________________
નહિ રહે. ભગવાનનું સાધુપણું દુ:ખ ભોગવ્યા વગર પાળી શકાવાનું નથી. દુઃખ તો આપણા ભગવાને પણ ક્યાં નથી વેઠ્યું ? આપણા ભગવાને પાપ એકે ય કર્યું નહિ અને એક પણ પાપનું ફળ ભોગવવાનું બાકી રાખ્યું નહિ. અશાતા બાંધવાની નહિ અને અશાતા ભોગવ્યા વગર રહેવાનું નહિ - એ જેવી-તેવી વાત નથી. જેમાં નિર્જરાનો યોગ થાય એવો પાપનો ઉદય સારો, પરન્તુ જેમાં પાપનો યોગ થાય એવો પુણ્યોદય નથી જોઇતો. દેવલોકમાં નવમા ત્રૈવેયકમાં પુણ્યોદય છે એ બોલવા પહેલાં ત્યાં અઢારેય પાપનો યોગ પણ હોય છે – એ યાદ રાખવાની જરૂર છે. –
સ૦ અનુત્તરવાસી દેવો તો વીતરાગપ્રાયઃ કહ્યા ને ? પુણ્યનો ઉદય છે માટે વીતરાગપ્રાય: કહ્યા કે પુણ્યોદયની આધીનતા નથી માટે ? રાગનો યોગ - અવિરતિનો યોગ તો તેમને પણ છે. રાગ ગયો માટે વીતરાગપ્રાય: નથી કહ્યા, રાગને આધીન થતા નથી માટે વીતરાગકલ્પ કહ્યા. બાકી અવિરતિના પાપનો યોગ તો તેમને પણ છે. અવિરતિના ઉદયમાં પણ આધીનતા નથી, માટે શાસ્ત્રકારોએ તેમનાં વખાણ કર્યાં છે, પાપમુક્ત બની ગયા છે, માટે વખાણ કર્યાં છે – એવું નથી. તેમની અવસ્થા જ એવી છે કે અવિરતિજન્ય કોઇ પાપ કરવાનો અવસર તેમને આવતો નથી છતાં ભવ જ એવો છે કે અવિરતિપ્રત્યયિક બંધ પડ્યા વગર રહે નહિ. ચોવીસ કલાક અવિરતિનું કોઇ કાર્ય ન દેખાય અને વિરતિની પ્રવૃત્તિ - સ્વાધ્યાય- સતત ચાલુ : અવિરતિના ઉદ્દયમાં આવી સિદ્ધિ
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org