________________
બોલે તો ભગવાનનું શાસન દીપાવે. શાસ્ત્રને હૈયામાં રાખીને જે સાધુ બોલે તે જે બોલે તે શાસ્ત્ર - આવી પરિસ્થિતિ સર્જાય.
એક્વાર શ્રીપાલનગરમાં વ્યાખ્યાનમાં આચાર્યભગવન્ત (સ્વ. પૂ.આ.ભ.શ્રી. રામચન્દ્રસૂર મ.સા.) જણાવ્યું હતું કે- “મુહૂર્ત માનવાની જરૂર નથી'... આવું જે બોલે કે માને તે મિથ્યાત્વી કહેવાય. સભામાંથી કોઈક વ્યંગમાં પૂછ્યું કે, “મિથ્યાત્વી કહેવાય?!' સાહેબે જુસ્સાથી કહ્યું “મહામિથ્યાત્વી કહેવાય.” પેલા ભાઈને માઠું લાગ્યું. આથી કડવાશથી તે બોલવા લાગ્યા કે આ મહારાજે મિથ્યાત્વીના ટાઈટલનું એક રાઈટિંગ પેડ છપાવ્યું લાગે છે ! જેને તેને એક-એક ટાઈટલ ફાડી-ફાડીને આપતા જ જાય છે.' વ્યાખ્યાન ઊઠે સાહેબના કાને વાત ગઈ. સાહેબે સૂર્યપ્રાપ્તિ અને ચંદ્રપ્રજ્ઞમિનો પાઠ કાઢીને એ ભાઈને બતાવવાનું જણાવ્યું. આપણે એ બતાવવું છે કે શાસ્ત્ર પ્રત્યે જેને આદર છે, શાસ્ત્ર જેના હૈયામાં વસેલું છે એવાઓ સહજતાથી પણ જે કાંઈ બોલે તેનો પાઠ શાસ્ત્રમાં મળ્યા વગર ન રહે. પ્રશ્નો જેમ ઘણા છે તેમ તેના માર્ગાનુસારી ઉકેલો પણ ઘણા છે. પણ આ બધું કોની આગળ કહેવાનું ? જેને સાચું સમજવું નથી, સાચું સમજ્યા પછી પણ કંઈ કરવું નથી, જેને શાસનની કાંઈ પડી નથી – એવાઓને સમજાવવાનો શો અર્થ ? શાસન માટે પ્રાણ આપવાની તૈયારી ન હોય, સિદ્ધાન્તરક્ષાનું કૌવત ન હોય એ હજુ માની લઈએ, પણ પોતાની જાતને ખોટાથી બચાવી લેવાનું પણ સત્ત્વ જેની પાસે ન હોય તેવાઓ શું કરી શકવાના ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org