________________
જે માયાવી ન હોય, લુચ્ચા ન હોય, છેતરનારા ન હોય, કપટી ન હોય તે અશઠ કહેવાય. પહેલી શરત જ આ છે કે શઠતા ન જોઈએ. તમારે ત્યાં પણ શું નિયમ છે ? નોકરી કરનારો નોકર પણ કેવો શોધો? જાણકાર કે વફાદાર?
સત્ર પહેલાં વફાદાર હોવો જોઇએ.
બરાબર. તે રીતે અમારે ત્યાં પણ શાસ્ત્રની વફાદારી સૌથી પહેલાં જોઈએ. શાસ્ત્રરક્ષાના નામે પોતાના સિદ્ધાન્તની રક્ષા માટે મથનારા તો લુચ્ચા છે. એવાઓની આચરણા પ્રમાણ નથી. અશઠ અને ગીતાર્થ એવા પણ મહાત્મા સંવિગ્ન હોવા જોઈએ. સંવિગ્ન એટલે મોક્ષનો તીવ્ર અભિલાષી, મોક્ષનો સામાન્ય અભિલાષ તો ધર્માત્મામાત્રને હોય, જ્યારે આ તો તીવ્ર અભિલાષી હોય. “મોક્ષ - મોક્ષ શું કરો છો, મોક્ષ તો દૂર છે, આ કાળમાં ક્યાં મોક્ષ મળવાનો છે. આ પ્રમાણે બોલે તે સંવિગ્ન નથી. જેને અબઘડીએ મોક્ષ મળતો હોય તો ક્ષણનો ય વિલંબ નથી કરવો તેનું નામ સંવિગ્ન. કોઈ પણ પ્રવૃત્તિ કરતી વખતે મોક્ષે જલદી કેમ જવાય - એ જ ચિન્તન ચાલુ હોય તે સંવિગ્ન. આવા અશઠ, ગીતાર્થ, સંવિગ્ન કોઇ એકનું જ આચરણ લઈએ તો તેનું આચરણ અનુપયોગ કે અનવબોધ(અજ્ઞાન)ના યોગે વિસંવાદી પણ હોઈ શકે. આથી બહુજનનું ગ્રહણ કર્યું. એની ભૂલ થવાનો સંભવ છે, પરન્તુ ઘણા સંવિગ્નોનું આચરણ ભૂલભરેલું ન હોઈ શકે. આ રીતે ચાર વિશેષણથી યુક્ત એવું આચરણ અવિસંવાદી હોવાથી માર્ગરૂપે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org