________________
બાપ દૂર છે – અયોગ્ય છે – એમ માનીને તિરસ્કાર ક્ય? નહિ. ઊલટું જે રીતે બાપાને સમાધિ રહે તે રીતે કરવામાં કશું જ બાકી રાખ્યું નહિ. માબાપ કર્મના ઉદયે પાપ કરતાં હોય, પાપ ન છોડી શક્તા હોય તેનો અર્થ એ નથી કે આપણે પણ પાપનો ત્યાગ ન કરવો. કૃષ્ણમહારાજા અવિરતિના ઉદયે દીક્ષા લઈ શકતા ન હતા છતાં પોતાની બધી પુત્રીઓને દીક્ષા અપાવી, તે ક્યારે અપાવી શક્યા હશે? તેમની પુત્રીઓ પ્રજ્ઞાપનીય હશે ત્યારે ને? માબાપનું વર્તન નથી જોવું, માબાપને જન્મદાતા તરીકે જ જોવાં છે. મા છે, બાપ છે એટલું જ બસ છે. એનાથી વધુ કશું વિચારવું નથી. અમારે ત્યાં પણ ગુરુનું માત્ર ગુરુત્વ જવાનું. દીક્ષા આપીને પોતાને નિશ્રા આપી એટલું જ બસ છે. એનાથી અધિક કોઈ કર્તૃત્વ વિચારવું નથી. પોતે સમર્થજ્ઞાની હોવા છતાં ગુરુ પ્રત્યે આવા પરિણામના યોગે પ્રજ્ઞાપનીય બની શકે. શિષ્યનો પુણ્યોદય ગમે તેટલો હોય તોપણ પ્રજ્ઞાપનીય શિષ્ય પોતાના ગુરુભગવન્તને જ આગળ કરે. ગુરુભગવન્તની ભૂલ થતી હશે તો તેનો દોષ ગુરુભગવને લાગશે, આપણે પ્રજ્ઞાપનીય બનીએ તો આપણને કોઈ જ દોષ નથી. ગુરુના દોષ આપણા માટે દોષરૂપ છે જ નહિ તેથી ગુરુના દોષ જોવાના રહેતા જ નથી. અનુપયોગથી પણ તેમની ભૂલ થતી હશે તો તેની ચિંતા તે પોતે કરશે. આપણે તો ગુરુનું માત્ર ગુરુત્વ જ જોવાનું. આપણા જ્ઞાન ઉપર વિશ્વાસ મૂક્વાના બદલે ગુરુના વચન ઉપર વિશ્વાસ મૂકી ચાલવા માંડવાનું - એ પ્રજ્ઞાપનીય બનવાનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org