________________
રખડાવનારી ઇચ્છાને મારવાનો અવસર મળ્યો છે. આવી તકો વારંવાર નથી મળતી. મળેલી તકને ઝડપી લે તે સાધક. મળેલી તકને વેડફી નાંખે તેના જેવો મૂખ બીજો કોઈ નથી. એમ સમજીને તક સાધી લેવી છે.
૩. શુદ્ધ દેશના
જ્ઞાન અને ચારિત્રના વિષયમાં અતૃમિના પરિણામ સ્વરૂપ બીજું લિંગ આપણે જોયું જ્ઞાનમાં અતૃમિના કારણે નવા નવા યુતનું સંપાદન થવાના કારણે સંવેગની વૃદ્ધિ થાય છે અને ચારિત્રના વિષયમાં અતૃમિ રાખવાના કારણે ઉત્તરોત્તર સંયમનાં કંડકોનું આરોહણ થવાથી કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. અતૃમિ નામના લિંગ બાદ શ્રદ્ધાનું ત્રીજું લિંગ “સન્માર્ગદશના જણાવ્યું છે. શુદ્ધ દેશના કોને કહેવાય એ જણાવવા પહેલાં ગ્રંથકારશ્રી શુદ્ધદેશના આપવાનો અધિકાર કોને છે – તે જણાવે છે. સુગુરુની પાસેથી પૂર્વાપરનું અનુસંધાન કરવા પૂર્વક પદાર્થ, વાદ્યાર્થ, મહાવાક્યર્થ અને ઔદંપર્યાર્થના પ્રકારે આગમનાં પદોનો અર્થ જેણે જાણી લીધો છે તેમ જ ગુરુભગવન્તની અનુજ્ઞાને પામેલા હોવાથી ધન્યતાને અનુભવનાર અને સ્વપરપક્ષ પ્રત્યે રાગદ્વેષથી રહિત હોવાથી યથાર્થ રીતે સદ્ભુત વસ્તુનું નિરૂપણ કરનાર મુનિ ધર્મદેશના આપવાનો અધિકાર ધરાવે છે. શ્રદ્ધાસંપન્ન આત્મા ઉન્માર્ગની દેશના ન આપે અને સન્માર્ગની જ દેશના આપે. તેનું કારણ આ ધર્મદેશકના સ્વરૂપના વર્ણન ઉપરથી સમજી શકાય એવું છે. ધર્મદેશન્ની યોગ્યતા જણાવવા માટે સૌથી પહેલાં જણાવ્યું
૯૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org