________________
અભિગ્રહ આપવાની ભાવના છે. શું કરવું છે- એ વિચારી લેજો, હજુ સમય છે.
ભાવસાધુનાં આપણે ચાર લિંગો જોઈ આવ્યા. ભગવાનના શાસનમાં સાધ્ય એક મોક્ષ જ છે અને એને સાધી આપનાર સાધન આ ભાવસાધુપણું જ છે. આજે આપણે જે ધર્મ આરાધીએ છીએ તેનું લક્ષ્ય ભાવસાધુપણું છે કે નહિ – તેનો પ્રમાણિકપણે જવાબ સાધુસાધ્વી પણ આપી શકશે કે નહિ-એ એક પ્રશ્ન છે. અને ગૃહસ્થોને તો લગભગ આ તરફ કોઈ લક્ષ્ય જ નથી-એમ કહીએ તોય ચાલે. આવી વિષમદશામાંથી બહાર નીકળવા માટે જ્યાં સુધી ભાવસાધુ ન બનીએ કે ભાવસાધુ બનવાનું લક્ષ્ય ન કેળવાય ત્યાં સુધી ચોવીસેય ક્લાક આ ભાવસાધના શરણે રહીને તેમની આજ્ઞા શિરસાવંધ કરી લેવાની જરૂર છે. તેમાં ય વળી આજના કાળમાં શાસ્ત્રની વાતની ઉપેક્ષા કરનારો વર્ગ જ્યારે વધતો ચાલ્યો છે ત્યારે આપણા તારક સ્થાનને શોધી લઈને તેની સુરક્ષા કરવાની તાતી જરૂર છે. જેની નિશ્રામાં જીવવાનું છે, જેને માથે રાખવાના છે, જેમની આજ્ઞા માનવાની છે, જેમના હાથે તરવાનું છે એ પાત્ર બોદું હોય તો ચાલે ? યોગ્ય ગુરુ ન મળે તો તેની શોધમાં નીકળીએ પણ જેને-તેને ગુરુ માનવાથી વિસ્તાર ક્યાંથી થાય ?
સ0 ગુરુ ન હોય તો પુસ્તક વાંચીને ચલાવવું પણ....
પુસ્તક પણ ક્યાં વાંચવાં તેની તમને ક્યાં ખબર છે? જેણે પોતાના ગુરુની આજ્ઞા વગર પુસ્તકો લખ્યાં હોય તેનાં પુસ્તકો પ્રમાણ
Iણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org