SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ સંસારમાંથી દુ:ખ જાય એ માટે ભગવાનનો ધર્મ નથી, સંસાર જતો રહે એ માટે ધર્મ કરવાનો છે. જેને સંસારમાં રહીને દુ:ખ ટાળવા માટે અને થોડુંઘણું સુખ મેળવવા માટે જ ધર્મ કરવો છે તે, જે મળે તેને ગુરુ માને તો તેમાં કોઈ વાંધો નથી. પણ જેને આ સંસારમાં રહેવું જ નથી, તેવાઓ જે મળે તેને ગુરુ માનવાને બદલે, જે સંસારથી તારી શકે તેવાને ગુરુ માને તો જ તેમના માટે તરવાનું શક્ય બનશે. ભગવાનના માર્ગને અનુકૂળ દેશના આપવાનું સામર્થ્ય જેમનામાં નથી તેવાઓ શ્રોતાને ઉન્માર્ગે લઈ ગયા વિના ન રહે. સ૦ માર્ચને અનુકૂળ ન બોલે તેને સાધુ ન માનવા ? ન જ માનવા. જે માર્ગના બદલે ઉન્માર્ગે લઈ જાય તેને તારક કહેવાય કે માર કહેવાય ? જે મારક હોય તેને સાધુ મનાય ? તમને સાધુની જરૂર શેના માટે છે ? સંસારમાંથી તરવા કે સંસારમાં રખડવા ? જે સાધુ ઉન્માર્ગે દોરતા હોય તેવાને પાટ ઉપરથી નીચે ઉતારવાનું સામર્થ્ય ન હોય તો ત્યાંથી ઊઠીને ચાલતા થવાનું. તમારા કાંડામાં જોર ન હોય એ તો સમજ્યા, પણ પગમાં તો જોર છે ને ? સ૦ પરિચિત હોય તો બેસવું પડે ને ? તમારું ઘર પણ વરસોનું પરિચિત છે છતાં આગ લાગવાના કારણે ભડકે બળતું હોય તો શું કરો ? પરિચિત છે – એમ માનીને બેસી રહો ને ? સ૦ ત્યાં તો એક સેંડમાં નીકળી જઈએ પણ અહીં તો Jain Education International ૧૨૫ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001159
Book TitleAnsh Vachnano Sara Dvadashangino 1
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2005
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy