________________
કે દાન આપવા? ખાવા માટે પુણ્યની જરૂર પડે કે તપ કરવા માટે ? મળેલું પુણ્ય, મળેલી અનુકૂળતા છોડવાની તૈયારી આવે ત્યારે ધર્મ કરવાની લાયકાત આવે. પુણ્યનું ફળ છોડીને પાપનું ફળ ભોગવવા માટે તૈયાર થાય ત્યારે ભાવસાધુતા આવે. પાપનું ફળ ભોગવે તે ભાવસાધુ, પાપનું ફળ દૂર કરે, બીજાને આપે તે ભાવસાધુ નહિ.
સ૦ સાધુમાં અને ભાવસાધુમાં શું ફરક છે-એ નથી સમજાતું!
વેપારીમાં અને ભાવપારીમાં શું ફરક છે - એ તો સમજાય છે ને ? બોલીને ફરી જાય તે વેપારી ખરો, પણ ભાવ વેપારી નહિ. બોલેલું પાળે તે ભાવ વેપારી, માલ બદલી નાખે તે ભાવ વેપારી નહિ એ જ રીતે અહીં સમજી લેવાનું. પાપ છોડવાની, સુખ નહિ ભોગવવાની અને દુ:ખ વેઠી લેવાની પ્રતિજ્ઞા ર્યા પછી એ પ્રતિજ્ઞાને પાળે તે ભાવસાધુ. પાપ છોડ્યા પછી પાપનું ફળ ન ભોગવે અને સુખ ભોગવે તે ભાવસાધુ નહિ. તમને ધનનો ખપ છે એટલે ત્યાં બધું તપાસતાં આવડે છે. ધર્મનો ખપ જ ન હોય તો સાધુ ઓળખતાં ક્યાંથી આવડે ? આજે તો તમે ધર્મશાળા બંધાવનારને પણ ભાવસાધુ માનવા તૈયાર છો ને ? શાસ્ત્રમાં તો કહ્યું છે કે – સાધુઓને માટે ગૃહસ્થ બનાવેલ ઉપાશ્રય પણ સાધુઓને ન કલ્પે. . અમારે અમારા માટે તો ઉપાશ્રય ન બંધાવાય પરન્તુ ગૃહસ્થ અમારા માટે બનાવેલ ઉપાશ્રયમાં પણ અમારાથી ન રહેવાય; તો સાધુ, ગૃહસ્થ માટે ધર્મશાળા બંધાવી શકે છે અને બંધાવે તો તે ભાવસાધુ કહેવાય ? દેરાસર કે ઉપાશ્રય બંધાવવાનો પણ જો સાધુને નિષેધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org