SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ ગણાય ? આપણા આચાર્યભગવન્ત જેમને સમુદાય બહાર ક્ય હોય તેનાં પુસ્તકો પ્રમાણ ગણાય ? પુસ્તકો પણ તમારે યોગ્ય ગુરુની નિશ્રા વગર, આજ્ઞા વગર ન વાંચવાં – એવી ભલામણ કરું છું. કારણ કે એવાં પુસ્તકોનું શાસ્ત્રના નામે એવી સિફતથી ઉસૂત્રભાષણ કરેલું હોય કે તમારા જેવાને ખ્યાલ પણ ન આવે. માટે પુસ્તકો પણ ગુરુનિશ્રાએ વાંચવાં. આપણે અયોગ્ય છીએ માટે જ યોગ્ય બનવા માટે યોગ્યની નિશ્રા સ્વીકારવાનું મહાપુરુષો જણાવે છે. સાધુભગવન્તો પણ માદક દ્રવ્યો સેવે, વિષયકષાયને આધીન બને, નિદ્રાવસ્થામાં પડી જાય તો શાસનની રક્ષા કરશે કોણ ? આ રીતે વિચારીને પ્રમાદને દૂર કરવા પ્રયત્નશીલ બનીએ તો ‘ક્રિયામાં અપ્રમાદ સ્વરૂપ ચોથું લિંગ પામવાનું પૂરું નથી. ૫. શક્ય અનુષ્ઠાનનો આરંભ : હવે પાંચમું લિંગ જણાવે છે - શક્ય અનુષ્ઠાનનો આરંભ. સાધુભગવન્તો પોતાનાથી જેટલું શક્ય હોય તેટલું ર્યા વગર ન રહે અને જે શક્તિ બહારનું છે એવું કાર્ય કદી હાથમાં લે નહિ. આનું નામ શક્યારંભ. શક્ય અનુષ્ઠાન કોને કહેવાય ? જે આપણે કરી શકીએ તે, કે જે આપણને કરવાનું મન હોય તે ? જે કરવાનું મન આપણને થાય, જે કરવાનું આપણને ફાવે તે શક્યાનુષ્ઠાન : આ તો ઈચ્છા મુજબની વ્યાખ્યા છે, શાસ્ત્રીય વ્યાખ્યા આ નથી. યથાશક્તિનો અર્થ ‘શક્તિમનતિક્રમ્ય એટલે કે શક્તિને ઓળંગવી નહિ' - એવો કર્યો છે. ઓળંગવાની ના કોને પાડવાની? જે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001159
Book TitleAnsh Vachnano Sara Dvadashangino 1
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2005
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy