SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ શકાય ? સ૦ સંસારના દુ:ખે દુ:ખી થતા હોઈએ તો સાધુ પાસે ન જવું ? આપણે સંસારના દુઃખે દુ:ખી નથી થવું, સંસારથી જ દુ:ખી થયું છે. આ સંસારમાં દુ:ખનો પાર નથી. સંસારમાં રહે અને દુ:ખ ન આવે એવું કોઈ કાળે ન બને. આવા સંસારમાં રહીને દુ:ખ ટાળવાનો ઉપાય બતાવવા માટે તો ખુદ તીર્થંકરભગવન્તો પણ સમર્થ નથી. કારણ કે કોઈ પણ વસ્તુના સ્વભાવને ફેરવવાનું સામર્થ્ય કોઈનામાં નથી. અનદુઃખમય આ સંસારથી દૂર કેવી રીતે થવુંતેના જોઈએ એટલા ઉપાયો છે. સંસારમાં દુ:ખ ટાળ્યું ટળવાનું નથી. એ દુઃખનું કારણ સંસાર ટળે એટલે દુ:ખ ટળ્યા વિના ન રહે. મરવું સારું પણ સંસારમાં રહીને દુ:ખ ટાળવા માટે મંત્રતંત્રના પનારે પડવું સારું નહિ. આથી એ માટે સાધુ પાસે ન જવું. સંસારમાંથી દુ:ખ નાબૂદ કરવા અમે નથી બેઠા, અમે તો સંસાર નાબૂદ કરવા માટે બેઠા છીએ. ઉકરડામાંથી ગંધ દૂર કરી શકાય ખરી ? કે ઉકરડો જ દૂર કરવો પડે ? અને ઉકરડો દૂર કરી શકાય એવું ન હોય તો આપણે જ દૂર ખસી જવું પડે ને ? એવી જ રીતે અહીં પણ સંસારમાંથી દુ:ખ દૂર કરવું કે સંસારનો ઉચ્છેદ કરવો એ અશક્ય વસ્તુ છે. એ સંસારમાંથી આપણી જાતને ઉગારી લઈએ એટલે આપણા સંસારનો ઉચ્છેદ થયો સમજવું. સંસાર સ્વયં દુ:ખસ્વરૂપ છે-એ રીતે સંસારને નિહાળશો ત્યારે જ ધર્મનો ખપ પડશે. Jain Education International ૧૨૪ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001159
Book TitleAnsh Vachnano Sara Dvadashangino 1
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2005
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy