________________
થઈને કરે તો ય તે પ્રમાણભૂત ન ગણાય. તે જ રીતે પર્વતિથિની સયવૃદ્ધિ ન કરવી, ગુરુપૂજન ન કરવું, નવાંગી પૂજન ન કરવું, સૂતક માનવું.. આવો આદેશ કોઈ શાસ્ત્રમાં કરેલો નથી. ઊલટું પર્વતિથિની ક્ષયવૃધિએ આરાધના ક્યારે કરવી તેનું વિધાન તેમ જ ગુરુપૂજનનું પણ વિધાન શાસ્ત્રમાં મળે છે. આમ છતાંય પર્વતિથિની ક્ષયવૃદ્ધિ ન કરવી, ગુરુપૂજન ન કરવું વગેરે આચરણા ઘણા ગીતાર્યો કરતા હોય તોપણ તે પ્રમાણ નથી બની જતી. જે અનિષિદ્ધ છે તેમાં સંવિગ્નગીતાર્થોની આચરણા પ્રમાણ છે જ.
સ૦ એમ કહે છે કે ગીતાર્થો છમસ્થ છે માટે તેમની ભૂલ થઈ શકે !
ગીતાર્થ છમસ્થ હોવાથી, તેમણે નિષેધ નહિ કરેલી પણ આચરણા પ્રમાણ મનાય નહિ'- આવો પાઠ એમની પાસેથી લઈ આવજો. જો છટ્સસ્થની ભૂલ થતી હોય તો ગણધરભગવન્તોને તેમ જ તેમની પાટ પરંપરામાં આવેલ આચાર્યભગવન્તોને પાટ શા માટે સોંપવામાં આવે છે ? ભગવાનની વિદ્યમાનતા હોવા છતાં ગણધરભગવન્તો દેશના આપે છે ને ? ઇન્દ્રમહારાજે શ્રી સીમંધરસ્વામી ભગવાનને પૂછ્યું કે “આપની જેમ નિગોદનું સ્વરૂપ ભરતક્ષેત્રમાં કોઈ સમજાવી શકશે ?' ત્યારે ભગવાને શું કહ્યું? ‘ત્યાં તો કોઈ કેવળી નથી, બધા છમસ્થ છે તેમની ભૂલ થઈ જાય, એ બધા મારી જેમ ન બોલી શકે.' આવું કંઈ જ ન કહ્યું ને ? તેનું કારણ શું ? છદ્મસ્થ જે ઉપયોગ રાખીને શાસ્ત્ર મુજબ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org