________________
ગયું ને ? આગમની નીતિ એ માર્ગ તેમ જ સંવિગ્ન, ગીતાર્થ અને અશઠ એવા પુરુષોની આચરણા એ માર્ગ આ માર્ગને અનુસરનારી ક્રિયા જે સાધુભગવન્તો કરે છે તેઓ જ ભાવસાધુ છે. ભાવસાધુની જેટલી પણ કિયા હોય તે બધી જ ક્રિયા માર્ગાનુસારી હોય.
આ રીતે પહેલા લિંગનો સંક્ષેપથી વિચાર કરી હવે આપણે શ્રધા’ નામનું જે બીજું લિંગ છે- તેના ઉપર થોડી વિચારણા કરીએ....
૨. શ્રદ્ધા છે
ભાવયતિના બીજા ગુણનું વર્ણન કરતાં શાસ્ત્રકાર પરમર્ષિ ફરમાવે છે કે સધા તિમિરાસી અર્થાત્ ચારિત્રધર્મને કરવાની તીવ્ર અભિલાષા તેનું નામ શ્રદ્ધા. આજે તો આપણે “શ્રદ્ધા” શબ્દ માત્ર માન્યતા અર્થમાં જ રૂઢ ર્યો છે. જ્યારે ગ્રંથકાશ્રી માન્યતા બાદ તીવ્ર અભિલાષા જાગે તેને શ્રદ્ધા તરીકે ફરમાવે છે. ચારિત્રધર્મથી મોક્ષ મળે છે આવું માનવામાત્રથી શ્રદ્ધા આવી જતી નથી. ચારિત્રથી મોક્ષ મળે છે એવું જાણ્યા બાદ મોક્ષ મેળવવા માટે ચારિત્રધર્મ પામવાની જે તીવ્ર અભિલાષા પેદા થાય તેને શ્રદ્ધા કહેવાય છે. માન્યતા અર્થમાં કર્તવ્યતાનો અધ્યવસાય” નથી આવતો. જ્યારે તીવ્રાભિલાષ અર્થ કરવામાં કર્તવ્યતાનો અધ્યવસાય આવે છે. આપણી શ્રદ્ધા તો માન્યતામાં જ સમાઈ ગઈ છે. કરવું કશું નહિ અને માન્યતા મજબૂત છે એમ કહીને આપણે આપણી શ્રદ્ધાને વ્યક્ત કરતા હોઈએ છીએ. શ્રદ્ધાનો
૫૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org