SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ બનશે. તૃમિના ગાઢ પરિણામના યોગે આપણા જીવનમાં ખામી જેવું કશું લાગતું જ નથી. આથી જ આચાર્યભગવન્તાદિ મહાપુરુષો આપણાં પરિણામોની ઝીણામાં ઝીણી નોંધ લઈને બતાવે છે. આ રીતે ગુરુભગવન્તાદિ આપણી ભૂલોને બતાવે તે ગમે કે બહુ ઝીણું ઝીણું કાંતે છે – એવું લાગે ? - સ૦ ટકટક કરે છે - એવું લાગે ! ટટક કર્યા વગર તો ઘડિયાળ પણ સમય બતાવતી નથી તો ગુરુભગવન્ત ટકટક કર્યા વગર માર્ગ કઇ રીતે બતાવે ? તૃમિનો પરિણામ આપણા વિકાસને રૂંધે નહિ એ માટે ગુરુભગવન્તો આપણી ખામીઓ બતાવતા હોય છે. આપણા દોષોનું દર્શન કરાવવા દ્વારા અસલમાં ગુરુભગવન્તો અતૃપ્તિરૂપ શ્રદ્ધાની રક્ષા કરવાનું જ કામ કરે છે. આવા ગુરુભગવન્તનાં વિનયબહુમાનાદિ કરવાથી આપણા અજ્ઞાનાદિ દોષ ટળે અને જ્ઞાનાદિગુણો મળે. વિનયબહુમાનાદિ દ્વારા ગુરુ પાસેથી જે જ્ઞાન મળે તેવું જ્ઞાન પૈસાના જોરે પંડિતો પાસે ભણવાથી ન મળે. સમસ્ત અજ્ઞાનાદિ દોષોને ટાળનારા આવા ગુરુભગવન્તોનો યોગ મળ્યા પછી ઈચ્છા મુજબ જીવે તેનું કલ્યાણ ક્યાંથી થાય ? સિદ્ધ થવું હોય તો ઈચ્છા પર કાપ મૂક્યા વિના નહિ ચાલે. અત્યાર સુધી પરાધીનપણે ઘણી ઇચ્છાઓ મારી અને બીજાની આજ્ઞાઓ કમને પણ પાળી, છતાં આ સંસારનો અંત ન આવ્યો. મહાપુણ્યોદયે સંસારથી તારનારા ગુરુભગવન્તની આજ્ઞા પાળવાનો અને તેમની આજ્ઞા ખાતર, સંસારમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001159
Book TitleAnsh Vachnano Sara Dvadashangino 1
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2005
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy