________________
કે ચારિત્રનો યોગ નથી આવી શ્રાવપણાનો ઉપદેશ આપ્યો. આ ભવમાં ચારિત્રનો યોગ નથી - એમ જાણી સંપ્રતિ મહારાજા બેસી ન રહ્યા. એ ચારિત્રમોહનીયને તોડવા માટે શ્રાવપણાનો ધર્મ આરાધી આવાં શાસનપ્રભાવનાનાં કાર્યો ક્ય, આર્યસુહસ્તિસૂરિજીએ આટલાં જિનમંદિરો બંધાવ્યાં એવો ઉલ્લેખ શાસ્ત્રમાં ક્યાંય આવે છે ? કે સંપ્રતિ મહારાજે આટલા જિનપ્રાસાદ બનાવ્યા - એવું આવે છે ? આર્યસુહસ્તિસૂરિ મહારાજના ઉપદેશને પામીને સંપ્રતિ મહારાજે પ્રભાવના કરી - એવું આવે અને સાધુભગવન્તની મર્યાદા પણ આટલી જ છે. શ્રાવકોને પોતાના કર્તવ્યનું ભાન થાય એ રીતે માર્ગનું જ્ઞાન કરાવવું-એ જ સાધુભગવન્તની મર્યાદા. તમને પણ સાધુભગવન્તનો ખપ એટલા જ માટે છે ને ? તમને પૈસા ભેગા કરવા માટે સાધુની જરૂર પડે કે શાસ્ત્રાનુસારી માર્ગદર્શન મેળવવા માટે સાધુની જરૂર પડે ? તમને માર્ગદર્શન આપનાર - ઉપદેશ આપનાર ગુરુ ગમે કે પૈસા ભેગા કરી આપનાર ગુરુ ગમે ? તમારે માર્ગનું દર્શન કરવું છે કે ધનનું દર્શન કરવું છે ? કુમારપાળ મહારાજાએ હેમચન્દ્રસૂરિ મહારાજા પાસે ધન મેળવવાનો ઉપાય માગ્યો ન હતો, માર્ગ માગ્યો હતો. તેઓશ્રીએ હેમચન્દ્રસૂરિ મહારાજને કહ્યું હતું કે “આપ કહો ને હું ન કરું એ દોષ મારો, પરંતુ મારા જીવનમાં આપે નહિ કહેવાથી કાંઈ પણ કરણીય કરવાનું બાકી રહી જશે તો એ દોષ આપને માથે.” આવું ક્યારે કહી શક્યા હશે ? હેમચન્દ્રસૂરિ મહારાજના માર્ગદર્શન મુજબ એક પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org