________________
પામીને ભગવાને આ ભવનિસ્તારક તીર્થની સ્થાપના કરી. જે સર્વવિરતિના યોગે ભગવાન ભગવાન થયા અને મોક્ષે ગયા એ સર્વવિરતિધર્મની ઉપેક્ષા કર્યું નહિ ચાલે. જે મોક્ષે પહોંચાડે તે જ સર્વવિરતિપણાનો ધર્મ છે, તે જ રીતે જે ધર્મ સર્વવિરતિધર્મમાં પરિણામ પામે તે જ ગૃહસ્થપણાનો ધર્મ છે. જેને મોક્ષે જવાની ઇચ્છા થાય તેને તે જ ક્ષણે ચારિત્રની ઇચ્છા થવાની, કારણ કે મોક્ષે જવા માટે ચારિત્ર લીધા વિના નહિ ચાલે – એ તેને બરાબર સમજાઈ ગયું હોય છે. જેને મોક્ષે જવા માટે ચારિત્ર લેવું હોય તેના માટે જ તીર્થંકરભગવન્તો ઉપકારી છે. આજે મોક્ષની ઇચ્છા હોવા છતાં ચારિત્રની ઈચ્છા ન હોય એવા જ મોટા ભાગના ધર્મ કરનારા મળે. “મોક્ષ માટે જ ધર્મ કરવો જોઈએ' એવું યાદ રાખનારને પણ મોક્ષ માટે ચારિત્ર લેવું પડશે” એ વસ્તુ મગજમાંથી નીકળી ગઈ લાગે છે. આજે ચારિત્રધર્મ વિસરાઈ જવાના કારણે ગૃહસ્થપણાના ધર્મમાં કોઈ માલ રહ્યો નથી. એ જ રીતે ભગવાનની આજ્ઞા મુજબનું સાધુપણું વીસરાઈ જવાના કારણે વર્તમાનના સાધુપણામાં પણ લગભગ ભલીવાર લાગતો નથી. વર્તમાનમાં આપણે જે સાધુપણું પાળીએ છીએ અને ભગવાને જે રીતે સાધુપણું પાળવાનું કહ્યું છે એ બે વચ્ચે જે અંતર છે - તે સમજી લેવા માટે આપણે ભાવસાધુનાં લિંગો જોવાં છે. એ જ રીતે તમારે પણ કેવા પ્રકારના સાધુપણા માટે પ્રયત્ન કરવાનો છે અને એ માટે કેટલું અંતર કાપવું પડશે તેનો ખ્યાલ આવે તે માટે આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org