SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ એ ગીતાર્થ મનાય છે. તમને કેવો વસતા ગમે ? માર્ગનો જ્ઞાતા હોય છે કે બોલકણો હોય છે ? સ0 ગુરુ પાસે અધ્યયન કર્યા પછી પણ પ્રરૂપણામાં ફેર પડે તો ? - પ્રરૂપણમાં ફેર શેના કારણે પડે ? જ્ઞાન ઓછું છે માટે કે માન્યતા જુદી છે માટે ? સ૦ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવને આશ્રયીને બોલવાના કારણે ફેર પડે તો ? કાળાદિના કારણે સંવિગ્ન પુરુષો અમુક આચરણામાં ફેરફાર કરે છે, પ્રરૂપણામાં નહિ, જ્યારે વર્તમાનના આ 'ગીતાથ' ને પ્રરૂપણામાં ફેરફાર કરવો છે ! એ કઈ રીતે નભાવાય ? કાળ ફર્યો એમાં શું ફર્યું ? માણસને બે પગને બદલે ત્રણ પગ આવ્યા ? માથું નીચે અને પગ ઉપર આવ્યા ? કાળ ફર્યો એટલે ચોખાના બદલે ઘઉના ભાત થયા ? કાળ ફર્યો એટલે આંબાના બદલે બાવળના ઝાડ પર કેરી ઊગી ? શું કર્યું એ તો બતાવો ? સ૨ પડતા કાળમાં થોડી ઢીલ તો મૂવી પડે ને ? પડતા કાળમાં તો પકડ મજબૂત કરવી પડે. ચક્કર આવતા હોય તો દોટ મૂકો કે પાસે જે હોય તેને મજબૂતાઈથી પડીને સ્થિર થાઓ ? શક્તિ ઓછી હોય, સહિષ્ણુતા ન હોય તો આચરણા ઓછી-વધતી થાય તે બને. પરંતુ પ્રરૂપણા શક્તિ મુજબ નહિ, શાસ્ત્ર મુજબ જ કરવાની. પડતા કાળમાં તો શાસ્ત્રની આજ્ઞા વગર ૪૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001159
Book TitleAnsh Vachnano Sara Dvadashangino 1
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2005
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy