________________
પણ આપણે અવસરે અવસરે જોઈ લેવું છે. ધર્મ કરવાની અભિલાષા જાગે એટલે સૌથી પહેલાં વિધિનો ખપ પડવાનો. તમારે ત્યાં પણ શું નિયમ છે ? કોઈ પણ કાર્યની શરૂઆત કરવી હોય તો તે પહેલાં તેની વિધિ જાણી લેવાની ને ? વિધિના પાલન માટે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ...વગેરેની શુદ્ધિ જાળવવી જરૂરી છે. સાધુભગવન્તો વિધિની પ્રધાનતા કેવી રીતે સ્વીકારે છે અને એના કારણે તેમનું અનુષ્ઠાન વિધિશુદ્ધ કઈ રીતે બને છે.. એ વિચારવા પહેલાં, આજે ધર્માત્મા ગણાતાઓમાં વિધિનો રાગ અને વિધિનો આગ્રહ કેવો છે એ તપાસી લેવું જરૂરી છે. અને તે પણ આપણી પોતાની જાત માટે વિચારવું છે. આજે નહિ તો કાલે જેને સાધુ થવું છે તેણે આ ગુણો કારણરૂપે પણ ગૃહસ્થપણામાં કેળવી લેવા પડશે. વિધિની શરૂઆત દ્રવ્યશુદ્ધિથી થાય છે. ગૃહસ્થપણામાં રહેલાને કોઈ પણ અનુષ્ઠાન કરવા માટે દ્રવ્યની જરૂર પડવાની જ. એ દ્રવ્ય સ્વરૂપથી શુદ્ધ હોવું જોઈએ, શુદ્ધ રીતે પ્રાપ્ત કરેલું હોવું જોઈએ અને એનો ઉપયોગ પણ શુદ્ધ રીતે કરવો જોઈએ. શુદ્ધ રીતે પ્રામ કરેલું દ્રવ્ય તેને કહેવાય કે જે નીતિપૂર્વક મેળવેલું હોય, ફૂડકપટ કરીને નહિ. એક સામાયિકનું અનુષ્ઠાન કરવું હોય તો ય ન્યાયથી મેળવેલા ધનથી તેના માટેનાં ઉપકરણો ખરીદવાં. સામાયિક કરવા ઉપાશ્રયમાં વરસીદાન આપતાં આવે તે ધન પણ ન્યાયપૂર્વક મેળવેલું હોવું જોઈએ. સામાયિકનાં ઉપકરણો પોતે ખરીદેલાં વાપરવાં, બીજાનાં નહિ. પૂજા જેમ સ્વદ્રવ્યથી કરવાની છે તેમ સામાયિક
Jain Education International
૫૬
For Private & Personal Use Only
www.jainelibrary.org