________________
ચારિત્રમાં ક્યારે પણ અતિચારરૂપ મલનું કલંક લાગે તો નિષ્કલંક ધર્મના અભિલાષી એવા સાધુભગવન્તો એ અતિચારની શલ્યરહિતપણે શુદ્ધિ કરે : આ ચોથી સ્મલિતપરિશુદ્ધિ નામની શ્રદ્ધા છે. ચારિત્રની રક્ષા માટે આ શ્રદ્ધા જરૂરી છે. જેને સાધનની કિંમત સમજાય તે પોતાનું સાધન છેદાઈ-ભેદાઈ ન જાય તેની તકેદારી રાખે ને? અતિચારના કારણે સંયમમાં ગાબડું પડે છે. તેના પર જો શુદ્ધિનું થીગડું મારવામાં ન આવે તો ચારિત્રની શી દશા થાય ? અતિચારની શુદ્ધિ કરીને અતિચારમાંથી પાછા ન ફરાય તો અનાચારમાં જતાં વાર ન લાગે અને પરિણામે ચારિત્રના ભૂકા બોલાઈ જાય.
સવ અતિચાર એટલે શું ?
જેના યોગે મિચ્છામિ દુક્કમ્ આપવાનો વખત આવે તેનું નામ અતિચાર. બીજાનું આપણા પ્રત્યેનું જે વર્તન જોઈ આપણને દુઃખ થાય તેવું વર્તન આપણે કરવું તેનું નામ અતિચાર. શાસ્ત્રમાં અતિક્રમ, વ્યતિક્ષ્મ, અતિચાર અને અનાચાર : એમ ચાર પ્રકારે સ્કૂલના જણાવેલી છે. કોઈ પણ માણસ પાપ કરવાનું નિમંત્રણ કરે ત્યારે તેનો નિષેધ ન કરવો તે અતિક્રમ. અથવા તો પાપ કરવાની ઇચ્છા થવી તે અતિમ. પાપ કરવા માટે તૈયારી કરવી તે વ્યતિક્રમ. તૈયારી કરીને પાપ કરવા માટે પગ ઉપાડવો તે અતિચાર અને પાપ પરિપૂર્ણ કરવું તે અનાચાર. સાધુભગવન્તના નિમિત્તે આહાર બનાવીને તે આહાર ગ્રહણ કરવાની વિનંતિ કરવા ગૃહસ્થ આવે ત્યારે આધાકમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org