________________
મોક્ષાર્થી ગણાતા શ્રાવકને પણ સંસારના સુખનું અર્થીપણું જયાં સુધી પડ્યું છે ત્યાં સુધી એ પાપને છોડી નહિ શકે. જ્યાં સુધી સંસારનું અથાણું પડ્યું છે ત્યાં સુધી મોક્ષનું અર્થપણું કઈ રીતે મનાય ? મોક્ષનો અથ સંસારનો અર્થી ન હોય. અને જેનું સંસારનું અર્થપણું નાશ પામ્યું હોય તે પાપ છોડ્યા વગર ન રહે. પાપનું ફળ તો સાધુપણામાં ય ભોગવવાનું છે અને ગૃહસ્થપણામાં ચ ભોગવવાનું છે. છતાં ય ગૃહસ્થપણામાં રહેલાને દુઃખ ભોગવવા સાથે થોડુઘણું સુખ મળશે-એવી આશા પડેલી છે. આ સુખની લાલસા જ પાપનો સર્વથા ત્યાગ કરતાં રોકે છે. તમારામાં જે મોક્ષનું અથાણું જાગ્યું હોય તો, 'સંસારનું અથાણું નાશ પામ્યું છે કે નહિ આટલો પ્રશ્ન જાતને પૂછી લેવાનો. આજે આપણે તો એ સમજી લેવું છે કે પાપનું ફળ ભોગવવા છતાં પાપનો સર્વથા ત્યાગ કરવાની વૃત્તિ વિના સાધુપણું જેમ આવતું નથી, તેમ પાપનો સર્વથા ત્યાગ કરીને સાધુપણામાં આવેલા પણ પાપનું ફળ ભોગવવા કાયર બને તો સાધુપણું પાળી નહિ શકે. પાપ છોડ્યા પછી પણ દુખ ભોગવવા તૈયાર ન થાય તે ફરી પાપ કર્યા વગર નહિ રહેવાના. જે પાપનું ફળ ભોગવે તેને પાપ કરવાની જરૂર નથી રહેતી અને જેને પાપનું ફળ ભોગવવું નથી તેને પાપ ર્યા વગર છૂટકો નથી – આ જેને સમજાય તેને ભાવસાધુનાં આ લિંગો સમજતાં વાર નહિ લાગે. જેને પાપ છોડવાનું ફાવે પણ પાપનું ફળ ભોગવવાનું ન ફાવે તે સાધુતામાં બાંધછોડ કર્યા વગર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org