SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ તરી ગયા તેમ હું ય તરી જઉ આ ભાવનાથી સુપાત્રદાન કરે તેનો સંસાર કપાયા વગર ન રહે. સાધુભગવન્તને વહોરાવતાં જો તેઓ વધુ વહોરવાની ના પાડે અને “રાખો રાખો કહે તો તમારે કહેવું કે “ના ભગવન્! મારે સંસાર નથી રાખવો. મારો ભાવ ન તોડો, મારો ભવ તોડો.” આવી ભાવનાથી સુપાત્રદાન કરનારનું ચારિત્રમોહનીય તૂટે અને ચારિત્ર ઉદયમાં આવે. - સ૦ સુપાત્રદાનનો આટલો મહિમા હોય તો ચારિત્ર ગ્રહણ ન કરે તેય સુપાત્રદાનથી તરી શકે ને ? ગૃહસ્થપણાનો ઊંચામાં ઊંચો ધર્મ હોય તોય તેમાં અધર્મ તો ભેગો રહેવાનો જ. એકાન્ત ધર્મસ્વરૂપ હોય તો આ ચારિત્રધર્મ જ છે. આથી જ તો મહાપુરુષોએ જ્યારે જ્યારે આપણા હિતને અનુલક્ષીને ચિંતા કરી હોય તો તે આ એક જ ચિતા કરી છે કે જગતના જીવો જ્યાં સુધી સાધુ નહિ બને ત્યાં સુધી તેમનો વિસ્તાર નહિ થાય. ઊંચામાં ઊંચો ધર્મ આ સાધુધર્મ જ છે. બીજો ધર્મ તો નામનો ધર્મ છે તેમાં અધર્મ તો પાર વગરનો છે, તેનાથી વિસ્તાર કયાંથી થાય ? સાધુધર્મની આટલી મહત્તા હોવાથી જ તો આપણે ભાવસાધુનાં લિંગોનું સ્વરૂપ સમજવા બેઠા છીએ. આ સંસારનો ઉચ્છેદ કરવા માટે ક્યો ધર્મ સમર્થ છે, એ ધર્મ કોની નિશ્રામાં સ્વીકારાય, એવી નિશ્રા આપવા માટે કોણ યોગ્ય છે - એ સમજવા માટે તો આ લિંગો વિચારવાનાં છે. સાધુ થવા માટે કેવા ગુણો જરૂરી છે, યોગ્ય ગુરુ કોને કહેવાય-એ સમજવાની જરૂર હતી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001159
Book TitleAnsh Vachnano Sara Dvadashangino 1
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2005
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy