SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ પંડિત જીવો માને નહિ. અનુષ્ઠાન ઓછું-વધતું થાય પણ શાસ્ત્રને બાધા પહોંચે એવું એક પણ અનુષ્ઠાન ન કરે, શાસ્ત્રને અનુસારે જ વર્તે તેવાઓને પંડિતજીવો માને. આથી તેને, “ભગવાનની આજ્ઞાની આરાધનામાં જ ધર્મ છે અને આજ્ઞાની વિરાધનામાં અધર્મ છે એ પ્રમાણે સમજાવવું. આ રીતે બાલાદિ શ્રોતાને જાણી બાલાદિને ઉચિત એવી દેશના આપે તેને સન્માર્ગદશના કહેવાય. માર્ગનું સ્વરૂપ અને માર્ગદશનાવિધિ: એ બંને શાસ્ત્રમાં જણાવેલ છે, એ આપણી મતિકલ્પનાથી નક્કી કરવાના નથી. પહેલાં પોતાની મતિથી માર્ગની અને દેશનાવિધિની લ્પના કરવી અને પછી તેની સિદ્ધિ માટે શાસ્ત્રનો - અપવાદમાર્ગનો આશરો લેવો - એ સન્માર્ગદશકતા નથી, સ્વચ્છતા છે. આવા ઉપદેશકો શાસ્ત્રના નામે પણ લોકોને ઉન્માર્ગે લઈ જવાનું કામ કરે છે. સ૦ એમ કહે છે કે – શાસ્ત્રમાં ઉત્સર્ગની સાથે સાથે અપવાદ પણ આપેલા જ છે ને ? શાસ્ત્રમાં જેટલું વર્ણવેલું હોય તે બધું ઉપાદેય જ હોય ? શાસ્ત્રમાં તો ચારે ગતિનાં કારણો બતાવ્યાં છે, તે બધાં સેવવા માટે બતાવ્યાં છે ? શાસ્ત્રમાં હેયનું પણ વર્ણન હોય, ઉપાદેયનું પણ વર્ણન હોય; એ જ રીતે સમ્યગૃમિથ્યા, જ્ઞાન-અજ્ઞાન, વિરતિઅવિરતિ બધું વર્ણવ્યું હોય છતાં સ્વીકારવાનું શું? ઉત્સર્ગ અને અપવાદ બને બતાવ્યા હોય છતાં આપણે શું સેવવાનું? ઉત્સર્ગના સ્થાને અપવાદ સેવે તો તેને માર્ગ કહેવાય ? અપવાદ પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001159
Book TitleAnsh Vachnano Sara Dvadashangino 1
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2005
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy