________________
અપવાદના સ્થાને સેવાય તો જ માર્ગ કહેવાય.
સ૦ સમય પ્રમાણે અપવાદ સેવવો... એમ કહે છે. ઈચ્છા પ્રમાણે અપવાદ સેવવો અને સમયનું ઓઠું લેવું તે સાચો માર્ગ નથી. ઈચ્છા પ્રમાણે નહિ, સમય પ્રમાણે પણ નહિ, આજ્ઞા પ્રમાણે અપવાદ સેવવો તે માર્ગ. સમયને જોવાને બદલે આજ્ઞા સામે જોવા માંડો તો અપવાદના સ્થાને અપવાદ કોને કહેવાય એ સમજાશે. શાસ્ત્રમાં અપવાદ અસહિષ્ણુ માટે બતાવ્યા છે. અપવાદ તો પડતાંને બચાવવા માટે છે, માર્ગે ચાલવા માટે નહિ. માર્ગે ચાલવા માટે તો ઉત્સર્ગ બતાવ્યો છે. અપવાદ પહેલેથી નથી આપવાનો. પહેલેથી જે ઉત્સર્ગમાર્ગે ચાલતો હોય પરંતુ અસહિષ્ણુતાદિના કારણે સારી રીતે માર્ગગમન ન કરી શકતો હોય તેને માર્ગમાં સ્થિર કરવા અપવાદમાર્ગ અપાય. જે પડતાંને બચાવવા માટે હોય તે પહેલેથી જ માર્ગ તરીકે કેવી રીતે બતાવી શકાય ? જે મજેથી હરીફરી શકે, ખાઈ-પી શકે તે અપવાદ સેવે તો તે ધર્મમાં ટવા માટે સેવે છે કે ધર્મ જોઈતો નથી માટે ? અપવાદમાર્ગ ઈચ્છા મુજબ વર્તવા માટે નથી, આજ્ઞામાં સ્થિર થવા માટે છે. જેને ઈચ્છા મુજબ જીવવું છે તેના માટે તો કોઈ માર્ગ જ નથી. જેને આજ્ઞા મુજબ જીવવું છે તેના માટે બંન્ને માર્ગ છે. ઉત્સર્ગના સ્થાને ઉત્સર્ગ એ માર્ગ અને અપવાદના સ્થાને અપવાદ એ માર્ગ. ભગવાનનો સાધુ શતિ હોય તો ઉત્સર્ગમાર્ગે નવકલ્પી વિહાર કરે અને જંઘાબળ ક્ષીણ થઈ જાય તો સ્થિરવાસ પણ કરે. શક્તિસંપન્ન
Jain Education International
૧૦૯
For Private & Personal Use Only
www.jainelibrary.org