________________
ગુરુભગવન્તના ચરણે પડીને પોતાના અપરાધને ખમાવ્યો.
આપણે તો આ કથાનક ઉપરથી એટલો જ સાર ગ્રહણ કરવો છે કે વિધિનો રાગ કેવો હોઇ શકે છે. અને એના યોગે કષ્ટ પણ કેવું વેઠી શકાય છે - એ પણ જોવાજેવું છે. આવા આચાર્યભગવન્તનું નામ શાસનમાંથી કદીય ન ભૂંસાય. આથી જ ધર્મરત્નકારે તેમનું ચરિત્ર આલેખ્યું છે. આ સંગમસૂરિ આચાર્ય જેવા આચાર્યભગવન્તનો સંગમ થઇ જાય અને એના યોગે તેમના જેવી વિધિસેવારૂપ શ્રદ્ધાનો જો સંગમ થઇ જાય તો આપણા કર્મનો વિગમ થયા વિના ન રહે. ભગવાનની આજ્ઞા ખાતર બીજું બધું જતું કરવાની તૈયારી હોય તેવાનું અહીં કામ છે. જીવવા માટે કોઈની પણ અપેક્ષા ન હોય-એ આજ્ઞા પાળી શકે.
સ૦ આચાર્યભગવન્ત ગોચરી ન જાય – એવું સાંભળ્યું છે એ સાચું છે ?
એવો એકાન્ત નથી, વિશિષ્ટ પ્રસંગે જાય પણ ખરા. ગૌતમસ્વામી મહારાજા ગોચરીએ જતા હતા ને ? દુષ્કાળનો પ્રસંગ હોય, ગોચરી-પાણી ન મળતા હોય તો તેવા વખતે વિશિષ્ટ પુણ્યને ધરનારા આચાર્યભગવન્તો ગોચરીએ જાય પણ ખરા. ભગવાનના શાસનના આચાર્યો તો અવસરના જાણ હોય. પોતાના પુણ્યનો સદુપયોગ કરીને તેઓ સમસ્ત ગચ્છની હિતચિંતા કરવામાં તત્પર હોય. તમે પુણ્યના ઉદય ઉપરથી નજર ખસેડો તો જ ક્ષયોપશમભાવના સાધુપણા ઉપર નજર મંડાશે. પુણ્યના ઉદયથી
Jain Education International
૮૩
For Private & Personal Use Only
www.jainelibrary.org