________________
કે ૨૧ કલાક સ્વાધ્યાય કરતા હોય તો નાના સાધુને ફરજિયાત પંદર કલાકનો સ્વાધ્યાય કરવો પડે અને છાપું હાથમાં લેતાં શરમ આવે. આચાર્યભગવન્ત દેશકાળના જ્ઞાતા હોવા જોઈએ, તેથી તેઓ ઉપર-ઉપરથી નજર કરી છાપું વાંચી લે. પણ નાનાં સાધુસાધ્વીઓએ તો બિલકુલ એ લતમાં નહિ પડવાનું આચાર્યભગવન્ત તો પાંચ મિનિટમાં છાપાં ઉપર નજર ફેરવી સ્વાધ્યાય કરવા લાગી જાય. કારણ કે તેમને દ્વાદશાંગી સાચવવી છે. જો પંદર કલાક સ્વાધ્યાય ન કરે તો બાર અંગ ભૂલી જાય. અને આ રીતે દ્વાદશાંગી ભુલાવા માટે તો ઉન્માર્ગદશના આવીને ઊભી રહે. જેને શાસ્ત્રવચન યાદ હોય તે ગમે તેવા પ્રસંગે પણ ઉન્માર્ગે ન જાય. અમલનેરમાં એક આચાર્યભગવન્ત સાહેબ પાસે રોજ પંદર મિનિટ આગમનું વાંચન કરવાનો અભિગ્રહ લેવા ગયા હતા. તે વખતે સાહેબે કહ્યું હતું કે; “તો શું તું પંદર મિનિટ પણ આગમનું વાંચન નથી કરતો ? પંદર મિનિટ પાનું વાંચ્યા વિના તો હું પણ વ્યાખ્યાનની પાટ ઉપર નથી બેસતો !' અને આવા શાસ્ત્રાભ્યાસના જ પ્રતાપે સાહેબને શાસ્ત્રપાઠોની ઉપસ્થિતિ સારી હતી. સાહેબની સ્મરણશક્તિ એવી હતી કે દવા લેવાનું ભૂલી જાય, કોઈકે ગોચરીની વિનંતિ કરી હોય તો કહેવાનું ભૂલી જાય, વસ્તુનું નામ ભૂલી જાય પણ શાસ્ત્ર ન ભૂલે. એક બાજુ આત્મરમણતા ચાલુ ને બીજી બાજુ સ્વાધ્યાય ચાલુ – એવી એમની એકાગ્રતા હતી. સતત સ્વાધ્યાયના કારણે આચાર્ય ભગવન્તોને શાસ્ત્રવચનોનું સ્મરણ કેવું હોય તે માટે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org