________________
માટે અનિયતવિહાર એ માર્ગ અને અસમર્થ માટે સ્થિરવાસ એ માર્ગ
સ, અસહિષ્ણુ માટે અપવાદ હોય તો ડોળીની જેમ વ્હીલચેર પણ વાપરી શકાય, તો વ્હીલચેરનો નિષેધ શા માટે કરવામાં આવે છે ?
માત્ર વ્હીલચેર જ નહિ, શાસ્ત્રમાં જણાવેલ સ્થિરવાસના અપવાદ-માર્ગની અપેક્ષાએ ડોળીમાં વિહાર કરવો પણ વ્યાજબી નથી – એ આપણે સમજાવવું છે. શાસ્ત્રમાં અપવાદપદે સ્થિરવાસની આજ્ઞા કરેલી જ છે, જો ડોળીમાં વિહાર કરવાનો હોય તો સ્થિરવાસની આજ્ઞા પાળવાની ક્યાં રહી? અને છતાં ય કોઈ સંયોગવિશેષમાં સ્થિરવાસ પણ કરી શકાય એવું ન હોય ત્યારે શું કરવું - એ તો ગીતાર્થ ગુરુભગવન્તોનો વિષય છે. એટલે તમે એમાં માથું મારવાને બદલે માર્ગને સમજવાનો પ્રયત્ન કરો. સાધુસાધ્વીની ટીકાટિપ્પણ કરવા પહેલાં સાધુપણાના આચારને સમજવાની જરૂર છે. સ્થિરવાસ કરતી વખતે એક સ્થાને રહેવામાં પણ ઘણાં કષ્ટ વેઠવાં પડે છે, માન-અપમાન ગળી ખાવાં પડે. ભગવાનની આજ્ઞા પર અત્યંત બહુમાન હોય ત્યારે અપવાનો પણ આચાર પાળી શકાય છે. તમારે સાધુપણાના આચારોનું જ્ઞાન મેળવવું નથી અને તર્ક-કુતર્ક કર્યા કરવા છે.
સવ ભગવાનનો માર્ગ સમજતી વખતે અમને તર્ક કેમ ઊઠે છે?
શ્રદ્ધા નાશ પામી છે માટે અને શ્રદ્ધા કેળવવાનો ભાવ પણ લગભગ રહ્યો નથી માટે. માર્ગ સમજવા માટે, ભગવાનની વાત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org