SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યવહાર જાળવવો પડે ને ? જો અહીં વ્યવહાર જાળવવો છે તો ત્યાં ય વ્યવહાર જાળવો ને ? ઘર પરિચિત હોવા છતાં મૂક્તાં વાર નથી લાગતી, અહીં કેમ પગ ઊપડતા નથી ? સ, આપ તો સાધુ અને શાસ્ત્રના અભ્યાસી છો, અમે તો અજ્ઞાની રહ્યા, શું કરીએ ? તમે અજ્ઞાની છો માટે જ કહેવું છે કે શાસ્ત્રના અભ્યાસી બનો. અન્યથા અભ્યાસીના કીધા પ્રમાણે ચાલવા માંડો. આજે તમને ડોકટરી લાઈનનો અભ્યાસ નથી ને ? બધા એના અભ્યાસી ન હોવા છતાં પણ દવાખાનાં ને હોસ્પિટલો ઊભરાય છે તે જ્ઞાનીની નિશ્રા સ્વીકારે છે માટે ને ? નાનું છોકરું પણ માનો છેડો ક્યાં સુધી પકડે ? પોતાની શેરી, પોતાનું ઘર દેખાય પછી જ છોડે ને ? આજે જ્ઞાનીની નિશ્રા વગર કોઈને ય ચાલતું નથી, તમને શું વાંધો આવે છે ? ધંધા માટે, જ્ઞાનીની નિશ્રા સ્વીકારવા તમે ઘર છોડ્યું, ગામ છોડ્યું, વર્ષોના સંબંધ તોડ્યા, એકમાત્ર પરિચિત સાધુને અયોગ્ય જાણી છોડતાં કેમ વિચાર આવે છે ? સવ આજે સાધુભગવન્તો પણ એવા સાધુઓ સાથે એક પાટ ઉપર બેસીને વ્યવહાર જાળવે છે, તો અમે શા માટે ન જાળવીએ? અમે તો એક પાટ ઉપર સાથે બેસીએ ય ખરા અને તેમનું ખંડન પણ કરીએ. તમારું એ કામ નથી. તમારે સાધુભગવન્તના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001159
Book TitleAnsh Vachnano Sara Dvadashangino 1
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2005
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy