________________
* * *
આવો વિકૃત અર્થ આપણે કરી ન બેસીએ – એ માટે ગ્રંથકારશ્રી જણાવે છે કે સાચી વસ્તુને સાચી રૂપે માન્યા પછી તેને પામવા માટે તીવ્ર અભિલાષા જાગે તો શ્રદ્ધા છે - એમ સમજવું. અભિલાષાનો અર્થ “તીવ્ર ઈચ્છા થાય છે, છતાં ય ગ્રંથકારશ્રીએ અહીં તીવ્ર અભિલાષાને શ્રદ્ધા તરીકે જણાવી છે તે ઈચ્છાની ઉત્કટતા સૂચવવા માટે છે. ચારિત્રધર્મ પામવા માટે જેટલું શક્ય હોય તેટલું કર્યા વગર ન રહે-તે ઈચ્છાની ઉત્કટતા. માત્ર સાંભળવાની અભિલાષા એ શ્રદ્ધા નથી, સાંભળેલું તત્ત્વ પામવા માટે રાતદિવસ મહેનત કરવી એનું નામ શ્રદ્ધા. આ શ્રદ્ધા પ્રવર કોટિની હોવી જોઈએ. પ્રવર શ્રદ્ધા કોને કહેવાય તે સમજાવવા માટે શ્રદ્ધાનાં ચાર લિંગો જણાવ્યાં છે. ૧. વિધિપૂર્વકની સેવા, ૨. જ્ઞાન-ચારિત્રના વિષયમાં તૃમિનો અભાવ, ૩. શુદ્ધ દેશના અને ૪. અલિતની પરિધિ .
૧. વિધિપૂર્વકની સેવા
આપણે અહીં ભાવસાધુનાં લિંગોની વિચારણા શરૂ કરી છે. આ શ્રદ્ધા પણ સાધુપણાનાં લિંગ તરીકે જણાવી છે, તેથી તે સામાન્ય કોટિની નહિ હોય - એ સમજી શકાય છે. ગૃહસ્થપણાની શ્રદ્ધા કરતાં સાધુભગવન્તોની શ્રદ્ધા પ્રવરકોટિની હોય છે-તે સમજાવવા માટે અહીં શ્રદ્ધાનાં ચાર લિંગો જણાવ્યાં છે. મુખ્યત્વે સાધુભગવન્તને આશ્રયીને આ લિંગો બતાવેલાં હોવા છતાં ગૃહસ્થપણામાંથી આ ગુણોની યોગ્યતા કેવી રીતે કેળવાય છે તે
૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org