________________
પહેલાના કાળમાં અન્યાયી રાજાઓ સામે દસ મડદાં પડતાં તો દૂર રાજાઓ પણ અન્યાયી કાયદા પાછા ખેંચી લેતાં શક્તિ અજમાવ્યા વગર રક્ષા કઈ રીતે થાય ? આજે તમારા જેવા શ્રાવકો પણ ધારે તો ઉન્માર્ગદશકોની સભાને વિખેરી શકે.
સવ એ કઈ રીતે ?
અયોગ્યદેશકોની સભામાં આઠ-દસ જણાએ સાથે જવાનું. વ્યાખ્યાન શરૂ થાય એટલે વારાફરતી એકેડે ઊઠીને ચાલવા માંડવાનું વક્તાનો વ્યાખ્યાનનો ઉત્સાહ મરવા માટે, વ્યાખ્યાન ભાંગી પડે. તમારે કંઈ કરવું હોય તો અમારી પાસે જોઈએ એટલા રસ્તા છે, પણ કરવું છે જ કોને ? નથી જાતનો ભોગ આપવો, નથી સમયનો ભોગ આપવો, નથી પૈસાનો ભોગ આપવો ને સિદ્ધાન્તરક્ષા કરવી છે ! આજે તમે જો ડાહ્યા થઈ જાઓ તો દેશકોને સુધર્યે જ છૂટકો છે. એક વાર સાહેબે કર્યું હતું કે પચાસ વરસ પહેલાં એવા શ્રોતાઓ હતા કે વ્યાખ્યાન વાંચનારને ફરજિયાત પાનાંમાં જ માથું રાખવું પડે, નહિ તો આડું-અવળું વેતરાઇ જાય તો ફજેતી થયા વિના ન રહે. આજે તો લગભગ એવા જ શ્રોતાઓ મળે કે શાસ્ત્રનાં પાનાંમાં માથું ઘાલવાની જરૂર જ ન પડે. એવા પણ શ્રોતાઓ પહેલાં હતા કે જેને જોઈને વક્તાને ધ્રુજારી થાય. વ્યાખ્યાનમાં બેસે, એકીટસે સાંભળે, શંકા પડે તોય વચ્ચે પૂછપૂછ ન કરે. કંઈક અજુગતું લાગ્યું હોય તોય ત્યાં તો ન જ કહે. વ્યાખ્યાન ઊઠે ઉપર જઈને કહે કે “સાહેબ! સમજફેર લાગે છે. આ વિષયમાં શાસ્ત્રમાં આ પ્રમાણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org