________________
ચારિત્રધર્મને પામવાની યોગ્યતાને જણાવનારાં અથવા તો સાધુધર્મ પામેલા કેવા હોય તે જણાવનારાં ભાવસાધુનાં સાત લિંગો જણાવ્યાં છે. આ ગ્રન્થરત્નની એક વિશિષ્ટ શૈલી છે કે જે વિષયના નિરૂપણની શરૂઆત કરી હોય એ વિષયની સ્પષ્ટતા ત્યાં ને ત્યાં જ પ્રાપ્ત થાય; તે માટે ટીકાગ્રન્થની વિશેષ અપેક્ષા ન રહે. આવા ગ્રન્થોની પ્રાપ્તિ ખૂબ જ ઓછી થતી હોય છે.
આજે વીસ વિહરમાન તીર્થંકરભગવન્તોના પરમતારક દીક્ષાકલ્યાણકનો દિવસ છે. આજના પ્રસંગને અનુરૂપ આપણે ભાવસાધુનાં લિંગોનો વિચાર કરી લેવો છે. આજ સુધીમાં જે કોઇ તીર્થંકર થયા તે સંસારનો ત્યાગ કરી સાધુ થઇને પછી જ તીર્થંકર થયા છે. સામાન્ય સિદ્ધભગવન્ત દીક્ષા લીધા વિના થઇ શકે પણ તીર્થંકરના આત્માઓ સમ્યગ્દર્શન પામ્યા પછી એક વાર તો અર્થાત્ છેવટમાં છેવટ છેલ્લા ભવમાં તો અવશ્ય દીક્ષા ગ્રહણ કરે જ છે. આ અવસર્પિણીકાળમાં શ્રી મહાવીરપરમાત્મા સાડા બાર વરસના દીક્ષાપર્યાયના અંતે કેવળજ્ઞાન પામ્યા. પહેલા શ્રી ઋષભદેવસ્વામી ભગવાનના પણ ચોર્યાશી લાખ પૂર્વના આયુષ્યમાંથી એક લાખ પૂર્વનો કાળ તો દીક્ષામાં જ પસાર થયો હતો. જે દીક્ષાના યોગે વીતરાગપરમાત્મા વીતરાગપરમાત્મા બને છે, તીર્થંકર બને છે, સમસ્ત જગતને વીતરાગતાનો માર્ગ બતાવનારા બને છે- તે દીક્ષાકલ્યાણકનો આજે દિવસ છે. કોઇ પણ રીતે ફળની સાથે વિસંવાદ ન આવે એવા પ્રકારના ચારિત્રને પાળીને કેવળજ્ઞાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org