SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ પણ ભગવાને ભાખેલો માર્ગ છે - એવું એ માને. હનગુણીને હીન ગણે તેના ગુણ ન ટકે. આ ગુણાનુરાગ નામના ગુણના અભાવમાં કેવો અનર્થ સર્જાય છે અને ગુણાનુરાગના યોગે કેવું સુંદર પરિણામ સજાર્ય છે - એ સમજવા માટે કૂરગડુમુનિનું દૃષ્ટાન્ત વિચારવા જેવું છે. કૂરગડુમુનિનું દૃષ્ટાન તમે સૌ જાણો જ છો ને ? અસહ્ય સુધાવેદનીયના યોગે રોજ એક ઘડો ભરીને કૂરનો આહાર કરનારા કૂરગડુમુનિ સંવત્સરીના દિવસે પણ એ પ્રમાણે ઘડો ભરીને દૂર વહોરી લાવીને ચઉમાસી તપના તપસ્વી ચાર શ્રમણોને આહાર બતાવવા ગયા ત્યારે તે ચારે શ્રમણો રોષથી દૂરગડુમુનિના પાત્રમાં ઘૂંક્યા. એ ચાર શ્રમણોને દૂરગડુમુનિ ઉપર દ્વેષ હતો - એવું નહોતું. પરંતુ તપ પ્રત્યે એવી અજ્ઞાનતાભરી પ્રીતિ હતી કે તે તપ ન કરનારની પ્રત્યે તેમને અપ્રીતિનો ભાવ જાગ્યો હતો. પોતાને જે ગુણ ગમતો હોય તેના કારણે જે ગુણ પોતે આત્મસાત કર્યો હોય તે ગુણથી રહિતને હીન ગણવો એ ગુણ પ્રત્યેની અજ્ઞાનતાભરી પ્રીતિ છે. આવી પ્રીતિ વિવેક ચુકાવ્યા વગર ન રહે. ચાર શ્રમણો પણ આવી અજ્ઞાનતાભરી તપની પ્રીતિના યોગે વિવેક ચૂક્યા અને તેમના પાત્રમાં ઘૂંફયા. અજ્ઞાનમૂલક પ્રીતિના યોગે જ વિવેક ચૂક્યા હોવાથી, જેવું જ્ઞાન થયું કે તરત વિવેક પણ પ્રગટ્યો અને ગુણાનુરાગ પણ પ્રગટ્યો. અને જેવો ગુણાનુરાગ પ્રગ તો પોતે પણ કેવળજ્ઞાન પામ્યા. જો શ્રમણોએ વિચાર્યું હોત કે આ પણ આજ્ઞા પાળે છે – તો તેમના પાત્રમાં યૂક્ત નહિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001159
Book TitleAnsh Vachnano Sara Dvadashangino 1
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2005
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy