________________
દુક્કડમ્ આપવો : આ તો એક જાતની વંચના છે. પહેલાં ગુરુગમથી ભણે, સૂવાર્થ-દુભયના જ્ઞાતા થાય અને ભગવાનનું વચન નજર સામે રાખીને પાટે બેસીને દેશના આપે-એવાને ભૂલ થવાનું કારણ નથી. છતાં તેવા વખતે અનુપયોગના કારણે ભૂલ થઈ જાય તો મિચ્છામિ દુક્કડમ્ આપતાં નાનપ ન લાગે તેને પાપભીરુ કહેવાય.
ભગવાનનું શાસન અર્થના ઐક્ય પર નભે છે, શબ્દના ઐક્ય પર નહીં. અનંતા ગણધરભગવન્તોએ જુદા જુદા શબ્દોમાં અર્થને ગૂંથ્યો, છતાં અર્થ ન કર્યો, તો એક જ ગણધરભગવન્તની દ્વાદશાંગીમાં અર્થભેદ ક્યાંથી હોય ? નયવાક્ય પણ તેને કહેવાય કે જે ભગવાનની વાત સમજાવવા માટે જુદી જાદી અપેક્ષાએ નિરૂપણ કરે. બે પ્રકારના નય હોય, સાત પ્રકારના નય હોય કે સાત સો પ્રકારના નય હોય, બધા જ વચન સાથે બંધાયેલા છે, નહિ તો એ દુર્બય છે. ભિન્ન ભિન્ન અપેક્ષાએ વિચારવાની છૂટ, પણ વિચારવાનું શું? ભગવાનનું વચન! ગણધરભગવન્તોએ પણ એક જ સરખા અર્થને સમજાવવા માટે જુદા જુદા શબ્દો વાપર્યા હતા. ભગવાને પણ એક તત્ત્વસ્વરૂપ અર્થ ત્રણ શબ્દ સમજાવ્યો. શબ્દો ત્રણ વાપર્યા, પરંતુ અર્થ એક જ હતો. મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે પણ યોગદૃષ્ટિની સઝાયની ચોથી ઢાળમાં જણાવ્યું છે કે “શબ્દભેદ ઝઘડો કિશ્યોજી પરમારથ જો એક.' જો તાત્પર્યાર્થ એક હોય તો માત્ર શબ્દના ભેદને લઈને ઝઘડો કરવાની જરૂર નથી. પરંતુ આની સાથે એ પણ યાદ રાખવું કે જો અર્થભેદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org