________________
નહિ પરંતુ આ પ્રમાણે પાઠ જોવા મળે છે.’ ‘ખોટું છે’ અથવા તો ‘આપ કહો છો-એવું નથી.' એવું પણ કાંઈ કહે નહિ. આવો વિનય, આવો વિવેક, આવું ઔચિત્ય કોણ જાળવી શકે ? જેના હૈયામાં સ્વપરનું હિત અને તારક શાસનની રક્ષા વસી હોય તે ! તમને ક્યાં શાસનની પડી જ છે ? સિદ્ધાન્તરક્ષા માટે વક્તાની જવાબદારી ઘણી છે પણ સાથે શ્રોતાની પણ એટલી જ જવાબદારી છે. તમે ધારો તો વક્તાને યોગ્ય રીતે હાથમાં રાખી માર્ગાનુસારી બોલતા કરી શકો. આ રીતે સન્માર્ગદેશના ન આપે તે ઉત્સૂત્રભાષી બનવાના. અને ઉત્સૂત્રભાષણનું ફળ તિર્યંચગતિ બતાવ્યું છે. કારણ કે અનંતો કાળ ત્યાં જ પૂરો કરી શકાય એવું છે, નરકમાંય નહિ. સ૦ સાંભળનારને શું ફળ મળે ?
ડોક્ટર જો હજામ હોય તો દર્દીનું શું થાય તે જાતે જ વિચારી લેજો – એમાં મારે કશું કહેવું નથી.
-
૪. સ્ખલિતપરિશુદ્ધિ
આ રીતે આપણે વિસ્તારથી શ્રદ્ધાનું શુદ્ધદેશનાસ્વરૂપ લિંગ જોયું. હવે ચોથું લિંગ છે સ્ખલિતની પરિશુદ્ધિ. આપણી પાસે સમય ઓછો છે અને ભાવયતિનાં પાંચ લિંગો આપણે જોવાનાં બાકી છે. છતાં આ શ્રદ્ધા નામનું લિંગ વિસ્તારથી સમજવું જરૂરી હોવાથી એમાં આટલો સમય ફાળવ્યો. બાકીનાં લિંગો ઉપર સંક્ષેપથી વિચારણા કરી લઈશું.
સ્ખલના એટલે અતિચાર. પ્રમાદાદિ દોષના કારણે સાધુભગવન્તના
Jain Education International
૧૩૬
For Private & Personal Use Only
www.jainelibrary.org