________________
પ્રમાણે કહીને તે પોતાના સ્થાને ગયો. એવામાં ત્યાં રહેલ શાસનદેવી કે જે આચાર્યભગવન્તની શ્રદ્ધાથી ભકત બનેલી તે રોષે ભરાઈ. આથી દત્તસાધુને શિક્ષા કરવાના આશયથી તેણીએ
ત્યાં ઘોર અંધકાર ફેલાવ્યો. આથી ભય પામેલો દત્તસાધુ આચાર્યભગવન્તના નામે બૂમો પાડવા લાગ્યો કે હે ભગવન્! આપ ક્યાં છો ? મને ચારે દિશામાં કંઇ દેખાતું નથી.” આથી આચાર્યભગવન્ત કરુણા આણીને પોતાની આંગળી ઊંચી કરી. આચાર્યભગવન્તની લબ્ધિના કારણે એ આંગળી તેજથી પ્રકાશવા લાગી. આ જોઇને દત્તસાધુ વિચારે છે કે “ઓ હો! આ તો પાસે દીપક પણ રાખે છે...' આથી છેવટે ક્રોધે ભરાયેલી દેવીએ પ્રગટ થઈને કહ્યું કે રે દુષ્ટ ! પોતાના શરીર ઉપર તેમ જ ગૃહાદિને વિષે પણ પ્રતિબંધ (રાગ) વગરના એવા આ મુનિપ્રવરને વિષે આવું અણછાજતું ચિંતવે છે ! ભિન્ન ભિન્ન વસતિના વિહારના મે ફરી આ વસતિમાં આવીને રહ્યા છે, અહીં જ સ્થિરવાસ નથી . છતાં એમને તું શિથિલાચારી માને છે ! અંતપ્રાંત ભિક્ષાને લેતા હોવા છતાં તેમને રસવૃદ્ધ માને છે અને લબ્ધિથી સમૃદ્ધ હોવા છતા દીપક રાખનારા તરીકે માને છે. દ્રવ્યક્ષેત્રકાળભાવના દોષથી સ્થિરવાસ કરેલો હોવા છતાં શુદ્ધ શ્રદ્ધાના યોગે ભાવચારિત્રને ધારણ કરનારા આવા ગુરુની અવજ્ઞા કરીને તું મહાપાપનું ભાજન બન્યો છે.’ આ રીતે શાસનદેવીના અનુશાસનથી દત્તસાધુને પોતાની ભૂલનો ખ્યાલ આવ્યો, પાપનો પશ્ચાત્તાપ થયો અને વારંવાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org