________________
માટે આવી શંકા કરી છે..' વાત પણ સાચી જ છે કે જો ગીતાર્થ ગુરુભગવત પાસે વિધિ મુજબ વિનયપૂર્વક શાસ્ત્રનું અધ્યયન કર્યું હોય તો શાસ્ત્રના કોઈ વચનમાં શંકા પડવાનું કારણ નથી. સંવિગ્ન ગીતાર્થભગવન્તનું આચરણ પ્રમાણ માનવામાં આગમની લઘુતા થવાની આપત્તિ નથી આવતી. કારણ કે સંવિગ્નગીતાર્થ ભગવન્તો કોઈ પણ આચરણા આગમથી નિરપેક્ષપણે કરતા નથી. આ રીતે સંવિગ્નગીતાર્થ ભગવન્તોની આચરણામાં આગમમૂલત્વનું અનુમાન કરીને જ પ્રામાણ્ય માનવામાં આવે છે. જે આચરણા પ્રમાણ મનાય છે તે આચરણાના વિષયમાં વ્યવસ્થિત- સ્પષ્ટ શબ્દના ઉલ્લેખ રૂપ- શાસ્ત્રપાઠ ઉપસ્થિત ન હોવા છતાં સામાન્યથી, સંવિગ્નપુરૂષો ક્યારે ય આગમનિરપેક્ષ પ્રવૃત્તિ કરે જ નહિ, તેથી તેમની આચરણા આગમની વિરોધી હોય નહિ.' આ રીતે આગમના અવિરોધનું અનુમાન આચરણામાં કરીને આચરણાને પ્રમાણ માનવામાં વસ્તુતઃ આગમ પ્રત્યેનું જ બહુમાન સૂચિત થાય છે. શાસ્ત્રમાં ફરમાવ્યું છે કે – “જેના જેના કારણે દોષોની હાનિ થાય અને જેના જેના કારણે પૂર્વકર્મોનો ક્ષય થાય છે તે મોક્ષનો ઉપાય છે. શાસ્ત્રના આવા પ્રકારના વચનને નજર સામે રાખી, સંવિગ્ન અશઠ ગીતાર્થ ભગવન્ત દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ-પુરુષ વગેરેની ઉચિતતાનો વિચાર કરીને અલ્પસત્ત્વવાળા જીવો અધિક દોષથી બચે અને ક્રમે કરી સંયમની વૃધિને પામે તે માટે જે કોઈ આચરણા શરૂ કરે છે અને અન્ય સંવિગ્ન આચાર્યભગવન્તો જેને પ્રમાણ ગણે છે તે પણ માર્ગ કહેવાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org