________________
વળી એમને પીઠબળ આપે. આવાઓની આગળ શાસ્ત્રની મહત્તા સમજાવવાનો કોઈ અર્થ નથી. આચાર્યભગવન્ત (શાંતિસૂરિ મ.ગ્રંથકારશ્રી) નો શિષ્ય જેવો જિજ્ઞાસુ અને માર્ગનો ખપી હતો તેવા શ્રોતા આગળ આ બધું સમજાવેલું લેખે લાગે. જેને ભગવાનના વચનનો ખપ ન હોય એવાઓની પાછળ સમય બગાડવા કરતાં આપણે જાતે એકલા સ્વાધ્યાય કરી વચનની આરાધનામાં સમયનો ભોગ આપીએ તો લેખે લાગે...!
સ૦ પરમાત્માની દેશના આપનારને તો એકાન્ત કલ્યાણ છે
ને ?
પરમાત્માની દેશના આજ્ઞા મુજબ આપવામાં આવે અને આપતી વખતે શિષ્યસમુદાય વધારવાની, ભક્તગણ બનાવવાની, પોતાનો વર્ગ ઊભો કરવાની કે માનપાનની કોઈ પણ જાતની લાલસા ન હોય તો દેશના આપનારને એકાન્ત કલ્યાણ છે – એમાં બે મત નથી. પરંતુ તમે અહીં વક્તાના કલ્યાણ માટે દેશના સાંભળવા આવો છો કે તમારી પોતાની જાતના ? જો જાતનું કલ્યાણ ઈચ્છતા હો તો આ બધું થોડું ગંભીરતાથી વિચારતા થાઓ.
અહીં શિષ્યની શંકા માર્ગાનુસારી હોવાથી ગ્રંથકારે પણ તેનો જવાબ ખૂબ જ વિસ્તારથી આપ્યો છે. આપણે પણ તે વિસ્તારથી સમજી લેવો જરૂરી છે, જેથી વર્તમાનમાં આચરણાના નામે ચાલતી અંધાધૂધીમાંથી આપણી જાતને બચાવી શકીએ. સૌથી પહેલાં તો ગ્રંથકારશ્રી શિષ્યને કહે છે કે “શાસ્ત્રનું બરાબર અધ્યયન નથી કર્યું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org