારણ કે સુગુરુનો હજુ યોગ નથી.' કંઈ સમજાય છે? કેવળજ્ઞાનીના કાળમાં પણ સુગુરુનો યોગ સુલભ ન હતો! સુગુરુની પ્રતીક્ષામાં રહેલા પૃથ્વીચંદ્ર કેવળજ્ઞાન પામી ગયા. સની પ્રતીક્ષામાં પણ કેવળજ્ઞાન મળે પણ કુગુરુની નિશ્રા સ્વીકારીએ તોય કેવળજ્ઞાન તો ન મળે અને ઊલટું સંસારમાં પરિભ્રમણ કરવાનું બાકી રહે... આપણે શું કરવું છે – એ શાંતિથી વિચારી લેવાનું. - વર્તમાનમાં આપણે જે રીતે જીવી રહ્યા છીએ, જે પ્રવૃત્તિઓ કરી રહ્યા છીએ-એ પ્રવૃત્તિઓથી મોક્ષ મળી શકે એવું નથી. જે દિવસે મોક્ષમાં જવાનો વિચાર આવશે તે દિવસે આ બધી પ્રવૃત્તિઓ છોડવી પડશે. જે પ્રવૃત્તિઓથી મોક્ષ મળવાની આશા Page #147 -------------------------------------------------------------------------- ________________ નથી એવી પણ અયોગ્ય પ્રવૃત્તિઓ આપણે છોડીએ નહિ તો માનવું ન પડે કે ‘ઊંડે ઊંડે પણ મોક્ષ પામવાની ભાવના રહી નથી' ? આપણું પ્રમાદપૂર્ણ જીવન આપણને ડગલે ને પગલે સ્ખલના પમાડે છે. આ સ્ખલનાની પરિશુદ્ધિ કરવા જાણકાર અને ઉપયોગવાળા બનવું પડશે. કઇ કઇ જાતના પ્રમાદ છે તેનું જ્ઞાન મેળવીને તે પ્રમાથી દૂર રહેવા ઉપયોગવાળા બનવાનું. બાહ્યપરિણતિને પુષ્ટ કરનારી બાહ્યપ્રવૃત્તિઓ પણ એક જાતનો પ્રમાદ છે – એ આજનાઓને સમજાવવું કપરું છે. જે અનુષ્ઠાન અમારાં (સાધુનાં) નથી તેમાં અમે સહભાગી બનીએ એ પણ એક પ્રમાદ છે. સાધુ માટે અવિહિત એવાં પણ અનુષ્ઠાનમાં રસ લેવો તે સાધુ માટે પ્રમાદરૂપ છે. પોતાના અનુષ્ઠાનને છોડીને બીજામાં રસ લે એટલે સ્ખલના થવાની જ. બાહ્યપ્રવૃત્તિના કારણે થયેલી જ્ઞાનની સ્ખલનાના યોગે તો ચૌદપૂર્વી પણ નિગોદમાં ગયા. નિદ્રા-વિકથા એ ભયંકર પ્રમાદ છે, પણ એની સાથે બાહ્યપ્રવૃત્તિનો રસ એનાથી ય ભયંકર છે. બાહ્યપ્રવૃત્તિનો રસ જ નિદ્રાવિકથાને ખેંચી લાવે છે. વાચનામાં જ્ઞાનનો ધોધ વરસે છતાં જેને બાહ્યપ્રવૃત્તિમાં રસ હોય તેને તો અહીં ઊંધ જ આવવાની. પરપરિણતિ ઉપરથી નજર ખસેડીએ તો આત્મપરિણતિમાં લીન બની શકીશું. જે ધર્મથી અસંખ્યાત આત્માઓ તરવાના છે એ ધર્મને એક પણ ડાઘ ન પડે એ રીતે જીવવા માટે નિદ્રાવિકથાદિ પ્રમાદનો ત્યાગ કરીને સ્ખલિતની પરિશુદ્ધિરૂપ શ્રદ્ધા જાળવી લેવી છે. |૧૪૪ Page #148 -------------------------------------------------------------------------- ________________ ૩. પ્રજ્ઞાપનીયતા: પ્રવરકોટિની શ્રદ્ધાનું વર્ણન પૂરું કરીને હવે ભાવયતિનું “પ્રજ્ઞાપનીયતા' રૂપ ત્રીજું લિંગ જણાવતાં ગ્રન્થકારપરમર્ષિ ફરમાવે છે કે આવા પ્રકારની પ્રવરશ્રદ્ધા હોતે છતે ભાવમુનિ અવશ્યપણે પ્રજ્ઞાપનીય અર્થાત્ કદાગ્રહ વગરનો બને છે. જોકે ભાવસાધુને અસદ્ગહ કેવી રીતે સંભવી શકે – આવી શંકા થઈ શકે છે પરંતુ તેના નિરાકરણમાં ગ્રંથકારશ્રી જણાવે છે કે – શાસ્ત્રમાં જણાવેલાં ઉત્સર્ગપ્રધાન, અપવાપ્રધાન, વિધિપ્રધાન વગેરે અનેક પ્રકારનાં ગંભીરભાવવાળાં સૂત્રોના વિષયવિભાગને નહિ જાણતા મુનિ જ્ઞાનાવરણીયકર્મના ઉદયના કારણે મૂંઝાઈ જાય તો તેને પણ અસદ્ગહ થઈ શકે છે. આ રીતે જેને પોતાની મેળે સમજાતું નથી અને તેના યોગે જ્ઞાનાદિની આરાધના જેની સિદાઈ રહી છે તેવાને આચાર્યભગવન્ત પ્રજ્ઞાપનીય એટલે અસદ્ગહથી વિકલ બનાવે છે. શાસ્ત્રમાં કોઈ વાક્ય ઉત્સર્ગપ્રધાન હોય તો કોઈ અપવાદપ્રધાન હોય, કોઈ વિધિવાક્ય હોય તો કોઈ અનુવાદવાક્ય હોય, કોઈ નિશ્ચયનયનું હોય તો કોઈ વ્યવહારનયનું હોય, કોઈ જ્ઞાનપ્રધાન વાક્ય હોય તો કોઈ ક્રિયાપ્રધાન હોય, કોઈ ઠેકાણે લખ્યું હોય કે “એગે આયા” અને કોઇ ઠેકાણે લખ્યું હોય કે સોયના અગ્રભાગ જેટલી જગ્યામાં અનન્તા આત્મા હોઈ શકે : તેવા વખતે મતિમોહના કારણે શિષ્ય મૂંઝાઈ જાય તો આચાર્યભગવત્ત કંટાળ્યા વગર તેનો મતિમોહ દૂર કરે. પણ એ ક્યારે દૂર કરે ? શિષ્યને જો બરાબર પૂછતાં આવડે Page #149 -------------------------------------------------------------------------- ________________ તો. 'ભગવન્! શાસ્ત્રમાં અમુક સ્થાને આ પ્રમાણે પાઠ છે અને અમુક સ્થાને આ પ્રમાણે પાઠ છે તો બે પાઠનું તાત્પર્ય શું-એ કૃપા કરીને સમજાવો.' આ પ્રમાણે કહે તો તે શિખ્ય પ્રજ્ઞાપનીય બની શકે. બાકી ‘એક સ્થાને આમ લખ્યું છે ને એક સ્થાને આમ લખ્યું છે : આવું તે ઘટતું હશે ?' આ પ્રમાણે પૂછે તેના પતિમોહને દૂર ન કરાય. શંકા પડે જ્ઞાનાવરણીયકર્મના ઉદયે પરંતુ એ શંકા પૂછવા માટે મોહનીયનો ક્ષયોપશમ જરૂરી છે. મોહનીયના ક્ષયોપશમવાળાને શંકા કેવી રીતે પૂછવી એ બરાબર સમજાય. કારણ કે એને જ્ઞાનાવરણીયના ઉદયના કારણે સમજાતું નથી એટલું જ. બાકી મોહનીયના ક્ષયોપશમના યોગે વસ્તુ સાચી છે એવું તો એ ચોક્કસ માને છે, આથી તેની પૂછવાની રીતમાં જ ફરક પડી જાય છે. જ્યારે મોહનીયનો ક્ષયોપશમ જેની પાસે ન હોય તેને સમજાય નહિ એટલે એ વસ્તુને જ ખોટી કહેવા માટે તૈયાર થાય. જ્ઞાનાવરણીયર્મના ઉદય વખતે પણ મોહનીયના ક્ષયોપશમની નિર્મળતા જાળવી રાખે તો પ્રજ્ઞાપનીયતા આવે. - કુંઠિતબુદ્ધિવાળા માર્ગ ન શોધી શકે, તેથી ચંચળ થઈને વિઠ્યાદિના માર્ગે જતા ન રહે તે માટે આ પ્રજ્ઞાપનીયગુણ જરૂરી છે. પ્રજ્ઞાપનીય એટલે તમારી ભાષામાં કહ્યાગરો. જેને સહેલાઈથી સમજાવી શકાય, જેની ગેરસમજ સરળતાથી દૂર કરી શકાય તેને પ્રજ્ઞાપનીય કહેવાય. જાતે સમજણ ન પડે પણ સમજણ આપીએ તો ચોક્કસ સમજી જાય તે પ્રજ્ઞાપનીય શ્રી આચારાંગસૂત્રમાં કર્યું Page #150 -------------------------------------------------------------------------- ________________ છે કે- ‘જેઓ પોતાની જાતે સમજી શકે તેના માટે આચારાંગસૂત્રની રચના નથી કરી. તે જ રીતે સમજાવવા છતાં સમજી ન શકે તેવાઓ માટે પણ આ સૂત્રની રચના નથી, પરંતુ જે જાતે સમજી નથી શક્તા પણ સમજાવવાથી સમજી જાય છે તેવા જીવો માટે આચારાંગસૂત્રની રચના છે. આ રીતે પ્રજ્ઞાપનીયતાગુણવાળા જ શાસ્ત્ર ભણાવવા. માટે યોગ્ય છે. આપણને કોઈ પણ કંઈ પણ કહી શકે – એવી યોગ્યતા રાખવી તે પ્રજ્ઞાપનીયતા. આજે તો અમારે ત્યાં મને કોઈ કંઈ કહી શકે નહિ એ ભૂષણ મનાય છે. આપણી ભૂલ થાય તો રસ્તે ચાલતો માણસ પણ આપણી ભૂલ બતાવી શકે – એવી યોગ્યતા આપણે કેળવી લેવી છે. આપણી ભૂલ કોઈ બતાવે ત્યારે તમને પારકી પંચાત કરવાની ટેવ કયાંથી પડી ગઇ.' એવું ન બોલાય. હું કરું છું તે બધું બરાબર છે, મારા કાન સાંભળવા માટે ટેવાયેલા નથી.' આવું તો જે નફફટ હોય તે વિચારે અને બોલે. ભૂલ બતાવે ત્યારે મિચ્છામિ દુક્કડમ્ આપે, બહુ ખોટું કર્યું બીજી વાર ધ્યાન રાખીશ એમ કહે તે પાપભીરુતાનાં લક્ષણ છે. જેને હિતશિક્ષા ગમતી નથી તેને પોતાનું હિત જ શિક્ષારૂપ લાગ્યું છે એમ સમજવું. જેને પોતાનું હિત વહાલું હોય અને અહિત જેને શિક્ષારૂપ લાગતું હોય તેને હિતશિક્ષા ગમ્યા વિના ન રહે. ગૃહસ્થપણામાં જેણે માબાપનું માન્યું નથી, ઘરનાનું માન્યું નથી, એવાઓ અહીં સાધુપણામાં એવા જ સંસ્કાર લઈને આવ્યા હોય તો ગુર્નાદિકનું ક્યાંથી માને ? Page #151 -------------------------------------------------------------------------- ________________ આચાર્યભગવન્દે એકવાર કહ્યું હતું કે જેઓ માબાપનું માનવા માટે ટેવાયેલા નથી તેવાઓને દીક્ષા આપતાં પહેલાં સો વાર વિચાર કરવો. કોઇની પણ વાત સાંભળી શકે નહિ તે પ્રજ્ઞાપનીય ન બની શકે. આપણને કોઇ આપણી ભૂલ બતાવી ન શકે તે તમારી દૃષ્ટિએ પુણ્યોદય કહેવાય કે પાપોદય ? કોઇ પણ આપણી ભૂલ આપણને બતાવી શકે – એ આપણો પરમપુણ્યોદય છે, તેને પાપોદય માનવાની મૂર્ખાઇ નથી કરવી. આપણી દૃષ્ટિએ જે બરાબર લાગતું હોય તેમાં પણ કોઇ ભૂલ બતાવે તો તેવા વખતે ‘વિચારી જોઇશ’ એમ કહેવું તે પ્રજ્ઞાપનીયતા. આનંદ શ્રાવકના કહેવાથી ગૌતમસ્વામી મહારાજને પોતાની ભૂલ થયાની શંકા પડી તો તરત ભગવાનને પૂછવા ગયા. પરંતુ એમ ન કહ્યું કે ‘દ્વાદશાંગી મેં જ તો બનાવી છે, મારી વાત ખોટી ક્યાંથી હોય ?’ ભગવાનને પૂછવા તો ગયા અને ભગવાને કહ્યું કે ‘આનંદ શ્રાવક સાચા છે’ તો તે જ ક્ષણે આનંદ શ્રાવક પાસે આવીને પોતાની ભૂલનું મિચ્છામિ દુક્કડમ્ આપ્યું. આનું નામ પ્રજ્ઞાપનીયતા. દિગ્મોહ ટાળવા માટે પણ આ પ્રજ્ઞાપનીયતાગુણ જરૂરી છે. માર્ગસ્થ બનવા માટે પ્રજ્ઞાપનીયતાગુણ જેવું બીજું એકે સાધન નથી. આ ગુણની ઉપેક્ષા કરે તેનામાં ભાવસાધુતા ન આવે. જેને ઇચ્છા મુજબ જ જીવવું હોય, સ્વચ્છંદી જીવન જીવવું હોય તેને આ પ્રજ્ઞાપનીયતાગુણ પાલવે એવો નથી. અને જેને ભાવસાધુતા લાવવી છે, આજ્ઞા મુજબ જીવવું છે તેને પ્રજ્ઞાપનીયતા કેળવ્યા વિના છૂટકો ૧૪૮ Page #152 -------------------------------------------------------------------------- ________________ નથી. કહેનાર વ્યતિ હિતેચ્છુ હોય તો તેની વાત આપણી દૃષ્ટિએ ગમે તેટલી નુકસાનકારક લાગતી હોય તોય એક વાર માની લેવી, તેના કીધા પ્રમાણે કરી લેવું. પ્રજ્ઞાપનીયતાગુણ આપણે નવો નથી કેળવવાનો. જન્મ્યા ત્યારથી અત્યાર સુધીમાં આપણે કોઈની કે કોઇની આજ્ઞા માનતા જ આવ્યા છીએ. શાસ્ત્રકારો જે પ્રજ્ઞાપનીયતા બતાવે છે તેમાં તો માત્ર ભગવાનની અને ગુરુની આજ્ઞા માનવાની વાત આવે છે. તેમાં શું કઠિન છે ? આપણા કરતાં પણ કોઇ સમર્થ જ્ઞાની છે એવું આપણી બુદ્ધિ જે દિવસે સ્વીકારશે તે દિવસે સરળતા પણ આવશે ને પ્રજ્ઞાપનીયતા પણ આવશે. સમર્પણભાવ કેળવી લઈએ અને આપણી બુદ્ધિ પર વિશ્વાસ મૂકવાના બદલે શાસ્ત્ર પર વિશ્વાસ મૂકી ચાલવા માંડીએ તો પ્રજ્ઞાપનીયતા આવ્યા વગર નહિ રહે. આજે પણ શાસ્ત્રીય માર્ગ સમજાવનાર આચાર્યભગવન્તો વિદ્યમાન છે. દુકાળ સમજાવનારનો નથી, સાચી જ્ઞાનપિપાસાનો છે. સાધુપણામાં ગુરુભગવન્તની પ્રજ્ઞાપનીયતા કેળવવાની તેમ ગૃહસ્થપણામાં માબાપના પ્રજ્ઞાપનીય બનવાનું છે. સવ માબાપ પોતે ટી.વી. સિનેમા જોતાં હોય અને છોકરાને ના પાડે! માબાપ ગમે તે કરે એની સાથે આપણે નિસબત નથી. આપણે માબાપની આજ્ઞા માનીને જીવવાનું. કાલસૌકરિક કસાઈ રોજના પાંચ સો પાડા મારતો હતો, છતાં તેના પુત્ર સુલસે શું કર્યું? Page #153 -------------------------------------------------------------------------- ________________ બાપ દૂર છે – અયોગ્ય છે – એમ માનીને તિરસ્કાર ક્ય? નહિ. ઊલટું જે રીતે બાપાને સમાધિ રહે તે રીતે કરવામાં કશું જ બાકી રાખ્યું નહિ. માબાપ કર્મના ઉદયે પાપ કરતાં હોય, પાપ ન છોડી શક્તા હોય તેનો અર્થ એ નથી કે આપણે પણ પાપનો ત્યાગ ન કરવો. કૃષ્ણમહારાજા અવિરતિના ઉદયે દીક્ષા લઈ શકતા ન હતા છતાં પોતાની બધી પુત્રીઓને દીક્ષા અપાવી, તે ક્યારે અપાવી શક્યા હશે? તેમની પુત્રીઓ પ્રજ્ઞાપનીય હશે ત્યારે ને? માબાપનું વર્તન નથી જોવું, માબાપને જન્મદાતા તરીકે જ જોવાં છે. મા છે, બાપ છે એટલું જ બસ છે. એનાથી વધુ કશું વિચારવું નથી. અમારે ત્યાં પણ ગુરુનું માત્ર ગુરુત્વ જવાનું. દીક્ષા આપીને પોતાને નિશ્રા આપી એટલું જ બસ છે. એનાથી અધિક કોઈ કર્તૃત્વ વિચારવું નથી. પોતે સમર્થજ્ઞાની હોવા છતાં ગુરુ પ્રત્યે આવા પરિણામના યોગે પ્રજ્ઞાપનીય બની શકે. શિષ્યનો પુણ્યોદય ગમે તેટલો હોય તોપણ પ્રજ્ઞાપનીય શિષ્ય પોતાના ગુરુભગવન્તને જ આગળ કરે. ગુરુભગવન્તની ભૂલ થતી હશે તો તેનો દોષ ગુરુભગવને લાગશે, આપણે પ્રજ્ઞાપનીય બનીએ તો આપણને કોઈ જ દોષ નથી. ગુરુના દોષ આપણા માટે દોષરૂપ છે જ નહિ તેથી ગુરુના દોષ જોવાના રહેતા જ નથી. અનુપયોગથી પણ તેમની ભૂલ થતી હશે તો તેની ચિંતા તે પોતે કરશે. આપણે તો ગુરુનું માત્ર ગુરુત્વ જ જોવાનું. આપણા જ્ઞાન ઉપર વિશ્વાસ મૂક્વાના બદલે ગુરુના વચન ઉપર વિશ્વાસ મૂકી ચાલવા માંડવાનું - એ પ્રજ્ઞાપનીય બનવાનો Page #154 -------------------------------------------------------------------------- ________________ ઉપાય. આ પ્રજ્ઞાપનીયતા પણ ઋજુભાવે કેળવવાની છે. કોઈ પણ વ્યક્તિ આપણી ભૂલ બતાવે તેને બોલતા અટકાવવા, ઉતારી પાડવા કે તોડી પાડવા માટે ભૂલ કબૂલ કરવી, હાં ભાઈ હાં! મેં જ ભૂલ કરી છે, બોલો કાંઈ કહેવું છે ?' આ રીતે ભૂલનો સ્વીકાર કરવો તે માયાપૂર્વકની પ્રજ્ઞાપનીયતા છે. સામાની વાત માત્ર સ્વીકારવી એ ગુણ નથી, સામાની વાત સરળ હૈયે સ્વીકારવી તે ગુણ. કોઈ માણસને બોલતો બંધ કરવો તે કાંઈ બહાદુરી નથી. સામા માણસની વાત ઊભી રહે, તેમની વાત તોડી પાડવા જેવું ન થાય એ રીતે ભૂલ સ્વીકારતાં આવડવું જોઈએ. ભૂલ સ્વીકારતી વખતે સામા માણસને, મારી ભૂલ તો દરરોજ થાય છે. માટે આપ ચેતવતા રહેજો. હું પણ વિચારીને સુધારવા માટે પ્રયત્ન કરીશ.” આવું કાંઈક હો તો લાયકાત પ્રગટશે. પ્રાજ્ઞતા લાવવા માટે જેમ જડતાનો અવરોધ નડે છે તેમ સરળતા માટે વક્તાનો અવરોધ નડે છે. જડતા ને વતા ટાળવા માટે પુરુષાર્થ કર્યા વિના પ્રાજ્ઞતા અને સરળતા નહિ આવે. આ બે ગુણના આધારે જ બીજા ગુણોનો આવિર્ભાવ થાય છે. જે પ્રાજ્ઞ અને સરળ હોય તે કોઈની પણ વાત સાંભળી શકે. બીજાનું સાંભળ્યાં વગર જીવી શકાય એવું એક પણ ક્ષેત્ર નથી. ઘરમાં માબાપનું સાંભળવું પડે. નિશાળમાં શિક્ષક્ન સાંભળવું પડે, નોકરી કરતાં શેઠનું સાંભળવું પડે, તો ઉપાશ્રયમાં ગુરુનું સાંભળવું પડે. કોઈને પણ માથે રાખ્યા વગર જીવી શકાય એવું જીવન સારું છે ? તીર્થંકરભગવન્તના Page #155 -------------------------------------------------------------------------- ________________ માથે પણ ત્રણ છત્ર રાખવામાં આવે છે. તીર્થકર, તીર્થકર ક્યારે થયા ? જ્ઞાન, દર્શન, ચારિત્રની છાયામાં રહ્યા ત્યારે જ ને ? આપણે માથે જેટલાં છત્ર હોય તેટલું સારું ને ? છત્રના કારણે તો આપણે નિર્ભય છીએ. દીક્ષા લેતાંની સાથે નૂતન દીક્ષિતનું નામ પાડવા પહેલાં તેના માથે, સાધુ હોય તો ત્રણ અને સાધ્વી હોય તો ચાર ગુરુ છે - એનાં નામ સંભળાવવામાં આવે છે. એ બધાનું માનવામાં જ એકાન્ત કલ્યાણ સમાયેલું છે. કોઈનું પણ કહ્યું માનતા થઈએ તો આપણે પ્રજ્ઞાપનીય બનીએ. સાધુસાધ્વીએ તો આ ગુણ ખાસ વહેલી તકે કેળવી લેવાની જરૂર છે. આજે સાધુસાધ્વીની આરાધના ખોટવાઈ ગઈ હોય તો આ ગુણના અભાવના કારણે જ. આ લિંગ ભાવસાધુનું હોવા છતાં તમારે – અમારે આપણે બધાએ આ ગુણ પામવાની યોગ્યતા કેળવી લેવી છે. જીવનમાં કંઈક પામીને જવું છે. સમજીને વિચારવાની તક આપણને મળી છે, તેથી ગંભીરતાથી વિચારી લેવું છે. ૪. કિયામાં અપ્રમાદ : ભાવસાધુનાં આપણે ત્રણ લિંગ જોયાં. માર્ગાનુસારી ક્રિયા, પ્રવર શ્રદ્ધા અને પ્રજ્ઞાપનીયતા. હવે ચોથું લિંગ, ક્ષિામાં અપ્રમાદ છે. આ લિંગનું વર્ણન કરતાં ગ્રંથકારશ્રી ફરમાવે છે કે - સુગતિ અર્થાત્ સિદ્ધિગતિનું કારણ ચારિત્ર છે. એ ચારિત્ર છજવનિકાયના સંયમ સ્વરૂપ છે. વિસ્થાદિ પ્રમાદથી યુક્ત એવો સાધુ આ ચારિત્રનું પાલન કરવા માટે કોઈ પણ રીતે સમર્થ બનતો નથી. આ સંસારમાં Page #156 -------------------------------------------------------------------------- ________________ કેવળજ્ઞાનીને બાદ કરીએ તો સર્વોચ્ચ કોટિનું સ્થાન આ સાધુપણું છે. શાસ્ત્રમાં જણાવ્યું છે કે, આ ભવ-અટવીના ઉલ્લંઘન માટે પરમોચ્ચ કોટિના સાધનસ્વરૂપ છઠું-સાતમું ગુણઠાણું જેને વર્યું છે તેનું સૌભાગ્ય કોઈનાથી વર્ણવી શકાય એવું નથી. આ એક એવી અવસ્થા છે કે જેમાં સાધના ચાલુ હોવા છતાં જાણે સિદ્ધદશાને વર્યા હોય એવું સુખ અનુભવાય. આવી અવસ્થામાં પ્રમાદ કેવી રીતે નભાવાય ? ગમે તેવી સિદ્ધિના શિખરે પહોંચેલાને પણ ક્ષણવારમાં પાડવાનું કામ કોઈ કરતું હોય તો તે આ પ્રમાદ નામનો દોષ છે. આથી ભગવાને ગૌતમસ્વામી મહારાજાને પણ એક સમય પણ પ્રમાદન કરવાનો ઉપદેશ આપ્યો હતો. ચૌદપૂર્વ પામ્યા પછી પણ કેવળજ્ઞાન પામવાનું બાકી છે ત્યાં સુધી આરાધના ચાલુ જ છે અને જ્યાં સુધી આરાધના ચાલુ છે ત્યાં સુધી અપ્રમત્તદશા કેળવ્યા વિના છૂટકો જ નથી. સાધુપણું પાળવા માટે માર્ગાનુસારી ક્રિયા કરવાની છે અને તે પણ અપ્રમત્તાભાવે કરવાની છે. દ્રવ્યક્રિયાના અભાવમાં મુકતિ મળે પણ ભાવક્રિયાના અભાવમાં ક્યારે ય મુક્તિ ન મળે. જેને ક્ષિામાં કંટાળો આવતો હોય તે સાધુપણાનો અધિકારી નથી. જે અપ્રમત્તપણે ક્યિા કરવા તત્પર હોય તે જ ભાવસાધુતાનો ગ્રાહક બને. સંયોગો ન હોય તેના યોગે કોઈ ડ્યિા રહી જાય છતાં મોક્ષ મળે-એવું બને પણ કોઈ ક્રિયા બાકી રાખવાની ઈચ્છા હોય, ન કરવાની ઈચ્છા હોય તો મોક્ષ નહિ મળે. Page #157 -------------------------------------------------------------------------- ________________ સાધુપણામાં પ્રમાદ એ ભયંકર શત્રુ છે. મિથ્યાત્વ, અવિરતિ અને કષાય ટાળ્યા પછી પણ જો પ્રમાદને આધીન બને તો પતન થયા વિના ન રહે. એક અપેક્ષાએ મિથ્યાત્વ કરતાં પણ પ્રમાદ બહુ ખરાબ છે. મિથ્યાત્વ તો માત્ર સમ્યકત્વના પરિણામથી જીતી શકાય છે, જ્યારે પ્રમાદ તો ભલભલા ચૌદપૂર્વનિ પણ પાડે. ગયેલા મિથ્યાત્વાદિ દોષોને પાછા લાવવાનું કામ આ પ્રમાદ કરે છે. સર્વોચ્ચ દશાને પામેલા ભગવાનના સાધુનું પણ પતન પ્રમાદના યોગે થાય છે - આ પ્રમાદ કેટલો ભયંકર છે એ સમજાય છે ? પ્રમાદદશા ટાળ્યા વિના કોઈ પણ રીતે ચાલવાનું નથી. પ્રમાદને ટાળવા માટે, પહેલાં પ્રમાદનું સ્વરૂપ ઓળખવું પડશે. સામાન્યથી પ્રમાદ પાંચ પ્રકારનો છે. મધ, વિષય, કષાય, નિદ્રા અને વિક્યા. આ પાંચેપાંચ પ્રમાદને ટાળ્યા વિના અપ્રમત્તતા નહિ આવે. પરંતુ આજે લગભગ આપણા જીવનમાં પાંચેપાંચ પ્રમાદનું સેવન ચાલુ છે - એમ કહીએ તો ખોટું નથી. સૌથી પહેલો પ્રમાદ મદ્ય છે. મધ એટલે અહીં માત્ર મદિરા એવો અર્થ નથી કરવાનો. જેના કારણે ઊંઘ આવેઘેન ચઢે, સુસ્તી આવે એવાં માદક દ્રવ્યો વાપરવાં તે મઘ નામનો પ્રમાદ. આંખ ઘેરાય નહિ, પેટ ભારે ન થાય, સુસ્તી ઊડી જાય, સ્કૂર્તિ રહે એવું વાપરવું તેનું નામ મરી નામના પ્રમાદનો ત્યાગ. બીજો પ્રમાદ વિષચ. વિષયનો બિનજરૂરી ઉપયોગ એ પણ પ્રમાદ છે. વિષયની પરિણતિ, વિષયમાં ચિત્તનું લાગી રહેવું તે પ્રમાદ. વિષય એટલે Page #158 -------------------------------------------------------------------------- ________________ પાંચે ઇન્દ્રિયોના વિષયો. અનુકૂળ વિષયોમાં ચિત્ત ચોટ્યું રહે અને પ્રતિકૂળ વિષયોથી ચિત્ત ઉદ્વેગ પામે એ વિષય નામનો પ્રમાદ. ત્રીજો પ્રમાદ કષાય. કષાયની આધીનતા એ ય પ્રમાદ છે. કાચના ઉદયને આધીન થઇને જે પ્રવર્તે છે એ આ પ્રમાદને સેવે છે. ચોથો પ્રમાદ નિદ્રા. બિનજરૂરી નિદ્રા લેવી, આજ્ઞાથી અધિક એટલે કે બે પ્રહરથી અધિક નિદ્રા લેવી તે નિદ્રા નામનો પ્રમાદ. અને પાંચમો પ્રમાદ છે વિકથા. ધર્મક્થાના બદલે બીજી વાતચીત કરવી તે બધી વિકથામાં જાય. આજે આ પાંચે પ્રકારના પ્રમાદે આપણા સાધુપણામાં દાટ વાળ્યો છે. સાધુપણા સુધી પહોંચી ગયેલા પણ ભગવાનનું ન માનતા હોય, ગુરુનું ન માનતા હોય, સાધુપણાની પરિણતિ ગુમાવી બેઠા હોય તો તે આ વિષયકષાયની પરિણતિના યોગે જ. એક પ્રમાના યોગે સાધુપણામાં અનેક દોષોનો સંચાર થયો અને અનેક ગુણો નાશ પામ્યા. શાસ્ત્રમાં કહ્યું છે કે સ્વાધ્યાય ન થઇ શકતો હોય તો સ્વાધ્યાય કરવા માટે આહાર લેવાનો. જ્યારે વિષયકષાયની પરિણતિના યોગે એવો આહાર લેવાવા માંડ્યો કે જેના યોગે સ્વાધ્યાયનો જ ભોગ લેવાય. અગ્નિને પ્રજ્વલિત કરવા માટે લાકડાં નંખાય પણ તે એટલાં ન નંખાય કે જેથી અગ્નિ જ બુઝાઇ જાય ! સાધુપણામાં નવકારશી કરનારા અસહિષ્ણુતાના યોગે જ નવકારશી કરે છે - એવું પ્રમાણિકપણે કહી શકશે ? વર્તમાનની નવકારશીએ તો લગભગ સૂત્રપોરિસીનો ભોગ લીધો છે – એમ કહીએ તો ખોટું નથી. ગણધરભગવન્તોએ - EXERCI Page #159 -------------------------------------------------------------------------- ________________ nal અને પૂર્વધર પુરુષોએ સૂત્રોની રચના સાધુસાધ્વી માટે કરી હતી અને એ સૂત્રોની ઉપેક્ષા જો સાધુસાધ્વી જ કરે તો તે કેવી રીતે નભાવાય ? આજે તો બધાં સાધુસાધ્વીને નિયમ આપવા જેવો છે કે રોજ દશવૈકાલિકસૂત્રનો સ્વાધ્યાય કર્યા વિના મકાનની બહાર ગોચરી-પાણી માટે પગ ન મૂકવો. માત્ર સાત સો ગાથાનું સૂત્ર છે. સાડા ત્રણ સો ગાથાનું પપ્નીસૂત્ર જો બાર કે પંદર મિનિટમાં બોલી શકાતું હોય તો આ સૂત્ર કેટલી વારમાં બોલાય ? પપ્નીસૂત્ર તો પંદર દિવસે પણ એક વાર ફરજિયાત બોલવામાં આવે છે. દશવૈકાલિકનો સ્વાધ્યાય તો જિંદગી સુધી ક્યારે ય ફરજિયાત નથી ને ? જે સૂત્ર ભગવાનના શાસનમાં છેલ્લે સુધી રહેવાનું છે તે સૂત્રની ઉપેક્ષા ક્યું કેમ ચાલશે ? આજનો દિવસ સારો છે. મારે તો વિચાર છે કે દરેક સાધુસાધ્વીને નિયમ આપું કે દશવૈકાલિકસૂત્ર બોલ્યા વગર મોઢામાં પાણી ન નાંખવું. ગૃહસ્થોને પણ શ્રી દશવૈકાલિકસૂત્રના ચાર અધ્યયન સૂત્રથી અને અર્થથી કંઠસ્થ કરવાનો અધિકાર છે. પિસ્તાળીસ આગમોમાંથી આ એક જ આગમ એવું છે કે જેના ચાર અધ્યયનનો અધિકાર તમને પણ છે. આવો અધિકાર પામીને તમે તમારી જાતને પરમભાગ્યશાળી માનો છો ને ? સ) એ સૂત્રમાં એવું તો શું છે ? શ્રી શય્યભવસૂરિજીએ શ્રી મનમુનિ માટે માત્ર છ મહિનાના તેમના આયુષ્યમાં તેમની આરાધના પૂરી થાય એ રીતે પૂર્વમાંથી ઉધૂત કરી એ સૂત્ર બનાવ્યું છે, તો એમાં શું બાકી રાખ્યું હશે ? Page #160 -------------------------------------------------------------------------- ________________ ચાર અધ્યયનમાં તો આ સંસારસમુદ્રથી તારનારો અને મોક્ષે પહોંચાડનારો સમસ્ત સાધ્વાચાર સમાઈ જાય છે. આવું તારક સૂત્ર મળ્યા પછી પણ આજે લગભગ કોઈ સાધુસાધ્વીને નિયમ નથી કે દશવૈકાલિકસૂત્ર ગોખ્યા વિના જીવનની-દિવસની શરૂઆત ન કરવી. આજે તમને પણ નિયમ આપી દઉં કે શ્રી દશવૈકાલિકસૂત્રનાં ચાર અધ્યયન સૂત્રથી અને અર્થથી કંઠસ્થ ન થાય ત્યાં સુધી છ વિગઈનો ત્યાગ ? સ૦ કોઈ મધ્યમ માર્ગ બતાવો ને ? મધ્યમ માર્ગ એક જ છે કે - આશા પર પ્રેમ કેળવી લો. સત્ત્વ ન હોય તો સત્ત્વ કેળવી લો. શતિ ન હોય તો શતિ મેળવી લો. જે ખૂટતું હોય તે પૂરું કરવા પ્રયત્ન કરવો તે મધ્યમ માર્ગ. જેટલું ખૂટતું હોય તેટલું પૂરું કર્યા વિના નિસ્તાર નહિ થાય. આ પાંચે પ્રમાદનો ત્યાગ કર્યા વિના આપણું ઠેકાણું પડવાનું નથી. અત્યાર સુધી પ્રમાદમાં એવી રીતે જીવ્યા છીએ કે આ પાંચ પ્રમાદનો ત્યાગ કરીએ તો આપણા જીવનમાંથી રસ જ ઊડી જાય. પણ એની ચિંતા કરવાની જરૂર નથી. ‘જો વિષયનો ભોગવટો ન કરવાનો હોય, કષાયને આધીન ન બનવાનું હોય, માદક દ્રવ્યો ન વાપરવાનાં હોય, નિદ્રા ન લેવાની હોય અને વિકથામાં રસ ન લેવાનો હોય અને આ બધાથી દૂર જ રહેવાનું હોય તો પછી સાધુપણું પાળવું શું ખોટું ?' આવો પરિણામ જાગે તો સારું જ છે. જે પ્રમાદી જીવન સંસારમાં રખડાવે છે એમાંથી રસ ઊડ્યો ૧૫૭ Page #161 -------------------------------------------------------------------------- ________________ એટલે આપણો સંસાર કપાયો એમ સમજવું. પ્રમાદપૂર્ણ જીવન ઔદયિકભાવના સુખના પૂરમાં ડુબાડે છે પરંતુ આ પૂર સંસારસમુદ્રમાં ખેંચી જાય છે અને પ્રમાદરહિત જીવન તો મુક્ત બનાવે છે, શાશ્વત કાળના સુખને પમાડે છે : શું કરવું - એની પસંદગી તમારે કરવાની - ક્રિયામાં અપ્રમાદ આ લિંગ સાધુભગવન્તનું હોવા છતાં તમને પણ એનું મહત્ત્વ સમજાઈ જવું જરૂરી છે. જે ગુરુની નિશ્રાએ ભવ તરવાનો છે તે પોતે પ્રમાદી હોય તો આપણું શું થાય ? વિષયકષાય કે નિદ્રાવિકથાના યોગે તે આપણને ભણાવી પણ ન શકે અને માર્ગે ચલાવી પણ ન શકે. તમને જો સાધુપણામાં અપ્રમત્તદશાની કિંમત સમજાય તો તમારું પણ સાધુસાધ્વી સાથેનું વર્તન એવું બની જાય કે જે કદી એમના પ્રમાદનું પોષક ન બને. તમે જો સાધુસાધ્વીનું હિત ઇચ્છતા હો તો તેમને શાંતિથી તેમના ગુરુભગવન્ત પાસે ભણવા દો, તેમને વ્યર્થ વાતોમાં ન પાડો. નાનાં સાધુસાધ્વીનું પતન થાય તેવી તેમની સુપાત્રભતિ ન કરવી. તેમને આચાર્યભગવન્તની આજ્ઞા મુજબ જીવવા દો. નાનાં સાધુસાધ્વી મોક્ષમાં જાય તેમાં તમે રાજી કે સંસારમાં રખડે તેમાં તમે રાજી ? કદાચ કોઈ સાધુસાધ્વી સામેથી વાત કરે તો ય તમને વિનયપૂર્વક તેમની વાત ટાળતાં આવડવું જોઈએ. એના બદલે તમે જ એવી રીતે વર્તે કે સાધુસાધ્વીને તમને જોઇને એમ થાય કે “સારું થયું વાત કરવા માટે એક મિત્ર મળ્યો !' એ યોગ્ય નથી. Page #162 -------------------------------------------------------------------------- ________________ સ૦ સાધુસાધ્વીનાં સગાં-સંબંધી તેમને મળવા આવે તો શું કરે ? - સાધુસાધ્વી સગાઈ છોડીને સાધુ થયા છે. આથી આવેલાં સગાને પોતાના ગુરુ પાસે મોકલી દે. શાલિભદ્રજીની માતાને શાલિભદ્રજીએ પોતાની ઓળખાણ પણ ન આપી ને ? સાધુસાધ્વીને મમત્વ મારવાનું સમજાવીશું પણ અત્યારે તો તમારે કેવી રીતે વર્તવું - એ વાત ચાલી રહી છે. તમે જો સાધુસાધ્વીનાં સાચાં સગાં હો તો તમે તેમના હિતના ચિંતક બનો. ગજસુકુમાલની માતા તો સગી મા હતી, છતાં પોતાના પુત્રને શું કહ્યું હતું ? બીજી મા કરવી ન પડે એ રીતે દીક્ષા પાળજે !' એમ કહ્યું હતું ને ? આનું નામ સાચી હિતચિંતા. સવ નાનાં સાધુસાધ્વી પ્રત્યે અમારી ફરજ કઈ ? સાધુસાધ્વી આજ્ઞા પાળે તેમાં તેમને સહાય કરવી એ તમારી ફરજ. નાનાં સાધુસાધ્વી ગુરપારતન્ય કેળવી લે અને શાસનને વફાદાર રહે - તેનું ધ્યાન તમારે રાખવું, એ તમારી ફરજ. ગુરુભગવન્તને પૂછ્યા વગર વહોરવા નીકળ્યા હોય તો તેમને વહોરવા ન લઈ જવા, ગુરુભગવન્તને પૂછ્યા વગર કામ ભળાવ્યું હોય તો કહેવાનું કે તેમને (ગુરુને) પૂછીને કરી આપીશ.” સવ અમારી પાસે આવું કહેવાનું સત્ત્વ કેમ નથી આવતું ? એનું કારણ એક જ છે કે ભગવાનના શાસન ઉપર જોઈએ એવો રાગ હજુ પ્રગટ્ય નથી. શ્રેણિક મહારાજાને શાસન પ્રત્યે કેવો Page #163 -------------------------------------------------------------------------- ________________ અવિહડ રાગ હતો ? ઈન્દ્ર મહારાજાએ શ્રેણિક મહારાજાની પરીક્ષા કરવા માટે જ્યારે અનાચારી સાધુ અને વ્યભિચારી સાધ્વી બતાવી ત્યારે શ્રેણિક મહારાજાએ શું વિચાર કર્યો ? કોઈ માણસ ભૂલ કરે એમાં શાસનનો શો દોષ ? ભગવાનના શાસનના સાધુ કદાચ ખરાબ કરતા દેખાઈ પણ જાય તોય તેમાં શાસનની નિંદા ન કરે તેનું નામ શાસનનો રાગ. સાધુસાધ્વીની ગમે તેટલી ખરાબી આંખે ચઢી જાય તો ય હૈયે ન વસવી જોઈએ કે હોઠે ન આવવી જોઈએ. શતિ હોય, આવડત હોય તો તેમને માર્ગસ્થ બનાવવા પ્રયત્ન કરો, પણ જો એટલી તૈયારી ન હોય તો તેમની નિંદાથી બચી, તેમની ફુટ પ્રવૃત્તિમાં સહાય ન કરવા દ્વારા તમે પોતે માર્ગસ્થ બની રહો. ભગવાનનું શાસન જો તારનારું લાગતું હોય તો તેના પ્રત્યે રાગ કેળવીને તેને આરાધવાનું સત્ત્વ પ્રગટાવ્યા વિના નહિ ચાલે. વિક્થાના પનારે પડેલા આજના ધર્મીવર્ગે ઘણું નુક્સાન વહોરી લીધું છે. ભગવાનના વચનનો વિરોધ કરતી હોય, ભગવાનના વચનથી વિપરીત હોય, વિરુદ્ધ ફળ આપનારી હોય, ધર્મકથાનો નાશ કરનારી હોય, સ્વાધ્યાયનો ભોગ લેનારી હોય... એ બધી જ વિકથા છે. વિક્થા અનર્થદંડનું પાપ ચોંટાડે છે. જેને વિથાનો રસ ન હોય, તેને સ્વાધ્યાય કરતાં કોઈ ન રોકી શકે. સ્વાધ્યાય કરતાં ઊંઘ આવે છે એવી ફરિયાદ કરનારા મળે, પણ સ્વાધ્યાય કરતાં વિકથાનો રસ નડે છે, વિષયકષાયની પરિણતિ નડે છે આવી ૧૬૦ Page #164 -------------------------------------------------------------------------- ________________ ફરિયાદ કરનાર લગભગ કોઈ મળતું નથી. તેનું કારણ એ છે કે માત્ર નિદ્રાને જ પ્રમાદ માની બેઠા છીએ. બાકીના પ્રમાદ અમારૂપ લાગતા નથી. તપ કરતી વખતે પણ પ્રમાદ નડે ને ? સવ તપ કરવાથી ક્રોધ આવે છે. તપ કરવાથી ક્રોધ નથી આવતો, તપ કરતાં આવડતું નથી માટે ક્રોધ આવે છે. ભગવાનની આજ્ઞા મુજબ પ્રમાદને મારવો તેનું નામ તપ, તપ પ્રમાદને જીતવા માટે છે એના બદલે કષાય આવે, નિદ્રા આવે એવો તપ તમે કરતા હો તો તેવો તપ કરવાની રજા તમને કેવી રીતે અપાય ? - સત્ર આવું કહેશો એટલે કહેશે કે મહારાજ તપ કરવાની ના પાડે છે. જે ગોળીથી રોગ વધતો હોય તે ગોળી લેવાની રજા અપાય કે ચાલુ હોય તોય પહેલાં બંધ કરવાનું કહેવાય. પહેલાં એ ગોળી બંધ કરવાની પછી બીજી દવા લેવાની. . સતપ નહિ કરનારા ફાવી જશે. તપ નહિ કરનારા પોતાને ફાવે એ રીતે પોતાની ફાવતી વાતની પુષ્ટિ કરે તેનો ઉપાય નથી. હું ચોખ્ખું કહું છું કે પ્રમાદને વધારનારો તપ ન કરાય. આનો અર્થ તપ ન કરવો - એ, કે પ્રમાદ ન કરવો - એ ? જેની આડઅસર થાય એવી દવા ન લેવી : આવું કહે તેનો અર્થ તમે શું કરો ? દવા ન કરવી – એવો અર્થ ત્યાં કરો છો? જો ત્યાં એવો અર્થ નથી કરતા તો અહીં શા માટે આવો Page #165 -------------------------------------------------------------------------- ________________ અર્થ કરો છો ? ભગવાનના સમવસરણમાં ત્રણસો ત્રેસઠ પાખંડી પોતાનો ફાવતો અર્થ કરવા માટે જ આવતા હતા અને એના કારણે તેઓ સંસારમાં રખડ્યા. દેશનામાંથી પોતાનો ફાવતો અર્થ પુષ્ટ કરવાની વૃત્તિ આપણા આત્માને નુકસાન કરનારી છે. તેને વહેલામાં વહેલી તકે વિદાય આપવાની જરૂર છે. સ૦ તપ કરે અને આવશ્યકકિયા ન કરે તો ? - અહીં આપણે ક્રિયામાં અપ્રમાદ નામનું લિંગ વિચારી રહ્યા છીએ એટલે એમાં કિયા તો આવવાની જ ને ? જે ક્રિયાના દેશી હોય તેવાને એક ગુણ ન મળે. ક્રિયા ન કરવા માત્રથી મિથ્યાત્વ નથી લાગી જતું, પણ ક્ષિા કરવાની જરૂર નથી એવું માનનારા મિથ્યાત્વી છે. જેને ક્રિયા જ ઉપાદેય ન લાગે તેના માટે ક્રિયામાં અપ્રમાદ નામના લિંગની વાત જ નથી. ભગવાનના શાસનની ક્રિયાઓ આજ્ઞા મુજબ કરતાં આવડે તો એ મોક્ષની પ્રાસિનો અમોઘ ઉપાય છે. એમાત્ર પ્રમાદના રવાડે ચઢીને આ ક્રિયાઓનું મૂલ્ય ઘટાડવાનું કામ નથી કરવું. વર્તમાનનો આ પ્રમાદ ભવિષ્યમાં ડુંગરની જેમ આડો આવશે, જેના યોગે માર્ગ જોઈ પણ નહિ શકાય. મહાપુરુષોની વાતો સાંભળીને વિચાર કરતા થઈ જાઓ. માથું ઠેકાણે રાખીને ભગવાનની વાત, ભગવાનનો માર્ગ સમજીને ચાલવા માટે તૈયાર થઈ જાઓ. સ૦ ગરમાગરમ રસોઈ સમયસર જોઈએ - તે પણ પ્રમાદ? વિષયની અપેક્ષામાત્ર પ્રમાદ, અનુકૂળ વિષયોનો રાગ એ પણ Page #166 -------------------------------------------------------------------------- ________________ પ્રમાદ અને પ્રતિકૂળ વિષયોની નફરત એ પણ પ્રમાદ. વિષયકષાયનો રાગ ઓછા-વધતા પ્રમાણમાં તમને ય નડે અને અમને ય નડે. સ) આપને ન નડે. અમને ય નડે. અમે જો સાવધ ન રહીએ તો આ વિષયકષાયનો પ્રમાદ અમારા સાધુપણાને ભરખી જાય. વિષયષાયરૂપ પ્રમાદ ભંડો છે – એ સમજવા માટે બપ્પભટ્ટસૂરિજીનું દૃષ્ટાન્ત કાયમ યાદ રાખવું. બપ્પભટ્ટસૂરિજીને આચાર્યપદવી આપતી વખતે એ પદવીની ક્રિયા શરૂ કરવા પહેલાં બપ્પભટ્ટસૂરિજીના ગુરુને તેમને જોઈને સહેજ વિચાર આવી ગયો કે “આ યૌવન વય, તેજસ્વી કાયા, અપ્રતિમ બુદ્ધિપ્રતિભા, રાજા જેવો ભગત અને એની સાથે આ આચાર્યપદવીનો યોગ : આ બધું આને પતનની ગર્તામાં લઈ જનારું તો નહિ બને ને ? આ વિચારના કારણે ગુરુભગવન્તના મુખ ઉપર સહેજ ગ્લાનિ છવાઈ ગઈ. એ જોઈને બપ્પભટ્ટસૂરિજીએ તરત પદવીની ક્રિયા અટકાવી દીધી. ગુરુભગવન્તની અપ્રસન્નતા હોય તો ગમે તેવું સારામાં સારું ગણાતું કામ પણ નથી કરવું. આવા નિશ્ચયથી તેમણે ગુરુભગવન્તને અપ્રસન્નતાનું કારણ પૂછ્યું. ગુરુભગવત્તે પણ પોતાના મનનું શલ્ય જણાવ્યું. એ સાંભળતાંની સાથે જ બપ્પભટ્ટસૂરિજીએ ગુરુભગવન્તના મનની શંકાનું નિરાકરણ કરવા માટે તે જ સમયે ચાવજ જીવ છ વિગઈના અને ભગતના ઘરની ગોચરીના ત્યાગનો અભિગ્રહ લઈ લીધો. જૈનશાસનનો Page #167 -------------------------------------------------------------------------- ________________ ત્યાગધર્મ કેવો અનુપમકોટિનો છે-એ આવા આચાર્યભગવન્તોના જીવનચરિત્ર ઉપરથી સમજી શકાય છે. આવા મહાપુરુષો જ સ્વપરના તારક બની શકે છે. પ્રભાવનાનું સત્ત્વ એમના હૈયામાં, એમની બુદ્ધિમાં અને એમના કાંડામાં હતું. પ્રભાવના કરવાનો અધિકાર તો આવા મહાપુરુષોને હોય. આપણે તો આપણા આત્માને બચાવી લઈએ, તારી લઈએ તો ઘણું આવા મહાપુરુષોનું જીવન જોતાં એમ લાગે કે વિષયકષાયનો પ્રસાદ ટાળ્યા વિના નહિ ચાલે. ‘મળે છે માટે વાપરવું છે. આ સિદ્ધાન્તને બાજુએ મૂકી ‘જોઈતું નથી માટે છોડી દેવું છે. આ સિદ્ધાન્તને અપનાવવાની જરૂર છે. જે વસ્તુ આજે નહિ તો કાલે જવાના સ્વભાવવાળી છે એ નહિ જાય તો ય જેને આપણે તો છોડીને જ જવાનું છે એના માટે આપણો સ્વભાવ વીસરી જવો એ તો કેવી મૂર્ખાઈ છે? મરણ દેખાતું નથી માટે આ બધો વિભાવ ફૂલ્યોફાલ્યો છે. મરણ દેખાવા માંડે તો સ્વભાવ-દશા આવવા માંડે. દુનિયામાંથી આપણે એક દિવસ ઊપડી જવાનું છે એ યાદ આવે તો વિષયનો ને કષાયનો રસ ઊડી ગયા વિના ન રહે. વિષયક્ષાયનો રસ જેનો ઊડી જાય તેની નિદ્રા પણ અલ્પ થઈ જાય. નિદ્રા અલ્પ હોય તો સાધના કરવાનું સરળ બને. અનિદ્રાવાળા સ્વાધ્યાય પણ કરે અને કદાચ ધ્યાન ધરવું હોય તોય નિદ્રાના ભોગે ધ્યાન ધરે એટલે બેવડી નિર્જરા સાધે. જો નિદ્રા ન ઘટાડે અને ધ્યાન ધરવાનો આગ્રહ રાખે તો સ્વાધ્યાયનો જ ભોગ લેવાવાનો. ભલે શરીર કામ Page #168 -------------------------------------------------------------------------- ________________ ન આપે, છ કલાકથી વધુ નિદ્રા નથી લેવી-આવો નિર્ણય કરે તો સાધના અવિરતપણે ચાલ્યા કરે. - સાધુપણું આવે કે ન આવે આ ભવમાં સાધુપણાની યોગ્યતા કેળવીને જવું છે, જેથી આવતા ભવમાં આઠમા વર્ષે દીક્ષા પામી શકીએ. સાધુપણાની યોગ્યતા કેળવવા માટે પ્રમાદને ટાળવાથી શરૂઆત કરવાની. પ્રમાદ આજ્ઞાને દૂર રાખે છે. અપ્રમત્ત અવસ્થા આજ્ઞા પળાવે છે. પાંચ પ્રકારના પ્રમાદને ધર્મબિંદુમાં અનાર્ય કડ્યો છે. આવી ઉત્તમમાં ઉત્તમ કોટિની સામગ્રી મળ્યા પછી પણ સાધકો મોક્ષે ન પહોંચતા હોય, આત્મકલ્યાણ ન સાધતા હોય અને દુર્ગતિ સાધતા હોય તો તેમાં કારણરૂપ આ અનાર્ય એવો પ્રમાદ જ છે. આર્યકુળમાં જે પ્રમાદને સ્થાન નથી તે પ્રમાદ, આપણા જેવા કે જેઓ આર્યકુળમાં જ નહિ પણ જૈનકુળમાં આવ્યા, તેમાં ય વળી શ્રાવકપણું, આગળ વધીને સાધુપણું - ભાવસાધુપણું પામ્યા તેઓને ક્રવો કેમ પાલવે ? સંસારના સુખના ઈરાદે પણ લોકો જો પાંચ પ્રકારનો પ્રમાદ ખંખેરી શકતા હોય તો અહીં આપણને મોક્ષસુખ ગમી જાય, શાસન ગમી જાય તો પ્રમાદ ટાળવો અશક્ય નથી. બપ્પભટ્ટસૂરિજીને યાદ કરીએ તો વિષયકષાયની પરિણતિ માર્યા વગર છૂટકો નથી- એમ લાગ્યા વગર નહિ રહે. આપણા જીવનને વૈરાગ્યમાર્ગે વાળવાનો આ એક ઉપાય છે. આ જીવનમાં જો આટલું સાધી લઈએ તો ચોક્કસ નજીકમાં નક્કર પરિણામ આવશે. Page #169 -------------------------------------------------------------------------- ________________ સસમજવા છતાં પરિણમતું કેમ નથી ? સુખનો રાગ હજુ ગાઢ છે. રાગ મારવાનું મન નથી. ધર્મ કરતી વખતે વિષયષાયની પરિણતિ મારવી છે આવું કોઈ ધ્યેય જ હજુ સુધી કેળવાયું નથી એનું આ પરિણામ છે. સવ મન સાધ્યું તેણે સઘળું સાધ્યું, અમારું મન જ ખરાબ મન સાધવું એટલે શું? મનને સુખમાં સ્થિર કરવું છે કે દુઃખમાં સ્થિર કરવું તે ? સુખ પાછળ દોડવું તે મનની સાધના નથી. દુઃખ વેઠવા મનને તૈયાર કરવું અને સુખ છોડવા મનને તૈયાર કરવું- . એટલે મનને સાધવું મન તો પ્રમાદમાં સુખ માનવા ટેવાયેલું જ છે. આથી પરાણે પણ તેને પ્રમાદ ટાળવા માટે તૈયાર કરવું પડશે. પ્રમાદને ટાળવાની ભાવના જાગે એ માટે પણ દશવૈકાલિકસૂત્રનાં ચાર અધ્યયન કંઠસ્થ કરવાનો નિયમ લેવો છે? તમે શું વિચાર કરી આવ્યા? - સ0 આપ નવકાર, ઉવસગ્ગહરના બદલે દશવૈકાલિકસૂત્ર ઉપર આટલો ભાર શા માટે આપો છો ? નવકાર મહામંત્ર વગેરેને તો તમે સંસારના સુખની લાલસાથી પડી બેઠા છો. તમારી દૃષ્ટિએ નમસ્કાર મહામંત્ર સંસારનું સુખ આપનાર છે. આથી એ સંસ્કાર ઊભા ન થાય માટે એ સૂત્રોનો અભિગ્રહ નથી આપતો. શ્રી દશવૈકાલિક સૂત્ર તો સાધુજનયોગ્ય છે- એવું યાદ આવતાંની સાથે સુખનો રાગ મંદ પડી જાય. સુખનો રાગ છૂટી જાય એ માટે આ દશવૈકાલિકસૂત્રનાં ચાર અધ્યયનનો Page #170 -------------------------------------------------------------------------- ________________ અભિગ્રહ આપવાની ભાવના છે. શું કરવું છે- એ વિચારી લેજો, હજુ સમય છે. ભાવસાધુનાં આપણે ચાર લિંગો જોઈ આવ્યા. ભગવાનના શાસનમાં સાધ્ય એક મોક્ષ જ છે અને એને સાધી આપનાર સાધન આ ભાવસાધુપણું જ છે. આજે આપણે જે ધર્મ આરાધીએ છીએ તેનું લક્ષ્ય ભાવસાધુપણું છે કે નહિ – તેનો પ્રમાણિકપણે જવાબ સાધુસાધ્વી પણ આપી શકશે કે નહિ-એ એક પ્રશ્ન છે. અને ગૃહસ્થોને તો લગભગ આ તરફ કોઈ લક્ષ્ય જ નથી-એમ કહીએ તોય ચાલે. આવી વિષમદશામાંથી બહાર નીકળવા માટે જ્યાં સુધી ભાવસાધુ ન બનીએ કે ભાવસાધુ બનવાનું લક્ષ્ય ન કેળવાય ત્યાં સુધી ચોવીસેય ક્લાક આ ભાવસાધના શરણે રહીને તેમની આજ્ઞા શિરસાવંધ કરી લેવાની જરૂર છે. તેમાં ય વળી આજના કાળમાં શાસ્ત્રની વાતની ઉપેક્ષા કરનારો વર્ગ જ્યારે વધતો ચાલ્યો છે ત્યારે આપણા તારક સ્થાનને શોધી લઈને તેની સુરક્ષા કરવાની તાતી જરૂર છે. જેની નિશ્રામાં જીવવાનું છે, જેને માથે રાખવાના છે, જેમની આજ્ઞા માનવાની છે, જેમના હાથે તરવાનું છે એ પાત્ર બોદું હોય તો ચાલે ? યોગ્ય ગુરુ ન મળે તો તેની શોધમાં નીકળીએ પણ જેને-તેને ગુરુ માનવાથી વિસ્તાર ક્યાંથી થાય ? સ0 ગુરુ ન હોય તો પુસ્તક વાંચીને ચલાવવું પણ.... પુસ્તક પણ ક્યાં વાંચવાં તેની તમને ક્યાં ખબર છે? જેણે પોતાના ગુરુની આજ્ઞા વગર પુસ્તકો લખ્યાં હોય તેનાં પુસ્તકો પ્રમાણ Iણ Page #171 -------------------------------------------------------------------------- ________________ ગણાય ? આપણા આચાર્યભગવન્ત જેમને સમુદાય બહાર ક્ય હોય તેનાં પુસ્તકો પ્રમાણ ગણાય ? પુસ્તકો પણ તમારે યોગ્ય ગુરુની નિશ્રા વગર, આજ્ઞા વગર ન વાંચવાં – એવી ભલામણ કરું છું. કારણ કે એવાં પુસ્તકોનું શાસ્ત્રના નામે એવી સિફતથી ઉસૂત્રભાષણ કરેલું હોય કે તમારા જેવાને ખ્યાલ પણ ન આવે. માટે પુસ્તકો પણ ગુરુનિશ્રાએ વાંચવાં. આપણે અયોગ્ય છીએ માટે જ યોગ્ય બનવા માટે યોગ્યની નિશ્રા સ્વીકારવાનું મહાપુરુષો જણાવે છે. સાધુભગવન્તો પણ માદક દ્રવ્યો સેવે, વિષયકષાયને આધીન બને, નિદ્રાવસ્થામાં પડી જાય તો શાસનની રક્ષા કરશે કોણ ? આ રીતે વિચારીને પ્રમાદને દૂર કરવા પ્રયત્નશીલ બનીએ તો ‘ક્રિયામાં અપ્રમાદ સ્વરૂપ ચોથું લિંગ પામવાનું પૂરું નથી. ૫. શક્ય અનુષ્ઠાનનો આરંભ : હવે પાંચમું લિંગ જણાવે છે - શક્ય અનુષ્ઠાનનો આરંભ. સાધુભગવન્તો પોતાનાથી જેટલું શક્ય હોય તેટલું ર્યા વગર ન રહે અને જે શક્તિ બહારનું છે એવું કાર્ય કદી હાથમાં લે નહિ. આનું નામ શક્યારંભ. શક્ય અનુષ્ઠાન કોને કહેવાય ? જે આપણે કરી શકીએ તે, કે જે આપણને કરવાનું મન હોય તે ? જે કરવાનું મન આપણને થાય, જે કરવાનું આપણને ફાવે તે શક્યાનુષ્ઠાન : આ તો ઈચ્છા મુજબની વ્યાખ્યા છે, શાસ્ત્રીય વ્યાખ્યા આ નથી. યથાશક્તિનો અર્થ ‘શક્તિમનતિક્રમ્ય એટલે કે શક્તિને ઓળંગવી નહિ' - એવો કર્યો છે. ઓળંગવાની ના કોને પાડવાની? જે, Page #172 -------------------------------------------------------------------------- ________________ મર્યાદાથી દૂર હોય તેને કે જે મર્યાદા સુધી પહોંચ્યા હોય તેને ઘરે બેસેલાને સીમા ઓળંગવી નહિ એવું નથી કહેતા. સીમાડે પહોંચેલો હોય તેને કહેવું પડે કે – સીમ ઓળંગવી નહિ. એવી રીતે અહીં પણ શક્તિની મર્યાદા સુધી તો પહોંચવાનું જ. જેટલી શક્તિ છે તેમાંથી જરાક પણ શક્તિ ગોપવવી નહિ. બધી શક્તિ ખર્ચવાની પણ શક્તિથી ઉપરવટ ન થવું - તેનું નામ યથાશક્તિ. વર્તમાનમાં, ભગવાને જે આચાર આ કાળના જીવો માટે બતાવ્યા છે તે આચારો ગુરુભગવન્તની આજ્ઞા મુજબ પાળવામાં આવે તો આ શક્યારંભ નામનો ગુણ પામવાનું ખૂબ જ સરળ બની જાય. સર્વજ્ઞ એવા ભગવાન અશક્યનો ઉપદેશ કદી ન આપે અને જો આપે તો એ ભગવાન જ ન કહેવાય. જો વિધાન કર્યા પછી તેના પાલનનો માર્ગ ન બતાવે તો લોકો ઉન્માર્ગે ગયા વિના ન રહે. આથી ભગવાને શક્ય અનુષ્ઠાનો કરણીય તરીકે જણાવ્યાં. ભગવાને પોતે; જેવું કહ્યું, જેવું બતાવ્યું તેના કરતાં કંઈકગણું ઊંચું પાળ્યું હતું. એવા ભગવાનના વચનમાં શંકા ર્યા વગર ભગવાને જે અનુષ્ઠાનો બતાવ્યાં હોય તે પોતાની શક્તિ અનુસાર કરવા માંડવાનાં. એ અનુષ્ઠાનોને અનુરૂપ શક્તિ મેળવવા માટે પ્રયત્ન કરવા માંડવાનો. કોઈ પણ જાતની શતિ ગોપવ્યા વગર અનુષ્ઠાન કરવાનો પ્રયત્ન કરવાથી ભગવાનના વચન પ્રત્યેનો આદર સૂચિત થાય છે. શક્તિથી ઉપરવટ થઈને અનુષ્ઠાન કરવાના કારણે આર્તધ્યાનનો પ્રસંગ આવે છે. આથી જ શાસ્ત્રમાં, જેના કારણે આર્તધ્યાન ન થાય, સ્વાધ્યાયાદિ Page #173 -------------------------------------------------------------------------- ________________ યોગની કે ઇન્દ્રિયોની હાનિ ન થાય તેવા પ્રકારની ઇન્દ્રિયનો નિગ્રહ કરવાનું જણાવ્યું છે. - સ ભગવન્! એક પ્રશ્ન થાય છે કે જમાલી વગેરેનો વૈરાગ્ય કેવા પ્રકારનો કહેવો ? કારણ કે તેમનું જેવું ઇન્દ્રિયનિવર્તન પહેલાં હતું તેવું જ ઉસૂત્રપ્રરૂપણા પછી પણ ચાલુ હતું. જો ઇન્દ્રિયનિવર્તનમાં કોઈ વિશેષતા ન હોય તો તેમનો જ્ઞાનગર્ભિત વૈરાગ્ય મોહગર્ભિત થયો - એવું કઈ રીતે કહેવાય ? - જમાલીને પોતાની માંદગીમાં, પોતાના શિષ્યોએ સંથારો પાથરવાનું ચાલુ હતું છતાં પથરાઈ ગયો એમ કહ્યું એના કારણે પોતે સૂવા તૈયાર થયા પરંતુ તે વખતે સંથારો પથરાયેલો ન હોવાથી થોડી ક્ષણ રાહ જોવી પડી, તેનું દુઃખ તેમને અસહ્ય થઈ પડવાથી તેમણે ભગવાનના વચનની શ્રદ્ધા ગુમાવી. “જે કરાય છે તે કરેલું કહેવાય છે' (ચિમા તમ) એમ ભગવાનનો સિદ્ધાન્ત છે. એના અનુસાર શિષ્યોએ સંથારો પાથરવાનું ચાલુ હોવા છતાં ગુરુની સમાધિ માટે પથરાઈ ગયો છે – એમ કહ્યું હતું. જ્યારે જમાલીને થોડો સમય રાહ જોવી પડી તે ન ખમાયું આથી તેમણે જે કરાયેલું છે તે જ કરાયેલું કહેવાય.' (તમે તમ) આ પ્રમાણે પોતાનો સિદ્ધાન્ત સ્થાપ્યો. ભગવાનનું એક પણ વચન ન માને, તેને મિથ્યા કહે તો મિથ્યાત્વમોહનીયનો ઉદય શરૂ થાય ને ? સમકિતીને જેમ બધું સમ્યગરૂપે પરિણામ પામે, તેમ મિથ્યાત્વીના બધા જ ગુણો મિથ્થારૂપે પરિણામ પામે. આજે છમસ્થનું એકાદ વચન ન માનો Page #174 -------------------------------------------------------------------------- ________________ તો એટલામાત્રથી જ મિથ્યાત્વ ન લાગે. પણ કેવળીભગવન્તનું તો એક પણ વચન ન માનવું એ તો તેમના કેવળજ્ઞાનમાં શંકા કરી કહેવાય. જે કેવળજ્ઞાનને ન માને તેને તો મિથ્યાત્વમોહનીયનો જોરદાર ઉદય થયો-એમ કહેવાય. આવા મોહના ઉદયમાં ગમે તેવો ઝળહળતો વૈરાગ્ય પણ મોહગર્ભિત જ મનાય કાચના વાસણમાંથી માત્ર એક જ કરચ ખરી પડે તો વાસણ આખું કહેવાય કે ફૂટેલું ? વાસણ તો આખું એવું ને એવું જ છે છતાં હવે નકામું કહેવાય ને ? તેમ એક વચન ન સ્વીકારે તો બાકીનું બધું વચનનું પાલન પણ મિથ્યાત્વમૂલક હોવાથી નકામું કહેવાય. સ૦ દુઃખ અસહ્ય લાગ્યા પછી પણ ઇન્દ્રિયનું નિવર્તન શા માટે ચાલુ રાખ્યું? ભગવાનનું એક વચન ન માન્યા પછી ભગવાનનાં બીજાં વચન માને તો તે ભગવાને કહ્યું છે માટે નહિ, પોતાને બરાબર લાગે છેપોતાના સ્વાર્થને સિદ્ધ કરી આપનાર લાગે છે માટે માને છે. પોતાની બુધિમાં-તર્કમાં જેટલું બેસે એટલું માનવું એ ભગવાનના વચનની શ્રદ્ધા નથી. ભગવાનના વચન પર અશ્રદ્ધા થયા પછી પણ ઈન્દ્રિયનિવર્તન એવું ને એવું જ ચાલુ રાખ્યું હતું તે માનસન્માનની અને પરલોક્ના સુખની લાલસાથી ચાલુ રાખ્યું હતું. દુઃખ અસહ્ય લાગ્યા પછી પણ હવે જો ઇન્દ્રિયનિવર્તન નહિ કરે તો પોતાની વાત કોઈ નહિ સ્વીકારે. પોતાના સિદ્ધાન્તનું પ્રતિપાદન પણ નહિ કરી શકાય અને પરલોકમાં સુખ નહિ મળે આથી ઇન્દ્રિયનિવર્તન Page #175 -------------------------------------------------------------------------- ________________ ચાલુ રાખ્યું. આથી તે હવે જ્ઞાનગર્ભિત ન રહયું, મોહગર્ભિત બની ગયું. પહેલાં ઇન્દ્રિયનું નિવર્તન તો લાલસાને મારવા માટેનું હતું, હવે એ જ ઇન્દ્રિયનિવર્તન લાલસાને પોષવાના આશયથી ચાલુ હોવાથી તેમનો વૈરાગ્ય મોહગર્ભિત હતો - તે સમજી શકાય છે. ભગવાનની વાત બુદ્ધિમાં બેસે તો માનવી તે શ્રદ્ધા ન કહેવાય. બુદ્ધિમાં બેસે કે ન બેસે, ભગવાન કહે છે માટે સાચું છે એમ માનવું તેનું જ નામ સાચી શ્રદ્ધા. આપણી વાત તો એ હતી કે ઇન્દ્રિયનો નિરોધ શક્ષિત ઉપરાંત પણ નથી કરવાનો અને સાથે સાથે શિક્ત ગોપવીને પણ નથી કરવાનો. પૂરેપૂરી શક્તિ વાપરીને કરવાનો. કોઈ પણ ધર્માનુષ્ઠાન કરતી વખતે કષ્ટ તો પડવાનું જ છે. કષ્ટથી ગભરાય તે સાધના ન કરી શકે. આપણને કષ્ટ ભોગવવા માટે જ ભગવાનનું શાસન મળ્યું છે. જે ભગવાન પોતે કષ્ટ વેઠે, બીજાને કષ્ટ વેઠવાનો ઉપાય બતાવે તે ભગવાન પાસે દુ:ખ ટાળવાની વાત કરાય ? આપણા ભગવાન દુ:ખ ન ટાળે, દુ:ખની કાયરતા ટાળે. ભગવાને શ્રેણિક મહારાજાની નરક ટાળી કે નરકના દુ:ખનો ભય ટાળ્યો ? જ્યાં સુધી દુઃખ ટાળવાનું મન છે ત્યાં સુધી કોઈ ધર્મ કરવાની યોગ્યતા નહિ આવે. દુ:ખની કાયરતા ટળે તો શક્યાનુષ્ઠાનનો આરંભ કરી શકાય. જે પ્રજ્ઞાપનીય હોય તેને ગુરુ આદેશ કર્યા વગર ન રહે. અને ગુરુનો આદેશ મળે તો ગુરુભગવન્ત જે કહે તે કર્યા વગર ન રહેવું. પોતાનું સંઘયણબળ આંખ સામે રાખીને શક્તિ મુજબ કર્યા કરવું ૧૭૨ Page #176 -------------------------------------------------------------------------- ________________ તેનું નામ શક્યારંભ. આચાર્યભગવન્તનું સાંભળીએ, માનીએ પણ પછી કરવા માટે ડગલું ન ઉપાડીએ તો ભાવસાધુતા ન આવે. સવ ભગવાનનાં બધાં વચન ઉપર શ્રદ્ધા હોવા છતાં દુઃખ ભોગવવામાં કાયર કેમ બની જઈએ છીએ ? દુઃખ સમાધિથી ભોગવી લેવું: એ પણ એક ભગવાનનું જ વચન છે ને ? આ વચન ઉપર શ્રદ્ધા ખરી ? આ શ્રધા મજબૂત થાય તો દુઃખની કાયરતા ટળ્યા વગર ન રહે. સુખનો રાગ કાઢવો અને દુઃખનો દ્વેષ ટાળવો’ - ભગવાનનું આ વચન સૌથી પહેલાં માનવાની જરૂર છે. ભગવાનના શાસનમાં દુઃખ કોણ ન ભોગવે ? આપણા ભગવાને પણ દુઃખ ભોગવ્યું, સાધુભગવન્તો પણ બાવીસ પરિષહો વેઠે, બધી અશાતા ભોગવે ઓછું પડે તો સ્મશાનમાં જઈને ભોગવે. સ૦ સામેથી ઊભું કરીને પણ ભોગવે ! બરાબર છે કારણ કે તમારે શું કરવું નથી માટે જ બોલો છો ને ? સવ અમે અનુમોદના તો કરીએ ! અનુમોદના ક્યારે કરવાની ? કરવાની શક્તિ ન હોય તો, કે શક્તિ હોવા છતાં માત્ર અનુમોદના કરવાની ? કરણ-કરાવણઅનુમોદન એ ત્રણેય સરખા. ફળ નિપજાવે એ સાચું પણ કરવાની કે કરાવવાની શક્તિ ન હોય ત્યારે કરેલી અનુમોદનાથી ક્ય જેટલું - ફળ મળે. છતી શક્તિએ અનુમોદના કરે એ તો એક જાતની લુચ્ચાઈ WWW.jainelibrary.org Page #177 -------------------------------------------------------------------------- ________________ છે. જેઓ શક્તિને છુપાવે છે તેઓ શક્યારંભ માયાપૂર્વક કરવાના. કોઈ પણ જાતની માયા ર્યા વગર શક્તિને ફોરવીએ તો શક્યારંભગુણ પામવાની યોગ્યતા આવશે. શક્યના આરંભ માટે શક્તિનું માપ ક્યાં સુધી કાઢી શકાય છે તે જણાવવા માટે અહીં આર્ય મહાગિરિજી અને આર્યસુહસ્તિસૂરિજીનું દૃષ્ટાન્ત આપ્યું છે. આર્ય મહાગિરિજી અને આર્યસુહસ્તિસૂરિજી, શ્રી સ્થૂલિભદ્ર મહારાજાના શિષ્યો હતા અને દશ પૂર્વોને ધરનારા હતા. સ્થૂલભદ્ર મહારાજા છેલ્લા ચૌદપૂર્વી હતા. સમર્થ જ્ઞાતા ગુરુના શિષ્યો પણ સમર્થ જ્ઞાતા હોય ને ? સ્થૂલભદ્રમહારાજા ચૌદપૂર્વી હોવા છતાં પોતાના શિષ્યોને દશ પૂર્વ જ ભણાવ્યાં, ચાર પૂર્વ ન આપ્યાં. કારણ કે શ્રી ભદ્રબાહુસ્વામીજીએ તેમને નિષેધ કર્યો હતો. આવડે માટે ભણાવવાનું એવો નિયમ અહીં નથી. આવડતું હોય તોપણ ગુરુભગવન્ત કહે તો જ ભણાવવાનું અને ગુરુભગવન્ત કહે એટલું જ ભણાવવાનું. આર્યમહાગિરિજીનું અને આર્યસુહસ્તિસૂરિજીનું વર્ણન કરતા ગ્રંથકાસ્ત્રી ફરમાવે છે કે તેઓ પરસ્પર વિશેષ પ્રીતિને ધરનારા હતા. સ૦ નિગ્રન્થ થઈને વિચરનારાઓને પરસ્પર વિશેષ પ્રીતિ કેવી રીતે સંભવે ? નિગ્રંથોને પરસ્પર મોહજન્ય પ્રીતિ ન હોય-એ બરાબર. અહીં પણ મોહજન્ય પ્રીતિ નથી તે જણાવવા માટે જ વિશેષપ્રીતિ હતી, એમ જણાવ્યું. તેઓની પરસ્પરની પ્રીતિ તારકતાના ઘરની હતી, ૧૭૪ Page #178 -------------------------------------------------------------------------- ________________ મોહના ઘરની નહિ. માત્ર સાથે રહેવાની પ્રીતિ તે મોહજન્ય પ્રીતિ. જ્યારે તારક્તાના ઘરની પ્રીતિ તો માત્ર સાથે ન રાખે, એક જ માર્ગે રાખે. મોહજન્ય પ્રીતિ માત્ર વ્યક્તિના સાથને ઇચ્છે જ્યારે તારક્તાની પ્રીતિ, તારક માર્ગે સાથને ઇચ્છે. તારક માર્ગે હૈયાં મળેલાં હોય તે તારકતાના ઘરની પ્રીતિ. આજે દીક્ષા લેવાની ભાવનાવાળા ગુરુની શોધમાં નીકળે તો ગુરુની તારકતા જુએ કે વાત્સલ્ય જુએ ? ગુરુ ગમી જાય તો દીક્ષા લેવાની કે આજ્ઞા ગમે તો દીક્ષા લેવાની ? જેને આજ્ઞા પ્રત્યે પ્રેમ જાગે તે ગુરુનું વાત્સલ્ય જોવા ન બેસે. માર્ગનું જ્ઞાન અને તારક્તા : એ બે જુએ એટલે ચરણે માથું ઝુકાવીને બેસી જાય. ગુરુ ગમ્યા પછી દીક્ષા લેતાં વાર નથી લાગતી. પરંતુ માત્ર ગુરુ ગમી જવાથી દીક્ષા લેનારા પછી શિક્ષા લેવા તૈયાર નથી થતા. પ્રેમથી બોલાવે એવા ગુરુ સારા કે ધોલ મારીને પણ ભૂલ બતાવે અને માર્ગે સ્થિર કરે એવા ગુરુ સારા ? તારક ગુરુ તો તેને કહેવાય કે જે સુખનો રાગ છોડાવે, અનુકૂળતાનું અથાણું દૂર કરી આપે અને પ્રતિકૂળતામાં સમાધિ કેવી રીતે રાખવી તે શીખવે. શકિતનું માપ કાઢવા માટે કડકમાં કડક અનુષ્ઠાન કરાવે. આપણે આર્યમહાગિરિજીના દૃષ્ટાન્તમાંથી પણ એ જ વસ્તુ જોવી છે કે તેમણે શક્તિ ક્યાં સુધી તપાસી ! જિનકલ્પનો વિચ્છેદ થયેલો હોવા છતાં જિનકલ્પની તોલે આવે એવો આચાર પાળવા માટે આર્યમહાગિરિજી તૈયાર થઈ ગયા હતા. આવી આરાધના કરવાની તૈયારી જે દિવસે આવશે તે દિવસે આપણે ભાવસાધુના શક્યારંભગુણને પામી શકીશું Page #179 -------------------------------------------------------------------------- ________________ ગુણની તાલાવેલી જાગે એનું અહીં કામ છે. નંદીષેણમુનિને તાલાવેલી કેવી હતી ? બધા ના પાડે છતાં ગયા ને ? શતિ તો ગુણની તાલાવેલીમાંથી જન્મે છે. ગુણની તાલાવેલીના કારણે શક્તિની ઉપરવટ થાય તો તેનો જ્ઞાનીભગવન્તો બચાવ કરશે. પરંતુ માત્ર દેખાદેખીથી શતિની ઉપરવટ થઇને અનુષ્ઠાન કરે તે તો મહાઅનર્થનું કારણ બન્યા વિના નહિ રહે. આર્યમહાગિરિજી જિનકલ્પતુલ્ય આચાર પાળવા લાગ્યા. આ બાજુ આર્યસુહસ્તિસૂરિ પણ ગામાનુગામ વિહરવા લાગ્યા. એમ વિચરતા એક વાર પાટલીપુર નગરમાં પધાર્યા. ત્યાં તેમની દેશના સાંભળીને વસુભૂતિ નામનો શ્રેષ્ઠી પ્રતિબોધ પામ્યો. પ્રતિબોધ પામેલા વસુભૂતિશ્રેષ્ઠીને પોતાના સ્વજનપરિવારને પણ પ્રતિબોધ પમાડવાની ઈચ્છા જાગી. આથી વસુભૂતિએ આર્યસુહસ્તિસૂરિને પોતાના નિવાસે પધારી સ્વજનોને પ્રતિબોધ કરવાની વિનંતી કરી. જ્ઞાનનિધાન ગુરુએ તેની વિનંતી સ્વીકારી, તેના નિવાસસ્થાનમાં જઈ સ્વજનપરિવાર આગળ ધર્મકથા કરવાની શરૂઆત કરી. એવામાં ભિક્ષાર્થે નીકળેલા આર્યમહાગિરિજી ત્યાં આવી ચઢચા. આર્યમહાગિરિજીને જોતાંની સાથે જ આર્યસુહસ્તિસૂરિ સહસાત્કારે હર્ષોલ્લાસથી ઊભા થઈ ગયા. તેમને જોતાંની સાથે આર્યમહાગિરિજી ત્યાંથી પાછા ફર્યા. આ બનાવ જોઈને વિસ્મય પામેલો વસુભૂતિશ્રેષ્ઠી પૂછવા લાગ્યો કે, ‘ભગવન્ ! આપના કરતાં પણ સમર્થ એવા અન્ય મુનીશ્વર કોઈ છે ખરા કે જેથી આપ એમને જોતાંની સાથે Jain Education international ૧૭૬ Fer Private & Personal Use Only Page #180 -------------------------------------------------------------------------- ________________ ઊઠી ગયા ?' આર્યસુહસ્તિસૂરિજીએ જણાવ્યું કે “આ મહામુનિના તો ચરણના રેણુતુલ્ય પણ હું નથી. જિનકલ્પ વિચ્છેદ ગયા પછી પણ જિનલ્પની તોલે આવે એવું પરિકર્મ આ મહામુનિ કરી રહ્યા છે. આ પ્રમાણે જણાવી આર્યમહાગિરિજીના અનેક ગુણોનું વર્ણન કરીને કહ્યું કે “આવા મહાત્માને કહ્યું એવાં અંતપ્રાંત અશનપાનાદિનું દાન મહાન ફળવાળું છે. આથી તારે પ્રયત્નપૂર્વક કરવા જેવું છે.” ફરી કોઈ વાર આ રીતે ભિક્ષાર્થે ભમતા આર્યમહાગિરિ વસુભૂતિશ્રેષ્ઠીને ત્યાં આવ્યા. આહાર અંતકાંત હોવા છતાં આર્યસુહસ્તિસૂરિના કહેવાથી આણે તૈયાર કરેલો છે માટે પોતાને કલ્થ એવો નથી – આ પ્રમાણે દ્રવ્યાદિમાં ઉપયોગવાળા આર્યમહાગિરિજીએ જાણ્યું અને ભિક્ષા લીધા વિના પાછા ફર્યા. આર્યસુહસ્તિસૂરિના કારણે ભિક્ષા અનેષણીય બનેલી જાણી આર્યમહગિરિજીએ અનશન સ્વીકારી સમાધિપૂર્વક કાળ ર્યો અને દેવલોકમાં સિધાવ્યા. આ કથાનક ઉપરથી તો આપણે એટલું જ જોવું છે કે શક્તિની મર્યાદાનું માપ ક્યાં સુધી કાઢી શકાય છે. આર્યમહાગિરિજીને ભગવાનના આચાર પર કેટલો પ્રેમ હશે ત્યારે આવું દુષ્કર કાર્ય સાધી શક્યા હશે ? જિનકલ્પ જેમ વિચ્છેદ પામ્યો હતો તેમ મોક્ષ પણ આપણા માટે વિચ્છેદ પામેલો જ છે, હવે આ આર્યમહાગિરિજીના દત્તે આપણે મોક્ષ માટેનો પુરુષાર્થ શરૂ કરવો છે ? આ ભવમાં મોક્ષ તો નથી જ મળવાનો પણ મોક્ષ હથેળીમાં આવે એવું કરવું છે - આટલો નિર્ણય કરવો છે ? Page #181 -------------------------------------------------------------------------- ________________ સવ મોક્ષ હથેળીમાં ક્યારે આવે ? આજ્ઞા મુજબનું જીવન જીવવા માંડીએ, ઈચ્છા મુજબ જીવવાનું બંધ કરીએ, વાતોને બદલે સ્વાધ્યાય કરવા માંડીએ, સૂવાના બદલે જાગતાં થઈએ, બેસેલા હોઈએ તો ઊભા થઈએ, ઊભા હોઈએ તો ચાલવા માંડી અને ચાલતા હોઈએ તો દોડવા માંડીએ... તો મોક્ષ હથેળીમાં આવે. મોક્ષે જવું હશે તો મિથ્યાત્વને મારવાથી શરૂઆત કરવી પડશે. અનુકૂળતાની સામે જોવું નથી. પ્રતિકૂળતાથી ગભરાવું નથી. જ્યાંથી મળે ત્યાંથી જે રીતે સધાય તે રીતે સાધી લેવું છે. સુખ તો અત્યાર સુધી ઘણું ભોગવી લીધું હવે તો સમજીને દુઃખ ભોગવવાનો અવસર મળ્યો છે - એ ચૂક્યો નથી. મનકમુનિનું માત્ર છ મહિનાનું આયુષ્ય બાકી હતું છતાં તે વખતે પિતામુનિ શય્યભવસૂરિજીએ શું વિચાર કર્યો ? છ મહિના ખાવાપીવા દો, સુખ ભોગવી લેવા દો. એવો વિચાર ન કર્યો. કષ્ટ વેઠવાનો અભ્યાસ પડે એવી આરાધના કરાવવા માંડી. મનક્યુનિ કાળધર્મ પામ્યા તે વખતે શય્યભવસૂરિજીની આંખમાં આંસુ આવ્યાં તો તેમણે કહ્યું કે એ મોહનાં આંસુ હતાં, સ્નેહનાં સંબંધનાં આંસુ હતાં. બાકી આરાધના કરાવ્યાનો તો તેમને હર્ષ હતો, પૂરો સંતોષ હિતો સ0 ગુરુભગવન્ત કાળ કરે તો શિષ્યના આંખમાં આંસુ ન આવે ? ભગવાનનો સાધુ ગુરુના વિરહને નહિ શાસનના વિરહને રુએ. Page #182 -------------------------------------------------------------------------- ________________ આ કાળમાં શાસનનો વિરહ ૨૧ હજાર વરસ સુધી પડવાનો નથી. અને જ્યાં સુધી ભગવાનનું શાસન વિદ્યમાન છે ત્યાં સુધી ગુરુનો વિરહ પડવાનો નથી. એક ગુરુ કાળ કરી જાય તો બીજા માર્ગનુસારી ગુરુની નિશ્રા સ્વીકારી લે તેને ગુરુનો વિરહ ક્યાંથી પડે? વ્યતિ ગયાનું દુઃખ હોય એનાં આંસુ આવે - એ જુદી વાત. અસલમાં તો આપણે એ પણ દુઃખ નથી જોઈતું વિષાદ તો તેનો હોવો જોઈએ કે આવા સમર્થ તારક ગુરુ મળ્યા પછી પણ હું ગુણ ન મેળવી શક્યો અને દોષોને ન ટાળી શક્યો. ગુરુભગવન્ત ગયાનો વિષાદ - સાધકને ન હોય. તે તો જાણે કે આજે નહિ તો કાલે જવાના જ હતા. છતાં ય આવા ગુરુને પામીને પણ હું તેમની આજ્ઞાનો આરાધક કેમ ન બન્યો - એનું જ એક્માત્ર દુઃખ સાધકને હોય. અને એ દુઃખેય સાચું હોય તો તે વિચારે કે - હવે આ આંસુ સારવાનો વખત નથી, તેમના વચનનું અનુસરણ કરવાનો અવસર હવે તો આવી લાગ્યો છે. ગુરૂભગવન્તની પ્રત્યક્ષમાં તો તેમના વચનનું પાલન કદાચ બનાવટી-તેમને સારા દેખાડવા માટેનું-હોઈ શકે. હવે તો કોઈ પણ જાતની માયા સેવ્યા વગર પરોક્ષમાં તેમના વચનનું પાલન કરવામાં પાછી પાની કરવી નથી. આંસુ સા નિસ્તાર નહિ થાય, વચનને અનુસરવાથી જ વિસ્તાર થશે. સ. એ વખતે એટલું સૂઝવું જોઈએ ને ? થોડી અક્કલ હોય તોય આટલું સૂક્યા વગર ન રહે. જ્યારે અક્કલ આવશે ત્યારે સુધરી જ જઈશ એની ના નથી, પણ હવે અલ Page #183 -------------------------------------------------------------------------- ________________ અક્કલ ક્યારે લાવવી છે – એ જોવાની જરૂર છે. ભાવસાધુના પાંચમા શક્યારંભ નામના લિંગમાં આપણે જોયું કે આપણી પ્રજ્ઞાપનીયતાને જણાવનાર આ લિંગ છે. આપણે કોઈનું માનીએ કે સાંભળીએ પરંતુ તે માન્યા કે સાંભળ્યા પછી પગ ના ઉપાડીએ તો આપણી પ્રજ્ઞાપનીયતા એળે જવાની. કીધા પછી કરે નહિ તો ગુરુભગવન્ત એક વાર કે બે વાર કહે - પછી આદેશ ન કરે. અને સાધક આત્મા તો મોક્ષ કરતાં પણ ગરના આદેશનો વધુ અર્થી હોય. સાધુ માટે શાસ્ત્રમાં આયતાથી વિશેષણ આવે છે. આયત એટલે મોક્ષ અને મોક્ષનાં સાધન. તેનો અર્થી સાધુ હોય. જે આત્માર્થી છે તે મોક્ષાર્થી છે એવું ક્યારે મનાય? ગુરુના આદેશ ઝીલવા માટે તત્પર હોય તો ! ગુરુનો આદેશ ન માનવો તે આયાર્થીનું લક્ષણ નથી. ગુરુભગવન્ત અશક્યનો આદેશ કરે જ નહિ એમ સમજીને વહેલામાં વહેલી તકે ગુરુના આદેશ મુજબ કરવા લાગી જવાનું. આજ્ઞાનું અર્થીપણું એ સૌથી મોટામાં મોટી યોગ્યતા છે. આજ્ઞા ન પાળી શકાય એ બને પણ આજ્ઞાનું અર્થપણું નાશ પામે એવું સાધુ માટે કદી ન બને. જ્યારે પણ ગુરુની આજ્ઞા મુજબ ન કર્યું હોય ત્યારે ગુરુનાં ચરણોમાં પડીને કહેવાનું કે - આજ્ઞા પળાઈ નથી, એ મારી ભૂલ થઈ ગઈ છે, બીજી વાર ધ્યાન રાખીશ, પણ મારી ઉપેક્ષા નહિ કરતા. આનું નામ આયાર્થી. જે શક્ય અનુષ્ઠાન હોય એ જ ગુરુભગવન્તના ઉપદેશનો કે આદેશનો વિષય બને – આટલી શ્રદ્ધા જેને હોય તે Page #184 -------------------------------------------------------------------------- ________________ શક્તિ મેળવીને, હૈયું કેળવીને ગુરુના આદેશને કરવા તત્પર હોય - આ જ એની ભાવસાધુતા છે. ગુરુની આજ્ઞા નહિ પાળીએ તો આપણે અવશ્ય ગુરુના ઉપેક્ષાપાત્ર બનવાના. ગુરુના ઉપેક્ષાપાત્ર બનીએ એના બદલે ગુરુના આજ્ઞાપાત્ર (ગુરુની આજ્ઞાને પાત્ર-યોગ્ય) બનીએ એમાં જ આપણું ગૌરવ છે અને વસ્તુત: આપણું કલ્યાણ પણ એમાં જ સમાયેલું છે. ગુરુના આદેશને ઝીલતાં થઈએ તો ભગવાનના શાસનની આરાધના અને ક્રમે કરીને રક્ષા અને પ્રભાવના પણ શક્ય બને છે. વર્તમાનમાં તો પ્રાયઃ એવી દશા છે કે ગુરુ આદેશ કરે તો ગુરુને સલાહ મળે. ગુરુભગવન્ત આજ્ઞા આપે ત્યારે તેમને સામે સલાહ આપવી – એટલે ગુરુનો આદેશ પાછો સુપ્રત ર્યો - એમ સમજવું. સવ અમારા જેવું તમારે ત્યાં પણ હોય ? એક સંસાર છોડીને અહીં બીજો નવો સંસાર ઊભો કરે - એવાને આ બધું નડવાનું. સવ બીજો સંસાર ક્યો ? માનપાન મળે એવાં આયોજન કરવાં, શિષ્યશિષ્યા, ભકતભતાણી ભેગાં કરવાં એ સાધુનો નવો સંસાર છે. સ૦ સાધુને ભગત હોય ? સાધુના જ ભગત હોય. સાધુના ભક્ત થવામાં વાંધો નથી. સાધુ પોતાના ભક્ત માને એમાં વાંધો છે. જે સાધુ ગૃહસ્થને પોતાના ભકત માને અને એમાં રાજી થાય તેના ભક્ત થવામાં વાંધો છે. Page #185 -------------------------------------------------------------------------- ________________ સાધુભગવન્તને શાતા પૂછે ત્યારે પણ દેવ-ગુરુના પ્રસાદને આગળ કરનારા સાધુ મારા આટલા ભગત છે - એવું કઈ રીતે બોલી શકે કે માની શકે ? અને આ રીતે માનસન્માનની લાલસામાં પડેલા અને ઇચ્છા મુજબ જીવવા માટે ટેવાયેલાઓ વાતવાતમાં ગુરુની હિતશિક્ષાને પાછી વાળે એમાં નવાઈ નથી. ભાવસાધુ આવા ન હોય. ભાવસાધુ સલાહ આપે નહિ, સલાહ ઝીલે. સ૦ શિષ્યની ભૂલ થાય તો ગુરુ વિશાળથી હોવાથી નભાવી લે ને ? પાણી આપનારો ગમે તેટલો ઉદાર હોય તોય કાણા પાત્રમાં તો પાણી ન ભરે ને ? કાણું પાત્ર લઈને આવે તેને પાણી ન આપવું તે ઉદારતા. બહુ બહુ તો કહે કે તારું પાત્ર સાંધી લાવ પછી પાણી આપું. એવી રીતે અયોગ્યને યોગ્ય બનાવવા માટે મહેનત કરીએ પણ અયોગ્યતા છોડે નહિ તો તેની ઉપેક્ષા કરવી એ જ ઉદારતા. ૬ ગુણાનુરાગ : આ રીતે માર્થાનુસારી ક્રિયા, પ્રવર શ્રદ્ધા, ઋજુભાવે પ્રજ્ઞાપનીયતા, ક્રિયામાં અપ્રમાદ અને શક્યાનુષ્ઠાનમાં આરંભ આ પાંચ ગુણો જેનામાં કેળવાયા હોય તેવા ભાવસાધુને નાનામાં નાના સાધુના પણ ગુણની પ્રત્યે અનુરાગ થયા વગર ન રહે. આ મહાન એવો ગુણાનુરાગ એ ભાવસાધુનું છઠું લિંગ છે. પ્રણિધાન નામના આશયમાંથી જન્મેલો આ છઠો ગુણ છે. પોતે ગમે તેટલી ઊંચી કક્ષાએ પહોંચેલો હોય છતાં ય પોતાના કરતાં હનગુણીના પણ Page #186 -------------------------------------------------------------------------- ________________ ગુણની પ્રત્યે અનુરાગ જાળવી રાખવો એ સહેલું નથી. કોઈ પણ ગુણની પ્રાપ્તિ થઈ ગયા પછી એ ગુણ નાશ ન પામે તે માટે આ ગુણાનુરાગ કેળવી લેવાની જરૂર છે. દાન આપનાર, દાન નહિ આપનારની નિંદા ન કરે, તપ કરનાર તપ નહિ કરનારની નિંદા ન કરે અને સદાચાર સેવનાર અસદાચારીની નિંદા ન કરે તો ભાવધર્મને પામવાની યોગ્યતા આવે. પોતે સારામાં સારી રીતે દાન આપતો હોય, સદાચાર સેવતો હોય, તપ કરતો હોય છતાં ય જેઓ પોતાની શક્તિ મુજબ થોડું પણ દાન આપે, થોડો પણ સદાચાર સેવે, થોડો પણ તપ કરે તો તેના તે ગુણને આગળ કરે. આ ગુણ નહિ આવે તો બાકીના પાંચે ગુણ મેળવેલા નકામા જવાના. પોતાના દોષોનો ઢગલો જેને દેખાય તેને ગુણાનુરાગની કિંમત સમજાવવી ન પડે. આપણા દોષપૂર્ણ જીવનનો અંત લાવવો હશે તો થોડો પણ ગુણાનુરાગ પ્રગટાવ્યા વિના નહિ ચાલે. ગુણાનુરાગ એ ગુણ નથી, પરંતુ ગુણને આવવાનો માર્ગ ખુલ્લો કરે છે માટે તે ગુણરૂપ ગણાય છે. ગુણનું અથાણું ગુણાનુરાગને ખેંચી લાવે છે અને અનુકૂળતાનું અર્થપણું સુખના રાગને પુષ્ટ બનાવે છે. સુખના રાગને ટાળ્યા વગર ગુણાનુરાગ નહિ આવે. બીજાના નાનામાં નાના ગુણની પ્રશંસા કરે અને પોતાના નાનામાં નાના દોષને લઇને પોતાને અત્યન્ત નિર્ગુણી માને તો સમજવું કે ગુણાનુરાગ પ્રગટ્યો. જિનકલ્પી મહાત્મા ગમે તેટલું ઊંચામાં ઊંચું ચારિત્ર પાળે છતાં વિકલ્પીને નીચા ન ગણે. કારણ કે સ્થવિરકલ્પ એ Page #187 -------------------------------------------------------------------------- ________________ પણ ભગવાને ભાખેલો માર્ગ છે - એવું એ માને. હનગુણીને હીન ગણે તેના ગુણ ન ટકે. આ ગુણાનુરાગ નામના ગુણના અભાવમાં કેવો અનર્થ સર્જાય છે અને ગુણાનુરાગના યોગે કેવું સુંદર પરિણામ સજાર્ય છે - એ સમજવા માટે કૂરગડુમુનિનું દૃષ્ટાન્ત વિચારવા જેવું છે. કૂરગડુમુનિનું દૃષ્ટાન તમે સૌ જાણો જ છો ને ? અસહ્ય સુધાવેદનીયના યોગે રોજ એક ઘડો ભરીને કૂરનો આહાર કરનારા કૂરગડુમુનિ સંવત્સરીના દિવસે પણ એ પ્રમાણે ઘડો ભરીને દૂર વહોરી લાવીને ચઉમાસી તપના તપસ્વી ચાર શ્રમણોને આહાર બતાવવા ગયા ત્યારે તે ચારે શ્રમણો રોષથી દૂરગડુમુનિના પાત્રમાં ઘૂંક્યા. એ ચાર શ્રમણોને દૂરગડુમુનિ ઉપર દ્વેષ હતો - એવું નહોતું. પરંતુ તપ પ્રત્યે એવી અજ્ઞાનતાભરી પ્રીતિ હતી કે તે તપ ન કરનારની પ્રત્યે તેમને અપ્રીતિનો ભાવ જાગ્યો હતો. પોતાને જે ગુણ ગમતો હોય તેના કારણે જે ગુણ પોતે આત્મસાત કર્યો હોય તે ગુણથી રહિતને હીન ગણવો એ ગુણ પ્રત્યેની અજ્ઞાનતાભરી પ્રીતિ છે. આવી પ્રીતિ વિવેક ચુકાવ્યા વગર ન રહે. ચાર શ્રમણો પણ આવી અજ્ઞાનતાભરી તપની પ્રીતિના યોગે વિવેક ચૂક્યા અને તેમના પાત્રમાં ઘૂંફયા. અજ્ઞાનમૂલક પ્રીતિના યોગે જ વિવેક ચૂક્યા હોવાથી, જેવું જ્ઞાન થયું કે તરત વિવેક પણ પ્રગટ્યો અને ગુણાનુરાગ પણ પ્રગટ્યો. અને જેવો ગુણાનુરાગ પ્રગ તો પોતે પણ કેવળજ્ઞાન પામ્યા. જો શ્રમણોએ વિચાર્યું હોત કે આ પણ આજ્ઞા પાળે છે – તો તેમના પાત્રમાં યૂક્ત નહિ. Page #188 -------------------------------------------------------------------------- ________________ જો શ્રમણો થૂક્ત નહિ તો પૂરગડુમુનિને કેવળજ્ઞાન ન થાત - એવું માનવાની જરૂર નથી. શ્રમણોના ઘૂંકવાના કારણે તેમને કેવળજ્ઞાન નથી મળ્યું, પોતાની સમતાના કારણે કેવળજ્ઞાન મળ્યું. જો તેમનાં કર્મ પૂરાં થવાનાં જ હોત તો વગર ધૂળે પણ પોતાની આત્મનિંદાના કારણે કેવળજ્ઞાન પામી જાત. તેથી એવું માનવાની જરૂર નથી કે થેંક્યા માટે કેવળજ્ઞાન મળ્યું.એકવાર સાહેબને કોઈકે પૂછ્યું હતું કે “ઇલાતીપુત્રને નાચતાં નાચતાં કેવળજ્ઞાન થયું ને ?' ત્યારે સાહેબે કહ્યું હતું કે નાચતાં નાચતાં નહિ, નાચ બંધ થયો ત્યારે કેવળજ્ઞાન થયું.” બાકી નાચ તો રોજ ચાલુ હતો, છતાં કેવળજ્ઞાન થયું ન હતું. જે દિવસે નાચતાં નાચતાં નાચ બંધ થયો તે દિવસે કેવળજ્ઞાન થયું. એવી જ રીતે ચાર શ્રમણોએ પણ જ્યારે ગુણાનુરાગ કેળવ્યો ત્યારે કેવળજ્ઞાન મળ્યું. જો પહેલેથી જ ગુણાનુરાગ કેળવી લીધો હોત તો સંભવ છે કે એના યોગે જ કેવળજ્ઞાન મળી જાત. આથી જ આપણે એ સમજી લેવું છે કે અનુષ્ઠાનની પ્રીતિ કેળવવા પહેલાં વચનની પ્રીતિ કેળવવાની જરૂર છે. તમને અનુષ્ઠાન કરવામાં આનંદ આવે કે આજ્ઞા પાળવામાં ? આજે વચનરાગના બદલે માત્ર વચનમૂલક પ્રવૃત્તિનો રાગ કેળવીને બેઠા તેના યોગે વિવેક ચુકાવા માંડ્યો છે. આજે ઘણા બોલે છે કે “અમને ભણવામાં ખૂબ આનંદ આવે છે. આપણે તો એવી અવસ્થા જોઈએ છે કે – ભગવાનની આજ્ઞા પાળવામાં આનંદ આવે. ભગવાનની આજ્ઞા હશે તો ભણીશું, ભગવાનની આજ્ઞા હશે તો વૈયાવચ્ચ કરીશું, ભગવાનની આજ્ઞા Page #189 -------------------------------------------------------------------------- ________________ ભા હશે તો પડિલેહણાદિ ક્રિયા કરીશું. જ્યારે જે આજ્ઞા ગુરુભગવા કરે ત્યારે તે આજ્ઞા પાળવામાં આનંદ આવે તો સમજવું કે વચનરાગ પ્રગટ્ય. આ વચનરાગ કદી વિવેક ચૂકવા નથી દેતો અને આ વચનરાગ જ સાચા ગુણાનુરાગને લઈ આવે છે. અનુષ્ઠાનની પ્રીતિ આજ્ઞાની પ્રીતિને હણી નાખે છે અને આજ્ઞાની પ્રીતિ દરેક અનુષ્ઠાનની પ્રીતિને લઈ આવે છે. ભગવાને બતાવેલું અનુષ્ઠાન લોકોત્તર છે એમાં વિવાદ નથી. એ અનુષ્ઠાન પ્રત્યે પ્રેમ જાગે તે ય સારી અવસ્થા છે. પરંતુ અનુષ્ઠાન પ્રત્યે રાગ હોય અને આજ્ઞા પ્રત્યે રાગ નહિ હોય તો વિસ્તાર નહિ થાય. અનુષ્ઠાનની પ્રીતિપ્રીત્યનુષ્ઠાન - બહુ બહુ તો દેવલોકમાં લઈ જશે, જ્યારે મોક્ષમાં જવા માટે તો આજ્ઞાનો રાગ કેળવ્યા વગર નહિ ચાલે. સ) આપ આજ્ઞા પાળવાની વાત કરો તો અમારા આંખમાં પાણી કેમ આવે છે ? સ્વચ્છંદીપણું મારવું સહેલું નથી, ઘણું કટકારી છે. અનાદિકાળથી ઇચ્છા મુજબ જીવવાનું જ ગમે છે. હવે એ ઈચ્છા ઉપર સર્વથા કાપ મૂક્વાની વાત આવે એટલે આકરું તો લાગવાનું જ, પણ એક વાત નક્કી છે કે ઇચ્છાના નિરોધ વગર કોઈ પણ ધર્મ આરાધી નહિ શકાય. આજ્ઞા મુજબના સંયમની આરાધના ઇચ્છાનિરોધના આધારે જ શરૂ થાય છે. થોડો પણ ઈચ્છાનિરોધક્ય વિના આજ્ઞાનુસારિતા જીવનમાં નહિ આવે. સવ આજ્ઞા ન ગમે તેને એક ગુણઠાણું નહિ ? Page #190 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞા પ્રત્યે પ્રેમ નથી એનું હૈયાથી દુઃખ ધરતા હોય તેનો પણ એક્કો રાખશું. આ ભગવાનનું શાસન છે, જેને કંઇક પામવું છે એવાને ભગવાનના શાસનમાં સ્થાન ન મળે એવું ન બને. ગુણહીનને શાસન નભાવે ગુણના અનઈનિ શાસનમાં સ્થાન નથી. શક્તિ ઓછી હોય, જ્ઞાન ઓછું હોય, સંયોગો ન હોય તો આજ્ઞા ન પાળી શકાય એ બને, આજ્ઞા પ્રત્યે જેવો જોઈએ તેવો પ્રેમ ન હોય - એ ય બને પરંતુ આજ્ઞા પ્રત્યેના આદર વગર વિસ્તાર નથી-એવું તો તમને લાગે છે ને ? ગુણ પામવા સહેલા છે પણ ગુણનો અનુરાગ કેળવવો બહુ પુરું છે. તપસ્વી થવું સહેલું છે પણ ખાઉધરાના ગુણ પ્રત્યે બહુમાન જાગવું કપરું છે. તપ કરવો, જ્ઞાન મેળવવું, વૈયાવચ્ચે કરવી.. એ બધું સહેલું છે પણ બીજાના ગુણ ઉપર રાગ કેળવવો એ ઘણું પુરું છે. ગમે તેટલું કપરું હોય પરંતુ આ ગુણાનુરાગ કેળવ્યા વગર ચાલવાનું તો નથી જ. બસ ! સંસાર નિર્ગુણ ભાસે અને ભગવાન પ્રત્યે પ્રેમ જાગે તો કામે લાગી જઈએ. . ૭. ગુર્વાશારાધન : ગુણસંપન્નવ્યકતિને આપણા કરતાં અધિક માનીએ તો ગુણાનુરાગ પ્રગટે. અધિગુણી પ્રત્યેનો રાગ ઉત્તરોત્તર અધિક ગુણની પ્રાપ્તિ કરાવવા દ્વારા ગુણથી પરિપૂર્ણ બનાવે છે. આ પ્રમાણે છઠ્ઠા ગુણાનુરાગ સ્વરૂપ લિંગના વર્ણન બાદ છેલ્લે-સાતમું “ગુર્વાજ્ઞાનું આરાધન’ નામનું લિંગ આપણે સંક્ષેપથી જ જોઇએ. Page #191 -------------------------------------------------------------------------- ________________ ભગવાનના શાસનમાં ભગવાનની અને ગુરુભગવન્તની આજ્ઞાનું કેટલું મહત્ત્વ છે એ તો આપણે દરેક લિંગના વર્ણન વખતે વિચારી ગયા છીએ - એટલે એના ઉપર આપણે વિશેષ વિચારણા કરવાની રહેતી નથી. “ગરની આજ્ઞાની આરાધના’ આ ગુણ વગરના બાકીના બધા ગુણો નકામા છે. આથી એક અપેક્ષાએ આ ગુણ પહેલાં બતાવવો જોઈએ એવું લાગે. પરંતુ અહીં આ ગુણ છેલ્લે બતાવવાનું કારણ એ છે કે -છમાંથી એકે ગુણ આપણી પાસે ન હોય ત્યારે પણ આ ગુણ તો આપણી પાસે હોવો જ જોઇએ, પરંતુ આ છયે છ ગુણ આત્મસાત્ કરી લીધા પછી પણ ગુરુની આજ્ઞાની આરાધનામાં જ તત્પર રહેવાનું છે - એ જણાવવું છે. આપણે ગમે તેટલા ગુણવાન બનીએ, ગુણરાગી બનીએ, મહાન બનીએ, સમર્થ બનીએ તોપણ આપણા ગુરુભગવન્ત જો ના પાડે તો એક કામ નથી કરવું. ગુરુની આજ્ઞાથી કોઈ પણ આચરણા કરવામાં દોષ નથી. જો એ આચરણા ભગવાનની આજ્ઞાનો ઘાત કરનારી – ઉન્માર્ગને પોષનારી લાગે તો ગુરુને છોડી દેવાના. પણ ગુરુને માથે રાખીને ગુરુની આજ્ઞા ન માનવાની રજા નહિ મળે. પી.એલ.વૈદ્યના ચુકાદામાં જીત્યા પછી, સર્વત્ર જયજયકાર થયા પછી પણ સાહેબે ગુરુના વચન ખાતર ૨૦૨૦નો પટક સ્વીકાર્યો – એ આ ગુર્વાજ્ઞાની આરાધનાનું જ ફળ હતું. ૨૦૨૦નો પટ્ટક રદ થયા પછી કેટલાક મહાત્માઓએ જ્યારે એમ કહ્યું કે - અત્યાર સુધી આપણે ખોટી આરાધના Page #192 -------------------------------------------------------------------------- ________________ કરી - ત્યારે સાહેબે જણાવ્યું હતું કે ગુરુની આજ્ઞાના યોગે આચરણા કરવી એ જો ખોટી આરાધના કહેવાતી હોય તો ભગવાનના શાસનની આરાધના રહેશે ક્યાં?.. ગુરુની આજ્ઞાનો સ્વીકાર કરવા માટે આપણું બધું જ જતું કરવું પડે છે, આપણું માનસન્માન-મોભો બધું જ મૂકવું પડે. પરંતુ એના કારણે એક લાભ મોટો છે કે આ સંસારમાં જ્યાં-ત્યાં ભટકવાનું ટળી જાય છે. ગુર્વાશાનું આરાધન એ સંયમજીવનમાં સ્થિર થવા માટે અને ઊંચે જવા માટેનું પરિબળ છે. આવા વિષમ કાળમાં જો “ગર્વજ્ઞાનું આરાધન' આ ગણ ભગવાને ન બતાવ્યો હોત તો આપણે સ્વતંત્ર રીતે ભગવાનની આજ્ઞા પાળવા માટે કોઇ રીતે સમર્થ ના બની શકત. ગુર્વાફાનું આરાધન ભગવાનની આજ્ઞાના પાલનનો માર્ગ સરળ બનાવી આપે છે. આથી આ ગુણને વહેલામાં વહેલી તકે પામી લેવો છે. સામા માણસનું કહ્યું માનવું - એ ઝેરજેવું લાગે છે ત્યાં સુધી આ ગુણની છાયા પણ આપણી ઉપર નહિ પડે. સાચું સમજાયા પછી સાચાનો સ્વીકાર કરતી વખતે જેને નાક નડે તેને ભવાન્તરમાં મોટું નાક મળશે. શાસ્ત્રમાં માનને હાથીની ઉપમા આપી છે, કારણ કે હાથીનું નાક મોટું હોય છે અને માનવાળાને નાક બહુ નડે છે. સાચું સમજાઈ ગયા પછી માત્ર નાક ખાતર જ્યાં-ત્યાં ભટકીને ભવ નથી બગાડવો. સમર્થની હાજરીમાં આપણી ભૂલ ન સમજાય અને પાછળથી ભૂલ સમજાય Page #193 -------------------------------------------------------------------------- ________________ તો ત્યારે સમર્થની પાટે આવેલા આપણી દૃષ્ટિએ અસમર્થ હોય એવાને પણ આપણું જીવન સમર્પિત કરવું - અને તેમની આજ્ઞા વધુ પાળવી તે ગુર્વાશાની આરાધના. આત્મારામજી મહારાજાને જ્યારે પોતાની ભૂલ સમજાઈ ત્યારે પોતે જેમને એક વાર હરાવ્યા હતા તેમનું પણ શિષ્યત્વ સ્વીકારીને પોતાનું જીવન ધન્ય બનાવ્યું. આનું નામ ગુર્વાજ્ઞાની આરાધના. ગુર્વાશાની આરાધના એ સમસ્ત સાધુજીવનની આરાધનાનો પ્રાણ છે. જેઓ ગુરુને ગુરુ માની તેમની આજ્ઞાને આરાધવા માટે સદા તત્પર રહે છે તેઓ વહેલામાં વહેલી તકે ભાવસાધુતાના ચરમફળને પામે છે. આ રીતે આપણે ભાવસાધુનાં સાત લિંગોનું સ્વરૂપ શ્રી ધર્મરત્નપ્રકરણના આધારે જોયું. આ ગુણોનું મહત્ત્વ અને સાધકજીવનમાં આ ગુણોની આવશ્યકતા કેટલી છે-એ તો આ ગુણોના સ્વરૂપવર્ણન બાદ સમજાવવું પડે એવું નથી. જો આ સમજાઈ ગયું હોય અને હૈયે જચી ગયું હોય તો હવે આ અનાદિઅનંત સંસારમાંથી આપણી જાતને ઉગારી લઈ પરમપદે પહોંચાડવા માટે આ ગુણોને પામવા, નિર્મળ બનાવવા અને પરિપૂર્ણ બનાવવા માટે આપણે સૌ પ્રયત્નશીલ બની રહીએ – એ જ એક સદા માટેની શુભાભિલાષા. Page #194 -------------------------------------------------------------------------- ________________