________________
આચાર્યભગવન્તનો એક પ્રસંગ જાણવાજેવો છે.
૨૫૦૦ની ઉજવણીની વાત ચાલુ હતી, તે વખતે તીર્થંકરભગવન્તનું મહત્ત્વ સમજાવવાનું કામ આપણે માથે (સાહેબની ઉપર) આવેલું, ત્યારે સાહેબે એક ભાઈને તીર્થંકરભગવન્તનું મહત્વ સમજવા માટે કર્મપ્રકૃતિ નામના ગ્રંથમાંથી તીર્થંકરનામકર્મના બંધનાં અધ્યવસાયસ્થાન કેવાં હોય છે તે વાંચવાનું જણાવ્યું. સાહેબ પાસેથી આ પ્રમાણે જાણીને એ ભાઈએ; તે વખતે અમદાવાદમાં બિરાજમાન કર્યસાહિત્યના નિષ્ણાત એવા સાધુભગવન્તોને કર્મપ્રકૃતિમાંથી તે વસ્તુ કાઢી આપવાનું કહ્યું. તે સાધુભગવન્તોને એ વસ્તુ ખ્યાલબહાર હોવાથી તેમણે કહ્યું કે કર્મપ્રકૃતિમાં આવી કોઈ વાત આવતી નથી. પેલા ભાઈ સાહેબ પાસે પાછા આવ્યા. ત્યારે સાહેબે કર્મપ્રકૃતિનું પુસ્તક મંગાવીને એ પ્રકરણ કાઢીને તે ભાઈને વાંચવા આપ્યું. આ તો માત્ર સ્મરણશતિની વાત છે. પંદર કલાક સ્વાધ્યાય કરે તો મોટે ભાગે સ્કૂલના થવાનો પ્રસંગ જ ન આવે. અને જે સ્કૂલના થઈ હોય તેની પરિશુદ્ધિ કરવાનું સરળ બને. જો સાધુભગવન્તો સ્મલિતપરિશુધિરૂપ શ્રદ્ધાને ટકાવે નહિ તો તેમની ભાવસાધુતા દ્રવ્યસાધુતામાં પરિણામ પામ્યા વિના ન રહે.
સવ ભાવશ્રાવકને દ્રવ્યસાધુ પણ ભાવરૂપે પરિણમે ને ?
તમે તમારી જાતને ભાવશ્રાવક માનો છો ? ભાવશ્રાવકનાં લક્ષણો તમારામાં તપાસી જોયાં ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org