________________
વાદ લેવા જેવા નથી. ઘર બગાડવાનું કામ તો લોકો કરે પણ પરિમાર્જન (સાફ) કરવાનું કામ કોણ કરે ? પોતાનું ઘર માને તે જ ને ? ભગવાનના શાસનને નુકસાન પહોંચાડનારા હોય, તેવા વખતે જે શાસનને પોતાનું માને તે જ તેમનું પરિમાર્જન કરી શકે. જેને શાસનની સાથે લેવાદેવા ન હોય તેનું અહીં કામ નથી. મારે એક વાર એક ગામમાં આવા જ કોઈ સાધુ સાથે એક પાટ પર બેસવાનો વખત આવેલો. એ મહાત્મા સારા વક્તા તરીકે પ્રસિદ્ધ હતા. તેમણે જ્ઞાનસારના શ્લોક ઉપર વ્યાખ્યાન આપવાની શરૂઆત કરી, પણ પોતાની શૈલી પ્રમાણે. ધર્મ કરીને આ સંસારમાં કેવી રીતે સુખી થવાય છે એ વિષય પર દોઢ કલાક વ્યાખ્યાન આપ્યું છેલ્લે તમારા જેવા કોઈકે મને દસ મિનિટ બોલવાની વિનંતી કરી. એ દસ મિનિટમાં, આ સંસારમાં સુખી થવા માટે ધર્મ નથી કરવાનો, આ સંસારથી છૂટવા માટે જ ધર્મ કરવાનો છે – એ વસ્તુ ઉપર લોકોની નજર દોરીને મેં વ્યાખ્યાન પૂરું કર્યું. વ્યાખ્યાનની પાટે લોકોને સારું લગાડવા માટે નથી બેસવાનું સાચું સમજાવવા માટે બેસવાનું છે. તમે ઊંધું કરો છો. તમે સાચું સમજવા માટે નહિ, માત્ર સારું લગાડવા માટે તેમની સાથે બેસો છો માટે તમને ના પાડી. તમે જે કુળમાં, જે સંસ્કારમાં ઊછર્યા છો તેમાં શાસનની રક્ષા કરવાનું સત્ત્વ નથી. લોકમાં એવી કહેવત છે કે, નિ જે પ્રતિતિ નત્તિક હતે એક વાર એવું બનેલું કે એક શિયાળિયાનું બચ્ચું શિયાળથી છૂટું પડી ગયેલું અને સિંહના બચ્ચાં સાથે રમવા લાગેલું શિયાળિયાનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org